શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 3 સુરજબા ચૌહાણ આર્ય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 3

પોતાની રચેલ કવિતા સાવ ફિકી હોય કે સરસ હોય તો પણ કોને સારી નથી લાગતી? જે પારકી રચના સાંભળતા ખુશ થાય એવા ઉત્તમ પુરુષો જગતમાં વધુ નથી રહ્યા.

જગતમાં નદીઓ અને સરવરોની જેવા ઘણા મનુષ્યો હોય છે જેઓ પોતાની વૃદ્ધિ થતા જેમ તળાવો, નદીઓ પાણી મળતા ઉન્નત બને તેમ છકી જાય છે. પુણ્ય સાગર સમાય એવા કોઈક જ સર્જન સંસારમાં હોય છે,જે સાગર જેમ ચંદ્રની વૃદ્ધિ જોઈને ઉછળે એમ,બીજાને ઉન્નતિથી હર્ષિત થાય છે.

ભાગ્ય નાનું અને અભિલાષા બહુ મોટી કરું છું. એ એકમાત્ર એવા વિશ્વાસથી કેમ આ સાંભળી સર્જન સુખ પામશે ભલે દુર્જનો હાંસી કરે.

દુર્જનો મશ્કરી કરે તેથી મને લાભ છે. સુ મધુર કંઠવાળી કોયલ ને કાગડાઓ કર્કશ બગલા જેમ હંસની અને દેડકા જેમ ચાતકની હાંસી કરે તેમ મન મેલા દુર્જનો નિર્મળ વાણીની હાંસી કરશે.

જેમને કાવ્યમાં રસ નથી કે જેમને એમણે આ રચના આ હાસ્યરસ થી સુખ આપશે. કારણકે આ મારી રચના લોક ભાષામાં છે અને મારી બુદ્ધિ ભોળી છે. આમ આ આશિષ પદ હોય એને હસવામાં કોઈ દોષ નથી.

પ્રભુચરણમાં જેને પ્રીતિ નથી કે જેની પાસે સાચી સમજણ નથી એને કથા સાંભળવી લાગશે. પણ જે શ્રી હરી અને શંકરના ચરણમાં રમમાણ છે, જે કુતર્કી તેમને ભગવાન શ્રી રઘુવીર ની આ કથા મધુર લાગશે.

આ કથા શ્રીરામની ભક્તિ વડે વિભૂષિત હોવાનું સમજીને સજજનો એની સુંદર વાણીમાં સરાહના કરતા સાંભળશે એ ભલે હું તો નથી કવિ કે નથી વાણીવિલાસમાં કુશળ હું એવી બધી કળાઓ અને વિદ્યાથી રહી જ છું.

આમાં અક્ષરો, અર્થ અને અલંકારો ઘણા છે, અનેક પ્રકારના છંદોની રચના પણ છે. ભાવો અને રસોના અનેક ભેદ છે. તેમજ કાવ્યની દ્રષ્ટિએ અને ગુણદોષો પણ છે.

એટલે હું કોરે કાગળ સાચું લખી આપું છું કે મારામાં કાવ્યશાસ્ત્રનું જરાય જ્ઞાન નથી.

મારી રચના બધા ગુણોથી રહી છે છતાં એમાં એક જ પ્રસિદ્ધ ગુણ છે એનો વિચાર કરી સદબુદ્ધિ અને નિર્મળ જ્ઞાનવાળા સજ્જનો અને સાંભળશે.

આમાં શ્રી રઘુપતિ નું ઉદાહરણ નામ છે, જે અત્યંત પાવનકારી છે, જે વેદો, શાસ્ત્રો અને પુરાણોનો સાર છે. જે કલ્યાણ નું ધામ અને અમંગળ નો નાશ કરનારું છે, અને જેનો ભગવાન શંકર જાપ કરે છે.

