પ્રેમ સમાધિ
પ્રકરણ-91
કલરવ ગંભીર મુદ્રા સાથે નીચે આવ્યો એનાં મનમાં માયાનાં મીસકોલની વાત હતી હજી હમણાં સુધી સ્વર્ગીય આનંદને અનુભવમાં હતો કેવી મજાની પ્રણય મસ્તી હતી અને આ મીસકોલ જાણે હવનમાં હાડકું બનીને આવ્યાં. માયા મને શા માટે ફોન કરે ? એની પાસે મારો નંબર કેવી રીતે આવ્યો ? એ માનસિક ગડમથલ સાથે નીચે આવ્યો.....
કાવ્યાએ એનાં પ્રણય પ્રચુર મૂડમાં કલરવને રાજ્જા.. કહીને બોલાવ્યો પછી કલરવની મુખમુદ્રા જોઇ પૂછ્યું “આમ કેમ આટલો ગંભીર ? શું થયુ ? પાપાનો ફોન કંઇ આવ્યો ? મારાં ઉપરતો નથી આવ્યો.. પાપા હમણાં ફોન નાં કરે.. શું વિચારોમાં છે તું ?” કલરવે કહ્યું "કાવ્યા..” પછી એકદમજ હસતો હસતો કાવ્યા પાસે જઇને કહ્યું "કેવી બનાવી તને ? અરે મારી જાન કશું નથી પાપાનો ફોન પણ નથી કોઇ અજાણ્યા ફોનથી ફોન હતાં ..હશે આવાં સ્કેમ આઇ મીન સ્પેમ ફોન અને મેસેજ આવ્યાં કરે હું કેર્સ ? (Who cares ?)” કલરવ અર્ધસત્ય બોલ્યો..
એણે કાવ્યાને મીઠું આલીંગન આપી ચૂમી લીધી અને બોલ્યો “ચાલ હવે પેટમાં બિલાડા નહીં સિંહણ બરાડે છે જલ્દી ચા નાસ્તો આપ.. આમતો સાચું બોલું તો તને જોઇનેજ તને ખાવાનું મન થઇ જાય એમ થાય તને કાચીજ ખાઇ જાઊં.. પણ ધરાવોજ નથી થતો તું છેજ એવી મારકણી...”
કાવ્યાએ હસી પડતાં કહ્યું “વાહ વાહ કવિરાજ તમે તો ...હવે એવું કર કલરવ કાચીને કાચી ખાઇ જા પછી હું તારામાંજ રહું સદાય કોઇ જુદાજ ના કરી શકે આપણને... આમ પણ હવે સિંહણ બરાડે છે તો આવીજા હું પેટ પણ તૃપ્ત કરું”.
કલરવે તરતજ કાવ્યાનાં હોઠ પર હાથ મૂકીને કહ્યું “એય કાવ્યા જુદાઇની તો વાત જ નહીં કરવાની ક્યારેય એનો ચહેરો ગંભીર થઇ ગયો... મજાકમાં પણ આવાં બોલેલાં શબ્દો કાળજુ કંપાવે છે આઘાતનાં ઘાત લાગે છે મારી કાવ્યા સદાય સાથમાંજ રહીશું નહીંતર મારો તો જીવ નીકળી જશે.”
કાવ્યાએ ખુરશી ખેંચી કલરવને બેસવા કહ્યું પછી બાજુની ખુરશી ખેંચી પોતે બેસી ગઇ બોલી “હવે કશુજ બોલ્યા વિચાર્યા વિના ચા નાસ્તો કરી લે તારાં પેટમાં બોલતી સિંહણ પણ શાંત કરી લઊં..”. કલરવ કાવ્યાની સામે ટગર ટગર જોઇ રહ્યો પછી એનાં તાજાં ધોયેલાં વાળ તરફ જોઇ આકર્ષાયો એણે કાવ્યાને પોતાની તરફ ખેંચી એનાં કાળા ભરાવદાર લાંબા વાળમાં પોતાનાં ચહેરો નાંખી ચૂમી સૂંઘી અને બોલ્યો “તેં વાળ ધોયાં મને કીધું નહીં હું.... મારી હમણાંજ નજર પડી..”
કાવ્યાએ કહ્યું “મેં પહેલીવાર થોડાં ધોયાં છે ? હું તો.”. કલરવે બોલતી અટકાવીને કહ્યું “પહેલાંની વાત જુદી હતી હવે તું મારી થઇ ગઇ અને તને ખબર છે ? આમ મારી પ્રિયતમાં એનાં વાળ ધોઇને ટપકતાં પાણીએ જ્યારે બહાર આવે મને કંઇક થાય છે કંઇક ખેંચાણ અનુભવું છું મને પણ પ્રથમ વાર આવો એહસાસ થયો કે તારાં ધોયેલાં વાળ જોઇ હું આકર્ષાયો.. હવે વાળ ધુએ પછી ક્યાં મને તારી પાસે બોલાવી લેજે અથવા હું તને મારી પાસે ખેંચી લઇશ ખૂબ પ્રેમ કરીશ...”
કાવ્યા થોડી શરમાઇ પછી બોલી “તું બહુજ લૂચ્ચો છે તારી પ્રેમ કરવાની આ રીત તારાં આકર્ષવાની વાતો મને ખૂબ આકર્ષે છે મારાં જીવનમાં તું આવ્યો છે સાચેજ હું ખૂબ ખુશનસીબ છું કે મારો પ્રિયતમ મારો ભરથાર કાયમ મને પ્રેમ કરે છે વારે વારે લાડ કરી બોલાવે છે મને પ્રેમરસથી સંતૃપ્ત કરી છે મારાં કલરવ તને વારી ગઇ છું...”
