જય શેટ્ટી - ભાગ 2 Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 51

    ભાગવત રહસ્ય-૫૧ નારદજી કહે છે-ભગવાનને કિર્તન ભક્તિ અતિ પ્રિય...

  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

શ્રેણી
શેયર કરો

જય શેટ્ટી - ભાગ 2

ભાગ 2

(વિશ્વ પ્રસિધ્ધ પોડકાસ્ટર, ઇન્ફ્લુઅન્સર, ઓથર જય શેટ્ટી વિશે પહેલા ભાગમાં એમના સ્કુલ સમયના અનુભવો - એમના વધારે વજનને કારણે થતી તકલીફો, એમનો એ સમયનો સ્વભાવ્, હાઇસ્કુલમાં ટીન એજ તોફાનો - કોલેજ અને કારકિર્દી વિશેના વિચારો અને એ જ સમય દરમિયાન ઇસ્કોનના એક 'મોન્ક' - સાધુના લેક્ચરમાં મળેલ એક મહા પરીવર્તનના સંકેત સુધી જાણ્યુ . હવે આગળ)

"મારે ભારત જઈ અને IsKCon મા જોડાઇ સધુ જીવનનો અનુભવ કરવો છે."

ઘરમાં લગભગ બોમ્બ પડ્યો હોય અને જે આંચકો લાગે,સન્નાટો છવાઇ જાય એવું વાતાવરણ થઈ ગયું. કેટલીયે મિનીટો એ ઘેરી ચુપકીદીમાં પસાર થઈ ગઈ.

"નક્કી કોઈએ બ્રઈન વોશ કર્યો છે. આજકાલ આવા લોકોનો રાફડો ફાટ્યો છે. આવા ઉગીને ઉભા થતા જુવાનીયાઓને ભરમાવે. ધતિંગ છે બધા. સ્ટોપ ગોઈંગ ટુ સચ લેક્ચર્સ. એન્ડ અટેન યોર બીઝનેસ સ્કુલ લેક્ચર. એ જ કામમાં આવશે" - પિતાનો ગુસ્સો બહાર આવ્યો. અને એ સ્વાભાવિક હતું

"આઇ હમ્બલી ટેલ યુ કે આ કોઇ બ્રેઇન વોશ કરનાર વાતો નથી. માઇન્ડ ઇઝ એલીવેટેડ ધેર" - જય શેટ્ટીએ નમ્રતા પૂર્વાક પોતાની વાતને યથાર્થ ઠેરવવાનો પ્રયાસ કર્યો.

"દોકરા, કદાચ તું  સાચો હોઇશ, તને જેણે આ રસ્તો બતાવ્યો એ પણ સાચા હશે. અમે હજી તો કામ-કાજ કરીએ છીએ પણ, તું સારી ડીગ્રી લઈને સારી જોબ મેળવે તો અમને કેટલો આનંદ થાય. અમને સપોર્ટ પણ મ્ળે. હા, તારે વેકેશનમાં એકાદ વાર ત્યાં મુલાકાત લેવા જવું હોય તો જજે. આ સાધુ જીવનના અનુભવની વાત ભૂલી જા બેટા." - મા એ એકદમ પ્રેમથી દિકરાને સ્મજાવ્યો.

"ઓકે ! લેટ્સ ડુ ધેટ વે. ત્યાં જઈને રહીશ તો વધારે સ્પષ્ટતા થશે" - જય શેટ્ટીએ વચલો રસ્તો કાઢ્યો.

જય શેટ્ટીમાં અંદરખાને પરીવર્તનનો પવન ફુંકાઇ ગયેલો. અલબત્ત, એણે જે કહ્યું એ માત્ર માતા-પિતાને સાંત્વન આપવા પુરતું ન હતું.એને પણ લાગ્યુ કે થોડો સમય પ્રાયોગિક ધોરણે જઈએ, આખી ફિલોસોફી અને પ્રક્રીયાને સમજીએ પછી, આખરી નિર્ણય પર આવીએ.આમ પણ, કોલેજીયન્સ ક્રિસમસ વેકેશનની આતુઅરતાથી રાહ જોતા હોય. બધાના અલગ-અલગ પ્લાન હોય, ફરવા જવાના કે પછી ક્રિસમસ પાર્ટીઝ માણવાના. જય શેટ્ટી પણ રાહ જોતા હતા. પ્લાન હતો ભારત જવાનો. જેની ઘેરી અસર હતી એ પુજ્ય શ્રી ગૌરાંગ દાસને મળવાનો. એમણે બતાવેલા માર્ગ, પધ્ધતિ પ્રમાણે ખરેખર ચાલી જોવાનો પ્રયત્ન અને પ્રયોગ કરવા જવું હતું એને.

