એક હતો રાજા
સોનેરી ચકલી=4
(વહાલા બાળ મિત્રો.
અમિષા અને રુપશા નામની પરી બહેનો પૃથ્વી લોકમા આવીને એક સુમ સામ જગ્યાએ ખાડો ખોદવા લાગે છે શા માટે? જાણો છો? નહી ને?તો વાંચો આગળ.)
"આ જગ્યા બરાબર લાગે છે."
અમિષાએ કહ્યુ.
"હા બહેન.અને અહી કોઈ આવતુ જતુ પણ નથી લાગતુ."
રુપશાએ અમિષાના સુર મા સૂર પુરાવ્યો.
અને અમિષા જમીનમા ખાડો ખોદવા લાગી.
રુપશાએ કહ્યુ.
"બેન.તે કહ્યુ તો હતુ પણ મને ખાસ સમજાયુ ન હતુ.કે આ બીજ છે શેનુ?અને તને મળ્યુ કયાંથી?"
"ઠીક છે તો ધ્યાન થી સાંભળ."
અને અમિષાએ વાત માંડી.
"ઈન્દ્ર લોકનો ગંધર્વ હુહુ શિવ લોક થી આવી રહ્યો હતો.અને થાકી જવાના કારણે પરિસ્તાન મા વિસામો લેવા રોકાણો.મારી નજર તેના ઉપર પડી તો હુ એને મળવા ગઈ."
"કેમ છો હુહુ ભાઈ?"
મેં એના ખબર પૂછ્યા.મને જોઈને એ પણ પ્રસન્ન થયો અને બોલ્યો.
"મજામા છુ અમિષા.તુ કહે તુ અને રુપશા કેમ છો? અને શુ કરો છો આજકાલ?"
"અમે પણ કુશળ છીએ.અમને કામ જ શુ છે?હરવુ ફરવુ અને મોજ કરવી.પણ તમે આજે અહીં?"
"તને તો ખબર જ છે કે જ્યારે પણ હુ શિવલોકથી ઈન્દ્ર લોક જતો હોવ ત્યારે બે ઘડી અહીં વિશ્રામ કરી લવ છુ."
"કંઈ ખાસ કામથી ગયા હતા શિવ લોક?"
મેં પૂછ્યું તો હૂહુ એ.જે બીજ આપણે અહી રોપવા માટે ખાડો ખોદી રહ્યા છીએ ને.એવા ઘણા બધા બીજ પોતાના પહેરણના ખિસ્સા માંથી કાઢીને મને દેખાડ્યા અને કહ્યુ.
"આ ચિરંજીવી રહેવાના વૃક્ષના બીજ છે."
મને કંઈ સમજાયુ નહી આથી મે પૂછ્યુ.
"એટલે?"
તો એણે વિગતવાર મને સમજાવતા કહ્યુ.
"આ બીજ માથી જે વૃક્ષ ઉગશે એના ફુલો એટલા સુગંધીદાર હોય છે કે એના કારણે એની આજુબાજુ નુ વાતાવરણ મઘમઘતું.પ્રફુલ્લિત.અને તાઝગી ભર્યું થઈ જાય છે.અને એના ફૂલો નાના શંખ આકાર ના થાય છે.એ ફૂલોનો ગુલદસ્તો બનાવી ને રોજ સુંઘવામા આવે તો તમને કદીયે વૃદ્ધાવસ્થા ન આવે."
"ખરેખર?"
મારા તો માન્યા મા હુહુ ની વાત આવતી ન હતી.હુહુ ગંધર્વ આગળ બોલ્યો.
"ફ્કત આટલુ જ નહી.કોઈ વૃદ્ધ વ્યક્તિ ટુંક સમય
સૂધી નિયમિત એ ગુલદસ્તા ને સુંઘતો રહે તો એનુ યૌવન પાછુ આવે."
હુહું ગંધર્વ ની વાત સાંભળી ને મારાથી ન રહેવાયુ. મે કહ્યુ.
"હુહૂ ભાઈ.મને પણ એક બીજ આપોને."
મારી માંગણી થી હૂહુ ગંધર્વ ચોંક્યો.
"અરે બેન અમિષા.હુ તને આ બીજ ના આપી શકુ."
"કેમ?"
મે પૂછ્યુ.
"આ બીજ મને શિવજીના ગણો એ ગણીને આપ્યા છે.અને મારે ઈન્દ્ર દેવના હાથમા એ બીજ ગણીને આપવાના છે."
