લેરી પઈજ અને સર્જઈ બ્રીન
આપણે ઇતિહાસમાં નજર કરીએ તો એક પાત્ર છે જેને
'હાજર જવાબી' એવું કહેવાય છે, વિશેષણ તરીકે. એ પાત્ર એટલે ??? - યેસ યુ ગોટ ઇટ રાઇટ - બીરબલ. બાદશાહ અકબરના દરબારનાં નવ રત્નોમાંના એક બીરબલ. એની પાસે કોઇ પણ પ્રશ્નનો જવાબ મળતો. કોઇ પણ સમસ્યાનો કે કોયડાનો ઉકેલ મળતો. વર્ષો વીતતાં ગયાં. જમાનાઓ બદલાતા ગયા. ઘણાં પાત્રો ઇતિહાસમાં આવીને ગયાં. હ્જી 'હાજરજવાબી' નું ટેગ બીરબલને નામે જ છે, એક આવું જ પાત્ર 'તેનાલીરામ' પણ મળે છે, ઇતિહાસમાં. બહુ ઓછા જાણતા હશે કે તેનાલીરામ - બીરબલથી આગળની સદીમાં જન્મેલા. વધુ રસપ્રદ વાત એ છે કે ઇ.સ.1528 ની સાલમાં તેનાલીરામે દુનિયાથી વિદાય લીધી અને બીરબલ આ દુનિયામા આવ્યા !!
તમને એમ થતું હશે કે આ કોઇ ઇતિહાસનાં પાત્રોનો લેખ છે ? - ઉપર નામ તો ઇન્ગ્લીશ વ્યક્તિઓના છે..!! શુ સામ્ય છે પેલા પાત્રો અને આ નામવચ્ચે?
આ પ્રશ્નનો જવાબ પણ છે જ. ભલે હવે બીરબલ નથી કે નથી તેનાલીરામ. .. તમે જ કહો આ ઉપરનાં નામ કોનાં છે એ જાણવા ક્યાં જશો ? કોને પુછશો ? - 'ગુગલ' ને ! રાઇટ. જવાબ શું મળશે? - એક બાળકને એના પિતાનું નામ પુછ્યું હોય એ પ્રકારનો જવાબ મલશે...
જેણે આ નામો હ્જી ગુગલ પર શોધ્યા નથી એને કહેવાનું કે આ એ વ્યક્તિઓ છે જેણે 'ગુગલ' શોધ્યું !! હા, એટલે કે 'ગુગલ' જેવું આજનું સૌથી લોકપ્રિય, સૌથી વધુ ઉપયોગમાં લેવાતું 'સર્ચ એન્જીન' બનાવ્યું. વિકસાવ્યું. કેવી રીતે વિકસાવ્યું ? ચાલો જાણીએ.
લેરી પેઈજ કે જે ગુગલના મુખ્ય સુત્રધાર છે એમનો જન્મ 26 માર્ચ, 1973 ના દિવસે મીશીગન, અમેરીકામાં થયો. માતા અને પિતા બન્ને કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર્સ હતા. આ સબળ કારણ હતું બાળક લેરીને કમ્પ્યુટરનું બેકગ્રાઉન્ડ મળવાનું. બાળપણથી જ ઘરમાં કમ્પ્યુટર જોયું હોય, કમ્પ્યુટર સાયન્સને લગતા મેગેઝીન્સ જોયાં હોય અને એ પ્રત્યેની જીજ્ઞાસા હોય પછી તો શું બાકી રહે ? - 6 વર્ષની ઉંમરે તો આ બાળક કમ્પ્યુટર પર કામ કરતો થઈ ગયેલો. ઘરની જ સમૃધ્ધ લાયબ્રેરીમાંના પુસ્તકોમાં પણ રસ પડ્યો. લેરી જેમ-જેમ મોટો થતો ગયો તેમ-તેમ અવનવાં પુસ્તકો વાંચી જ્ઞાન-વૃધ્ધિ કરતો રહ્યો. બીજી બાજુ કમ્પ્યુટરનું જ્ઞન અને વળગણ તો વધતું જ ગયું. આ જન્મજાત જીનીયસ લેરી પેઇજ, અમેરીકામાં આવેલી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી, સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એંજીનીયરીંગમાં સ્નાતક થયા. આ દરમિયાન એમનો પરીચય એવા જ પ્રતિભાશળી વ્યક્તિ સર્જેઇ બ્રીન સાથે થયો, એમનું દિમાગ પણ શોધખોળિયું હતું. લેરી તો એ વખતે ઇન્ટરનેટ પર રચ્યા-પચ્યા રહીને Web પર ઉપલબ્ધ અઢળક માહિતીઓમાં ભ્રમણ કરતા. આ દરમિયાન જ સંશોધનની ભારે તાલાવેલી લાગી. સ્કોલર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું. શોધ નિબંધ તૈયાર કરવા ઉંડો અભ્યાસ શરૂ કર્યો. સતત અધ્યયન કર્યું. આ વાત છે 1995 ની જ્યારે લેરી માત્ર 22 વર્ષના હતા અને Ph.D. (ડોક્ટરેટ) ની ડીગ્રી માટે આ રીતે મહેનત શરૂ કરી દીધી. અહીં રસપ્રદ બાબત એ હતી કે જેની સાથે ખાસ મિત્રતા હતી એ સર્જેઇ બ્રીને પણ એ જ સમયે Ph.D. ની ડીગ્રી માટે રજીસ્ટ્રેશન કરેલું.
