પ્રેમ સમાધિ - પ્રકરણ-97 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-97

પ્રેમ સમાધિ
પ્રકરણ-97
  વિજયને મ્હાત્રેનો નંબર મળ્યો.. બર્વે પાસેથી જે બાતમી મળી હતી એનાંથી વધુ વિગત સખારામ મહાત્રે પાસેથી મળશે એ બધી વાત સમજી ગયો હતો. બર્વે કસ્ટમ ઓફીસર હતો બીજાઓની સરખામણીમાં પ્રમાણિક હતો. થોડો વધુ વિશ્વાસ કરી શકાય એવો હતો. વિજય બર્વેને ઓળખતો હતો ત્યારથી એટલી છાપ બર્વેની જરૂર પડી હતી કે માણસ સારો છે.... 
 ઘણાં સમયથી સાથે ચાલી રહ્યો છે જીવનમાં કોમ્પ્રોમાઇસ કરે છે માલ પ્રેક્ટીસ કરે છે સાથે સાથે સરકારી કામ ખંતથી કરે છે એને માણસની ઓળખ છે. વિજય વિચારી રહ્યો કે એ બર્વે સાથે ઘણાં વરસોથી લેવડદેવડ કરે છે કામ કઢાવે છે એનાં પૈસા પણ ચૂકવે છે પણ બર્વે જે માહિતી આપે છે એ બહુમૂલ્ય હોય છે અગત્યની હોય છે એમાંય પોતાને ફાયદો થાય એવી પોલીસી એપ્લાય કરે છે..... 
 બર્વે ખાસ તો વિજયની ગેરકાનૂની લેવડદેવડ ડ્રગનાં પડીકાં દાણચોરીની ઇલેક્ટ્રોનીક્સ વસ્તુઓ સોનું, ઘડીયાળો બધુજ એ સગે વગે કરી આપે.. વેચી આપે એનાં ખાસ વેન્ડરો સાથે મળી બધો વહીવટ ગોઠવી આપે. વિજય સાથેનાં અત્યાર સુધીનાં બર્વેનાં વહેવાર વહીવટ એકદમ ચોખાં હતાં એમાં વિજયને તો ફાયદો હતોજ પણ બર્વેની પણ સારી પ્રેક્ટીસ થઇ જતી હતી.. 
 વિજયને બર્વે એક દિવસ મિત્ર તરીકે ટકોર પણ કરી હતી કે ટંડેલ... તું દાણચોરીની વસ્તુઓ લાવે વિદેશી મોંધી શરાબની બોટલો લાવે સોનું લાવે બધુ ઠીક છે બને ત્યાં સુધી ડ્રગનાં ચક્કરમાં ના પડીશ બીજામાંથી છુટી જવાશે પણ આ વીડ બહુ ગંદી વસ્તુ છે એમાંથી જલ્દી છુટાશે નહીં ત્યારે વિજયે કહેલું બર્વે એમાં એક ખેપમાં કરોડ છૂટા થાય છે બીજા બધામાં તો છોતરાં જેવું લાગે છે....બર્વેએ કહેલું મને લાગ્યું કીધુ બાકી તમે તો દરિયાનાં છોરૃ કહેવાવ. રાજા રજવાડો જેવો મોભો રૂઆબ હોય તમને ઠીક લાગે એમ... વિજય હસીને ચૂપ થઇ ગયેલો.. એણે બર્વેનાં વિચારો ખંખેરી ફરીથી સખારામ મ્હાત્રેને ફોન લગાડયો. તરતજ સામેથી ફોન ઉપાડ્યો... ફોન લાગ્યો એટલે તરતજ વિજયે કહ્યું "હું વિજય"... સામેથી મ્હાત્રે એ કહ્યું “હેલો સર... વેલકમ ટુ નોટીફાઇડ એરીયા તમે શીપમાં શું લઇ આવ્યાં...”
 વિજયે પોતાની સ્ટાઇલમાં કહ્યું "નોટીફાઇડ એરીયા ? પછી સમજીને ખડખડાટ હસતાં કહ્યું "વાહ મહાત્રે બહુ ઊંચી નોટ છો પછી પોતે ખડખડાટ ફરીથી હસતાં કહ્યું વાંધો નહીં મારાં માટે પણ બેર્વેએ આવુંજ કંઇક કીધું હશે. હવે ખડખડાટ હસવાનો વારો મ્હાત્રેનો હતો એણે કહ્યું "યુ આર રાઇટ... આમજ ઓળખ આપી હતી. પછી બંન્ને જણાં સાથે ખડખડાટ હસી પડ્યાં.. 
 મ્હાત્રેએ કહ્યું "તમારાં માટે ખૂબ અગત્યની માહિતી છે મારી પાસે..... હું અત્યારે એટલું ચોક્કસ કહું કે બે દિવસ ધીરજ ધરો... ફીશીંગનાં સોદા નિપટાવો... સામાનની હેરફેર કરી લો ત્યાં સુધી દુશ્મનની શીપ... કંઇ નહીં હું રૂબરૂજ મળુ છું તમારી શીપ મારાં રડારમાં છે હું શીપ પરજ આવુ છું અહી ઓફીસમાં કંઇ વાત કરવી જોખમ રૂપ છે. “
 વિજય કહ્યું "એ બરાબર... પ્લીઝ કમ ઓન માય શીપ આઇ વીલ વેઇટ ફોર યુ." પેલાએ કહ્યું ભલે તમારી મહેમાનગતિ માણવાં આવુ છું એક સાથે ચાર કામ કરી લઇશુ”. વિજયે પૂછ્યું “ચાર કામ ? એની વે આવો રૂબરૂ વાત કરીએ હું ત્યાં સુધીમાં ફ્રેશ થઇ જઊં..”
