બે ઘૂંટ પ્રેમના - 19 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે ઘૂંટ પ્રેમના - 19


" કરન એટલે તો હું મારી ભૂલ સ્વીકાર કરું છું ને, હું તને સમજવામાં નિષ્ફળ રહી એનું મને દુઃખ છે.... મેં ગુસ્સામાં આવીને ન કહેવાનું કહી દીધું અને આપણે જુદા થઈ ગયા...અને એનો મને અફસોસ છે...પછતાવો છે...પ્લીઝ કરન મને માફ કરી દે....." રિયા એ ધીમેથી કરનનો હાથ પકડી લીધો અને પોતાની તરફ કરીને બોલી. " કરન....આઈ લવ યુ સો સો મચ......" આટલું કહેતા જ રિયા કરનને ભેટી પડી. કરનને જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હોય એમ બસ મૂર્તિ બની ઊભો રહી ગયો. થોડાક સમય માટે તો કરને પોતાના બન્ને હાથ રિયાથી દુર રાખ્યા હતા પણ જેમ ધડકનની ગતિ તેજ થવા લાગી એમ કરન પણ પિઘળવા લાગ્યો અને અંતે આંખો બંધ કરીને રિયાને દિલથી ભેટીને રડવા લાગ્યો. બંન્ને ભૂતકાળના એ શ્રણોમાં જતા રહ્યા જ્યારે બન્ને પ્રથમ વખત મળ્યા હતા.

**************************************
એડમિશન માટેની લાંબી લાઈન લાગી હતી. હજુ પણ ઘણાં સ્ટુડન્ટો કોલેજમાં પ્રવેશ કરવા માટે કડી મહેનત કરી રહ્યા હતા. લિમિટેડ સીટ સાથે આ કોલેજ આસપાસના વિસ્તારોમાં નંબર વન કોલેજ ગણાતી હતી. આ જ કોલેજમાં એક હેપી નામનું ગ્રુપ કોલેજના કેમ્પસમાં ચિલ કરી રહ્યું હતું.

" યાર સ્કૂલેથી કોલેજમાં તો પહોંચી ગયા પણ સ્કૂલ જેવી કોલેજમાં મઝા જ નથી આવતી..."

" એની માટે ક્લાસ પણ અટેન્ડ કરવા પડે બકા...આમ કેમ્પસમાં બેસીને કોલેજ એન્જોય ન થાય .."

" તું શું વિચારે છે? હેપી? ક્લાસ અટેન્ડ કરવા છે?"

હેપી કોલેજનો સૌથી હેન્ડસમ અને ડેશિંગ પર્સનાલિટી ધરાવતો છોકરો. જેનું કોલેજ આવવાનું માત્ર એક જ લક્ષ્ય હતું ભોળી ભાલી છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને એમનો ફાયદો ઉઠાવવાનો.

" તો શું આપણે ગાર્ડનમાં બેસવા આવ્યા છીએ...ચલ અને મારી બેગ સાચવીને લઈ લેજે..." હેપી એ બેન્ચ પરથી ઉતરતા કહ્યું.

કોલેજ શરૂ થયાનો આજ પહેલો દિવસ અને એમાં પણ કરન લેટ પહોચ્યો. " લાગે છે લેક્ચર શરૂ થઈ ગયા! હવે મારે ક્યાં ક્લાસમાં બેસવાનું હશે?" બેગને ટાઈટ પકડીને કરન ચારેકોર નજર ફેરવતો કોલેજની બિલ્ડીંગને નિહાળી રહ્યો હતો. ત્યાં જ અચાનક પાછળથી એક છોકરી દોડતી દોડતી એની સાથે અથડાઈ અને બન્ને જમીન પર ધડામ દઈને પડ્યા.

" આઈ એમ સો સોરી....એક તો ઘરેથી નીકળવામાં લેટ થઈ ગયું અને એમાં પણ આજ બસ મોડી પડી....અને જ્યારે અહીંયા પહોંચીને જોયું તો ક્લાસ શરૂ થઈ ગયા ! એટલે હું તુરંત ભાગી...કોલેજનો આ જ પહેલો દિવસ છે ને આમ ક્લાસમાં લેટ પહોંચીએ તો સારું ન લાગે ને!..."

એ છોકરી અજાણ્યા યુવક સાથે એ રીતે કલબલ કરી રહી હતી જાણે એ એને વર્ષોથી જાણતી હોય અને આ છોકરી બીજી કોઈ નહિ પણ આપણી રીયા હતી.

રિયાના દસ માર્ક્સના લાંબા ફકરા સામે કરન એક લાઈન પણ ન બોલ્યો તો રિયા એ એમને કહ્યું. " લાગે છે આ ટક્કરથી તમારી યાદદાસ્ત જતી રહી! હેલો..."

" તમને ખબર છે BCA નો ક્લાસ ક્યાં છે?" કરને સીધો સવાલ પૂછી નાખ્યો.

" તે BCA માં એડમીશન લીધું છે...?"

" જી..."

" તો ચલ મારી સાથે હું પણ BCA ની જ સ્ટુડન્ટ છું..."

બન્ને એ એકસાથે ક્લાસમાં એન્ટ્રી કરી.

" કોલેજના પહેલા જ દિવસે લેટ!..." પ્રોફેસરે એ બન્ને રોક્યા અને કહ્યું.

" સોરી સર..."

" નેક્સ્ટ ટાઇમ...નો લેટ... અન્ડરસ્ટેન્ડ?"

" યસ સર..." બન્ને તુરંત બેન્ચ પર જઈને બેસી ગયા.

45 મિનિટ ચાલેલા આ પહેલા લેક્ચરમાં કરનનું ધ્યાન બસ રિયા તરફ હતું. અને હોઈ પણ કેમ નહિ કરન પહેલી વાર કોઈ છોકરી સાથે ટકરાયો હતો. એક પછી એક એમ બે લેક્ચર પૂર્ણ થતાં 30 મિનિટનો બ્રેક પડ્યો.

લોકો એકબીજા સાથે મળીને નવા મિત્રો બનાવી રહ્યા હતા પરંતુ કરન લાસ્ટ બેન્ચ પર બેસીને લોકોને તાકી રહ્યો હતો.

અહીંયા રીયા એમની સ્કૂલ ફ્રેન્ડ સાથે બેસી હતી.

" કોલેજના પહેલા જ દિવસે તે છોકરો પણ ફસાવી લીધો! તે તો બુલેટ ટ્રેનને પણ પાછળ પાડી દીધી..હે.."

" શું કંઈ પણ બોલે છે... એ તો હું ભૂલથી એની સાથે ટકરાઈ ગઈ હતી...અને વાતવાતમાં એણે કહ્યું કે એ પણ BCA નો જ કલાસ શોધે છે તો હું એને મારી સાથે લઈ આવી....ચલ બહાર કેન્ટિનમાં જઈને નાસ્તો કરીએ..."


ક્રમશઃ