એક હતો રાજા
સોનેરી ચકલી=5
(પ્યારા બાળ મિત્રો.મનુ માળી રાજ બાગમાં ચમત્કારિક વૃક્ષ ઉગાડવા મા સફળ થયા પછી એની સાથે શુ થાય છે એ હવે આગળ વાંચો.)
રાજ બાગમા.મનુ માળી ચિરંજીવી રાખનારા પુષ્પો નુ બીજ રોપે છે.અને સોનેરી ચકલીના કહ્યા પ્રમાણે ત્રીજા દિવસે એક વેંતનો છોડ.પાંચમા દિવસે એ છોડ બે ફૂટનો થઈ ગયો.અને દસમા દિવસે ચમત્કારિક વૃક્ષ પુર્ણ રીતે ઉગી નીકળ્યું.
સાંજે સુર્યના આથમતા જ વૃક્ષ ઉપર શંખ આકારના નાના નાના ખુશ્બુદાર ફૂલો ખિલી ઉઠ્યા.જેનાથી આખો બાગ તો મઘમઘી ઉઠે છે.પણ સાથો સાથ એની ખુશ્બો ઠેઠ રાજમહેલ ની અંદર સુધી પોહંચે છે.
મનુમાળી ખુશીથી ઝુમતો વૃક્ષની સમીપ એ ઈચ્છાએ જાય છે કે દસ.પંદરફૂલોનો ગુલદસ્તો બનાવી ને મહારાજ ભીમસેન ની આગળ પ્રસ્તુત કરે.જેથી રાજા ખુશ થઈને એને બક્ષિસ આપે. હવે ધીરે ધીરે પોતાની કંગાલિયત દુર થશે એવા દિવાસ્વપ્ન એ જોતો હતો. પણ ત્યા એના સપનાઓને ચકનાચુર કરતા વડા માળી હરિએ એને ટપાર્યો.
"એય.ક્યા જાય છે તુ આમ?"
એ હર્ષભેર બોલ્યો.
"હરિ કાકા.જુવો.જૂવો.વૃક્ષ પણ ઉગી ગયુ.અને એની ઉપર સુગંધી દાર ફૂલો પણ ખિલી ઉઠ્યા."
"તો?તારે એનાથી શુ? ચાલ હવે ઘરભેગો થા."
હરિએ એને ધમકાવતા કહ્યુ.
પણ ભોળા મનુને હજી સમજાયુ ન હતુ કે હરિના મનમા કપટ આવી ગયુ છે.એ બોલ્યો.
"આપણે ફૂલનો ગુલદસ્તો બનાવી ને મહારાજ ને આપીશુને?"
"એમ?તો તારે મહારાજને ગુલદસ્તો આપવો છે કાં?"
હરિએ ડોળા કાઢતા કહ્યુ.અને પછી બાગનું રક્ષણ કરતા સિપાહીઓને હરિએ હાંક મારીને બોલાવતા કહ્યુ.
"સિપાહીઓ આ ચોરટા ને જરાક ઠમઠોરો તો."
મનુ માળી બિચારો કંઈ સમજે.કંઈ પોતાના બચાવ મા કંઈ કહે એ પહેલા તો બે ત્રણ સિપાહીઓ એ એને મારવા કુટવા નુ શરુ કરી દીધું.
હરિ માળી થોડી ક્ષણો મનુને માર ખાતા જોઈ રહ્યો.પછી એણે માર મારતા સિપાહીઓને અટકાવ્યા.અને મનુને કહ્યુ.
"જા તારી ધૃષ્ટતા માફ કરુ છુ.પણ કાલથી અહી આવતો નહી.નહીતો કારાવાસ મા નખાવી દઈશ જીંદગી ભર ના માટેસમજ્યો."
બાપડો મનુ વિલુ મોઢુ લઈને ઘર તરફ ચાલ્યો.