 મ્હાત્રે કહ્યું "પહેલું કામ આપણી મુલાકાત એ પણ પ્રથમ ... પરિચય કેળવ્યે હું બધી બાતમી આપું.. સાથે પાર્ટી કરીએ આગળ શું કરવું એનો પ્લાન ગોઠવીએ.. તમારી સાથે ધંધાની વાત કરવી છે એ થઇ જાય... બીજી ખાસ અગત્યની વાત કે તમને તમારાં ખાસ માણસ સાથે મુલાકાત કરાવું બોલો થઇ ગયાંને ચાર કામ ?”
 વિજયે કહ્યું "યુ આર વેરી ઇન્ટરેસ્ટિંગ.. પ્લીઝ કમ.. મ્હાત્રે એ કહ્યું ભલે મળ્યા... ફોન મૂકાયો.. વિજય વિચારમાં પડી ગયો... એણે વિચાર્યુ આ માણસ ઇન્ટરેસ્ટીંગ સાથે સાથે વેપારી જેવો છે કામ સામે કામનો સોદો કરશે ? એ સરકારી ડ્યુટી સાથે માલ પ્રેક્ટીસ સાથે ધંધો કરશે ? પાર્ટી.. શરાબ સુંદરીનો શોખીન લાગે છે કોઇ સ્વરૂપવાન સુંદરી સાથે મુલાકાત ગોઠવશે ? જે હશે એ રૂબરૂ આવે એટલે બધી ખબર પડી જશે... એની સાથે બેસી ઈમ્પોર્ટેડ વ્હીસ્કી ની પાર્ટી કરીશ... ખુશ કરી દઇશ હું પીવરાવવા માંગુ છું એ બ્રાન્ડજ પીધી નહીં હોય.. વિજયે બધાં વિચારમાં પડ્યો... 
*****************
 "ભાઉએ બર્વે સાથે વાત કર્યા પછી ખ્યાલ આવી ગયો કે વિજય કોઇ મ્હાત્રે સાથે ટાંકો ભીડવવાનો છે એ આપણો મરાઠી માણુસજ છે વાંધો નહીં આવે. ભાઉએ કાબરાનો બધો માલ રાજુપાસે ડોક્ પર ઉતરાવી લીધો બધી ઉત્તમ પ્રકારની માછલી હતી રાજુએ કાબરાનાં માણસ સાથે માલની ચકાસણી કરાવી પેલો ખુશ હતો ભાઉને બે બેગ ભરીને લાવેલાં. પૈસા ચૂકવ્યાં ભાઉએ બેગ થોડી ખોલી ચેક કરીને પૂછ્યું "સબ સહી ?" પેલાએ કહ્યું ભાઉ ગણી લો બધુંજ સહી છે.. કોઇ ભૂલ નથી બીજું "ડોબરમેનમાં દમ છે ને ?" ભાઉએ હસતાં હસતાં કહ્યું નિશ્ચિંત થઇને લઇ જા બધું બરાબર છે દમદાર છે."
 ત્યાં કાબરાનાં માણસે રાજુ સામે જોઇને ભાઉને પૂછ્યું તમારી શીપમાં જુવાન જોધ લબરમૂછીઓ કોણ છે ? પહેલીવાર જોયો દેખાવમાં સ્માર્ટ છે ભીડુ... રાજુએ કહ્યું એય ભાઉ તું નજર ના બગાડીશ અમારાં શેઠનો ભાણીઓ છે તું તારો માલ ચેક કરી તારી શીપમાં મૂકાવી દે બીજે આડે-આવળે નજર ના કરીશ એમ કહી ભાઉ સામે જોઇ હસવા લાગ્યો. 
 ભાઉએ પેમેન્ટ લીધુ કેબીનમાં બેઉ બેગ મંગાવી લીધી કેબીનનો દરવાજો બંધ કર્યો અને કેશ તરફ નજર કરી અંદાજ કરી લીધો અને ચોરભંડકીયામાં બંન્ને બેગ સરકાવી દીધી. પેલો રાજુની વાત સાંભળી ચૂપ થઇ ગયો અછડતી નજરે સુમનને જોયો અને હસતો હસતો ત્યાંથી જતો રહ્યો. 
 રાજુએ કહ્યું "ભાઉ બધુ બરાબર ? ભાઉએ કહ્યું “બધુ બરાબર છે એને એનો બધો માલ અપાવી દે અને જો સાંભળ સુમનને શીપની ઉપર તરફ મોક્લી દે એને કહે દૂર સુધી જોઇને રીપોર્ટ કરે આજે રાત્રે હવામાન કેવુ રહેશે એ બધુ અભ્યાસ કરી રાખે.. અહીં શીપ પર ગમે તેવા જેવા તેવા માણસોની અવર જવર ચાલુ થશે...” 
 પછી ભાઉ મનમાં ને મનમાં બબડ્યા... સાલો હળાહળ કળીયુગ આવ્યો છે છોકરીઓ શું હવે તો છોકરાઓને પણ સાચવવા અઘરા છે એમની પર નજર બગાડે સાલા પિશાચો. ત્યાં ભાઉ પર મેસેજ આવ્યો શીપ પર કોઇ મ્હાત્રે કરી ઓફીસર આવ્યો છે... ભાઉ તરતજ આને વિજય પાસે મોકલવાની વ્યવસ્થા કરી અને પછી રાજુને પાસે બોલાવ્યો અને.... 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-98