એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 6 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 6

                      એક હતો રાજા              

          .           સોનેરી ચકલી=6

   (પ્યારા બાળ મિત્રો.રાજકુમાર ને પોતાના બીજ ના ચોર સમજી ને પરી અમિષા એ પથ્થર ની શીલા બનાવી દીધો.હવે આગળ)   

             રાજા ભીમ સેન સવારે ઉઠ્યા અને એમને થયુ.રાજ કુમાર ઘણા દિવસે આવ્યા છે.તો આજે એમની સાથે રાજ બાગ મા લટાર મારવા જઉં.અને ગઈ કાલે એમણે મારી યુવાનીનો રાઝ પૂછ્યો હતો તો એ વૃક્ષ પાસે જઈને જ એમને એનો ઉત્તર પણ આપુ. 

   આમ વિચારીને એ રાજ કુમારના ઓરડા તરફ ગયા.અને બાહર ઉભા રહી ને હાંક મારી. 

"રાજ કુમાર.એય રાજ કુમાર." 

પણ ઓરડા માથી કંઈ જવાબ ન મળ્યો.આથી એમણે ફરી એકવાર સાદ પાડ્યો. 

"કરણ સેન.જાગો બેટા આપણે બાગ માં જઈએ." 

આ વખતે પણ કોઈ ઉત્તર ન મળતા એ જાતે રાજ કુમારના શયન કક્ષ મા દાખલ થયા.તો રાજ કુમારનો પલંગ ખાલી હતો.એમને એ વાતનુ આશ્ચર્ય થયુ.કે રાજ કુમાર પોતાના કરતા વહેલા જાગી ગયા.   

"તો તો નક્કી એ બાગ મા જ ગયા હશે."

આમ વિચારી રાજા ભીમ સેન રાજ બાગ મા આવ્યા. દૂરથી જ એમની નજર ચમત્કારિક વૃક્ષ ઉપરથી ફૂલ તોડતા રાજકુમાર ઉપર પડી.પણ દુરથી એમને જરાય એવુ ન લાગ્યુ કે રાજ કુમાર પથ્થરની મૂર્તિ બની ગયા છે.   

  એ ધીમે પગલે રાજ કુમાર ની નજીક આવ્યા અને એમની પાછળથી એમના ખભે હાથ મૂક્યો. 

 "રાજ કુમાર.તમે અમારી કાયા કલ્પ ના વિશે કાલે પ્રશ્ન પૂછ્યો હતો ને?" 

પણ રાજ કુમાર તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો.ન તો ફૂલ તોડવા વૃક્ષની ડાળી એ લંબાયેલો રાજ કુમાર નો હાથ ફૂલ તોડીને પાછો વળ્યો.આથી મહારાજે રાજ કુમાર ને પોતાના તરફ ફેરવવાની કોશિષ કરી.પણ વ્યર્થ.હવે રાજા ભીમ સેનને ધ્રાસકો પડ્યો.એ ઝડપથી રાજ કુમારની સન્મુખે આવ્યા.અને સામેથી જોતા જ એમના મુખ માથી ચીસ નીકળી ગઈ.   "કરણ.બેટા કરણ." 

એમણે બન્ને હાથે રાજ કુમારના પૂતળા ને હલબલાવી નાખ્યુ.પણ રાજકુમારમા  કોઈ જાતનુ સંચાલન ન થયુ.   એમને એટલુ તો સમજાય ગયુ હતુ કે રાજકુમારે ફૂલ તોડવા વૃક્ષને સ્પર્શ કર્યો અને એ પ્રતિમા બની ગયો.અને એ જાણતા હતા કે આ વૃક્ષ હરિ માળીએ લગાડ્યું છે. 

 મહારાજની ચીસ સાંભળીને સિપાહીઓ અને મહેલના સેવકો બાગ મા દોડી આવ્યા હતા.અને વાત વાયુ વેગે પ્રસરી ગઈ કે બાગમાં રાજકુમાર શિલા બની ગયા છે.મહારાજે ક્રોધિત અવાજે સિપાહીઓ ને કહ્યુ. 

"જાવ.હમણા ને હમણા વડા માળીને મારી સમક્ષ હાજર કરો." 

સિપાહીઓ તરત દોડ્યા.પણ હરિ તો સાંજે જે પુશ્પ તોડી ગયો હતો એનો ગુલદસ્તો બનાવી ને રોજની જેમ મહેલ માં પોંહચી ગયો હતો..સો સોના મોહર ની લાલચે. 