બે સંશોધકો, ક્મ્પ્યુટરના કીડાઓ ભેગા થયા. બન્નેએ વળી પાછું ઇન્ટરનેટ ઘમરોળવાનું શરૂ કર્યું. માહિતીના ભંડારમાં આંટા-ફેરા શરૂ કર્યા. બન્ને એક જ તારણ પર આવ્યા કે આ WWW (World Wide Web) પર થોકબંધ માહિતી છે પણ, અત્યંત Dis-Organized છે. કોઈ એક મોટા સ્ટોર-રૂમમાં અસંખ્યા ફાઇલોનો ઢગલો પડ્યો હોય એમ જ. કોઇને પણ આ માહિતી સુધી પહોંચવું હોય તો એ બહુ જ મુશ્કેલ હતું. એ વખતે સર્ચ એન્જીન હતાં પણ, એની ક્ષમતા મર્યાદિત હતી. આ બન્નેએ બે કામ ઉપાડ્યા. એક આ ઇન્ફર્મેશનનો ઢગલો ઓર્ગેનાઇઝ્ડ કરવો અને બીજું કે એમાંથી જરૂરી માહિતી કઈ રીતે શોધવી એનું આલ્ગોરીધમ ડેવલપ કરવુ. જોર-શોરમાં કામ ચાલ્યું. કમ્પ્યુટર લેબ્સમાં જ પડ્યા પાથર્યા રહેતા ભાઇ લેરી અને સર્જેઇ. અનેક કોડ્સ લખ્યા, અનેક રેફરન્સ બુક્સ ઉથલાવી. 1996માં સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં જ રીસર્ચના ભાગ રૂપે (Ph.D.)પ્રોજેક્ટ હાથમાં લીધો. એમાં જબ્બર સફળતા મેળવી PageRank નામનું અસાધારણ સર્ચ આલ્ગોરીધમ વિકસાવ્યું આ લોકોએ. જેમાં વેબ પર લોકો માહિતી શોધે તો એમને જરૂરી શોધને અનુરૂપ એવી સૌથી મહત્વની અને સુસંગત માહિતી મળતી, એને લગતાં પઈજીસ- વેબસાઇટ્સ અગ્રતાક્રમ મુજબ જોવા મળતા. આ ઇનોવેટીવ ટુલ લોકોને અનુકુળ આવ્યું અન ભરપૂર ઉપયોગ કર્યો.
લેરી અને સર્જેઇને હજી વધુ સઘન ટુલ બનાવવું હતું. બન્ને જણા ભારે મહેનત અને સંશોધનમાં લાગ્યા. એ લોકો માટે એ ગમતી બાબત હતી એટલે રસપુર્વક એ કરી રહ્યા હતા. જો કે, જે ધ્યેય હતું ત્યાં પહોંચવા દરેક પ્રકારના રીસ્પ્રસની જરૂર હતી જેનેમાટે ફન્ડ ન હતું. એ લોકો પોતાનો આ પ્રોજેક્ટ લઈને અનેક લોકોને મળ્યા અને ઇન્વેસ્ટ કરવા વિનંતી કરી. એ સમયે 'Yahoo' અને 'AltaVista' જેવાં સારાં સર્ચ એન્જીન્સ માર્કેટમાં ઉપલબ્ધ હતાં એટલે કોઇએ આ વધુ એક એવી જ પ્રોડક્ટમાં રોકાણ કરવા તૈયારી ન બતાવી. છેવટે પોતે ડેવલપ કરેલું સર્ચ એન્જીન લોકો ઉપયોગ કરતા થાય એ હેતુથી 4 સપ્ટેમ્બર 1998 ના દિવસે એક ગેરેજમાં આ સર્ચ એન્જીન ઓફિશીયલી લોન્ચ કરી દીધું . જેને આપણે 'ગુગલ' તરીકે ઓળખીએ છીએ. અને બહુ જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લઈએ છીએ. ગેરેજમાંથી લોન્ચ થયેલ નવા-નક્કોર એન્જીન, એટલે કે સર્ચ એન્જીનની કેપેબીલીટી સારી હતી અને પ્રતિસાદ સારો મળ્યો. આ જોઇને અમેરીકાની મોટી કમ્પ્યુટર કંપની- સન માઇક્રોસિસ્ટમ્સના માલિક Andreas Bechtolsheim 1,00,000 ડોલરનું ઇન્વેટમેન્ટ કરવા તૈયાર થયા 'ગુગલ' માં. આ કારણે ઇન્ટરનેટ પરની સર્ચને ઓર્ગેનાઇઝ્ડ કરનાર 'ગુગલ' નું એન્જીન ઓર્ગેનાઇઝડ ઓફિસમાં / સેટઅપમાં પાર્ક થયું.
