જય શેટ્ટી - ભાગ 1 Bhushan Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જય શેટ્ટી - ભાગ 1

ભાગ 1

લંડનની એક શાળામાં પ્રાયમરી સ્ટાન્ડર્ડનો ક્લાસ છે ક્લાસના એક ખૂણામાં એક પ્રમાણમાં વધુ વજન વાળો બાળક, કશું બોલ્યા વગર બેસી રહે છે. બીજા છોકરાંઓ એને 'જાડીયો' કહીને ખીજવ્યા કરે. આ કારણે બાળકને શરમ આવે. રડવું આવે. આ શરમ અને સંકોચની પ્રકૃતિને કારણે ક્લાસમાં શિક્ષકો કંઇ પુછે તો એનો જવાબ ન આપે- ભણવામાં રસ પણ ઓછો થતો જાય - એટ્લે શિક્ષકોનો ગુસ્સો અને માર સહન કરવો પડે. ઘરે જઈ માતા-પિતાને વાત કરે. માતા પ્રેમથી સમજાવે.... શાળામાં આવીને શિક્ષકો સાથે વાત કરે .. બીજા છોકરાંઓને પણ પ્રેમથી સમજાવે - બાળકને શાળા પ્રત્યે અણગમો રહે પણ મા ના પ્રેમ ને કારણે શાળામાં જાય ખરો.

આ જ બાળક હવે હાઇસ્કુલમાં આવે છે,. ટીન એજર - એ પણ પશ્ચિમી સંસ્કૃતિનો - બને છે. -

"યાર, જય વી ઓલ આર ગેટીંગ યુંગ નાવ. શુ કરવું જોઇએ ?" - ટીન - 1

"ઓહ યા ! અત્યાર સુધી આપણે કીડ્સ હતા. નાવ ગ્રોન આપ 1 મસ્ટ ડુ સમથીંગ ડીફરન્ટ! સમથીંગ થ્રીલીંગ !" - જય ધ ટીન એજર.

"યેસ્સ 1 થ્રીલીંગ - બટ વ્હાટ ઇન ધેટ ?" ટીન -2

"લેટ મી થિંક..... યેસ્સ ,,કમ ક્લોઝ-કમ ક્લોઝ ,કોઇ ભણેશરી સાંભળી જશે તો ઉપાધિ ! - આપણે ક્લાસ બંક કરીને.. થોડે દુર આવેલા સ્ટોરમાં જઈએ - વીલ બાય સીગારેટ એન્ડ ધેન ગો ટુ અ પાર્ક - ઝાડની પાછળ ઉભા રહી સ્મોક કરીએ - મેઈડન સ્મોકીંગ @ 14

આ ટીન ટોળું ગયું - બે લેક્ચર પછી ડાહ્યા-સમરા થઈને બધા બેસી ગયા ક્લાસમાં - ટીચર નજીક આવ્યા. બધા ટેન્શનમાં - સ્મેલ ન પકડાઈ સદનસીબે ! બંક માટે ઠપકો મળ્યો. વાત પતી ગઈ.

થોડા વખત પછી આ ટીન ટોળી થોડી આગળ વધી, એકાદ ટીન ગર્લને લીધી ભેગી, - ડ્ર્ગ્સ એંડ વાઇન ! ઓહ ધેટ્સ કુલ ! એ વખતે Cool હોવું કે લાઇફમાં થ્રીલ લાવવું એટલે આ બધુ જ હતું. આ વખતે પકડાઇ ગયા. હાઇસ્કુલમાં હાહાકાર મચી ગયો. ટીન-એજર્સ ડ્રગ-વાઇન તરફ ગયા. બધાના પેરન્ટ્સને બોલાવ્યા. એક વીક માટે સસ્પેન્ડ થયા બધા જ.

