શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 1 સુરજબા ચૌહાણ આર્ય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 1

વર્ણમાળાના વર્ણો, તેનાથી થતા શબ્દો, તેના અર્થો, અને એ અર્થોમાંથી ઉત્પન્ન થતાં અનેક વસ્તુઓ અને અલંકારોથી યુક્ત શાસ્ત્રોથી જગતનો હિત કરનારા ભગવતી સરસ્વતી અને ગણેશને હું વંદન કરું છું.

શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ પારવતીજી અને શિવજીને હું વંદન કરું છું. જેમના વિના સીધો પોતાનામાં રહેલા ઈશ્વરને જોઈ શકતા નથી.

જ્ઞાનમય અને અતિ અવિનાશી એવા શ્રી શંકરરૂપી ગુરુને હું વંદન કરું છું. જેમનો આશરે લેવાથી વાંકો હોવા છતાં ચંદ્રને પણ સર્વત્ર વંદન કરવામાં આવે છે.

શ્રી સીતાજી અને શ્રીરામના અનંત ગુણોરૂપી પવિત્ર અરણ્યમાં વિહાર કરનારા, વિશુદ્ધ જ્ઞાનવાળા, કવિઓમાં ઈશ્વર વાલ્મિકી તથા કભી પતિ શ્રી હનુમાનજી ને હું વંદન કરું છું.

ઉત્પતિ, સ્થિતી અને સહાર કરનારા,કલેશોને દૂર કરનારા , બધા કલ્યાણનો કરનારા શ્રી રામચંદ્રજીના પ્રિયતામાં શ્રી સીતાજીને હું નમસ્કાર કરું છું.

આખો વિશ્વ બ્રહ્મા વગેરે દેવો, દાનો એ સર્વ જેમની માયાને વસ રહીને વર્તન કરે છે, જેમની સત્તા હેઠળ દોરીમાં જેમ સાપનું ભ્રમ થાય એમ આ સમસ્ત જગત સત્ય પાસે છે.અને જેમના ચરણો જ ગંગા સાગર કરવાની ઈચ્છા વાળાઓ માટે હોડી સમાન છે તે સમસ્ત જગતના સર્જનહાર ભગવાન શ્રીરામને હું વંદન કરું છું.

અનેક પુરાણોમાં વેદો અને શાસ્ત્રોમાં જે સ્વીકૃત છે, મહર્ષિ વાલ્મિકી એ રામાયણમાં અને બીજા સંતોએ અનેક પ્રકારે કહેલ છે તે શ્રી રઘુનાથજી ની મનોહર કથા પોતાના અંતઃકરણના સુખને માટે તુલસીદાસજી મીઠી મધુરી લોક ભાષામાં તૈયાર કરીને વર્ણવે છે.

જેમનું સ્મરણ કરતા સિદ્ધિ મળે છે, એ મોટા હાથીના મુખવાળા બુદ્ધિના ભંડાર અને શુભ ગુણોના નિવાસ એવા શ્રી ગણપતિજી કૃપા કરો.

જેમની કૃપાથી મૂંગા ઘણું સરસ બોલી શકે, અને અપંગ કઠિન પહાડ ચડી જાય એ કળિયુગમાં સૌ પાપો ના નાસ કરનારા ઈશ્વર કરુણા કરો.

જે નીલકમળ જેવા શ્યામ રંગના છે, રાજા લાલ કમળ જેવા જેના નેત્રો છે, અને જે સદાય શિર સાગરમાં સયન કરે છે ભગવાન નારાયણ મારા અંતરમાં નિવાસ કરો.

જેમનો દેહ મોગરાના જેવો અને ચંદ્રમાના જેવા શ્વેત છે એ ઉમાપતિ, જેમને દિનજનો પર પ્રેમ છે અને જેમણે કામદેવનો નાશ કર્યો છે ભગવાન શિવ કૃપા કરો .

મહામૂહના ગઢ અંધકાર માટે જેમના વચનો સૂર્ય કિરણ રૂપ છે એ કૃપા ના સાગર અને મનુષ્ય રૂપમાં સાક્ષાત શ્રી હરિ એવા ગુરુદેવના ચરણ કમળને વંદન કરું છું.