'ગુગલ' આ પછી તો ખૂબ જ પ્રસાર અને પ્રચાર મેળવીને મહત્તમ લોકોની Information Search નું આધારભૂત - આમ તો, એકમાત્ર પ્લેટફોર્મ બનતું ગયું. એકાદ દાયકો પણ નહોતો વીત્યો અને 'ગુગલ' આપણા માટે વધુ એક પ્રોડક્ટ લઈને આવ્યું. 'Gmail' શરૂઆતમાં આ ઇ-મઈલ સર્વિસીસની મહત્તા એવી રાખવામાં આવી હતી કે કોઇ Gmail યુઝર તમને invite કરે તો જ તમે Gmail પર email account બનાવી શકો. આજે તો 'Google' ઇન્ટરનેટ યુઝર્સનું એક અનિવાર્ય ટુલ બની ગયું છે. એવૂં કહીએ તો પણ ખોટું નથી કે મોટાભાગના લોકો એના પર dependent થઈ ગયા છે. અલબત્ત, આ સર્ચ એન્જીનનો પાવર પણ એવો છે કે એની પાસે ગયા વિના ચાલે નહીં. બે દાયકાથી વધુ સમયમા અનેક પ્રોડક્ટસ - અત્યંત ઉપયોગી પ્રોડક્ટ્સ ઉમેરાતી ગઈ. General અને Pure Professional Use માં આવી શકે એવી પ્રોડક્ટ્સ / યુટીલીટીઝ આવી ગઈ છે આ પ્લેટફોર્મ પર.
લેરી પઈજની એક પેશન - ઝીદ હતી કે આ મહિતીના રાફડામાંથી એક સ્ટ્રક્ચર્ડ મ્યુઝિયમ બનાવવું કે જેથી લોકો સરળ રીતે પોતાને જરૂરી ચીજ જોઇ શકે. એમાં સાથે મળ્યો સર્જેઇ બ્રીનનો. Key Words are The Key ! આ સૂત્ર અપનાવ્યું અને માહિતીનો ખજાનો ખુલ્લો મુકી દીધો લોકો માટે. આ ધખના, ખંત, પ્રખર બુધ્ધિમત્તા, મહેનત એવો રંગ લાવી કે એક સમયે ગેરેજમાં લોન્ચ થયેલી કંપની આજે 1.625 ટ્રીલીયન ડોલરની મહામૂડી ધરાવતી મહાકાય કંપની બની ગઈ !!
અજાયબી સમાન આ સર્ચ એન્જીન પાસે લગભગ દરેક પ્રશ્નનો જવાબ છે, આપણે નક્કી એ કરવાનું છે કે પ્રશ્ન એવી રીતે મુકવો કે જેથી આપણને જોઇતો જવાબ જ મળે. જો પ્રશ્નમાં ગફલત થઈ તો જવાબ ખોટો અથવા અસંગત આવી શકે. જ્ઞાની ગુરૂનું એવું જ હોય ને !! તમને શું પુછવું એ ખબર હોવી જોઇએ, તો એ સાચો માર્ગ બતાવે.
બસ, તો ટાઇપ કરવાનું શરૂ કરો !.. આખો પ્રશ્ન જ લખવો, નહીં તો બીજું કૌતુક થાય... e.g. What એટ્લું લખીને અટકી જાવ તો એને પહેલા યાદ આવે એવા What થી શરૂ થતા 10 પ્રશ્ન મુકી દે ! so, be Specific ! જેવો સાચો અને ઉપયોગી જવાબ મળે એટલે સલામ કરજો આ એકદમ Specific સર્ચ એન્જીન બનાવનારાઓ લેરી પઈજ અને સર્જેઇ બ્રીનને.