સર ફ્રી થઈને આવ્યા હતા એટલે થોડી વાર બેસીને સોનાલી ને સોહમ સાથે વાત કરે છે.વીર બહાર જઈને સર માટે મોસબીનું જ્યૂસ લઈ આવે છે.સરને મન તો થાય છે કે સોનાલી સાથે શું બન્યું તે પૂછે પણ સોનાલી ક્યાંક તૂટી ન જાય તે ડરથી સર કંઈ જ પૂછી નથી શકતા. આમ પણ સોનાલી ખૂબ જ વિક લાગતી હતી તેને માથામાં બહુ ગહેરી ચોટ લાગી છે તેથી ડૉકટર એ બધાને કહી દીધું હતું કે આજે પેસન્ટને કોઈ કંઈ પૂછતા નહીં તેથી જ મયંક ને સોહમ પણ સોનાલી સાથે બનેલી ઘટનાની વાત કરવાના બદલે અત્યાર સુધી બનેલી સારી સારી બાબતોને જ યાદ કરાવતા હતા.સર થોડી વાર બેસીને જાય છે.સોહમ ને વીર સોનાલી સાથે થોડી મજાક મસ્તી કરે છે ત્યાં મયંક સોનાલી માટે તેના ફેવરિટ ફૂલ ને ફાલુદા લઈને આવે છે.સોનાલીને રેડ રોઝ ખૂબ ગમતા તેથી મયંક રેડ રોઝ લાવ્યો હતો. તે જોઈને સોનાલી ખૂબ જ ખુશ થઈ ગઈ પણ તેને યાદ આવ્યું કે તે સોહમને લવ કરે છે અને મયંક વહેમમાં છે કે હું તેને લવ કરું છું.
સોનાલી આવા બધા વિચારો કરતી હતી,ત્યાં સોહમના ફોનમાં રીંગ વાગે છે. સોહમના મમ્મીનો કૉલ હતો. તે સોહમને કહે છે," પૂતર થોડા સોનાલી સે દુર જાકે મેરે નાલ ગલ કર્યો." સોહમ આમ પણ સોનાલી અને મયંકને ડિસ્ટર્બ ન થાય એટલે કૉલ આવતા રૂમની બહાર જતો રહ્યો હતો.તેથી તે કહે છે મમ્મી હું સોનાલી પાસે નથી.સોહમના મમ્મી કહે છે તું અહીં આવીને સોનાલી માટે ને તારા માટે જમવાનું પેક કરીને રાખ્યું છે તે લઈ જા."પેનજી દી તબિયત થોડી સી ખરાબ હો ગઈ હૈ." એટલે કે સોનાલીના મમ્મી થોડા બીમાર થઈ ગયા હતા.સોહમ કહે છે હા મમ્મી હું હમણાં આવીને લઇ જાઉં.
સોહમને બહાર વીર મળી જાય છે તો તે કહે છે હું પણ તમારી સાથે આવું છું.સોહમ કહે છે ઓકે તું પણ આવજે.હું સોનાલીને કહીને હમણાં આવું.તું ત્યાં સુધી કાર પાર્કિંગમાંથી બહાર લઈ આવ. મયંક કાર લેવા જાય છે અને સોહમ સોનાલી પાસે જઈને તેને કહે છે સોનાલી તું મયંક સાથે વાત કર હું હમણાં તારા ઘરેથી જમવાનું લઈને આવું.વીરને પણ સાથે લઈને જાવ છું. સોનાલી કહે છે હા સોહમ તું જા.મયંકને પણ સોહમ રિકવેસ્ટ કરે છે કે તું થોડીવાર સોનાલી પાસે જ રહેજે.મયંક કહે છે હા સારું સોહમ તું આરામથી જા હું અહીં જ છું.
મયંક ને વીર ઘરે જાય છે.ઘરે જઈને ખબર પડે છે કે સોનાલીના મમ્મીને ટેન્શનના કારણે ચક્કર આવતા હતા.ડૉકટરને ઘરે જ બોલીને ચેકઅપ કરાવી લીધું હતું.સોહમ ને વીર બહુ દુઃખી થઇ જાય છે પણ સોહમના મમ્મી તે બંનેને હિંમત આપતા કહે છે કે તમે બંને ચિંતા ન કરો અને સોનાલીને આ વિશે કંઈ જ ન કહેતા. સોહમને વીર કહે છે હા નહીં કહીએ .તમે બધા અહીં રહો સોનાલી પાસે અમે જઈએ છીએ.સોહમના મમ્મી કહે છે ના, સોહમ અત્યારે રાત છે તો સોનાલી પાસે હું સૂઈ જઈશ. વીર બેટા તું ઘરે જ રહે અને સોહમ તું મને છોડીને આવી જજે.
આ બાજુ સોનાલી આવી હાલતમાં પણ મયંકને સોહમ અને પોતાના વચ્ચે થયેલી વાત કહેવાનું વિચારે છે તે મયંકને કહે છે મયંક મારે તને એક બહુ જ જરૂરી વાત કરવી છે.સોનાલી હજી મયંકને કહેવા જાય છે ત્યાં સોનાલીની કૉલેજની બે ચાર ફ્રેન્ડ તેને જોવા માટે આવી જાય છે સોનાલી તેમની સાથે ખૂબ વાતો કરે છે અને એકદમ ખુશ થઈ જાય છે.મયંક મનમાં જ વિચારે છે કે સોનાલીને કંઇક તો કહેવું હતું પણ તેની બધી ફ્રેન્ડસ આવતા તે અટકી ગઈ.મયંક વિચારતો હતો ત્યાં સોહમ ને સોહમના મમ્મી બંને જમવાનું લઈને આવી જાય છે.મયંકને બહાર જોઈને સોહમ પૂછે છે તું કેમ બહાર છો?સોનાલી શું કરે છે? મયંક કહે છે તેની કૉલેજ ફ્રેન્ડ્સ આવી છે તેમની સાથે વાતો કરે છે.સોહમ કહે છે મમ્મી તમે અંદર જાઓ હું પણ મયંક સાથે અહીં જ રહું છું.તેમના મમ્મી બંનેને ચીડવતા કહે છે, તમે પણ એજ કૉલેજમાં છો તો અંદર આવવામાં શું વાંધો છે?
હવે જોઈએ આગળ શું થાય છે તે?
શું સોનાલી મયંકને તેના અને સોહમની વાત જણાવી શકશે?
પોલીસ ઇન્સ્પેકટર સોનાલીનું શું નિવેદન લેશે?
આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...
તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.