 

ક્રિસમસ - નાતાલ એ ઇસુ ખ્રિસ્તના પુનરોત્થાનનો દિવસ છે. જય શેટ્ટી માટે ટ્રાન્સફોર્મેશનની દિશામાં પ્રથમ પગલું ભરવાનો દિવસ હતો. સંપુર્ણપણે ભારતીય કુટુંબમાં જન્મ અને ઉછેર પણ, આ બન્ને થયા ઇંગ્લેન્ડમાં જ એટલે ભારતની ધરતી પર ઉતરવાથી જ થ્રિલની શરૂઆત થઈ ગઇ...એરપોર્ટથી ઇસ્કોન સંસ્થા (મોનેસ્ટ્રી) સુધી જતા એણે જે જોયું, અનુભવ્યું એમાં જ સમાજ સાથે જોડાવાનો એક અંકુર ફુટી ગયો.

"ગુરૂજી, હું પહોંચી ગયો છું !"

"તું હજી તો આવ્યો છે.પહોંચવું એક પ્રક્રીયા છે."

"એ પ્રક્રીયામાંથી પસાર થવા જ આવ્યો છું"

""કેટલો સમય આપીશ?"

"15 દિવસ"

"થોડોક અણસાર આવે કદાચ જો મનથી કરીશ"

ગુરૂ સાથે અને અન્ય સત્સંગીઓ સાથે સાવ મુળભૂત પ્રાણયામ, ધ્યાન, સત્સંગ શરૂ થયા. જય શેટ્ટી માટે એકડો સાવ નવેસરથી ઘુંટવાની વાત હતી અને હજી તો પાટી પણ કોરી ન હતી. જો કે, એ સહેજ પણ ફેન્ટસી થી ન હતા આવ્યા, પુરેપુરી જીજ્ઞાસા સાથે આવ્યા હતા કે છે શુ આ સ્વની શોધ ! એ તો નિષ્ઠા અને પ્રતિબધ્ધતાની મચી પડ્યા એ શોધ માટે. અહીંની રહેણી અને દિનચર્યા આશ્રમ જીવન મુજબ હતા. કોલેજમાં માથે મોટા વાળ રાખીને ફરતા - અહીં મુંડન કરાવવાનું. ત્યાં બીઝનેસ સ્કુલ સ્ટડન્ટ હોવાથી સ્યુટ પહેરતા - અહીં સાધુ વેશ ધારણ કરવાનો. ઘરે તો સવારે ઉઠવાનો કોઇ નિશ્ચીત સમય ન હતો - અહીં સવારે 4 વાગે ફરજીયાત ઉઠી જવાનું હતું. 365 દિવસ ગરમ પાણીએ નહાતા - અહીં ડીસેમ્બરની ઠંડીમાં સાવ ઠંડા પાણીએ નહાવાનું. આ બધું બીજા જ દિવસથી સ્વીકારીને જય શેટ્ટી,નવા પથ પર ચાલવાનું શરૂ કર્યુ.

15 દિવસનો સમય હતો. 5 દિવસ પછી ગુરૂએ નવા શિષ્યને પાસે બેસાડીને પુછ્યું -

"શું અનુભવ થયો?"

"હજી તો જુનું ભુંસી રહ્યો છું" ..

"ગુડ, સાચી દિશામાં છે. હરે ક્રિષ્ણા !"

ધીરે-ધીરે લેયર્સ ઉતરતાં જતાં હતાં. થોડો પ્રકાશ દેખાયો.

15 દિવસ પુરા થયા. આ જ્ગ્યા, સત્સંગ, ગુરૂ અને પ્રક્રીયાનો પાવર એવો હતો કે અહીંથી નીકળ્યા પછી બધું જ રાબેતા મુજબ નહોતું થઈ જવાનું અહેસાસની જે મૂડી બંધાઇ હતી એ અકબંધ રહી. રી-વીઝીટની પૂર્ણ શક્યતા ઉભી થઈ ગઈ હતી.

