જસ્ટીન બીબર Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જસ્ટીન બીબર

જસ્ટીન બીબર

2017  નું વર્ષ હતું એ.. આખા ભારતમાં સંગીતના ચાહકો. પાશ્ચાત્ય સંગીતના ચાહકોમાં ભારે ઉત્સાહ હતો. એક વિશ્વ પ્રસિધ્ધ ગાયક ભારતમાં કોન્સર્ટ કરવા આવી રહ્યા હતા. કોન્સર્ટની ટીકીટ મળવાની શરૂ થઈ .. ઓછામાં ઓછી ટીકીટ Rs.4000 માં મળતી હતી. હ્જી એ સ્લોટમાં ટીકીટ બુક થઈ ન થઈ ત્યાં તો ટીકીટના દરનો ફૂગ્ગો ઉંપરને ઉપર જતો ગયો - આ સિંગર વિશે જાણતા હતા એ આ ઉંચા રેઈટ્સને સ્વીકારીને કહેતા - ' આવે છે કોણ ? એ તો જુઓ' અજાણ્યા અને માત્ર ગોસીપ કરનારા કહેતા 'એવો તો કોણ ગાવા આવે છે ? - 76,000 ! એક ટીકીટના બોલાય છે - લુંટે જ છે ને !'  જો કે વાત સાચી હતી... માત્ર થોડા જ સમયમાં  4000 ના 76000 રૂપિયા  થઈ ગયા કોન્સ્ર્ટની એક ટીકીટના... કોણ એ સિંગર ? આવી તે કેવી લોકપ્રિયતા - ઘેલછા ? - 

આ ગાયક - ગીતકારનો આવો દમામ હોવામાં નવાઇ એટલે ન હતી કે એ 13 વર્ષની ઉંમરે તો Youtube Videos રથકી Teen Sensation બની ચુક્યો હતો અને 16 વર્ષની ઉંમરે તો મીલીયોનર બની ગયેલો !! હા, સાચું જ વાંચ્યું 16 વર્ષની ઉંમરે જ મીલીયોનર - અને એ પણ આત્મબળે !!. 

હવે તો જણાવવું જોઈએ  કે છે કોણ આ ટેલેન્ટેડ ગાયક. 

જસ્ટીન બીબર. - સિંગર એન્ડ સોન્ગ રાઇટર. - વેસ્ટર્ન મ્યુઝિકમાં ધૂમ મચાવતું નામ. કરોડો ચાહકોના હાર્ટ-થ્રોબ છે આ સુપર ટેલેન્ટેડ મ્યુઝિકલ મેન...સફળતાના શિખર પર એ ક્યા પગથિયે થઈને આવ્યા એ જાણવા જેવુ છે. 

1 માર્ચ 1994 ના દિવસે ઓન્ટારીયો, કેનેડામાં જન્મ થયો.પિતાનુ નામ જેરેમી બીબર અને માતાનું નામ પેટ્ટી મેલેટ. રસપ્રદ અને થોડી ચોંકાવનારી વાત એ છે કે જ્સ્ટીનનો જન્મ થયો ત્યારે માતા-પિતા બન્નેની ઉંમર માત્ર 18 વર્ષ હતી. જસ્ટીનનાં જન્મ પછી તરત જ માતા-પિતા છુટા પડી ગયા અને એના ઉછેરની જવાબદારી માતાએ લીધી. એને સિંગલ પેરન્ટ તરીકે ઉછેર્યો. સ્વાભાવિક રીતે આ પરીસ્થિતી મુશ્કેલ હતી. મધ્યમ વર્ગીય પરીવાર, પ્રમાણમાં બહુ નાની ઉંમરે ઘર ચલાવવાની અને બાળ ઉછેરની બેવડી જવાબદારી હતી. જો કે, માતાએ  એ સ્વસ્થતા પૂર્વક અને હિંમતભેર નભાવી. એ જોઇ રહી હતી કે બાળક જસ્ટીનને સંગીતનો વળગણ કહી શકાય એવો શોખ છે, એને પ્રોત્સાહન આપવું જ જોઇએ. જસ્ટીનને માતાના આ અભિગમથી બહુ લાભ થયો એ પોતાના મ્યુઝિકના શોખ અને આવડતને વિકસાવતો રહ્યો, રીયાઝ કરતો રહ્યો. જસ્ટીન ઘરમાં ગાતો એ સાંભળીને,એના અવાજ અને ગાયિકીથી ખુશ થઈને માતાએ વિચાર્યું કે એનાં ગાયેલાં ગીતો કુટુંબના લોકો અને થોડાં સંબંધીઓ પણ સાંભળશે તો એ લોકો પણ રાજી થશ. એણે  Kidrauhl  નામથી Youtube channel બનાવી. જસ્ટીનનાં ગાયેલાં ગીતોનાં વીડીયોઝ એ આ ચેનલ પર અપલોડ કરતી. જસ્ટીનના વિડીયોઝ જોઈને સગાં-સંબંધીઓના પ્રતિસાદ તો આવ્યા જ, મૂળ હેતુ તો પાર પડ્યો જ પણ, આ યુ-ટ્યુબ તો જાહેર માધ્યમ છે, એ તો ક્યાનું ક્યાં પહોંચે. જસ્ટીનનાં ગીતો તો જમાવટ કરવા લાગ્યાં. વિશ્વ આખાના લાખો લોકોને ઘેલું લાગ્યું આ બાળ કલાકાર, ટેલેન્ટેડ કલાકારનાં ગીતોનું. જસ્ટીન બીબર તો રાતોરાત કિશોર-કમાલ (Teen Sensation) થઈ ગયો. યુ-ટ્યુબ ચેનલ Views-Likes-Comments થી છલકાવા લાગી. જસ્ટીન કે એની માતાએ આ કલ્પ્યું પણ નહીં હોય. જસ્ટીનની ઉંમર માત્ર 13 વર્ષની હતી એ વખતે. આ માત્ર 'બાળકને પ્રોત્સાહન આપવું જોઇએ' એ ભાવથી મળેલી 'શાબ્બાશી' ન હતી. જસ્ટીન બીબરની મજેદાર અને સંગીત-સભર ગાયિકીને દિલથી બિરદાવનારા ભવકો-ચાહકોએ આપેલ પ્રતિસાદ હતો. 