જેમ બધી રીતે શણગાર કરેલી ચંદ્રમુખી સ્ત્રી વસ્ત્ર વિનાના શોભે એમ ઉત્તમ કવિઓએ કરચેલી અદભુત કૃતિ રામ નામ વિના શોભતી નથી.

એ જ પ્રમાણે બીજા બધા ગુણો ભલે ન હોય એવી એને કોઈ ખરાબ કવિએ રચેલો હોય તો પણ જો એ રામ નામથી અંકિત હોય તો તે જોઈને બુદ્ધિમાનો જ્ઞાનીઓ એનું આદરપૂર્વક ગાન કરશે. સંતો તો મધુકર ભમરાની જેમ ગુણ ગ્રાહી હોય છે.

આમાં ભલે કાવ્યનો એકેય રસ ન હોય પણ આની અંદર ભગવાન શ્રીરામનું પ્રતાપ સ્પષ્ટ છે. તેથી જ મને ભરોસો બેઠો છે. કારણ કે સત્સંગ થતા કોને મોટાઈ નથી મળતી?

ધુમાડો અગર નું સંઘ થતા સુગંધ પામી પોતાની સહજ કટોતા છોડી દે છે.મારી આ રચના ભલે સાવ કટીંગ છે પણ એમાં જગતનું કલ્યાણ કરનારી રામકથા વર્ણવાય છે એટલે તે પરમ સુંદર છે.

તુલસીદાસજી કહે કહે છે કે શ્રી રોગો નાથજી ની કથા કલ્યાણ કરનારી અને કળિયુગ ના દૂષણ દૂર કરનારી છે. આબેહૂદી કવિતા ની ચાલ પાવનકારી ગંગાજી જેવી વાંકી છે. ભગવાનના સુંદર યશના સંધ્યા કવિતા સરસ અને સજ્જનોના મનને ગમે તેવી થશે. સમશાનની રાખ પણ મહાદેવજીના અંગે લાગવાથી સોહામણી અને સ્મરણ માત્રથી પાવન કરનારી બને છે.

શ્રીરામના યશના સૌથી મારી કવિતા સૌને ખૂબ પ્રિય લાગશે. સામાન્ય લાકડું પણ મલાઈગીરીના સંગીત ચંદન જેવું વંદનીય બની જાય છે, પછી એને કોઈ સામાન્ય લાકડું ભણતું નથી.

કપિલા ગાય કડી હોય પણ તેનો દુધ શુભ્ર અને ગુણકારી હોય, તેથી બધા તેનું પાન કરે એમ આ સાવ ગામઠી બોલી માં લખાયેલ શ્રી સીતા રામની યશગાથા સૌ બુદ્ધિશાળી લોકો ખુશ થઈને ગાશે છે અને સાંભળશે.

મણી, માણેક અને મોતી ને અનુક્રમે નાગના ઉપર, પર્વત ઉપર, અને હાથીના ઉપર ગડસ્થળે એવી શોભા નથી લાગતી જેવા એ રાજાના મુગટમાં અને નવયુવતીના શરીર ઉપર શોભાયમાન લાગે છે.

ત જ જીતે બુદ્ધિમાનો કહે છે કે સારા કવિ ની કવિતા એક સ્થળે ઉત્તપન્ન થાય પછી બીજે સ્થળે શોભા પામે છે. સરસ્વતી તો ભક્તિને લીધે બ્રહ્મલોક છોડીને યાદ કરતા જ દોડી આવે છે.

માં શારદાનો આ દોડવાનો શ્રમ શ્રી રઘુનાથજીના ચરિત્રના સરોવરમાં નવરાવ્યા વિના બીજા કરોડ ઉપાય કર્યા છતાં દૂર થતો નથી. કવિ અને પંડિતો હૃદયમાં આમ વિચારીને કળિયુગના દૂષણો ને દૂર કરનાર શ્રી હરીના યશ નું ગાન કરે છે.

