પ્રેમસમાધિ
પ્રકરણ-98
માયા આઘાતથી સૂનમૂન થઇ ગઈ એને કાવ્યા કલરવ સાથે વાત કર્યા પછી કશુંજ પચી નહોતું રહ્યું એ એનાં રૂમમાંથી એની અગાશીમાં આવી એણે આકાશ તરફ જોયું. આકાશ કાળાં કાળાં વાદળોથી ઘેરાઇ ગયું હતું હમણાં તુટી પડશે મેહૂલો બધુ જળબંબાકાર કરી દેશે... માયા મનમાં ને મનમાં બોલી... ગમે તેટલો વરસે મેહુલો હું તો કોરીની કોરી... એ આધાત જીરવી ના શકી અત્યાર સુધી કલરવનાં સપનાં જોઇ રહી હતી એનાંજ માંબાપ એને પરણાવવા માંગતા હતા.. જ્યારે નારણ ટંડેલ અને મંજુબેન બધી કલરવની એનાં પિતાની બધાંની વાત કરતાં એ સાંભળતી.. પાપા કલરવનાં વખાણ કરતાં....
મનમાં ને મનમાં કલરવને પ્રેમ કરી પરણી ગઇ હતી અને આજે જાણે રાંડી ગઇ હતી એની એવી સ્થિતિ હતી ત્યાં વરસાદ ઝરમર ઝરમર વરસવો ચાલુ થયો એ રૂમમાં ના ગઇ પલળવા લાગી એનાં હૈયામાં વિરહની એવી આગ સળગી કે એ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગી એનાંથી કલરવથી છુટા પડી જવાનું દુઃખ સહેવાતું નહોતું. કલરવ સાથે પ્રેમ નહી લગ્ન નહીં થાય.. એનું તો દુઃખ હતુંજ પણ હવે કલરવનો કાવ્યા સાથે નો પ્રેમ... કલરવનો પ્રેમ થયાનો એકરાર...કાવ્યાજ એનું સર્વસ્વ છે... આ બધુ યાદ આવી ગયું...
કલરવનાં એક એક શબ્દ એને વાગબાણની જેમ વાગી રહેલાં એક એક શબ્દથી ઘવાઇ રહી હતી કલરવ શબ્દે શબ્દે એનાંથી કોષો.. દૂર થઇ રહેલો એને ઇર્ષ્યાનો અગ્નિ એટલો આભડી ગયો કે એની આંખો વિસ્ફારીત થઇ ગઇ એની આંખોમાંથી તણખા ઝરવા લાગ્યા એ વરસાદમાં પલળી રહી હતી પરંતુ એ પલળતાં પલળતાં ઇર્ષ્યાની આગમાં શેકાઇ રહી હતી એને થયું હું એવું શું કરી નાંખુ કે કલરવ કાવ્યાનો સંબંધ તોડાવી નંખાવું કાવ્યાને ક્યાંય દૂર ફેંકાવી દઊં અને કલરવને મારો કરી દઊં...
માયાને ઇર્ષ્યામાં એનાં કાવ્યા માટેનાં ભયંકર તિરસ્કારમાં જાણે વિચારવાનું બંધ થઇ ગયું જાણે મનમાં લકવો મારી ગયો એને થયું ભાઇને બધુંજ કહુ બધીજ રીતે તૈયાર કરું એ કાવ્યાડીનો ટોટો પીસી નાંખુ કલરવને એવો મજબૂર કરી દઊં કે એનાં હોઠ પર ફક્ત મારું નામ સમરે... માયા... માયા... માયા.. માય.. ડાર્લીંગ એમ બોલતો મને વળગી પડે... કલરવ.. મારાં કલરવ હું તને નહીં છોડું નહીં ભૂલી શકું તને જોયાં, મળ્યાં પછી હું સાવ પાગલ થઇ ગઇ છું મારું રોમ રોમ તને તરસે છે....
માયા વરસાદમાં ક્યાંય સુધી પલળતી રહી સાથે સાથે મનવિચારથી સળગતી રહી એણે કંઇક વિચાર્યુ રૂમમાં ગઇ.. વોશરૂમમાં જઈ કપડાં બદલ્યાં.. રૂમમાં આવી બેઠી મોબાઇલ હાથમાં લીધો એણે જોયું હવે 4.00 વાગી ગયાં છે કલરવ કાવ્યા પણ દરિયે ફરતાં હશે કે ઘરે જતાં રહ્યાં હશે ? ભાઇ ક્યાં છે ? ભાઇને તો શું ફરક પડે છે ? એને કાવ્યા મળે ના મળે એને બીજી કેટલીયે મળી જતી હશે એને પ્રેમની પરખ નથી ચાહત નથી એને તો બસ દેહ ભોગવવો હોય છે.. ઘનની નશાની લાલસા છે મૌજ મજા કરવી છે અને જેમાં રસ છે એનોજ પાનો ચઢાવું અને મારું કામ કઢાવું એમાં એનો પણ સ્વાર્થ સંધાઇ જશે.
