" મમ્મી ક્યાં છે ? ત્યાં નથી તો ક્યાં ગયા છે.?
તમે લોકો આટલું ધ્યાન નથી રાખતા ? તો શું ફાયદો તમારે ત્યાં પૈસા ભરીને એમને સાચવવા રાખવાનો..... "
આરુષે ફોન પલંગ પર ફેંક્યો અને ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. 😡
આહના રસોડામાંથી દોડતી દોડતી આવી...
" શું થયું? આટલા ઊંચા અવાજમાં કોની સાથે વાત કરતા હતા? ફોન કેમ પટકી દીધો? "
" મમ્મી વૃદ્ધાશ્રમમાં નથી. એ લોકોને મમ્મી ક્યાંય આસપાસ મળ્યા પણ નહીં. હવે આપણે મમ્મીને ક્યાં શોધીશું? "
આહનાને હવે પૂરી વાત સમજાઈ ગઈ.
***** ****** ****
આરુષ અને આહનાએ લવ મેરેજ કર્યા હતા. આરુષ tall, dark and handsome છોકરો હતો....એની સામે આહના પણ કંઈ ઓછી ન હતી... નમણી નમણી, વાંકડિયા વાળ, સુંદર લચીલો ઘાટ વાળું શરીર, દેખાવમાં એ હિરોઈનોને પણ પાછળ છોડી દે. બંને કોલેજમાં એન્જિનિયરિંગ ભણતા ત્યારથી જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.
આરુષ ના ઘરમાં, આરુષ અને એના મમ્મી જ રહેતા હતા. એટલે જ્યારે ભણવાનો પૂરું થયું ત્યારે કોઈની પરમિશન લેવાનું જરૂરી ના સમજી તેને આહના સાથે રજીસ્ટર મેરેજ કરી લીધા હતા.
આરુષ અને આહના બંને નોકરીએ જાય. આરુષના મમ્મી ઘર સંભાળે. આહના લાડકોડમાં મોટી થયેલી હોવાથી કોઈ જવાબદારીઓ લેતી નથી. મંમ્મી અને આહના વચ્ચે સતત ઝઘડાઓ થયા કરે. આરુષ બંનેથી હવે કંટાળી ગયો હતો.
એ આહના ને છોડી શકે એમ ન હતો અને એના મમ્મીને કંઈ કહી શકે એમ ન હતો.
" તારા મમ્મી જેવી જુના વિચાર વાળી લેડીસ સાથે હું નહીં રહી શકું... તારે હવે ફાઈનલી કાં તો મને કાં તો એને બેમાંથી એકને ઘરમાં રાખવા પડશે. તારે જો એમની સાથે રહેવું હોય તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. .. "
" એવું તો ના બોલ, હું એમનો એકનો એક દીકરો છું.આપણે એમને નહીં સાચવીએ તો એ ક્યાં જશે? "
" મને નથી ખબર એ ક્યાં જશે? પરંતુ હું મારા પિયર જતી રહીશ... તને સારી રીતે ખબર છે કે હું ઘરે કેટલી જાઓ જલાલી રહી છૂ અને તારા નાનકડા ઘરમાં ખાલી ને ખાલી તારા પ્રેમ માટે આવી છું. પરંતુ તારી મમ્મીએ આને મહાભારત નું મેદાન બનાવી દીધું છે. એણે મારું જીવવાનું હરામ કરી દીધું છે. "
આહના અને આરુષ ની મમ્મી વચ્ચે ઝઘડાઓ ચાલ્યા કરતા હતા.ઘણા સમયે મોટા પાયે ઝઘડાઓ થઈ જતા જેને કારણે આંખો પાડોસ સાંભળતો હતો. આરુષ માટે પણ જીવન કડવા અનુભવોથી ભરાઈ ગયું હતું.
આહના અને આરુષ એક દિવસ એવું નક્કી કરે છે કે મમ્મીને નજીકના વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ અને એમને ત્યાં સારી સર્વિસ મળે એ માટે પૈસા ભરી દઈએ. એક રીતે કહીએ તો આહનાની તરફેણ કરી ને આરુશે એના એના મમ્મીને વૃદ્ધ મોકલી દીધા.
