એક પંજાબી છોકરી - 45 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 45

સોનાલીને હજી બ્લડની જરૂર છે આ વાત સોહમ ને મયંક સાંભળે છે પણ હવે સોનાલી માટે આ બ્લડ ક્યાંથી લઈ આવવું તે કોઈ સમજી નથી શકતું.સોહમ ડોકટરને કહે છે સર તમારે જેટલું બ્લડ જોઈ તેટલું મારા શરીરમાંથી લઈ લ્યો પણ મારી સોનાલીને બચાવી લ્યો.સોહમ જ્યારે મારી સોનાલી એવું બોલે છે ત્યારે મયંકને ખૂબ જ અજીબ લાગે છે પણ તેને પરિસ્થિતિ જોઈને સોહમને કંઈ પણ પૂછવું ઉચિત લાગતું નથી તેથી તે ચૂપ રહે છે.ડૉકટર કહે છે ના હવે તમારા શરીરમાંથી વધુ બ્લડ ન લઈ શકાય.તમારે બીજે ગમે ત્યાંથી બ્લડની સગવડ કરવી પડશે.સોહમ બેડમાંથી ઉભો થઇ જાય છે.મયંક તેને રોકવાની કોશિશ કરે છે પણ તે માનતો નથી સોહમના શરીરમાંથી બ્લડ લીધું હતું તેથી તેને ખૂબ ચક્કર આવતા હતા પણ તેના માટે હાલ સોનાલીને બચાવવી જરૂરી હતી.સોહમના મમ્મીને એક બાજુ સોનાલીની ચિંતા થતી હતી તો બીજી બાજુ સોહમની જેને સોનાલીની આવી હાલત જોઈ પોતાનું દર્દ ભુલાવી દીધું હતું.

સોહમ ને મયંક નંબર ગોતી ગોતી હોશિયારપુરની બધી હોસ્પિટલમાં કૉલ કરીને પૂછે છે કે તમારી પાસે એબી નેગેટિવ બ્લડ છે અને ડૉકટર પણ એક નર્સને બ્લડ શોધવાનું કામ સોંપી દે છે.બધા ખૂબ ટ્રાય કરે છે પણ ક્યાંયથી એબી નેગેટિવ બ્લડ મળતું નથી.સોહમ ને મયંક ઉદાસ થઈને બેસી જાય છે.વળી સોહમને અચાનક વિચાર આવે છે કે કૉલેજ ફ્રેન્ડને અને બીજા સગા વહાલા કે આડોશી પડોશીને કૉલ કરીને પૂછીએ તો કેવું રહેશે ?તે આ વિચાર બધા સામે મૂકે છે બધા સોહમની વાતથી સહમત થાય છે અને બધા પોતાના ફોનમાંથી કૉલ કરવાનું ચાલુ કરી દે છે.સગા વહાલા,આડોશી પડોશી,મિત્રો કોઈને બાકી રાખતા નથી પણ આ લોહી બહુ ઓછા લોકોમાં જોવા મળતું હોવાથી ક્યાંય મેડ પડતો નથી.બધા થાકી હારી ઉદાસ થઈને બેસી જાય છે.

ડૉકટર સાહેબ આવીને કહે છે જો સમયસર બ્લડ નહીં મળે તો અમે પેસન્ટનો જીવ નહીં બચાવી શકીએ.સોહમ પુરે પુરો તૂટી જાય છે.સોહમના મમ્મી ચૂપચાપ સોહમને લઈને બહાર જાય છે અને કોઈ ન સાંભળે એમ સોહમને હિંમત આપતા કહે છે, "પૂતર સાડે પ્યાર પે ઔર વાયે ગુરુ દે નાલ ભરોસા રખ વો સબ ચંગા કર દેગે."સોહમના મમ્મી હજી સોહમને આટલી વાત કરે છે ત્યાં અચાનક સોહમના પપ્પા ત્યાં આવી જાય છે. સોહમમાં તેના પપ્પાને જોઈને થોડી હિંમત આવી જાય છે અને તે તેના પપ્પાને ભેટી પડે છે તેના પપ્પા પૂછે છે,સોનાલીને કેમ છે? સોહમ કહે છે જીંદગી અને મોત વચ્ચે લડાઈ.....આટલું તો તે માંડ બોલી શકે છે ત્યાં તેનો અવાજ જાણે રૂંધાઇ જાય છે અને તેની આંખમાંથી આંસુનો વરસાદ વરસી પડે છે તેના પપ્પા તેને હિંમત આપતા કહે છે,"जाको राखे साईंया मार सके ना कोय।" મતલબ જેને ભગવાન આ ધરતી ઉપર રાખવા માગતા હોય તેને કોઈ મારી નથી શકતું સમજી ગયો બેટા.સોહમ કહે છે હા પપ્પા હું સમજી ગયો પછી એના મમ્મીને પૂછે છે સોનાલીનું બ્લડ ગ્રુપ કયું છે?તેના મમ્મી કહે છે એબી નેગેટિવ.સોહમના પપ્પા કહે છે તું આટલી મોટી ભૂલ કેમ કરી શકે છે? ભૂલી ગઈ સોહમનું બ્લડ ગ્રુપ પણ એબી નેગેટિવ છે અને મારું પણ એજ છે.સોહમના મમ્મીને સોહમ જનમ્યો ત્યારનો દિવસ યાદ આવે છે.તે સમયે હોસ્પિટલમાં કોઈ પેસેન્ટને એબી નેગેટિવ બ્લડની જરૂર હતી અને સોહમના પપ્પાએ બ્લડ આપ્યું હતું. સોહમના મમ્મી કહે છે હા યાદ આવ્યું આટલી મોટી વાત હું કઇ રીતે ભૂલી ગઈ.

સોહમ કહે છે પપ્પા આ તો બહુ ખુશીની વાત છે. હવે એક પણ પળ ન બગાડતાં જલ્દીથી જઈને સોનાલીને બ્લડ આપો. સોહમના પપ્પા,તેના મમ્મી અને સોહમ જાય છે.સોહમના પપ્પા સીધા ડૉકટર પાસે જઈને કહે છે. મારું બ્લડ એબી નેગેટિવ છે. મારું બ્લડ સોનાલીને ચડાવો.ડૉકટર જલ્દીથી સોહમના પપ્પાને લઈને જાય છે.બધા લોકોના જીવમાં જીવ આવે છે,પણ હજી સુધી સોનાલી ઉપરથી મુસીબત ટળી નથી.બધા બહાર બેસી ડૉકટરના આવવાની રાહ જુએ છે ને સોનાલી સાજી થઈ જાય તેવી પ્રાથૅના કરે છે.

શું સોનાલી બચી જશે?
શું મયંક સોનાલી ને સોહમ વચ્ચેના રિલેશન વિશે જાણી શકશે?

આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.