જય શેટ્ટીની વેકેશન-વીઝીટ ચાલૂ રહી, હવે તો પ્રાચીન ભારતીય તત્વજ્ઞાના અનત અને અગાધ ઉંડાણમાં જવા મળતું એની સાથે આધુનિક અધ્યાત્મ અને આત્મજ્ઞાન સુધી જવાની પ્રક્રીયા, ધ્યાન અને ચિંતન, પ્રાણાયમ અને યોગા બધું સઘન રીતે જાણવા, પ્રયોગ કરવા મળતું.

આ બધી જ મુલાકાત માત્ર એક થી બીજા દેશની ન રહી. જાત સાથેની મુલાકાતની, આત્મ-ખોજ, સળંગ ધ્યાન ધ્યાન દ્વારા આત્મજ્ઞાનની રહી. આ જ કારણ હતું કે જય શેટ્ટી એ હવે દ્ર્ઢ નિર્ણય લઈ લીધો કે ગ્રેજ્યુએશન પછી એ કાયમ સાધુ વેશ ધારણ કરશે.

ત્યારે લીધેલ નિર્ણય અને આજે લીધેલ નિર્ણય વચ્ચે બહુ મોટો ફરક હતો. પરીપક્વતા અને સમજણ ખૂબ વિકસ્યા હતા.કુટુંબને દુ:ખ જરૂર થતું પણ્, વિરોધ અથવા અણગમો ન હતો. ગ્રેજ્યુએશન થઈ ગયું. એ વર્ષમાં જ જય શેટ્ટી એના 'સાધુ જીવન' વિશે ચર્ચામાં હતા. એ જ વર્ષે થોડો સમય ડેટીંગ પણ ચાલ્યું એક યૂવતી સાથે. મિશ્ર અનુભવો લેતા-લેતા ફાઇનલ એક્ઝામ થઈ ગઈ અને રીઝલ્ટપણ આવી ગયું. સારા માર્ક્સથી ઉત્તિર્ણ થયા પછી, નવી પરીક્ષા આપવા તરફ રવાના થયા. એરપોર્ટ પર કુટુંબના સભ્યો-મિત્રો સેન્ડ ઓફ આપવા આવ્યા. માતા-પિતા-બહેને બહુ ભારે હ્રદયે વિદાય આપી. વિમાન-યાત્રામાં સત અવઢવ રહી કે જે કરૂ છું એ બરાબર છે કે નહીં !

આ મુલાકાત બહૂ લાંબા ગાળાની મુલાકાત હતી. અત્યાર સુધી મુલાકાતી તરીકે આવતા, હવે સ્થાયી રહેવાના હતા. જ્ઞાન અને વિદ્યાના દરેક આયામો વધારે ઉંડાણથી જાણવા-સમજવાના હતા. આ વખતે તો ધ્યાન,યોગા અને પ્રાણાયમના સેશન્સ તીવ્ર ઠંડીથી લઈ તીવ્ર ગરમી હોય એવા સ્થાને જઈને કર્યા. અનેક જ્ગ્યાઓએ લાંબાગાળાના એકાંતના અનુભવ લીધા. કેટલાયે ગ્રંથોનુ સઘન અધ્યયન કર્યું. અમુક સમય પછી સત્સંગ લેવાનુ શરૂ કર્યો. મેળવેલ જ્ઞાન લોકો સાથે વહેંચવાનિં શરૂ કર્યું, નના ગ્રુપથી શરૂઆત કરી. ધ્યાનના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચીને  અને આત્મ-જ્ઞાનની વૃધ્ધિ થતી રહી. જય શેટ્ટી આ આખી પ્રક્રીયામાં Involvement થી જોડાયા હતા અને હવે તો Engross થઈ ચુક્યા હતા. આ માર્ગ સ્પષ્ટ હતો એટલે બધું જાણે એના પર સ્વયંસંચાલિત રીતે ચાલી રહ્યું હતું. જય શેટ્ટીને જે વિચાર્ અહીં સુધી ખેંચી લાવ્યો હતો એ જ - સમાજના લોકો માટે સત્સંગ માર્ગે રચનાત્મક અને પ્રેરણાત્મક કામ કરવા - હવે એમણે અમલમાં મુકવાનો શરૂ કર્યો. સતત 3 વર્ષ આ સત્કાર્ય ચાલુ રહ્યુ. જે દેશ-વિદેશમાં વિસ્તર્યું. જેના કારણે જય શેટ્ટીની ઉંચેરી, અલાયદી ઓળખ ઉભી થઈ ગઈ.

