પ્રેમ સમાધિ - પ્રકરણ-92 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • કાંતા ધ ક્લીનર - 50

    50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુ...

  • ઈવા..

    ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું....

  • ખજાનો - 21

    " ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતા...

  • ભાગવત રહસ્ય - 53

    ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિક...

  • એક ષડયંત્ર.... - ભાગ 82

    (દિપકના ઘરે કનિકા જાય છે, પણ સિયા વિશે સાંભળી ઘરમાં બાકીના બ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-92

પ્રેમ સમાધિ
પ્રકરણ-92

કલરવ જે શબ્દો બોલ્યો એ સાંભળીને કાવ્યાએ કહ્યું “ એય કલરવ કેમ તે "આપણો" બોલી સુધાર્યું તારો ? આમાં મારું પણ કશું નથી મારાં પાપાનું છે.. મારું તો તારુ છે જે તારું છે એ મારું છે તું મારો છે ફક્ત તારામાં રસ છે મને મારાં પાપાની મિલક્ત કે સાહેબીમાં કોઇ રસ નથી... હાં હું એમની દીકરી છું એટલે તેઓ મારાં સુખ સુવિધાની ચિંતા કરે મારી કાળજી લે છે એમાં શું નવાઇ ? પણ મારો માલિકીભાવ ફક્ત તારાં ઉપરજ છે.”
કલરવે કહ્યું "મને જે ફીલ થયું એ મારાંથી બોલાઇ ગયું પણ કાવ્યા આપણે ચાલતાં ચાલતાં વાતો કરતાં દરિયા કિનારે ચાલતાં ચાલતાં બીચ પર જતાં રહીએ કેવું સરસ વાતાવરણ છે મને ખૂબ ગમશે.. ખબર છે વરસાદ ઘેરાયેલો છે વાતાવરણ રોમેન્ટીક છે આવી પળો ક્યારે મળશે ?”
કાવ્યાએ કહ્યું “જો હુકુમ મેરે આકા ! .....” એમ કહી હસી પડી કલરવે એનો હાથ પકડી ખેંચી અને ચૂમી ભરતાં બોલ્યો “એય મારી પરી આ તારો આકાં... કાકા કેહવાઇ જાય તોય તનેજ પ્રેમ કરતો હશે તનેજ પ્રેમ કરીને સંતૃપ્ત થતો રહેશે બસ મને એક એવી ચાહ કાયમજ રહે છે કે પંચતત્વની આ સૃષ્ટિનું વાતાવરણ સદાય આવું મોહક રહે... તારાં માટે મારું મનહૃદય આકર્ષણ પામતું રહે તને અમાપ પ્રેમ કરું...”
કાવ્યાએ કહ્યું "કલરવ એક વાત કહું ? ના... ના.. છોડ ફરી કોઇવાર અત્યારે એ વિષય પર વાત નથી કરવી... તને ખબર હું હમણાં સવારે ચા નાસ્તાની તૈયારી કરતી હતી ત્યારે મને શું વિચાર આવ્યો ? મને વિચાર આવ્યો આપણાં બંન્નેનાં નામ એવાં છે કે કોઇ એ નામ બગાડી ના શકે ના કોઇ બદલી શકે.... “
કલરવે કહ્યું “સાચી વાત છે કલરવનું કોઇ કલ્લુ ના કરી શકે ફીટ ના બેસે ના કાવ્યાનો કાવો.. કંઈ બનીજ ના શકે..” આવું સાંભળી કાવ્યા અને કલરવ બંન્ને જણાં ખડખડાટ હસી પડ્યાં.. બંન્ને પ્રેમાળ જીવ મુક્ત મને હસ્યાં.. થોડેક આગળ જઇને કલરવે કહ્યું “દમણ સાચેજ સુંદર છે કેવો સુંદર દરિયાકાંઠો.. બસ દાણચોરોથી થોડું બદનામ થયું.. પણ દરેકનાં કામકાજ અલગ હોય ધંધાની રીત અલગ હોય બધાં માણસ સરખાં નથી હોતાં...”
કાવ્યાએ કહ્યું “બધાનો જન્મ એક ચોક્કસ હેતુ કામ માટે થયો હોય છે ઘણાં એવું જીવી જાય છે ઘણાં ના ગમે તો સહી જાય છે પણ કુદરતે નક્કી કરેલું ભાગ્ય જીવવું પડે છે મને કે કમને.... હું કુદરતમાં ખૂબ માનું છું.”. પછી કલરવને કહ્યું “કલરવ અહીં રસ્તામાંજ અમારાં ભગવાન ટંડેલનું મંદિર આવે છે આપણે એણનાં ચરણોમાં જઇ આશીર્વાદ લઇએ.”