સામાન્ય સંસારીઓ ગુણગાન કરે તો સરસ્વતી માથું ધુણાવીને પસ્તાવો કરવા લાગે છે. કે હું આમની વચ્ચે ક્યાં આવી? બુદ્ધિમાન લોકો હ્રદયને સમુદ્ર બુદ્ધિને ચીપલી અને શારદાને સ્વાતિ નક્ષત્ર સમાન કહે છે.

આમાં જો સદવિચાર રૂપીજળ વરસે તો મુકતા ફળ જેવી સુંદર કવિતા નું સર્જન થાય છે.

આ કવિતા ના મુકતા ફળ મોતીને વિવેક પૂર્વક યોજનાથી વિધિ ને એમાં શ્રી રામ ચરિત્ર રૂપી સુંદર દોરો પરોવીને તેને સજ્જનો ધારણ કરે ત્યારે પવિત્ર હૃદયમાં અતિશય અનુરાગની શોભા ખીલે છે.

આ ભયંકર કલિકાલમાં જે જન્મ્યા છે, જેન્સના રૂપમાં કાગડા જેવી કરણી કરવા વાળા છે, જેવો વેદ માર્ગ છોડીને ખોટે રસ્તે ચાલનારા છે, જે કપટની મૂર્તિ અને પાપોથી ભરેલા છે,

જેઓ શ્રીરામના ભક્ત કહેવરાવીને લોકોને ઠગે છે, જેવો સુવર્ણ લોભ ક્રોધ અને કામના ગુલામ છે. જે ધીંગા મસ્તી કરનારા છે, ધર્મનો ધજાગરો લઈને ફરનારા દંભી ખોટા ધંધા કરીને તેનો ભાર વેચનારા છે એવા બધા લોકોમાં મારી ગણના સૌથી આગળના પ્રથમ હરોળમાં છે.

જ હું મારા આવકનો કહેવા માંડુ તો વાત લાંબી થઈ જાય અને છતાં તેનો પાર ન આવે એમ મેં આ તો સંક્ષેપમાં જ વર્ણન કર્યું છે પણ લોકો થોડામાંથી જ બધું સમજી જશે.

મારી અનેકવિધ વિનંતી ધ્યાનમાં લઈ કોઈ આ કથા સાંભળી દોષ નહીં દે તેમ છતાં જો કોઈ આમાં આશંકા કરશે તો એ મારા કરતાં પણ મોટો જળબુદ્ધિ અને કંગાળ હશે.

હું નથી કવિ કે નથી મારી જાતને હોશિયાર ગણાવતો. મારી બુદ્ધિ પ્રમાણે શ્રીરામના ગુણો ગાઉ છું. ક્યાં શ્રી રામ નો અપાર ચરિત્ર અને ક્યાં મારી સંસારમાં આશક્ત અલ્પમતિ?

જે પવન મેરુ પર્વત ને ઉડાડી મૂકે એને રૂ શું વિચારમાં? શ્રીરામનું અમાપ એશ્વર્યા જોતા તેમની કથા કહેવામાં મારુ મન બહુ સંકોચ પામે છે.

કારણકે સરસ્વતી, શેષનાગ, શંકર, બ્રહ્મા, વેદ, પુરાણ, એ સૌ જેને માટે આવા નહીં આવા નહીં એમ કહીને જેનું નિરંતર ગુણગાન કરે છે.

એવા શ્રી રામની પ્રભુતા અવર્ણની હોવાનું સૌ જાણે છે છતાં જેની કથા ગાયા વિના કોઈ રહ્યું નથી. વેદો એનું કારણ આપ્યું છે અને અનેક રીતે પ્રભુ ભજનનો પ્રભાવ ગાયો છે. જેને કોઈ ઈચ્છા નથી અને કોઈ આકાર નથી, તેમજ કોઈ નામ નથી એવા અજન્મા, સચિદાનંદ સ્વરૂપ, પરમધામ એવા આખા વિશ્વમાં વ્યાપેલા ભગવાનને નર દેહ ધારણ કરી નાના પ્રકારે લીલા કરી.

(ક્રમસ )