એક હતો રાજા=સોનેરી ચકલી
. ભાગ=૧
(વહાલા બાળ મિત્રો.આ પહેલા સિંહ રાજ અને એમના યુવરાજો ની વાર્તા તમોએ વાંચી હતી ને? વાંચીને મજા આવી હશે? આ વખતે એક રાજા.પરી અને સોનેરી ચકલી ની વાર્તા લઈને આવ્યો છુ.વાંચજો જરુર મજા આવશે.વાંચીને વાર્તા કેવી લાગી જરૂર અને જરૂર કહેશો.)
પરીસ્તાન... નામનો પરીઓ નો દેશ હતો.જ્યા ફ્કત પરીઓ જ રહેતી હતી. અહીં.
અમીષા.અને રૂપશા નામની બે બહેનો પણ રહેતી હતી.
બન્ને બહેનો ખાવા પીવાની અને હરવા ફરવાની જબરી શોખીન હતી.નવા નવા દેશોમા ઉડી ને પોંહચી જતી.અને જાત જાતના ફળો લઈ આવીને ખાતી.બસ હરતી ફરતી અને મોજ કરતી.
એક વખતે એ બન્ને બહેનો પરીસ્તાન ના ખુબસુરત અને મઘમઘતા બગીચામા બેઠી બેઠી અલક મલક ની વાતો કરતી હતી.ત્યા અચાનક એમના પગ પાસે કંઈક આવીને પડયુ.એ બન્ને ગભરાઈને પોતાની જગ્યાએથી ઉભી થઈ ગઈ. અને પછી એમણે શુ પડયું છે એ જાણવા ત્યા નજર નાખી તો ત્યા એક નાની એવી સુંદર મજાની સોનેરી રંગની ચકલી પડી હતી.
બહુ જ ઉંચે થી પડવાના કારણે એ બેહોશ થઈ ગઈ હતી.પણ એનુ નાનકડુ પેટ ઉંચુ નીચુ થતુ હતુ.આથી એ બન્ને બહેનો ને લાગ્યુ કે આ સોનેરી ચકલી હજી જીવતી લાગે છે.
રુપશા એ આગળ વધીને એને પોતાના ખોબામાં લઈ લીધી અને એને ઘરે લઈ આવ્યા.
અમિષાએ થોડુ પાણી ચકલી ઉપર છાંટ્યું.તો ચકલીએ ધીમેથી આંખો ખોલી.પોતાની સામે બે પરીઓને એણે બેસેલી જોઈ તો એ આશ્ચર્યથી બોલી.
"હું..હું ક્યા છુ?"
અને ચકલીને બોલતા સાંભળીને અમીષા અને રુપશા અચંબિત થઈ ગઈ.
"અરે વાહ!તુ તો અમારી જેમ બોલી શકે છે.કયાંથી આવી છો તુ?"
અમિષાએ પૂછ્યુ.
"હું.છુ તો ઈન્દ્રલોક ની ચકલી.પણ મને જ ખબર નથી કે મારી સાથે શુ થયુ? અને હું અહીં કેવી રીતે આવીને પડી."
"ઓહ્!તુ સ્વર્ગલોક ની ચકલી છો? ચાંચ થી લઈને પગના આંગળા સુદ્ધા સોનાના હોય એવા લાગે છે."
રુપશાના મુખ માથી ઉદગારો નીકળ્યા.
તો સોન ચકલીએ ધીમેથી પૂછ્યુ.
"હા.પણ.હું અત્યારે ક્યા છુ?"
"આ પરી લોક છે ચકલીબેન."
રુપશાએ કહ્યુ.
"હવે મારુ શુ થશે?હુ ઇન્દ્રલોક પાછી કઈ રીતે જઈશ?"
ચકલી ચિંતિત સ્વરે બોલી.
તો સોન ચકલી ને ઢાઢસ બંધાવતા અમિષાએ કહ્યુ.
"તુ ચિંતા ન કર.જ્યા સુધી તારા ઇન્દ્ર્લોક જવાનો કંઈ રસ્તો ના મળે ત્યાં સુધી તુ અમારી સાથે રહેજે."
"તને ભુખ લાગી હશે?બોલ શુ ખાઈશ તુ?"
રુપશાએ પૂછ્યુ.