જયના ઘરમાં સન્નટો. પિતાએ ઠપકો આપ્યો. માતાએ પણ પહેલા તોઅણગમો જ વ્યક્ત કર્યો પછી બાજી સંભાળી. શાંતિથી આ વ્યસનોથી થતા નુક્સાન વિશે સમજાવ્યું. ઘરની સ્થિતી સારી છે પણ એવી હાઇ-ફાઇ પણ નથી કે ભાણ્યા વગર ચાલશે. અમુક સમય અસર રહી આની. વળી પાછું ભૂત ઉપડ્યું .. નવા થ્રિલનું - વધારે Intense હતું એટલે પકડાયા ભેગાએક મહીના માટે સસ્પેન્ડ થયા. જયની લીડરશીપમાં બનેલી ટોળીમાં બધાને "કશુંક જુદું/ થ્રીલીંગ કરવું છે" એટલી જ ખબર હતી. થ્રીલની વ્યખ્યા મર્યાદિત હતી.

આ રીતે અલગ-અલગ અનુભવો અને ઘટનાઓમાંથી પસાર થઈને જય કોલેજમાં આવે છે. એના મગજમાં બે બાબતો હજી સપાટી પર રમે છે - 1. આ કોલેજ સ્ટડીને બધું કન્વેન્શનલ છે - કોઇ મજા નથી.  2. કંઇક અલગ કરવું જોઇએ. સપાટી પર હતું એના ઉંડાણમાં જવાનું હતુ- એ ગયા ,, અને ઊંડા ઉતરીને એવી ઉંચાઇ મેળવી કે આજે એ ઇન્ફ્લુઅન્સર, પોડકાસ્ટર, ઓથર, - જય શેટ્ટી જેવું મજબૂત વ્યક્તિત્વ બની ગયા. ચાલો એ સપાટી-ઊંડાણ-ઉંચાઇની ખરા અર્થમાં થ્રીલીંગ યાત્રામાં જઈએ.

6 સપ્ટેમ્બર, 1987 ના દિવસે લંડનમાં જન્મ થયો. માતા ગુજરતી અને પિતાદક્ષિણ ભારતીય. બન્ને વર્ષોથી ત્યાં જ સ્થાયી થયેલા.પિતા એકાઉન્ટન્ટ અને માતા ફાયનાશિયલ એડવાઇઝર. જયનું વજન નાનપણથી જ વધારે હતું. સ્વભાવે શરમાળ, અંતર્મુખી. સ્કુલમાં છોકરાં અને શિક્ષકો બધા તરફથી હેરાનગતિ રહેતી આ કારણોસર. બાળમાનસ પર અસર થાય. મા સમજાવે. પ્રેમથી કામ લે. પ્ર્રાયમરીનો ઇન્ટ્રોવર્ટ જય,, હાઇસ્કુલમાં પહોંચે. ટીન-એજ તોફાનમા પડે. પકડાય. સસ્પેન્ડ થાય. છેવેટે કોલેજ સુધી પહોંચે.

જયને શરૂઆતથી જ આ કન્વેન્શનલ એજ્યુકેશનમાં રસ ન પડતો. તો પણ, એ વખતે સબળ વિસ્રોધ કરવાની તૈયારી ન હતી અને વિકલ્પે શું? એનો જવાબ ન હતો,

"એ સમયે કોલેજમાં જનારા વિદ્યાર્થીઓને કુટુંબ અને બીજાઓ તરફથી એવું જ કહેવાતું કે - ડોક્ટર બનો. લોયર બનો અથવા ફેઇલ્યોર બનો." - જય શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં આ કહેલું.