પાપા દમણ નથી ગયાં.. એ કોઇ બીજા વહીવટમાં લાગે છે એ પણ કોઇ અગત્યનાં કામમાં બીઝી હોય છે એમનો મોબાઇલ નવરોજ નથી પડતો... પેલો વિજય અંકલનો દોલત.. હાં એ પાછો દમણ જવાનો હતો એની નજર... ભાઇ સાથે કરેલી વાતો... ના ના એ સારો માણસ નથી એ ચોક્કસ કોઇ... પછી એણેજ બધાં વિચાર ખંખેરી નાંખ્યા... એણે સતિષને ફોન લગાવ્યો તરતજ ફોન ઊંચકાયો... બોલી "ભાઇ ક્યાં છે ?” સતિષે કંટાળામાં થોડાં ગુસ્સાથી સામે પૂછ્યું" આ કેવો સવાલ છે ? બોલને તારે શું કામ છે ? કેમ ફોન કર્યો ?”
માયાને થયું આ કાયમ બીઝીજ હોય.. સીધુંજ એનાં હાથમાં સળગતું લાકડુ પકડાવી દઊં એટલે સીધી વાતજ કરે. માયાએ માયા રચવા માંડી બોલી" ભાઇ બહુજ આધાતજનક સમાચાર છે એટલે ફોન કર્યો.” અત્યાર સુધી સાંભળવા ખાતર સાંભળતા સતિષે ગંભીરતાથી પૂછ્યું “એટલે ? શું આધાતજનક છે ? શું થયું ? માં પાપા ઓકે ?” માયાએ કહ્યું “એ તો બેઉ ઓકે છે પણ હું અને તું ઓકે નથી રહ્યાં....” પછી ચૂપ રહી...
સતીષે કહ્યું "એટલે?” આમ ઉખાણાંનો સંભળાવ સીધી વાત કરને શું આધાતજનક છે ? એવું શું થયું ?” માયાએ એકદમ રડવાનું ચાલુ કર્યું બોલી "પેલા કલરવ... કાવ્યાની વાત છે.. બધુ બરબાદ થઇ ગયું..” સતિષ હવે ચમક્યો એણે પૂછ્યું.... "ઓહ કાવ્યાને શું થયું? કોઇ ફોન આવ્યો ? બોલને ઝડપથી કાવ્યાનું શું ? તું ક્યાં છે ?”
માયાએ કહ્યું “ હું ઘરમાજ મારાં રૂમમાં છું પણ પણ...... વાત એમ છે કે કાવ્યા તો કલરવને ચાહે છે... એ તો કલરવ સાથેજ પરણવાં માંગે છે એ લોકો ભયંકર વરસાદમાં અત્યારે બીચ ઉપર મસ્તી કરી રહ્યાં છે મને તો શંકા છે.... કાવ્યા છે મને તો ભાઇ તારો વિચાર આવે છે તું એની સાથે લગ્નનાં સપનાં જુએ છે અને એ જ્ઞાતિબહાર પરનાતી સાથે રંગરેલીયા રમી રહી છે વરસાદમાં પેલાની બાહોમાં ઝૂમી રહી છે...”
માયા હાથે કરીને કલરવ કાવ્યાનું બોલ્યાં કરે છે.. એણે ઉમેર્યું.... “કાવ્યાએ ભાઇ તને.. આપણને દગો દીધો વિજય અંકલને બિચારાને ખબર પણ નહીં હોય કે આ લોકો એમની પાછળ શું ગુલ ખીલાવી રહ્યાં છે મારું તો જાણીને હૈયુ વલોવાઇ ગયું છે તું ભાઇ હવે શું કરીશ ? તારીતો બધી મનમાં મનમાંજ રહી જશે. તું વિજય અંકલની બધી પ્રોપર્ટી, ધંધો, શીપીંગ બધુ એક ઝાટકે ગુમાવી રહ્યો છે મને એનું..”.. પછી રડવા લાગી..
સતિષથી આ બધું સંભળાતું નહોતું એ સાંભળીને ખૂબ ગુસ્સાથી ઉત્તેજીત થઇ ગયો એણે રીતસર રાડ પાડીને કહ્યું “હું આવું કશું નહી થવા દઊં એ કાવ્યા મારીજ છે મારીજ રહેવાની એ કલરવની તો ચામડી ઉતરડી નાંખીશ એ માં વગરનો હરામી... ભાગતો ફરતો રખડુ બાપનો યતિમ દીકરો એનાં તો વાળ ખેંચી લઇશ એને ક્યાંયનો નહીં રાખું... પણ તને કેવી રીતે ખબર પડી ?”.
માયાએ કહ્યું “ભાઇ મેં અમસ્તો સવારે ફોન કરેલો કાવ્યાને કહેવા કે તારે ત્યાં ખૂબ મજા આવી તારી વાત કરી ભાઇ..ભાઇ તારાં ખૂબ વખાણ કરે છે તને ભૂલ્યો નથી તારાં માટે તો જીવ આપે એવો છે મેં આવું બધુ કીધું તો એ કાવ્યાડી શું કહે છે ખબર છે ?”
સતિષે અધિરાઇથી પૂછ્યું “શું કીધું એણે ? શું કીધું ?” માયા કહે “એણે એવો જવાબ આવ્યો કે મારી આંખમાંથી સીધાં આંસુ આવી ગયાં હું સાવ પડી ભાંગી મારાંથી એનાં અગ્નિનાં કાકડા જેવા શબ્દો સંભળાયાજ નહીં...”
સતિષે પૂછ્યું “એણે શું કીધું એ સીધું ફાટને...” સીમાએ કહ્યું “ભાઇ શાંતિ રાખ આમ આટલો આકળો ના થા ગુસ્સાથી કોઇ વાતનું નિવારણ નહીં આવે એણે...”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-99