જસ્ટીન ગાયક-ગીતકાર બન્ને ક્ષેત્રે કેળવાતો હતો. , યુ-ટ્યુબ માધ્યમથી ચાહના પણ મળી પણ, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં હ્જી ખાસ નોંધ લેવાઇ ન હતી. જસ્ટીન માટે એ વાત અગત્યની હતી પણ, એનો કોઇ અફસોસ ન હતો. એણે તો મ્યુઝિક પ્રેકટીસ વધુને વધુ ચાલુ રાખી ને ગાયનમાં વિવીધતા ઉમેરતો ગયો. ધ્યેય સિધ્ધી માટે સૌથી જરૂરી બાબત છે - એક્સેલન્સ -. જસ્ટીને એ વિકસાવ્યું અને એના પર Scooter Braun નામના એક ' Talent Manager ની નજર પડી. એણે જસ્ટીન બીબરને મહત્તમ ચાહકો મળે, કોન્સર્ટ્સ મળે એ માટેના પ્રયત્નો શરૂ કર્યા. ધીરે-ધીરે સફળતા મળતી હતી. એવામાં જસ્ટીનના  કુટુંબને ભારે  આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો. કેનેડા છોડીને એટલાન્ટા,જ્યોર્જીયા શીફ્ટ થવું પડ્યું. જસ્ટીનની દરેક લડતમાં સાથે ઉભા રહેવાનું નક્કી કરી ચુકેલા પેલા ટેલેન્ટ મેનેજર પણ એમની સાથે શીફટ થયા. 

દેશ જુદો હતો. જગ્યા જુદી હતી. માહોલ જુદો હતો. નવેસરથી કક્કો ઘુંટવાનો હતો. કદાચ નવો જ કક્કો શીખવાનો હતો. જસ્ટીને એ દિશામાં મહેનત શરૂ કરી. સ્કૂટ બ્રોન એની રીતે નવું ક્લાઉડ અને ક્રાઉડ ઉભુ કરવામાં લાગ્યા. કોઇપણ કારણોસર અહીંની મ્યુઝિક ઇન્ડ્સ્ટ્રી, મ્યુઝિશીયન્સ કે ક્રીટીક્સે જસ્ટીનનના મ્યુખિકને  સહેજ પણ પ્રતિસાદ ન આપ્યો. અસ્વીકાર કર્યો. સંગીતને સમર્પિત જસ્ટીન બીબર જરા પણ નિરાશ થયા વગર પોતાનું કામ કર્યે જતા હતા. ધીરજ ધરી રાખી. આમ પણ, હજી તો ઉંમર નાની હતી. સમયનો અમર્યાદિત સ્કોપ હતો. ધીરજ ફળી. સ્વીકૃતિ મળી.એ પણ, એકદમ યોગ્ય વ્યક્તિ દ્વારા. Usher નામના Grammu award winner  જસ્ટીનની ગાયિકીથી પ્રભાવિત થયા અને એની સાથે મ્યુઝિક પ્રોફેશનલ તરીકે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. આ ઘણું મોટું Recognition  હતું.  જસ્ટીન બીબરે 2009 માં આ કોન્ટ્રાક્ટ અંતર્ગત  પહેલું સીંગલ 'One Time' લોન્ચ કર્યું. સંગીતના ચાહકોમાં હવા બંધાવા લાગી. નવી પેઢીના ગાયકને શ્રોતાઓએ વધાવી લીધો. પ્રશંસાથી પોરસાઇને બેસી રહેવાનું ન હતું. આગળનું લક્ષ્ય પાર પાડવાનું હતું. એ પણ થયું. આ જ વર્ષમાં (2009) જસ્ટીન બીબરનું 'My World' નામનું પ્રથમ આલ્બમ લોન્ચ થયું. જેને જબ્બર સફળત મળી. જસ્તીન હ્જી તો 15 વર્ષનો હતો ને કરોડો લોકોને એનાં ગીતો પર ઝુમતા કરી દીધા. જો કે, મ્યુઝિક ક્રીટીક્સના, મોઢામાંથી કે કલમમાંથી પ્રશેસાના શબ્દો નીકળત ન હતા. એ લોકો  હ્જી ભારે આલોચના જ કરતા આ અતિ લોકપ્રિય, મસ્ત ગાયકની. જસ્ટીનના મગજમાં તો એક જ ધૂન હતી 'લગે રહો !' ચાહ્કોનો સાથ અને પ્રસિધ્ધીતો અમાપ હતા. એના ગાયેલાં અનેક ગીતોને આવકાર મળતો જ હતો પણ,  'બેબી...' અને 'નેવર સે નેવર' આ બે ગીતો સુપર-ડુપર હીટ થયાં, ચાહકો ગણગણ્યા જ કરતા આ બે ગીતો. વિવેચકોનો મત જે હોય તે, પ્રશંસકો તો અડગ હતા જસ્ટીનના પક્ષે. 