"હું તો ફ્કત કેસરના ફુલ જ ખાવ છુ.શુ અહીં મળશે?"
સોન ચકલીએ ડરતા ડરતા પૂછ્યુ.
તો સોન ચકલી નો પ્રશ્ન સાંભળી ને બન્ને પરી બહેનો ખડખડાટ હસવા લાગી. અને પછી અમિષાએ કહ્યુ.
"આ પરિસ્તાન છે.અને અહી બધુ જ મળે."
રુપશા સોન ચકલી માટે થોડાક કેસરના ફૂલ લઈ આવી.જેને ચકલીએ ધરાઈ ને ખાધા.
સોન ચકલી ને પરી લોક મા ફાવવા લાગ્યુ.અને અમીષા રુપશાને પણ સોન ચકલી સાથે સારી એવી દોસ્તી થઈ ગઈ.
અમિષાએ સોન ચકલીને કેસરના ફૂલનો છોડ દેખાડી દીધો હતો એટલે સોન ચકલી જાતે જ જ્યારે એને ઈચ્છા થાય ત્યારે જઈને કેસરના ફૂલ ખાય લેતી હતી.
એક દિવસ ની વાત છે.અમીષા અને રુપશા.ઉડતી ઉડતી મંગળ લોક મા પોહચી ગઈ.ત્યા એક બાગમા એક તેમણે આંબાનું ઝાડ જોયુ.પણ નવાઈ ની વાત તો એ હતી કે આખા ઝાડ પર ફ્કત એકજ આંબો લાગેલો હતો.
અમિષાએ બાગના માળીને પૂછ્યુ.
"આટલા મોટા ઝાડ પર બસ એકજ આંબો?"
જવાબમા માળીએ સ્મિત કરતા કહ્યુ.
"આ એક જ આંબા મા સો કેરી ના સ્વાદ શક્તિ અને ગુણ ભર્યા છે."
"સો કેરીના?"
રુપશા નુ મુખ આશ્ચર્યથી પહોળું થઈ ગયુ.
"પણ આટલા મોટા આંબા મા ફ્કત એકજ કેરી આવે.તો આટલા મોટા ઝાડ નો મતલબ શો?"
અમિષાએ મોં બગડતા કહ્યુ.
"અરે પરી બહેન.એવુ કોણે કહ્યુ કે ઝાડ પર એકજ આંબો આવે છે?"
"આ શુ?એક જ આંબો તો લટકે છે."
અમિષા બોલી.ત્યારે જવાબમા માળીએ ફોડ પાડતા કહ્યુ.
"આ ઝાડ ઉપર પચ્ચીસ થી ત્રીસ આંબા આવે છે."
"અચ્છા? પણ તોય ઓછા જ કહેવાય ને?"
રુપશા ઠાવકાઈ થી બોલી.
"એક આંબાની કિંમત ખબર છે તમને?"
"કેટલી હશે? પાંચ કોડી.દસ કોડી બહુ બહુ તો પચ્ચીસ કોડી."
અમિષાએ તુક્કો લગાવ્યો.
ત્યારે માળીએ એની કિંમત કહી.
"એક આંબાની કિંમત સો સુવર્ણ મુદ્રાઓ છે."
"હેં.એ.એ.સો સુવર્ણ મુદ્રા!"
આંબાની કિંમત સાંભળીને બન્ને બહેનો ની આંખો ફાટી ગઈ.
"હા.અને તમને ફ્કત તમારી જાણ ખાતર કહી દવ કે અહીથી ઈન્દ્ર્લોક ના મહારાજ ઈન્દ્ર.અને યમલોક ના શાસક યમરાજ પણ આંબા મંગાવે છે.અને અમારા મંગળ લોકના રાજવી મંગલ રાજ પણ એમના પરિવાર માટે કેરીઓ લઈ જાય છે.એટલે હવે જુવો એકજ કેરી વધી છે."
માળીએ લાંબુ લચ ભાષણ આપ્યુ.
"બેન.આ આંબો આપણે લઈ જઈએ."
રુપશા એ અમિષાને કહ્યુ.પણ અમિષાએ ઉદાસ સ્વરે કહ્યુ.