 સિપાહીઓ એ એને રાજ બાગ મા મહારાજની સમક્ષ હાજર કર્યો. રાજા ક્રોધ થી ધ્રુજતા અવાજે બરાડ્યા 

 "આજો માળી.તારા આ વૃક્ષે મારા રાજકુમાર ની શુ દશા કરી.જો અબ હાલ તે મારા પુત્રને સજીવન નથી કર્યો તો તારા હુ કટકા કરી નાખીશ." 

હરિ માળીને શુ થયુ છે એ ખાસ સમજાયુ નહી એને ફ્કત એટલુ જ સમજાયુ કે જે કંઈ રાજકુમાર સાથે જે કંઈ થયુ છે એ આ વૃક્ષના કારણે થયુ છે.એણે રાજા ભીમ સેનને આજે પહેલી વખત આટલા ક્રોધિત જોયા.એણે વિચાર્યું હવે જો હુ મહારાજને સત્ય હકીકત નહી કહુ તો મહારાજ નક્કી મારી ગરદન કાપી નાખશે.   

એ મહારાજને ઘૂંટણીયે પડતા.હાથ જોડીને કરગરતા બોલ્યો. 

"ક્ષમા મહારાજ.ક્ષમા કરો.મે બક્ષિસની લાલચે તમને જુઠ્ઠી વાર્તા સંભળાવી હતી.આ વૃક્ષનું બીજ મારી બહેન નોતી લાવી." 

 "તો?તો કોણ લાવ્યુ હતુ?ઝટ બોલ."

મહારાજ બરાડયા. 

"મનુ....મનુ માળી લાવ્યો હતો એ બીજ.અને આ વૃક્ષ પણ એણે જ રોપ્યું હતુ."

મહારાજે સિપાહીઓ ને હુકમ કર્યો. 

"આ લાલચુ અને જુઠ્ઠાડા ને હમણા તો કારાવાસ મા નાખો. પછી એનો હિસાબ કરુ છુ.અને મનુ માળીને એ જ્યા હોય ત્યાંથી લાવીને મારી સમક્ષ હાજર કરો." 

"મને માફ કરી.દો મહારાજ.મારી ભૂલ થઈ ગઈ.." 

હરિ માળી હાથ જોડીને કરગરતો રહ્યો અને સિપાહીઓ એને ઢસડીને ઘસડી ને કારાવાસ મા લઈ ગયા.   

સિપાહીઓ મનુની ઝૂંપડીએ આવ્યા અને રોફદાર અવાજે લીલાને પૂછ્યુ. 

"ક્યા છે મનુ માળી?" 

આટલા બધા સિપાહીઓ ને જોઈને લીલા ગભરાઈ ગઈ.એ થોથવાતા સ્વરે બોલી. 

"એ તો..એ તો..મુળજી દાદાની વાડીએ કામે જાય છે." 

"પણ..પણ..થયુ છે શુ?"

લીલાના પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર સિપાહીઓ મૂળજી દાદાની વાડી તરફ ચાલ્યા. સિપાહીઓ ને જોઈને લીલા ખૂબ ડરી ગઈ હતી.એણે રડમસ અવાજે સોનેરી ચકલીને કહ્યુ. 

"ચક્કી રાણી.શુ થયુ હશે?આ સિપાહી ઓ કેમ બાપુને ગોતવા આવ્યા હશે?" 

"તુ ચિંતા ન કર લીલા.હુ જોવ છુ કે શુ વાત છે."

સોનેરી ચકલીએ લીલાને ધરપત આપતા કહ્યુ.અને એ સિપાહીઓ ની પાછળ ઉડી. 

મુળજી દાદાની વાડીએ જઈને સિપાહીઓ એ મનુને પકડ્યો અને રાજા ભીમ સેન ની સમક્ષ એને ઉભો રાખ્યો.સોનેરી ચકલી પણ ઉડતી ઉડતી મહેલમાં આવી અને એક ઠેકાણે બેઠી.મહારાજ ગુસ્સા ભર્યા સ્વરે મનુને પૂછ્યુ  

"રાજ બાગ મા ચમત્કારિક વૃક્ષ તે રોપ્યુ હતુ?" 

"હા મહારાજ.શુ થયુ?શુ વાત છે?" 

મનુએ ડરતા ડરતા પૂછ્યુ. 

"શુ થયુ છે...?"

મહારાજ બરાડ્યાં.

 "તારા એ વૃક્ષે મારા રાજકુમારને પથ્થર નો બનાવી દીધો." 

 "હેં.એ.." 

મનુ ચોંકી ગયો. 

"અને હવે હુ તારી ગરદન ઉડાડીશ." 

