Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 14








ભાગ - ૧૪



નમસ્તે વહાલા વાચક મિત્રો ,

આગળના ભાગમાં આપડે જોયું કે ટીના અને અવિની જે છોકરી સાથે મુલાકાત થાય છે તે એક જ છોકરી હોય છે અને તે છે અનુ ... અનુ એની મોમને આખી વાત ઉપર રૂમમાં કરી દે છે ....


શું થશે હવે આગળ ????

...

અનુનાં જૂઠ પકડાઈ જવા પર તે ટીનાને શું જવાબ આપશે ???

.......

જાણવા માટે ચાલો સાથે મળીને આગળ વધીએ ....



ભાગ - ૧૩ ક્રમશ: ....


ટીના : " અવિ હું સવારે જે છોકરીની વાત કરતી હતી તે આ જ છે ... "

અવિનાશ ચોંકીને : " શું ??? તમે આ છોકરીને મળ્યા હતા ??? આર યુ સિરિઅસ !!!!!! ???? "

ટીના : " હા , હું આ જ છોકરીને મળી હતી . એનાં હાથમાં રહેલાં આપડા ટોમીને હું ઓળખી ન શકી . મેં તેને પુછ્યું હતું કે આ તમારું છે ... ખરેખર ??? તો તેને હા કહ્યું .. "

ટીનાને અધુરી વાતમાં જ અટકાવતાં અનુ ઉપરથી આવતાં આવતાં બોલી ઊઠી : " હા , આ મારું જ મેરિક છે એમ ને ??? , મને માફ કરજો કે મારે તમને ખોટું બોલવું પડ્યું . "

ટીના કંઈ બોલે કે પુછે એ પહેલાં જ અવિ અનુને કહે છે , " તું આવી રીતે જુઠુ બોલીશ એ મેં વિચાર્યું ન હતું . તને જોઈ લાગતું પણ ન હતું કે તું જૂઠ બોલી શકે છે . અને એ પણ આટલી સારી રીતે .. "

અનુ પોતાની વાત સાબિત કરતા : " મારો કોઈ દોષ ... "

અનુની વાતને વચ્ચે જ અટકાવી અવિ ફરી બોલવાનું ચાલુ કરે છે , " ખરેખર તો તે મને કાલ ગુડ વિશીંગ કરી હતી કે મને મારો ટોમી બહું જલ્દી મલિત જાય ખરું ??? તો આજ કેમ આવી રીતે !!! તને મારો ખ્યાલ ન આવ્યો કે હુ ટોમીને કેટલો ચાહું છુ અને એના વગર કેટલો તડપુ છુ ??? ઓહ્ , કદાચ તને પ્રેમ પારખતા નહીં આવડતું હોય રાઈટ ???? "

અનુ થોડાં ગુસ્સા સાથે : " ઓહ મિસ્ટર , બહું બોલી લીધું હવે તમે . મહેરબાની કરી ચુપ રહો અને મારી આખી વાત સાંભળો , સમજો . ડોન્ટ જજ બુક બાય કવર ઓકે . "

ટીનુ : " હા તો બોલ , શું એવું મોટું કારણ હતું કે તને આવડું મોટું જૂઠ બોલવા પર મજબૂર કરી દીધી હતી !!!!! ???? "

અનુ : " હું આજે આ મિસ્ટર , શું નામ કહ્યું હતું તમે સવારે ..... અવિ , હા ... અવિને શોધવા જ આવી હતી . કાલ અમારી મુલાકાત થઈ ત્યારે વાતચીત પરથી મને લાગ્યું કે મને રસ્તા પર મળેલ મેરિક , એ અવિનું જ હશે .

પછી ઘરે આવી મેં મેરિક સામે ટોમી નામ લીધું એ ખાતરી કરવાં કે તે તમારો ટોમી જ છે કે શું ... ????

મારાં મેરિકએ તમારા ટોમી નામ પર રિએક્ટ કર્યો , હું તરત જ સમજી ગઈ કે આ ટોમી જ છે એટલે મેં સીધી મોમને વાત કરી . વિશ્વાસ ન હોય તો પુછી લો મોમને ... "

મીનાબેન અનુની વાતમાં હકાર કરતાં : " હા , અનુ સાચુ કહે છે . એને તરત જ તમને શોધવાનો નિણર્ય લીધો હતો . અને તમને શોધવા તે વહેલી સવારથી ત્યાં માર્કેટ જઈ બેસી ગઈ હતી .

બપોર સુધી એ ત્યાં જ તડકામાં તમારી રાહ જોતી હતી . પણ તમે મળ્યા નહીં એટલે એ ઘરે આવવા નીકળી ત્યાં જ આ લેડી તેમને મળ્યા . અને આગળ તો તમે બધું જાણો છો એમ . "

ટીના : " તો પણ જૂઠ બોલવાનું કોઈ વજુડય ખરુ ??? "

અનુ : " હા , મારે ખાતરી કરવી પડે ને , એમ જ કોઈ અજાણ્યાને કોઈ બીજાની અમાનત કેમ સોંપી શકુ ??? "

ટીના : " પણ બધી વાત તો આપડી વચ્ચે થઈ જ ચુકી હતી . ડોગ ખોવાનું , ટોમી નામ હતું , નવાં જ ફરવા આવ્યાં હતાં , અજાણી જગ્યા છે .... બીજુ શું સબુત જોતું હતું તારે ?? એટલુ કાફી ન હતું ????? "



*********



To be continued .....