અહી હરિ માળી ફૂલોનો ગુલદસ્તો બનાવવા લાગ્યો.ત્યા રાજમહેલનો એક દાસ.બાગ મા આવ્યો અને હરિ માળીને કહ્યુ.
"વડા માળી.તમને મહારાજ બોલાવે છે."
"હુ સ્વયં મહારાજ પાસે આવી જ રહ્યો હતો.ચાલો."
કહીને હરિ માળી.દાસની પાછળ પાછળ ચાલવા લાગ્યો. મહારાજને લળી લળીને વડા માળીએ કુરનુસ બજાવી.
રાજા ભીમ સેને ઉત્સુકતા થી પૂછ્યુ.
"વડા માળી.કોઈ દિવસ નહી અને આજે રાજ બાગ તરફથી આટલી બધી હ્રદયને પુલકિત કરતી ખુશ્બો કેમ આવી રહી છે?"
હરિએ એક મનઘડત વાર્તા મહારાજ ને કહી સંભળાવી. "મારા મોટા બેન હરિદ્વાર ગયા હતા. ત્યા બેને એક સિદ્ધ પુરુષની ઘણી ઘણી ચાકરી કરી.આથી એ મહાત્માએ ખુશ થઈને બેનને એક ચમત્કારિક વૃક્ષ નુ બીજ આપ્યુ હતુ.એ બીજ.બેન હમણા મારે ત્યા આવી.તો મને આપ્યુ અને કહ્યુ ભાઈ આ બીજ તો રાજ બાગ મા શોભે માટે ત્યા રોપજો.તો મે એ બીજ આપણા બાગ મા રોપ્યુ હતુ.તો એના વૃક્ષ પર આજે જ પહેલી વખત પુષ્પો આવ્યા છે.અને આ સુગંધ આવે છે ને તે એજ વૃક્ષ માના પુષ્પો ની આવે છે."
હરિ માળીની વાત સાંભળીને રાજા ભીમ સેન અત્યંત પ્રસન્ન થયા.
"વાહ.વાહ.તમારા જેવા વફાદાર સેવકોના કારણે જ મારુ આ રાજ્ય હર્યુ ભર્યુ છે.અને મારા રાજ્ય ની ભારત વર્ષમાં નામના છે."
આટલુ કહીને મહારાજે પોતાના ગળા મા પેહરેલો સાચા મોતીનો હાર.હરિ માળીને બક્ષિસ કર્યો.
"ધન્યવાદ."
કહીને લાલચુ માળીએ મોતીઓ નો હાર રાજન પાસેથી લઈ લીધો.અને પછી ફૂલોનો ગુલદસ્તો મહારાજને આપતા કહ્યુ.
"મહારાજ.આ ગુલદસ્તો એ જ ફૂલો થી બનાવ્યો છે.જો તમે આને રોજ સુંઘશો તો તમારું વહી ગયેલુ યૌવન પણ પાછુ ફરશે.અને તમે સદા કાળ યુવાન રહેશો."
પિસ્તાલીસ વર્ષના રાજા ભીમ સેન વિધુર હતા.અને હવે આધેડ દેખાવા લાગ્યા હતા.વડા માળીની વાત સાંભળી ને એ મંત્ર મુગ્ધ થઈ ગયા.
"ખરેખર?"
વહી ગયેલુ યૌવન પાછુ પણ આવે એ વાત એમના માન્યામાં આવતી ન હતી. એમણે હરિ માળી ના હાથ માથી ગુલદસ્તો લઈ લીધો.અને એના બદલે સો સોનાની મોહરો એને ઈનામ
માં આપતા કહ્યુ.
"જો ખરેખર તમે કહ્યુ તેમ આ ગુલદસ્તો સુંઘવા થી યૌવન પાછુ આવતુ હોય તો હુ તમને દરરોજ એક ગુલદસ્તા ને બદલે આટલી જ સોના મોહર આપીશ."
અને હરિ માળી ના માટે જાણે સોનાનો સૂરજ ઉગ્યો.
