એક પંજાબી છોકરી - 46 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 46

ડૉકટર બહાર આવીને કહે છે પેસેન્ટ હવે એકદમ ઠીક છે આ જાણીને બધાના જીવમાં જીવ આવે છે અને બધા એકદમ ખુશ થઈ જાય છે.સોહમના પપ્પાને બ્લડ લેવા માટે સોનાલીની પાસેના એક રૂમમાં રાખવામાં આવ્યા હતા.મયંક તેમના માટે જ્યૂસ લઈને આવે છે.સોનાલીના પપ્પા કહે છે,"પૂતર યે મેનુ દે મેં ઉન્કો દે દૂંગા."મયંક તે જ્યૂસ સોનાલીના પપ્પાને આપી દે છે તે લઈને સોનાલીના પપ્પા અને દાદુ સોહમના પપ્પા પાસે જાય છે અને બે હાથ જોડી તેમનો આભાર માને છે.સોહમના પપ્પા કહે છે અરે આ તો મારી ફરજ હતી.સોનાલીને અમે પણ અમારી દીકરી જ માની છે.હવે બધા સોનાલી હોંશમાં આવે તેની રાહ જુએ છે.પોલીસ ઇન્સ્પેકટર પણ તેને શું બન્યું અને કેવી રીતે બન્યું તે જાણવા માટે સોનાલીના ઉઠવાની રાહ જુએ છે.

બે કલાક પછી સોનાલી પેલા ગુંડાને જુએ છે. તે ગુંડા એ બહુ જોરથી એક ભારી ડંડા વડે સોનાલીના માથે પ્રહાર કર્યો હતો, તે સોનાલીને યાદ આવે છે અને તે એકદમ ચીસ પાડી ઉઠે છે. બહાર બધા રાહ જોતા હતા. તે સોનાલીની ચીસ સાંભળી અંદર દોડી જાય છે. ડૉકટર તરત સોનાલીનું ચેકઅપ કરવા આવી જાય છે અને તેમની ફેમીલીને હિંમત આપતા કહે છે,ડરો નહીં આમને કંઈ જ નથી થયું.માથામાં ચોટ લાગી હતી પણ હાલ તેઓ એકદમ ઠીક છે. બાકી ધીમે ધીમે રિકવરી આવશે. બધા ડૉકટર સાહેબની વાત સાંભળી ચિંતા મુક્ત થઈ જાય છે. ડૉકટર પોલીસ ઇન્સ્પેકટરને કહે છે સોરી સર પણ હાલ તમે આમને રેસ્ટ કરવા દેજો.તે હાલ તમને કંઈ જ કહી શકે તેવી હાલતમાં નથી.પોલીસ ઇન્સ્પેકટર સમજી જાય છે અને સોનાલીને હિંમત આપી ત્યાંથી ચાલ્યા જાય છે.

સોનાલી બધાને પૂછે છે તમે બધા અહીં કેમ છો? મને અહીં કોણ લઈ આવ્યું? મને તો માથામાં ચોટ લાગી હતી.સોનાલીના મમ્મી તેની બાજુમાં બેસી તેને ચૂપ કરાવતા કહે છે.હાલ તું આરામ કર બીજું કંઈ વિચાર ન કર પણ સોનાલી એમ ક્યાં કોઈની વાત માને તેમ હતી.વીર સોનાલીની પાસે આવી તેને પ્રેમથી હગ કરી લે છે.સોનાલીને આવી હાલતમાં જોઈને વીર ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો.સોનાલી તો હાલ કોઈને હિંમત આપી શકે તેવી હાલતમાં નહોંતી તેથી સોહમ વીરને પ્રેમથી સમજાવતા કહે છે ચિંતા ન કર આપણે બંને થઈને સોનાલીને એકદમ ઠીક કરી દેશું.વીર કહે છે હા સોહમ ભાઈ. વીરની નાનપણથી સોહમને ભાઈ કહેવાની આદત હતી.

ડૉકટર બધાને સખતાઈથી કહે છે.પેસન્ટ પાસે કોઈ પણ એક વ્યક્તિ કે બે વ્યક્તિ જ રહો.બાકી લોકો બહાર જતા રહો. સોનાલીના મમ્મી કહે છે સોનાલી પાસે હું રહું છું. તમે બધા ઘરે જાઓ.સોહમ તેમને સમજાવતા કહે છે આંટી સોનાલી પાસે હું રહું છું તમે બધા ઘરે જાઓ અને ઘરે જઈને સોનાલીની ફેવરિટ વસ્તુ બનાવીને લઈ આવો.સોનાલીને ડૉકટર એ બધું જ ખાવાની છૂટ આપી હતી.તેથી સોનાલીના મમ્મી માની જાય છે, પણ વીર જીદ પકડે છે કે તે સોનાલી સાથે જ રહેશે.સોહમ કહે છે હા વાંધો નહીં આપણે બંને સોનાલી પાસે રહીએ.બીજા બધા ઘરે જાય છે.

સોનાલીના મમ્મી સોનાલીને સલામત જોઈને ખુશ હતા તેથી ઘરે જઈને તરત જ તે સોનાલી માટે કોફતા બનાવે છે અને તેની સાથે ચોખાનો રોટલો ને ભાત બનાવે છે.સોનાલીને કોફતાનું શાક ખૂબ જ ભાવતું હતું.સોહમ હોસ્પિટલમાં સોનાલી માટે બિલાનું મસ્ત મીઠું શરબત બનાવી આપે છે.



બિલાનું શરબત અનેક રોગો માટે ફાયદાકારક હોય છે તેથી સોહમ સોનાલી માટે તાજા તાજા બિલા ગોતી શરબત બનાવી આપે છે.મયંક સોહમને ફોન કરીને કહે છે.હું થોડી વારમાં સોનાલી માટે કંઇક લઈને આવું છું હજી સોહમ તેનો કૉલ મૂકે છે ત્યાં પોલીસ ઇન્સ્પેકટર સોહમને કૉલ કરીને કહે છે.હું કાલે સોનાલીનું નિવેદન લેવા આવીશ.સોહમ કહે છે હા સર સોનાલી જરૂરથી નિવેદન આપશે.હજી સોહમ પોલીસ ઇન્સ્પેકટર સાથે વાત કરતો હતો ત્યાં પ્રિન્સિપલ સર સોનાલીને મળવા માટે આવ્યા.સોનાલી સરને જોઈને ખુશ થઈ ગઈ.સર પૂછે છે કેમ છે હવે તને સોનાલી? સોનાલી કહે છે ખૂબ સારું છે.સર સોનાલીને કહે છે કાલે પોલીસ તારું નિવેદન લેવા આવશે તું કોઈપણ જાતના ડર વિના જે બન્યું હતું તે બધું જ કહી દેજે.સોનાલી કહે છે ઓકે સર.

શું સોનાલી સાચું નિવેદન આપશે?
મયંક સોનાલી માટે શું લઈને આવશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.