****** ****** *****
" સગુણા તું? તું અહીંયા ક્યાંથી? "
" અશ્વિન જેવી રીતે તું અહીંયા છે, એવી રીતે હું પણ અહીંયા છું"
" તારા દીકરાને તો તે ખૂબ ભણાવ્યો હતો...એ પણ એકલા હાથે, વિધવા થઈને પણ. . . . તને તો ગર્વ હતો કે તે આટલી ગરીબાઈ માં પણ એનો આવો ઉછેર કર્યો.... "
" ગર્વ તો મને હતો, પ્રયત્ન તો મેં કર્યા હતા, એને એક સારી જિંદગી આપવા માટે જિંદગી સાથે લડત મેં કરી હતી.....પણ એને એનો અહેસાસ ન હતો. "
" પોતાની ઘરવાળી આવી એટલે મને ભૂલી ગયા. મે જે બધું કર્યું, એનું રુંણ ચૂકવવાને બદલે ઘરવાળીના પગલે પગલે ચાલતા થઈ ગયા. ઘરવાળી સાથે ભલે સ્નેહ નો સંબંધ હોય, પરંતુ માણસ સાથે તો મમતા નો સંબંધ હોય.....એ કોણ સમજાવશે? "
" સમજી શકાય છે.આ બધી ઘરઘર ની કહાની છે. .......એ વાત છોડ હવે અહીંયા તું ખુશ છો ને? "
"ખુશ, હવે જિંદગીમાં કેવી રીતે થવાય? ... ઢળતી જિંદગીમાં જ્યારે કોઈનો સહારો જોઈતો હોય, ત્યારે તમને ઘરેથી કોઈ રખડાવી મૂકે
.....તો ખુશ કેવી રીતે રહેવાય? "
અશ્વિને સગુણાને સમજાવી. સગુણા નું ભારે હૃદય થોડું હળવું થયું.
હવે દરરોજ નો રૂટિન થઈ ગયું હતું. અશ્વિન, સગુણા અને બીજા ઘરડાઓ બેસે...પોતાની મનની વાત કરે અને એકબીજાનો દુખ શેર કરે...આનાથી બધાના હૃદય હળવા થઈ ગયા હતા. અશ્વિન અને સગુણા ઘણો ટાઈમ સાથે સ્પેન્ડ કરતા. અશ્વિન ને આજે પણ સગુણા માટે કુણી લાગણીઓ હતી.
અશ્વિન જ્યારે બીમાર પડે ત્યારે, સગુણા એની ખૂબ સેવા કરે. ખાવા, પીવાનું ધ્યાન રાખે અને વારંવાર એને મળવા જાય. એવી જ રીતે સગુણા જ્યારે બીમાર પડે કે મનમાં ડૂમો ભરાઈ આવે ત્યારે અશ્વિન હંમેશા એની પાસે ઉભો હોય. સમય વીતવાની સાથે આ સંબંધ ખૂબ જ આત્મીય બની ગયો હતો.
**** ****** ***** ***"
અશ્વિન અને સગુણા એક જ શેરીમાં રહેતા હતા નાનપણથી. અશ્વિન અને સગુણા એક જ સ્કુલમાં એક જ ક્લાસમાં ભણતા હતા. અશ્વિન સગુણા ને પસંદ કરતો હતો..,પરંતુ સગુણાને એનો હોય જ ખ્યાલ ન હતો. ઉમર થવાની સાથે સગુણા ની એમના મા બાપે સગાઈ અને લગ્ન નક્કી કરી નાખ્યા. એ સમયે અશ્વિન હજી ધંધાની શરૂઆત કરતો હોય કંઈ કમાતો ન હતો....એટલે એણે સગુણા ને પોતાના મનની વાત કહી ન હતી.
અને આમ એક બચપણની લવ સ્ટોરી નો અંત થયો હતો.......
**** ***** **"**
" હલો, શું કહ્યું ? મમ્મી મળી ગયા? ક્યાંથી મળી ગયા? કોની સાથે છે? "
"તમારા મમ્મી અને નવા પપ્પા હવે મંદિરેથી મળી આવ્યા છે...એ બંને લગ્ન કરી લીધા છે.......અને હવે શાંતિથી તમારી સાથે સંબંધ તોડી નાખવા માંગે છે......પોતાની રીતે જીવવા માંગે છે.. "
" આટલી મોટી ઉંમરે હવે મમ્મી ને શુ થાય છે?.........આટલી મોટી ઉંમરે કોની સાથે લગ્ન કર્યા છે?.......મમ્મી તો અમારા માથા કલંક લગાવશે.....હવે એવી શું જરૂર હતી? "
" ભાઈ આ તો સમી સાંજના સંબંધો છે... માણસ જેમ જેમ ઘરડું થાય...તેમ તેમ એની લાગણીઓ, ભાવનાઓ, મજબૂરીઓ ...કોઈ સમજે એવું જોઈતું હોય છે... એમના ખરાબ સમયમાં એને કોઈ સાચવે એવું જોઈતું હોય છે... આવા સમયે જો કોઈ આત્મીય મળી જાય તો એમની ઢળતી જિંદગી ને સહારો મળી જાય છે..... દુર્ભાગ્યવસ, આપણા માતા-પિતાઓ આવો સહારો બાળકો પાસેથી ઈચ્છતા હોય છે, પરંતુ બાળકો નકારા નીકળે છે......એટલે માતા પિતાને આવો સહારો બીજા સાથીઓ પાસેથી શોધવો પડે છે."
અને સામેથી ફોન કટ થઈ જાય છે.