અહી મનુ સિપાહીઓ ના હાથનો માર ખાઈને પોતાની ઝૂંપડીએ આવ્યો.એનુ ફાટેલું પહેરણ.માટી થી ખરડાયેલુ ધોતીયુ.ચેહરા ઉપર પડેલા ઉઝરડા જોઈને લીલા દોડતી એની પાસે આવી.અને મનુને ચિંતિત સ્વરે પૂછ્યુ.
"શુ થયુ બાપુ?આ ઉઝરડા કેમ કરી ને પડ્યા."
લીલા પોતાના બાપુની હાલત જોઈને રડવા લાગી.સોનેરી ચકલી પણ મનુ ની આવી દશા જોઈને વ્યાકુળ થઈ ગઈ. એ રડતી લીલાના ખભા પર આવીને બેસી ગઈ.અને મનુ ને પૂછ્યુ.
"બોલોને બાપુ.શુ થયુ તમને?ક્યા પડયા આખડ્યા?"
મનુએ રડતી લીલાને પહેલા તો પોતાના આલિંગન મા લીધી અને પછી એના અશ્રુઓ લૂછતા કહ્યુ.
"ચુપ થઈ જા મારી લાડકી.છાની રહી જા જોવ."
"તમારી આવી હાલત જોઈને હુ કઈ રીતે છાની રહુ બાપુ?"
લીલા ડુસકા ભરતા બોલી.લીલા બોલી રહી કે તરત સોનેરી ચકલીએ ટહુકો કર્યો.
"આ બધુ કેમ કરતા થયુ?કંઈક કહો ને બાપુ."
"તે જે શંકા વ્યકત કરી હતી ને ચક્કી રાણી એમજ થયુ.પણ જરાક વધારે પડતુ થયુ."
"એટલે?" "એટલે?"
લીલા અને સોનેરી ચકલીએ એકી સાથે.એકી અવાજે પૂછ્યુ.
"તને લાલચુ હરિ માળી પર શંકા હતીને એ શંકા સાચી પડી.
તે આપેલા બીજ માથી આજે સવારે વૃક્ષ તૈયાર થઈ ગયુ. અને સાંજે સુર્યના આથમતા જ મઘ મઘતા ફૂલો પણ ખિલી ઉઠ્યા.અને હુ જેવો ગુલદસ્તો બનાવવા ફુલ લેવા ગયો તો હરિ પોતે એ વૃક્ષનો માલિક બની બેઠો.સિપાહીઓ ના હાથે મને માર મરાવ્યો.અને ફરી વાર જો હુ બાગ ની આસપાસ પણ ફરકુ તો કારાવાસ મા નાખી દેવાની ચેતવણી આપી."
આ સાંભળીને સોનેરી ચકલીને બહુ જ અફસોસ થયો.છતા શાંત સ્વરે એ બોલી.
"કંઈ વાંધો નહિ બાપુ.ઈશ્વર જે કરે તે સારા માટે જ કરતો હોય છે.ધીરજ રાખો અને હમણા કોઈક બીજે ઠેકાણે કામ શોધી લ્યો."
સોનેરી ચકલી ની વાત મનુને સાચી લાગી.એ એક ખેડૂતની વાડીએ કામે લાગી ગયો.
અને હરિ માળી રોજ સવારે રાજા ભીમ સેન ની હુઝુર મા એક ગુલદસ્તો લઈ જતો.અને બદલા મા સો સોના મોહર મેળવતો.
દસમા દિવસે અમિષા અને રુપશા જ્યા તેમણે બીજ રોપયુ હતુ ત્યા આવી ને જોયુ તો ત્યા જમીન એવી ને એવી જ હતી.અમિષા અચંબિત થતા બોલી.
"આ શુ?વૃક્ષ કેમ નહી ઉગ્યું?"
"બેન.મને પહેલે થી જ શંકા હતી કે એવુ તે કેવુ બીજ હોય કે દસ દિવસ મા વૃક્ષ ઉગી નીકળે?પણ હુ કંઈ બોલી ન શકી."