સુરુચીકર સુવાસિત સરસ અને અનુરાગ યુક્ત સંજીવની જડીબુટ્ટીના ચૂર્ણ જેવી અને સર્વ ભવરોગોનો ક્ષમન કરનારી ગુરુદેવજીના ચરણ કમળની રજને હું વંદન કરું છું.

ગુરુ ચરણ રજ ભગવાન શિવજીના શરીર પર ને પવિત્ર ભસ્મ જેવી જે કલ્યાણ કર આનંદની જન્મદાત્રી છે, ભક્તજનોના મનરૂપી સુંદર અરીસા નો મેલ હરનારી સ્વચ્છ કરનારી અને જેનું તિલક કરતા સર્વ ગુણોને વશ કરનારી છે.

શ્રી ગુરુચરણ ના નખરૂપી મણિઓના સમૂહને જ્યોતિ નું સ્મરણ કરતા હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ ખુલે છે. એ દિવ્ય પ્રકાશ જેના અંતરમાં થાય એના મોટાભાગે કારણ કે એ પ્રકાશના અંધકારને દૂર કરે છે.

એનાથી હૃદયના નિર્માણ નેત્રોદ્રષ્ટિ ઉઘડે છે અને સંસાર રાત્રીના સર્વ સંસારિક દુઃખો અને દોષો પાપો મટે છે અને ખાણમાંના ગુપ્ત તેમજ પ્રકટ શ્રી રામચરિત રૂપે મળી અને માણેકના દર્શન થાય છે.

જેમ કોઈ સુગના સિદ્ધાર્થ કાંકમાં સિદ્ધાંજતા કહ્યુંતુંક્તિ પૃથ્વી પર પહાડો બનો વગેરેની સમૃદ્ધિને સ્પષ્ટ જોઈ શકે તેમ, ગુરુદેવની ચરણો રોજ સુંદર મજાની સિદ્ધાંજલ જેવી છે જે આંખના સર્વ દોષો દૂર કરનાર અમૃત સમાન છે તેનાથી મારા વિવેક રૂપી નેત્રોને પવિત્ર કરીને હું ભવમોચન શ્રી રામચરિત વર્ણવું છું.

સર્વ પ્રથમ હું મોતી ઉત્પન્ન સર્વે સંસયો દૂર કરનાર બ્રાહ્મણોના ચરણે વંદન કરું છું. તેમજ સર્વે ગુનોની ખાણ એવા સજન સમાજને પ્રેમપૂર્વક અને મધુર વાણીથી પ્રણામ કરું છું.

સજનો સંતોના ચરિત્ર જીવન કપાસ જેવા શુભ હોય છે જેના ફળ નિરસ શુદ્ધ અને ગુણવાડા હોય છે, જે જાતે દુઃખ વેઠીને બીજાના છિદ્રોને દોષોને ઢાંકે છે એ સંતો વંદનીય છે તેમને જગતમાં યસ મેળવ્યો છે.

સંત સજન સમાન આનંદ મંગળમય છે જે આ જગતના હરતા ફરતા તેતરાજ પ્રયાગ સમાન છે જ્યાં શ્રીરામ ભક્તિની સૂર સરિતા ગંગાજીની ધારા, બ્રહ્મવિચારના ફેલાવવા રૂપી સરસ્વતી છે.

જ્યાં વિધિ નિષેધ કર્તવ્ય કર્તવ્ય મય કર્મોની, કળિયુગમાં મેલ પાપોને દૂર કરનારી, યમુનાજી જેવી કથા વર્ણવી છે. વળી જ્યાં હરિ અને હર વિષ્ણુ અને શિવની કથા ત્રિવેણી રૂપે વિદ્યામાન છે જે સાંભળતા સર્વ મંગળ સુખ આપે છે.