હવે જયને સાયન્સના એકપણ વિષયમાં જરા પણ રૂચી નહીં. વકીલાત વ્યવસાય તરીકે સાવ અસ્વીકાર્ય હતી, આ સિવાયની વિદ્યાશાખાઓ સાથે 'ફેઇલ્યોર' જ જોડાયેલું છે એ થીયરી ખોટી હતી અને જય એની સાથે સહમત ન હતા. ઘણા બધા વિચારો અને ચર્ચાઓ પછી એ 'Queen Elizabeth Business School' માં પ્રવેશ લીધો,

લંડન જ નહીં ઇંગલેન્ડની પ્રતિષ્ઠીતિ બીઝનેસ સ્કુલ્સમાની એક કહેવાય આ કોલેજ.એડમીશન પ્રોસેસ અઘરી હતી. જયને વાંધો પારંપારીક શિક્ષણ સામે જ હતો, એની કેપેબીલીટી કે ઈન્ટલેક્ટ તો શાર્પ જ હતા. એટલે એ આ પ્રોસેસમાંથી પસાર થઇને પ્રવેશ મેળવી શક્યા. અહીં પણ,પેલી નિશ્ચીત ધ્યેય વાળી દોડ તો હતી જ. સારી બીઝનેસ સ્કુલ છે. સારી રીતે ભણો. ડીગ્રી મેળવો. સારી નોકરી મેળવો. આ બહુ કોમન અને પ્રેક્ટીકલ વાત જ કહેવાય આમ તો કે બધા આમ જ કરે. - જય વિચારે કે બધા એકસરખું શું કામ કરે ? - મારે મારી સ્કિલ્સનો ઉપયોગ જુદી રીતે કરવો છે, ગાડરીયા પ્રવાહમાં જ શું કામ જવું ? આ ભાઇના વિચારો પહેલેથી જ કદાચ 'ઓફ બીટ' હતા એ ત્યાં સુધી કે માતા-પિતા કહે એટ્લે મંદિરમાં જાય એની સાથે પણ, ભાવપૂર્વક ન જાય. હા, આ 'નોન કન્ફર્મીસ્ટ' અભિગમના મૂળ સુધી હજી જઈ શક્યા ન હતા. 'સ્પાર્ક' થવાનો બાકી હતો. અને એક વળાંક આવ્યો.

"જય, આજે હું એક સ્પીરીચ્યુઅલ પર્સનના લેક્ચરમાં જવાનો છું. બીજા એક-બે મિત્રો પણ આવે છે. યુ ઓલ્સો જોઇન !" - અચાનક એક સાંજે ક્લોઝ ફ્રેન્ડનો પ્રસ્તાવ આવ્યો.

"આઇ બીલીવ, આ રીલીજીયન એનાદ વ્હોટ યુ કોલ - પ્રિચર્સ - એમાં મને નહીં મજા પદે. યુ કેરી ઓન"

"નો નો. હી ઇઝ નોટ ફ્રોમ એની રીલીજીયન. નોટ અ પ્રિચર આઇધર. હી ઇઝ અ મોન્ક ફ્રોમ IsKCon"

 

"What is  IsKCon ?"

“International Society for Krishna Consciousness”

આ જે કંઇ કાને પડ્યું તે પહેલીવાર જ સાંભળ્યું પણ, પેલી જુદી અસર સાથે મન-હ્રદયમાં ગયું. અસર શું થવાની હતી એ તો એ સમયે જ જાણ થવાની હતી ,,જ્યારે એ લેક્ચરરૂમમાં જાય અને એ 'મોન્ક' ને સાંભળે !

જય મિત્રો સાથે લેક્ચર રૂમમાં પહોંચ્યા. ડાયસ પર જે વ્યક્તિ હતા એનો 'અટાયર' અલગ હતો. ચહેરા પર અજબ શાંતિ હતી. મુંડન કરેલ માથું એમની ગરીમામાં વધારો કરતું હતું. મંદ સંગીત સાથે 'હરે ક્રીષ્ણા-હરે રામ'ની ધૂન શરૂ થઈ. અનોખું વાતાવરણ બંધાઈ ગયું. .. અને અત્યંત હળવાશથી પેલા 'મોન્ક' - સાધુ ઉભા થયા અને લેક્ચર શરૂ કર્યું. થોડી મિનીટોમાં જ એમનો 'ઑરા ખંડમાં અને પછી લોકોમાંછવાવા લાગ્યો. બધા એકધ્યાન થવા લાગ્યા. તલ્લીન થઈ ગયા પછી તો.