કહીને રાજાએ મ્યાન માથી તલવાર કાઢી.મનુ માળી મસ્તક ઝુકાવીને ચુપ ચાપ ઉભો રહ્યો.પણ સોનેરી ચકલી બોલી. 

"સબૂર એય રાજન.સબૂર."

 રાજાએ ચોંકીને અવાજની દિશામાં નજર નાખી તો એ હેરાન થઈ ગયો. એણે કયારેય કોઈ પક્ષીને આજની પહેલા આ રીતે બોલતી સાંભળી ન હતી.એણે નવાઈ પામતા પૂછ્યુ. 

"અરે.તુ ચકલી થઈને મનુષ્યની જેમ બોલે છો?"

 "નવાઈ લાગે છે ને?" 

સોનેરી ચકલીએ પૂછ્યુ.

 "હા! એક પક્ષી બોલે તો નવાઈ તો લાગે ને?"

"મને પણ નવાઈ લાગે છે મહારાજ.કે તમે આવો અન્યાય કઈ રીતે કરી શકો?આ એજ વૃક્ષ છે ને જેણે તમને આધેડ માથી યુવાન બનાવ્યા ખરુંને?" 

"હા પણ..."

  "અને એનાથી ખુશ થઈને તમે ઈનામ કોને આપ્યુ?લાલચુ અને દગાબાજ હરિ માળીને.અને જ્યારે એ વૃક્ષથી હવે નુકસાન થયુ તો સજા આ ગરીબ અને વફાદાર માળીને?" 

"કેમકે હવે હુ જાણી ગયો છુ કે એ વૃક્ષ આ મનુએ જ રોપ્યું હતુ." 

"સાંભળ રાજન.આ મનુ માળી ને એ વૃક્ષનું બીજ મે જ આપ્યુ હતુ." 

અને સોનેરી ચકલીએ અમિષા અને રુપશા એ વાવેલા બીજ ને પોતે ત્યાથી લાવીને મનુને આપ્યુ ત્યા સુધીની આખી વાત રાજાને કહી સંભળાવી.સોનેરી ચકલીની વાત સાંભળી ને રાજા ભીમ સેન બોલ્યા. 

"તો હવે મારો પુત્ર સજીવન કેવી રીતે થશે?" 

"બસ અમને થોડો સમય આપો મહારાજ.અમે જરૂર કંઈક કરીશુ." 

સોનેરી ચકલીએ મહારાજ પાસે મોહલત માંગી અને રાજને મોહલાત આપી.     

ઝૂંપડીએ આવીને સોનેરી ચકલીએ મનુને કહ્યુ.

 "બાપૂ.મને લાગે છે કે રાજકુમારને પથ્થરની મૂર્તિ અમિષા અને રુપશાએ જ બનાવ્યો છે.અને એ બન્ને બહેનો રોજ રાત્રે એ વૃક્ષ પાસે આવતી હશે." 

"તો આપણે શુ કરીશુ ચકકી બેન?"

"આપણે રાત્રે બાગમાં સંતાઈને બેસસુ. એ પરીઓ ત્યા આવશે તો આપણે મોકો જોઈને એમનો જાદુઈ દંડ લઈ લેશુ.લીલા તુ પણ અમારી સાથે આવજે.બે કરતા ત્રણ ભલા." 

રાત્રે સોનેરી ચકલી.મનુ માળી.અને લીલાં રાજ બાગ મા છુપાઈને પોત પોતાની જગ્યાએ ઉભા રહ્યા.મધરાતે અમિષા અને રુપશા ચમત્કારિક વૃક્ષ પાસે આવીને પોતાના જાદુઈ દંડ નીચે રાખીને એક બીજાના હાથ પકડીને ત્યા રમવા લાગી. રમતા રમતા નાચવા લાગી. અને લીલાએ ચપળતા દેખાડી. સ્ફૂર્તિથી એ દોડી અને બન્ને જાદુઈ દંડ પોતાના કબજામાં લઈ લીધા.   

હવે બન્ને પરી બહેનો ચોંકી. 

"એય છોકરી.આ શુ કરે છે? લાવ.લાવ આ દંડ અમને આપી દે." 

ત્યારે સોનેરી ચકલીએ પ્રગટ થતા કહ્યુ. 

 "ચોક્કસ આપી દેશે.અમિષા બહેન. પણ પહેલા રાજકુમારને સજીવન કરવાનુ વચન આપો તો " 

સોનેરી ચકલીને અહીં જોઈને અમિષા અને રુપશા ચકિત થઈ ગઈ. 

"તુ અહીં?" 