"એક ક્યાંક પડી ગયુ એમ બહાનુ કાઢજોને. બહેન માટે આટલુ નહી કરો?"
મારી વાત સાંભળીને હૂહુ જરાક નરમ તો પડ્યો.
"પણ અમિષા.ઈન્દ્ર અને ઈન્દ્રાણી ઘણી વાર વિહાર કરવા નીકળે.યા શિવ લોક મા દર્શન માટે જાય.ત્યારે પરિસ્તાન થી જ આવ જા કરે છે.અને આ બીજ તમે રોપો કે ફ્કત દસ દિવસ મા જ એનુ વૃક્ષ ઉગી નીકળે છે.એટલે ફ્કત દસ દિવસ મા જ આપણી તો પોલ ખુલી જાય.ઈન્દ્ર દેવ આખુ વૃક્ષ તો અહીંથી પાછુ લઈ જ જશે.અને મને શિક્ષા કરશે એ અલગ."
"તો હુ આ બીજને પૃથ્વી લોક મા લઈ જઈને રોપીશ.આ કેમ રહેશે?"
મારે ગમે તેમ કરીને હૂહુ પાસેથી બીજ લેવુ જ હતુ.કે જેથી આપણે બન્ને બહેનો એના ફૂલોની સુગંધ લઈને હંમેશા યૌવન યુકત રહી શકીએ.અને મારો આ પ્રસ્તાવ એને પણ ગમ્યો.
"હા.જો તુ વચન આપતી હો કે આ બીજ તુ પૃથ્વી પર જઈને જ રોપીશ તો હુ તને આ બીજ જરુર આપીશ."
"હુ.હુ.હુ તમને વચન આપુ છુ."
હુહુ પોતાનો નિર્ણય બદલે એ પહેલા મે ઝડપથી એને વચન આપી દીધુ.એટલે હુહુ એ મને બીજ આપતા કહ્યું.
"અમિષા.મે કહ્યુ એ યાદ છેને?બીજ રોપતા જ ફ્કત દસ દિવસમાં આમાથી વૃક્ષ ઉગશે.અને જો ધ્યાન થી સાંભળ.એ વૃક્ષ પર સૂર્યના આથમતા જ સમી સાંજે જ ફૂલો ઉગી નીકળશે.અને આજુ બાજુ ના વિસ્તાર મા ખુશ્બુ ફેલાઈ જશે.અને સવારે સુર્યના ઉદય સાથે બધા પુષ્પો વૃક્ષ પરથી ખરી પડશે.એટલે સાંજે જ ફૂલોનો ગુલદસ્તો બનાવી લેવો."
આમ અમિષાએ પોતાને બીજ કઈ રીતે મળ્યુ અને એ બીજમા ક્યા ક્યા ગુણ છે એ બધી વાત રુપશાને કરી.
બીજ જમીનમા રોપીને અમિષાએ કહ્યુ.
"ચાલ હવે આપણે જઈએ.અને દસ દિવસ પછી અહી ફરીથી આવીશુ."
અને બન્ને પરી બહેનો પુન:પરિસ્તાન રવાના થઈ ગઈ.
. સોનેરી ચકલીએ અમિષા ની વાતો સંતાઈ ને ઘણા ધ્યાન પુર્વક સાંભળી હતી.અને એને લાગ્યુ કે જો આ બીજ હુ બાપુ ને આપુ તો નકકી એનુ દારિદ્રય દુર થશે. લીલાએ મારી ઘણી મદદ કરી છે.બાપુ એ પણ ગરીબી હોવા છતા સિક્કાઓ આપીને પણ મારા માટે કેસરના ફૂલ લઈ આવ્યા હતા.અને મારી ભુખ સંતોષી હતી.હવે એમની મદદ કરવાનો મારા માટે આ સારો મોકો છે.
આમ વિચારીને એણે પોતાની ચાંચથી અમિષા એ રોપેલુ બીજ કાઢી લીધુ અને જમીન પાછી હતી એવી ને એવી કરી નાખી.અને બીજને લઈ એ ઝૂંપડીએ આવી.
લીલા સાથે રોજની જેમ ઈન્દ્ર લોક ની વાતો કરી.અને લીલા પાસેથી પૃથ્વી લોક ની વાતો સાંભળી.સાંજે મનુ માળી આવ્યો કે તરત સોનેરી ચકલીએ પેલુ બીજ મનુના હાથમા મુક્યું.
બીજ જોઈ ને મનુએ પૂછ્યુ.