“કલરવ બસ તું મને આમ કાયમ પ્રેમ કરતો રહેજે મને મૃત્યુ આવશે તોય એનો રંજ નહીં રહે કારણ કે તેં મને પ્રેમરંગમાં એવી રંગી છે કે આખી દુનિયામાં મારાં જેવી ખુશનસીબ છોકરી કોઇ નહીં હોય મારાં કલરવ લવ યુ...”
કલરવે કહ્યું “બસ તને આમજ પ્રેમ કર્યા કરું પ્રેમ માટે તને...તારાં સૌંદર્ય ઉપર તારી નાજુક ડોક, હોઠ.. અને બધાં અંગો પર કવિતા કહુ તને અપાર અમાપ પ્રેમ કરુ બસ તને પ્રેમ જ કર્યા કરુ મને કદી ધરાવોજ ના થાય.” કાવ્યાની આંખોમાં જળ ઉભરાયાં અને લાગણીશીલ થઇ એણે કલરવનાં કપાળને ચૂમીને કહ્યું “મારાં મહાદેવ.. મારાં સ્વામી અમારાં ટંડેલ ભગવાન પણ આપણને આશીર્વાદ આપે છે એમણેજ આપણને ભેગા કર્યા છે.. મારાં નાથ.. ચાલ હવે ચા નાસ્તો કરીલે પછી દરીયે જઇએ....” કલરવે કાવ્યાને ચૂમી અને ચા નાસ્તાને ન્યાય આપવા લાગ્યો.
***************
વિજય શીપ પર પહોંચી ગયો હતો. રાજુ તથા ભાઉ બંન્ને એનાં આવવાની રાહ જોઇ રહ્યાં હતાં. બાતમી એવી આવી હતી કે બધાં ઉત્તેજનામાં હતાં. વિજયે ભાઉ પાસે પહોંચીને કહ્યું “શીપમાં બધી તૈયારી થઇ ગઇ ?” ભાઉએ કહ્યું “બધુંજ એકદમ તૈયાર કોઇ ક્યાંય કોઇ ત્રુટી નથી સળંગ મહીનો બે મહીના દરિયામાં રહેવું પડે તોય કશુંજ ખૂટે એમ નથી બધુ બરાબર ભર્યું છે.”
વિજયે કહ્યું “સારુ થયું આપણે કલાકમાં નીકળી જઇએ વરસાદ પણ હવે મન મૂકીને વરસી રહ્યો છે... વરસાદને કારણે મચ્છી પણ ખૂબ મળશે સાથે સાથે એ કામ પણ સારુ થશે જેટલો સ્ટોક થાય એટલો કરી લેવો છે આગળ કેવી સિથતિ આવે ખબર નથી.. એણે પોતાની સાથે લીધેલી નાની એટેચી ભાઉને આપીને કહ્યું બધુજ છે આમાં.. જો કંઇ ખૂટી પડે તો મુંબઇથી મંગાવી લઇશ કોઇ ચિંતા ના કરશો બાકી પુરતુંજ છે.” ભાઉએ કહ્યું “વિજય તારી ક્રેડીટજ એટલી છે કે કોઇપણ બંદરે આપણું વહાણ લાંગરે બધુજ મળી જાય છે”.
વિજયે કહ્યું “રાજુ, સુમન તૈયાર ? એને આ પહેલીજ ટ્રીપમાંજ બધી ટ્રેઇનીંગ મળી જશે જાણે મરચન્ટ નેવીમાં રહ્યો હોય એમ.. “ પછી ભાઉ તરફ ગંભીર મુખે કહ્યું “બાતમી પ્રમાણે આપણે રાત્રીનાં 9 સુધીમાં ત્યાં પહોંચવુ પડશે ત્યાંથી મુંબઇ દરિયાકાંઠો માત્ર 60 માઇલમાં ત્યાં પહોંચવુ પડશે ત્યાંથી મુંબઇ દરિયાકાંઠો માત્ર 60 માઇલ હશે...મેં બધી ગણત્રી કરી છે. બધાં હથિયાર ચેક કરી લીધાં છેને ? સુમનને ફીશીંગ અંગેનીજ માહિતી આપજો.” ત્યાં સુમન દોડીને આવ્યો.... “મામા-મામા હું એકદમ તૈયાર.. મને ખૂબ રસ પડે છે મને ભાઉ સાહેબ અને રાજુભાઇ એ કહ્યું મામા સાથે ફીશીંગ માટે દરિયો ખેડવા જવાનું છે હું ખૂબ એક્સાઈટેડ છું...” વિજય હસ્યો અને પીઠ થપથપાવી ને બોલ્યો.. “તું તો એકદમ રેડી છે... બસ કલાક -બે કલાકમાં નીકળીએ..”..
**************
ચા નાસ્તો પરવારીને કલરવ અને કાવ્યા બંગલાની બહાર નીકળ્યાં... કાવ્યાએ કહ્યું “પાપાની ગાડી પડી છે હું ચાવી લાવી છું ચાલ તું ડ્રાઇવ કરીલે.. કે હું કરી લઊં ?”
કલરવે કહ્યું “કાવ્યા આપણો.. આઇમીન તારો બંગલો દરિયા કિનારે તો છે અહીંથી ચાલતાંજ નીકળીએ પ્લીઝ માહોલ પણ ખૂબ રોમેન્ટીક છે.”.. કાવ્યા સાંભળીને....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-92