"કલરવ સાચું કહ્યું કુદરતની વાત કરી એમ આપણાં ભાગ્યમાં ગઇકાલનો દિવસ "મિલન માટેનો સર્જાયો હશે આપણે માણ્યો મનાવ્યો હવે ભગવાન પાસે જઇને એમનાં આશીર્વાદ લઇએ ક્યારેય જુદાઇ ના મળે એવું રક્ષાવચન લઇએ...” કલરવે કહ્યું “તને ઉત્તમ વિચાર આવ્યો... મારાં મનમાં સવારથી હતું કે તને મારાં ઇષ્ટદેવ મહાદેવજી અને માં પાર્વતીનાં મંદિરે લઇ જઊં ત્યાં એમની સાક્ષીમાં આપણી રીતે સમર્પિત થઇ ઘડીયા લગ્ન કરી લઇએ પહેલાંનાં સમયમાં પ્રેમ થાય તો મંદિરમાં ઘડીયા લગ્ન કરી લે પછી એકબીજાને વફાદારીનાં કોલ આપે પછી શાંતિથી વિધીપૂર્વકનાં લગ્ન થાય.”
કાવ્યાએ કહ્યું “જોયુ આપણને બંન્નેને એકસરખો વિચાર આવ્યો આપણે અમલમાંજ મૂકી દઇએ હું તો આમ તને સંપૂર્ણ સમર્પિત થઇ ચૂકી છું તને મારો વર ભરથાર માની સ્વીકારી લીધો છે હવે માંબાબા સામે સમર્પણ કરી આપણો વિવાહ સંબંધ પાકો કરી લઇએ.”
કલરવે કહ્યું “આ ઘડીયા લગ્ન આપણાં પૂર્વજો કરતાં અને રાજકુંવરી સાથે રાજકુંવર એ સમયનાં પ્રેમી પંખીડાં ગાઁધર્વ લગ્ન કરી લેતાં.. આપણે એવુંજ કર્યુ છે હવે એ સમયે પંચતત્વ સાક્ષીજ હતાં હવે એમનાં સ્થાનકે જઇને સમર્પણ કરીને પાકુંજ કરી લઇએ.”
કાવ્યાએ કહ્યું “કલરવ જાતિભેદ ના કરવો જોઇએ હું જાણું છું પણ જાતિ પ્રમાણે જ્ઞાન અને સંસ્કાર હોયજ છે તું બ્રાહ્મણ પુત્ર છે તમારાં લોહીમાં ધર્મ, પ્રેમ, સૌજન્યતા, સંસ્કાર હોયજ છે તમે લોકો સ્ત્રીઓને ખૂબ માન આપો છો. કલરવ તારાં પ્રેમમાં મેં બધુ અનુભવ્યું છે તું મારી કેટલી કાળજી લે છે કેટલું માન સન્માન પૂર્વક વર્તે છે પ્રેમ આપે છે ક્યાંય મને ઓછું ના આવે એનું ધ્યાન રાખે છે હું જુવાન થઇ ત્યાં સુધી મેં જીવનમાં જેટલું જોયું છે એમાં સ્ત્રીને આટલું માન સન્માન કોઇ નથી આપતું સ્ત્રી એક વાપરવાની મોજમજાની ચીજ હૌય એક ખરીદેલી ગુલામડી હોય એમ વર્તે.. તુંકારો, ગાળાગાડી, કામ પુરુ થાય એટલે તરછોડી દેવી કામજ કરાવવું વગેરે.. જ્યારે તું.. “ આમ બોલતાં બોલતાં આંખમાં આંસુ સાથે કલરવને વળગી ગઈ.
કલરવે કહ્યું “એય પ્રેમમાં કોઇ જાતિ, ઊંમર, ગરીબ ધનવાન ઊંચ નીચે કશું નથી હોતું મારી કાવ્યાં પ્રેમનાં પોતાનાં એક સંસ્કાર હોય છે પ્રેમ સંસ્કાર એમાં જાતિય આવેગ કે જાતિય સુખનો સમાવેશજ નથી એમાં તનસુખ છેજ નહીં બે જીવનું મિલન એકમેકનો સંપૂર્ણ સ્વીકાર, પારદર્શિતા, વફાદારીજ અગત્યની છે ગમે તેવા સ્થિતિ સંજોગ આવે. મિલન હોય કે વિરહ એ પ્રેમસંસ્કારમાં કોઇ ફેર કે પરિવર્તન નથી આવતું બલ્કે વધુ પાત્રતા સાથે પવિત્ર બને છે. “
કાવ્યા કલરવની સામે જોઇ રહી હતી. એ કલરવનાં એક એક શબ્દને ચાવી સમજી માણી રહી હતી એ કલરવને વળગીને બોલી “મારાં કલરવ મારાં દેવ આપણે ખબર નથી કેટલાંય જન્મોથી એકબીજાના હોઇશું. આટલાં ઓછાં સમયમાં આવી પાત્રતા ? આટલી નીકટતા ? આટલો અપાર અમાપ પ્રેમ વિશ્વાસ.. લવ યુ હવે વફાદારી બોલવાનો શબ્દ નથી નિભાવવાનો છે જે જીવ કાઢીને પણ નિભાવીશ કદી ફેર નહીં પડે મારાં કલરવ લવ યુ. લવ યુ... “
કલરવે કાવ્યાને વળગાવી હતી બંન્ને જુવાન હૈયાનાં તન વીંટળાયેલાં હતાં ત્યાં વરસાદ વરસવો ચાલુ થયો ધીમે ધીમે ઝડપ વધી.. કાવ્યા વધુ જોરથી વળગી ગઇ બોલી "ભલે વરસતો વરસાદ હવે ભીંજાવાનો ડર નથી પ્રેમથી ભીંજાયેલાંને હવે પલળવાનો સંકોચ નથી... થાવ તમે બારે મેહ ખાંગા અમારો પ્રેમ નિરાશ્રીત નથી... “
કલરવે કહ્યું “સાચેજ કાવ્યા હવે તો બારે મેહ ભલે થાય ખાંગા એમને માણવાનો અવસર હશે. આજે વિધાતા પણ ઉપરથી આશીર્વાદની વર્ષા કરશે.. બંન્ને મળી ગયાં મળેલાં જીવ હવે કદી છુટા નહીં પડે. અને ભારે વરસાદનું ઝાપટું ચાલુ થયું. કાવ્યા કલરવ બંન્ને લાગણીથી ભીંજાયા આંખનાં ખારાં અશ્રુ વરસાદી મીઠાં જળમાં ભળી ગયાં.... “

વધુ આવતા અંકે ---- પ્રકરણ-93