આ સંતરૂપી પ્રયાગમાં સ્વ ધર્મ પર પાકો વિશ્વાસ એ અક્ષય વડ છે, સત્કર્મોએ પ્રયાગ નો મેળો છે. એ સંતો દેશ કાળ ની બાધા વિના સરળતાથી સુલભ થાય છે અને તેમની આદરપૂર્વક સેવા કરવાથી સત્સંગ કરવાથી દુઃખોનો નાશ થાય છે.
આ તીર્થ રાજ અવલોકિક અને અવર્ણનીય તેમજ તાત્કાલિક ફળ આપનાર અને પ્રત્યક્ષ પ્રભાવ વાળા છે.
જો ભક્તજન આ સંત સમાજરૂપી પ્રયાગ નો સત્સંગ કરી તેમને સમજપૂર્વક સાંભળશે અને અતિ પ્રેમપૂર્વક તેમાં મગ્ન થશે તો આજીવનમાં ધર્મ અર્થ કામ મુખ સે ચારે ફળ પામશે.

આ તીર્થ સહન સત્સંગનું ફળ તો તરત જ દેખાય છે કાગડો કોયલ બને અને બગલો અંશ બની જાય એવું વર્તન કરતો થઈ જાય એમ સાંભળતા કોઈ અચરજ પામશો નહીં કેમકે સત્સંગનો મહિમા છાનો નથી. અંગે નરસિંહ વાલ્મિકી એ નારદજીને અને અગત્ય ઋષિએ પોતપોતાના અનુભવો સ્વમુખે કહ્યા છે.

આ જગતમાં જળ ચેતન પાણીમાં રહેનારા આકાશમાં વિહરનારા અને જમીન પર ચાલનારા સૌ જીવો છે. તેમાંથી જેમણે જ્યારે જ્યારે એને જ્યાં જ્યાં પોતાની મેળે અત્ન પૂર્વક અકલ કીર્તિ સદગતિ સમૃદ્ધિ અને ભલાઈ પ્રાપ્ત કરી છે તે બધા સત્સંગનો જ પ્રભાવ સમજવો શાસ્ત્રો કે લોક રીતે માં સત્સંગ સિવાય એ પ્રાપ્તિ માટે બીજો કોઈ માર્ગ જણાવ્યું નથી.

સતક વિના વિવેક આવી શકતો નથી અને શ્રીરામની કૃપા વિના સત્સંગ મળી શકતો નથી સત્સંગે સર્વ મંગળસુકો નું મૂળ છે એ જ તેની સીધી ફળ અને સર્વસાધનો એના ફૂલો છે.

જેમ પારસમણિના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે એમનું દુષ્ટ પ્રકૃતિનો માણસ પામે તો સુધરી જાય. નસીબ જોગે જો સજન વ્યક્તિ કુસંગમાં ફસાય તો પણ નાગના માથાની મળીને જેમ પોતાના ગુણો અનુસાર જ વર્તે છે.

બ્રહ્મા વિષ્ણુ મહેશ અને કવિઓ અને પંડિતોની વાણી પણ સંતોનો મહિમા ગાતા સંકોચાય છે તો તે મારાથી કેવી રીતે કર્યો જાય શાકવૈજ્ઞાનિક હીરા નું મૂલ્ય કાંઈ આંકી શકે ખરો.

જેમના જીતમાં સદા સમતા છે જેને કોઈ ઇત શત્રુ હોતા નથી ખોબામા ના પુષ્પો જેમ બેઉ હાથને એક સાથે છૂટ્યા હોય અને એક હાથે ભેગા કર્યા હોય તો પણ સરખા સુગંધિત કરે છે તેમ સંતોષ સરળ ચિત્રોડા જગતનો હિત કરનારા અને સ્વભાવિક રીતે જ સ્નેહાળ હોય છે. મુજી બાળકની વિનંતી સાંભળી કૃપા કરીને તેઓ મને શ્રી રામચંદ્રજીના ચરણમાં પ્રીતિ આપો.

હવે હું સુદ ભાવે દુષ્ટોને વંદન કરું છું, જેવીના કારણે પણ પોતાનો હિત કરનારા વિરુદ્ધનું વર્તન કરે છે, બીજાને નુકસાન થાય એ જ જેને મને લાભ છે, અને બીજા ઉકડી પડે ઉજળ થાય એમાં આનંદ અને બીજાનું વસી જાય સુધરે જેને મન દુઃખનું કારણ છે.

(ક્રમસ )