"હા.લઈ તો જઈએ પણ આપણી પાસે સો સુવર્ણ મુદ્રાઓ ક્યા છે?"
અમિષા ની વાત સાંભળી ને માળી તરત બોલ્યો.
"સુવર્ણ મુદ્રા નથી તો શુ થયુ?તમારા બન્ને ના ગળામા નવ લખો હાર તો છેને? કોઈ પણ એક આપી દો તો આ આંબો તમારો."
માળીની વાત સાંભળીને અમિષા અને રુપશા ઘડી ભર એક મેકના ચેહરાને જોઈ રહ્યા.પછી અમિષાએ રુપશા ને પૂછ્યું.
"શુ કરીશુ?લઈ લેશુ?"
"હા બેન.જોઈએ તો ખરા કે સો સુવર્ણ મુદ્રા વાળો આંબો સ્વાદમાં કેવો લાગે છે."
રુપશા ઉત્સાહ ભેર બોલી.
અને પોતાના ગળા માથી નવ લખો હાર કાઢીને એણે માળી તરફ લંબાવ્યો.
માળીએ હાર લઈને ખીસ્સામાં મૂક્યો. અને ડાળે લટકતી કેરી તોડીને અમીષા ના હાથમા મુકી.
કેરી લઈને બન્ને બહેનો પરીસ્તાન આવી.
ત્યારે સાંજ પડવા આવી હતી.એમણે એ કેરી એક સ્થાન પર મુકી.અને નક્કી કર્યુ કે પહેલા બન્ને હોજ મા જઈને સ્નાન કરશે.અને પછી ત્યાંથી આવીને આંબો ખાશે.
એ બન્ને પરીઓ સ્નાન કરવા ગઈ અને આ બાજુ સોન ચકલી ત્યા આવી.
તો એની નજર પેલા મંગલ લોકના આંબા પર પડી.ઈન્દ્ર લોકમાં એણે આ આંબો ઘણી વાર ખાધો હતો.એટલે એ એના સ્વાદથી સુપેરે પરિચિત હતી. એટલે એ તરત જ આંબા પર તૂટી પડી.જોત જોતામાં એ અડધો આંબો ખાઈ ગઈ.
અને પછી પોતાને પરીઓ તરફથી અપાયેલી જગ્યાએ બેસી ગઈ.
અમિષા અને રુપશા સ્નાન કરીને આવીને જોયુ તો આંબો અડધો જ વધ્યો હતો.આ અડધા આંબાને જોઈને બન્ને બહેનો નો પિત્તો છટક્યો.એક નવ લખો હાર આપીને જે આંબો લાવ્યા એ પણ અડધો કોઈ બીજુ ખાય ગયુ? કોણ હશે એ? અને એમની નજર સોન ચકલી પર પડી.અને આખી વાત એમને સમજાઈ ગઈ.
"આ આંબો તે ખાધો?"
ક્રોધ થી થરથરતા રુપશા એ સોન ચકલીને પૂછ્યુ.
રુપશા અને અમિષાને સોન ચકલીએ આજે પહેલી વખત ગુસ્સામા જોઈ. આથી એ પણ ડરી ગઈ.અને ડરતા ડરતા એણે ઈકરાર કર્યો.
"હા..આ..હા..."
"તારી હિંમત કેમ થઈ અમને પૂછ્યા વિના અમારા લાવેલા ફળને ખાવાની?"
અમિષા પણ ક્રોધ થી ધ્રૂજતી હતી.
"તને ખબર છે આ કેરી ની કિંમત? મે મારો નવ લખો હાર આપીને એની કિંમત ચુકવી હતી."
સોન ચકલી તો બિચારી સિયા વિયા થઈ ગઈ.કંઈ બોલે કે કંઈ ચાલે.
અમિષાએ આગળ વધી ને એને મુઠ્ઠીમાં પકડી અને દાંત કચકચાવતા કહ્યુ.
"તુ.તુ.અમારી સાથે રહેવાને લાયક જ નથી."
આમ કહીને અમિષાએ સોન ચકલીનો પૃથ્વી લોક પર ઘા કર્યો.
(બાળ મિત્રો સોન ચકલી નુ આપણી પૃથ્વી પર શુ થાય છે એ આ વાર્તા ના બીજા ભાગમા જરૂર વાંચજો)