જય માત્ર એક ફોર્માલીટી નિભાવવા જ ગયેલા પણ, આ ભારતીય લઢાણથી ઇંગ્લીશમાં શાંત ઝરણાની જેમ આવીને કાને પડતા શબ્દોની અસર અલગ હતી. કોઇ ભારે અધ્યાત્મ નહીં, ધર્મનો ઉપદેશ નહીં. માત્ર એક સામાન્ય માનવીનો શું ધર્મ હોઇ શકે એની જ વાત કરી રહ્યા હતા આ સહજપંથી સાધુ. ભારતીય દર્શન શાસ્ત્રનું અનતકાલીન તત્વજ્ઞાન, આધુનિક પધ્ધતિએ થતા માનસ વિકાસના પ્રયોગો અને ધ્યાનની મૂળભૂત પધ્ધટી અને આવશ્યકતા પર સરળ ભાષામાં વાતો પણ કરી. - એક જ વિચાર જે જય શેટ્ટીના ચિત્તમાં સડસડાટ ઉતરી ગયો અને જાણે અંદર એક નવું દ્વાર ખૂલીગયું. It came as a Big Change !

જય શેટ્ટી કહેલ આ સ્પાર્ક પ્રકારની અનુભુતિનો સાર આવો છે કે - "હું અને અમારી પેઢીના યુવાનો, માતા-પિતા અને આખો સમાજ એમ જ માનતો કે કોઇપણ વિદ્યાશાખામાંથી ડીગ્રી મળે, સ્કીલસેટ મળે, એના આધારે સારી જોબ લઈ સેટલ થવાનું. રીલેશનશીપમાં આવવાનું અને કમાઇને મિલકતો ઉભી કરવાની. - આ સાધુએ સાવ સરળ ભાષામાં એવું સાદું જ્ઞાન આપ્યું કે "તમારામાં જે શૈક્ષણિક લાયકાત આવે એ અને સ્વ - વૃધ્ધિ (Self Growth) અને સ્વ-શોધ (Self Discovery) કરીને એવી શક્તિ કેળવવી જોઈએ કે એ સમાજને કામમાં આવે. જે લોકો સાવ સ્વસ્થ અને વિકસેલા છે એની પણ આંતરીક શક્તિ વધે અને થોડા નિરાશ છે, પાછળ રહી ગયા છે એમને તો કેટલું નવું બળ મળે"

આંતરીક શક્તિના સમાજ પ્રત્યેના ઉપાયોગન ઍટલા સરળ અધ્યાત્મની આજ સુધી કોઇએ વાત જ નથી કરી. લેક્ચર પુરૂં થયા પછી ઘણા લોકો આ નોખા સાધુને મળવા, એની સાથે વાતચીત કરવા ગયા. જય શેટ્ટી પણ ગયા. પ્રાભાવિત તો હતા જ, એમની નજીક ગયા એટલે સાવ અંગત વ્યક્તિ હોય એમ વાત કરે એ અહેસાસ અલગ હતો. આ આમૂલાગ્ર પરીવર્તન લાવનાર સાધુ એટલે પૂજ્ય શ્રી ગૌરાંગ દાસ. જય શેટ્ટીની ઉંમર 19 વર્ષની એ વખતે. આ એકમાત્ર વ્યાખ્યાન અને જય શેટ્ટીનું જીવન 180 ડીગ્રીએ ફરી ગયું.

શું બન્યું એ 180 ડીગ્રી પરીવર્તન સુધી પહોંચતાં ? એ વધુ રસપ્રદ વાત લેખના હવેના ભાગમાં વાચો !