"હા.તમે પરિસ્તાન થી ઘા કર્યો તો હુ અહી આવીને પડી.અને આ લીલાએ મને આસરો આપ્યો." 

"પણ તુ આ ચોરટા રાજકુમારને સજીવન કરવાનુ કેમ કહે છે?" 

"કારણ કે રાજકુમાર ચોર છેજ નહિ. અસલ ચોર તો હુ છુ."

સોનેરી ચકલીએ ઘટસ્ફોટ કરતા કહ્યુ. 

"એટલે?" 

રુપશાએ આચંબિત થતા પૂછ્યુ. 

"લીલાએ મારી મદદ કરી હતી. એટલે હુ એની ગરીબી દુર કરવા માંગતી હતી. એમા મે તમને બન્ને બહેનોને બીજ રોપતા જોઈ લીધા અને બીજના ગુણો વિશે પણ હુ જાણી ગઈ હતી.આથી મે આ બેવકૂફી કરી હતી.હું તમારી ગુનેહગાર છુ.માટે રાજકુમારને સજીવન કરી ને એની જગ્યાએ મને તમે પથ્થરની મૂર્તિ બનાવી દયો." 

સોનેરી ચકલીની વાત સાંભળી ને અમિષા ને સોનેરી ચકલી માટે માન ઉપજ્યુ કે આ તો એક ગરીબ પરિવારની મદદ કરવા માંગતી હતી.એ બોલી. 

"લાવ લીલા આ દંડ મને આપ હુ હમણા આ રાજકુમારને એના અસલી સ્વરુપમાં લાવી દવ છું."

લીલાએ જાદુઈ દંડ અમિષા ના હાથ મા મૂક્યો કે તરત અમિષાએ રાજકુમારને ફરીથી પથ્થર માથી મનુષ્ય બનાવી દીધો. 

એ જ સમયે ઈન્દ્ર દેવ અને ઈન્દ્રાણી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા. અને એમની નજર ચમત્કારિક વૃક્ષ ઉપર પડી. એ બબડ્યા.

 "આ ઈન્દ્ર લોક નુ વૃક્ષ અહી ક્યાંથી?" 

અને એ રાજ બાગ મા ઉતર્યા.અને એમણે ત્યા ઈન્દ્ર લોક ની સોનેરી ચકલીને પણ જોઈ અને પૂછ્યુ. 

"તુ પણ અહી છો?" 

તો આદિ થી અંત સુધી ની ઘટમાળ અમિષાએ ઇન્દ્રદેવને કહી. ઈન્દ્ર દેવે નારાજ થઈ ને અમિષાને કહ્યુ.

 "તે જે રીતે આ વૃક્ષનું બીજ હાંસિલ કર્યુ એ અશ્મય અપરાધ છે.એની સજા રુપે હવે તમે બહેનો પરિસ્તાન થી બીજે ક્યાંય નહી જઇ શકો.અને હુહુ ગંધર્વ ને તો હુ બરાબર નો પાઠ ભણાવીશ.અને એય સોન ચકલી તારે શુ કરવુ છે.કહે ઈન્દ્રલોક આવવુ છે કે અહીજ રહેવુ છે." 

"આવવુ છે ઈન્દ્ર દેવ."

સોનેરી ચકલીએ લીલા અને મનુ માળી ની રજા લીધી. લીલાએ કમને સોનેરી ચકલી ને વિદાય આપી.અને ઈન્દ્ર દેવ ચમત્કારિક વૃક્ષ અને સોનેરી ચકલીને લઈને ઈન્દ્ર લોક ની તરફ રવાના થયા.   

       પોતાના એક ના એક પુત્રને ફરીથી સાજા સારા જોઈને મહારાજ ભીમ સેન અત્યંત પ્રસન્ન થયા.એમણે મનુ માળી ને પુષ્કળ ધન આપીને સન્માનિત કર્યાં.અને બાગના પ્રમુખ માળી નો હોદ્દો પણ આપ્યો રહેવા માટે આલિશાન હવેલી આપી. 

 અને હરિ માળીની તમામ મિલકત જપ્ત કરી ને એને દેશ વટો આપ્યો.                 

                          સમાપ્ત  

(તો જોયુને બાળ મિત્રો.ઘી ના ઠામ મા ઘી પડ્યું રહ્યું.બીજાની મદદ કરવા થી હમેશા સારુ જ પરિણામ આવે છે.એ યાદ રાખજો.અને આ વાર્તા વિશે તમારો અભિપ્રાય જરૂર અને જરૂર વ્યક્ત કરજો.)