આ અપાર સફળતાને કારણે જસ્ટીન બીબર માત્ર 16 વર્ષની ઉંમરે તો મીલીયોનર થઈ ગયા. આખા વિશ્વમાં પ્રસિધ્ધ થઈ ગયા. આ અણધરી પ્રસિધ્ધી એ તો પચાવી શક્યા પણ, ક્રીટીક્સ અને મીડીયાનો પ્લાન સાવ અલગ જ હતો. એ આ યુવા પ્રતિભાની પ્રસિધ્ધીને સ્વીકારી ન શક્યા અને એની પાછળ પડી ગયા. એને હેરાન કરવા લાગ્યા. કોઇક ને કોઇક વાતને મુદ્દો બનાવે એને ચગાવે ને  એની ઇમેજને શો ડાઉન કરે. સામાન્ય્ય રીતે આ બધી બાબતોમાં સ્વસ્થ રહી શકતા જસ્ટીન વાત અમુક હદે વધી એટલે ડીસ્ટર્બ થયા. એમની માનસિક સ્થિતી થોડી બગડી, આ જ દરમિયાન એ અંગત રીતે કોઇ લીગલ કઈસમાં ફસાયા, વિવાદમા ફસાયા. મીડીયાને નવો મસાલો મળ્યો. આટલી સશક્ત લોકચાહનાપછી થયેલી આ હાલતનો એમણે જાતે એકરાર કર્યો. એમની માનસિક સ્થિતી  વધુ ખરાબ થઈ. સસાયકોલોજીસ્ટ પાસે વિશેષ થેરપી અને કાઉન્સેલીંગ સેશન્સ લીધા. આટલી વિષમપરીસ્થિતીમાંથી એ બહાર આવી શક્યા એનું એકમાત્ર અને પ્રબળ કારણ - એમણે મ્યુઝિક બરકરાર રાખ્યું, એને શક્ય એટલા રીયાઝથી વધુ ને વધુ ઉમદા કર્યું. સંગીતની સુમધુર થેરપી એમને આ બધામાંથી બહાર લઈ આવી. એમની સંગીતની યાત્રા અવિરત ચાલે છે, પડકારો અને સમ્સ્યાઓને એમણે સંગીતની સજ્જતાના માધ્યમથી હંફાવી દીધા. 

બાળપણથી જ મ્યુઝિકની ઘેલછા, માતાએ શરૂ કરેલી યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા વીડીયોઝથી શરૂઆત કરી, ખૂબ પ્રશંસા મળી. થોડા અવરોધો આવ્યા. જાણકારો અને પારખુંઓએ હાથ પકડ્યો.. ને આજે જસ્ટીન બીબર માત્ર 30 વર્ષની ઉંમરે પ્રસિધ્ધી, સમૃધ્ધિ અને ચાહનાની ચરમ સીમાએ છે... માત્ર યુ-ટ્યુબ પર એમના વિડીયોઝને 140 બીલીયન વાર જોવામાં આવ્યા છે. !!! એમની સંપત્તિ પણ બીલીયન્સમાં છે... સાથે-સાથે સંસ્કાર પણ છે. જસ્ટીન બીબર એક ચેરીટેબલ ફાઉન્ડેશન ચલાવે છે જે  જરૂરીયાતમંદ લોકોને દરેક પ્રકારની મદદ કરવાનું કામ કરે છે. 

વેસ્ટર્ન મ્યુઝિકની દુનિયાનો આ યુવા અને ચમકતો સિતારો પોતાના ઝગમગતા પ્રકાશથી અનેકને માટે પ્રેરણા આપે છે.