"અને હુ માનુ છુ કે હુહુ ગંધર્વ જૂઠ્ઠું તો ન જ બોલે.જરૂર આમા કંઈ ભેદ તો છે"
આમ કહીને અમિષાએ જ્યા બીજ રોંપ્યું હતુ ત્યા એણે ખોદી ને જોયુ તો ત્યા બીજ હતુ જ નહીં.એ જોઈને અમિષા ક્રોધ પૂર્વક બોલી.
"જોયુ રુપશા?નક્કી આપણી વાત કોઈ સાંભળી ગયુ હતુ. અને એણે જ અહી થી આ બીજ ની ચોરી કરી છે.હવે એ ચોર હાથમા આવે એટલી વાર છે.એવો પાઠ ભણાવીશ કે જન્મો જનમ એ યાદ રાખશે."
ટુંક સમય મા મહારાજ ભીમ સેન પિસ્તાલીસ વર્ષ ના આધેડ માથી વીસ વર્ષ ના યુવાન દેખાવા લાગ્યા.
એમનો પંદર વર્ષનો રાજકુમાર કરણ સેન જે ગુરુકુળ મા અભ્યાસ અર્થે ગયો હતો.એ રાજમહેલ મા પાછો આવ્યો. અને એ પોતાના પિતાનો આવો કાયા કલ્પ જોઈને ઘણો જ આશ્ચર્ય ચકિત થયો.એણે પૂછ્યુ.
"પિતાશ્રી.આ કેવો ચમત્કાર છે?"
ત્યારે રાજાએ હસતા હસતા કહ્યુ.
"યુવરાજ.હવે તમે આવી ગયા છોને તો એ ચમત્કાર તમારી નજરે જ નિહાળજો."
થાક્યા પાક્યા ગુરુકુળ થી આવેલા રાજકુમાર સાંજે વહેલા સુઈ ગયા હતા..પણ મધરાતે એમની નીંદર ઉડી.તો બાગ માથી આવતી મધુરી સુગંધે એમને પોતાની તરફ આકર્ષિત કર્યાં.અને રાજકુમાર કરણ સેન મંત્ર મુગ્ધ થઈને રાજ બાગ તરફ ખેંચાયા.
રાજકુમાર એ ચમત્કારી વૃક્ષ પાસે જઈને ઉભા રહ્યા.અને જેવો એમણે વૃક્ષ પરથી પૂષ્પ તોડવા હાથ લંબાવ્યો કે એજ વખતે અમિષા અને રુપશા ત્યાથી નીકળી.
"અરે!આતો હૂહુ ગંધરવે જે બીજ આપેલુ એનુ જ વૃક્ષ લાગે છે?"
અમિષા બોલી.અને રુપશા એ એના પ્રશ્ન ને ઝીલી લીધો.
"હા.બેન.જો કેવી મહેંક છે એની."
"અને જો.એનો ચોરટો પણ ત્યાં જ ઉભો છે.હમણા એને એના કરતૂત નુ ફળ એને ચખાડું છુ."
કહીને અમિષાએ પોતાના હાથ માનો જાદુઈ દંડ વૃક્ષ પરથી ફૂલ તોડતા રાજકુમાર કરણ સેન તરફ ફેરવ્યો.અને રાજકુમાર જે સ્થિતિ મા ઉભો હતો એજ સ્થિતિ મા પથ્થર નુ પૂતળુ બનીને રહી ગયો.
(પ્રિય બાળ મિત્રો.આતો પેલી કહેવત છે ને કે.કરે કોઈ.અને ભરે કોઈ.એના જેવુ થયુ ખરુ ને?ચોરી કરી સોનેરી ચકલીએ. માર ખાધો મનુ માળી એ.માલ ખાધો હરિ માળી એ.અને સજા મળી લેવા દેવા વગરની રાજકુમાર કરણ સેન ને.હવે આગળ શુ થશે એ જાણવા અંતિમ ભાગ વાંચવો પડશે હો.)