આ 3 વર્ષમાં એમણે ભૌતિક રીતે બધુ જ ગુમાવી દીધુ, સ્વ-વિકાસ, આત્મ-જ્ઞામાં પારંગત થયા અને સમાજ પર પૂર્ણ અસરકારક વ્યક્તિ (Accomplished Influencer‌) તરીકે અઢળક જ્ઞાન-વૈભવ અને લોકચાહના મેળવ્યા.

એ ફરી પાછા પોતાના કુટુંબ્ સાથે રહેવા ઇંગ્લેન્ડ આવી ગયા. અહીં પણ જ્ઞાન-સત્સંગના પ્રયોગો શરૂ કરવા હતા. હવે એ કોઇ પરંપરાગત જોબ માટે ઉત્સુક ન હતા. એક દિવસ એમના બીઝનેસ સ્કુલના મિત્રો મળ્યા. કોઈ પોતાના બીઝનેસ ચલાવતા, કોઇ મોટી કંમ્પનીમાં કામ કરતા. આ મિત્રોને જય શેટ્ટીની Influencer તરીકેની ઓળખ અને એના વ્યાપક પ્રભાવ વિશે માહિતી હતી. એ લોકોએ કહ્યુ કે કમ્પનીઓમાં કામ કરતા દરેક કર્મચારીઓ ખૂબ સ્ટ્રેસમાં રહે છે. એ લોકો પાસે એમાંથી બહાર આવવાનો કોઇ રસ્તો નથી. જય શેટ્ટીને ઓફર કરી કે 'તું આ સેક્ટરમાં કામ કર' ,

જય શેટ્ટીના જીવનનો નવો અને મૂળ અધ્યાય શરૂ થયો. એમણે મિત્રોની કમ્પનીઓમાં પોતે શીખેલ અને વિકસાવેલ આત્મ-ખોજ, આત્મ-જ્ઞાન અને આંતરીક શક્તિ વગેરેના પ્રયોગથી કર્મચારીઓને સ્ટ્રેસમાંથી બહાર લાવવાના સેશન્સ શરૂ કર્યા. તદન નિવડેલી અને સરળ પધ્ધતિઓ અને જય શેટ્ટીના સહજ - સબળ પ્રેઝન્ટેશન્સને કારણે પરીણામો બહુ સારા આવ્યા. અનેક જગ્યાએ એમને આ માટે વ્યાવસાયિક રીતે જોડવામાં આવ્યા.

આ સમય ટેકનોલોજીનો છે. જય શેટ્ટીએ એનો પુરો લાભ લઈ પોતાના સેશન્સ સોશિયલ miiડીયામા પોસ્ટ કરવાના શરૂ કર્યા. વ્યાપ વધ્યો. અમેરીકાની જણીતી મલ્ટીમેશનલ કમ્પનીઓએ એમને હાયર કર્યા. એ અમેરીકા શીફ્ટ થયા. ત્યં જઈ થાડા જ સમયમાં પોતાની કમ્પની શરૂ કરી, જેમાં પ્રેરણાત્મક પોડકાસ્ટ બનાવી એ યુ ટ્યુબ ચેનલ્સ પર વહેતા કર્યા. Influencer તરીકે અનેક લેક્ચર્સ તો ચલુ રહ્યા. પોતાના વિચારો પુસ્તક સ્વરૂપે પણ રજુ કર્યા. જેમાં Think Like A Monk પુસ્તક ખૂબ પ્રચલિત છે.

એક જ લેક્ચર એમાનો એક જ વિચાર - જય શેટ્ટીની આખી જીવન યાત્રા બદલાઈ ગઈ. એમને એવી પ્રચંડ પ્રેરણા મળી કે એના બળે મળેલ જ્ઞાનથી આજે આખા વિશ્વના કરોડો લોકો માટે એ પ્રેરણાસ્રોત બની ગયા છે. અલબત્ત એ હવે સાધુ જીવન નથી જીવતા. સાધુ ક્ક્ષાનું જીવન જરૂર જીવે છે અને એ કેવી રીતે જીવી શકાય એની તાલીમ આપે છે.. જય શેટ્ટી હવે કોઇ એક ટેગથી ઓળખાવાય એવા નથી એ વર્સેટાઇલ ફિગર છે... પ્રેરણમુર્તિ છે એ ચોક્કસ ઓળખ ખરી.જો તમારે પણ એમના જ્ઞાનથી પ્રેરીત થવું હોય તો પોડકાસ્ટ સેશન જુઓ .અથવા પુસ્તક વાંચવાનું શરૂ કરો.. “Think Like A monk” !!