"શેનું બીજ છે આ?"
"મારી વાત ધ્યાન સાંભળજો બાપુ."
સોનેરી ચકલી બોલી.
"આ શિવ લોક થી આવેલુ ચિરંજીવી રાખનારા પુષ્પો ના વૃક્ષનું બીજ છે.આને તમે રોપશો તો ફકત દસ દિવસમાં વૃક્ષ ઉગી નીકળશે.અને સુર્યના આથમતા જ એની ઉપર શંખ આકાર ના નાના નાના ફુલો ખિલી ઉઠશે.અને એ ફૂલો એટલા સુગંધીદાર હોય છે કે આજુ બાજુ નુ વાતાવરણ પણ મહેંકી ઉઠશે.ચારે તરફ ખુશ્બુ ફેલાઈ જશે. અને એ પુષ્પો નો ગુલદસ્તો બનાવી ને જો સુંઘવા માં આવે તો એ સુંઘનાર કદી વૃદ્ધ ના થાય.અગર કોઈ વૃદ્ધ વ્યક્તિ દરરોજ એ ગુલદસ્તા ને સુંધે તો એનુ યૌવન ધીરે ધીરે પાછુ આવે."
સોનેરી ચકલીએ લાંબુ વૃતાંત પૂરુ કર્યું લીલા અને મનુ આશ્ચર્ય થી એને સાંભળી રહ્યા.મનુ બોલ્યો.
"ચક્કી રાણી આતો ચમત્કારી ગુણો વાળુ બીજ કહેવાય."
"હા.ખરેખર.આને તમે કોઈ સુરક્ષિત જગ્યાએ રોપજો.અને એના ફૂલો નો ગુલદસ્તો તમારા રાજા ને બનાવીને આપશો તો એ તમને ખુશ થઈને માલા માલ કરી દેશે.તમારી ગરીબાઈ આ બીજ દૂર કરી દેશે."
સોનેરી ચકલી ઉત્સાહ ભેર બોલી.
"હા.આને હુ હમણા જ લઈ જઈને રાજબાગ મા રોપુ છુ."
મનુ બોલ્યો.પણ તરત સોનેરી ચકલીએ એને યાદ અપાવ્યુ.
"પણ બાપુ તમારો વડો માળી લાલચુ છે એ કેમ ભુલી જાઓ છો."
જવાબમા મનુએ કહ્યુ.
"હા એ લાલચુ છે.પણ રાજબાગ થી વધુ સુરક્ષિત જગ્યા બીજી ક્યા મળશે? અને એને હુ કહીશ કે મહારાજ જે ઈનામ આપશે એમાંથી અડધુ એને હુ આપીશ તો એ લાલચુ તો છે જ ને એ પણ રાજી રાજી થઈ જશે."
"હા એ બરાબર છે."
સોનેરી ચકલીએ મનુની વાત ને સ્વીકૃતિ આપી અને મનુ તરત રાજ બાગમાં ગયો તો હરિએ એને જોતા વેંત બોલ્યો.
"કાં ભાઈ કેમ પાછો આવ્યો? તારી તો છુટ્ટી થઈ ગઈ હતી ને"
તો મનુએ એને સોનેરી ચકલીએ આપેલા જાદુઈ બીજ વિશે વિસ્તારથી સમજાવ્યુ.અને પછી કહ્યુ.
"મહારાજ જે કંઇ ઈનામ મને આપશે એમાંથી અડધુ ઈનામ હુ તમને આપીશ"
મનુની વાત સાંભળીને લાલચુ હરિની દાઢ સળકી. એક અનોખી વિચિત્ર ચમક એની આંખોમાં ચમકી. મનોમન એક મનસૂબો એણે ઘડી લીધો અને મનુને એણે બીજ રોપવાની પરવાનગી આપી.
"જો ખરેખર આ બીજ આવુ ચમત્કારી હોય.અને એનાથી આપણને લાભ થવાનો હોય તો કરો કંકુ ના.પણ જો દસ દિવસમાં વૃક્ષ નથી ઉગ્યુ તો જોઈ લેજે તારી કેવી વલે કરુ છુ."
(બાળ મિત્રો.ચમત્કારિક વૃક્ષ ઉગશે તો ખરુને? શુ મહારાજ ભીમસેન મનુને માલામાલ કરશે કે મનુ માળી નુ નસીબ એને કંઈક અલગ.અનોખી જ મઝા ચખાડશે? વાંચજો પાંચમા ભાગમા)