Featured Books
  • સાચ્ચા પ્રેમ નું દુઃખ

    #### બાલ્યકાળના પળોઆર્યન, કાવ્યા અને રાધિકાની કથા તેમના બાળપ...

  • જયદીપ અહલાવત

    ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ પાતાળ લોકમાં નામના મેળવી પણ ચર્ચાતો...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-83

    પ્રેમ સમાધિ પ્રકરણ-83 વિજયે ભાઉ સાથે વાત કરી... ભાઉની વાત ખૂ...

  • અગ્નિસંસ્કાર - 86

    બેભાન પડેલા કેશવને જૂની સ્મૃતિઓ યાદ આવી. જ્યારે એણે નાનપણમાં...

  • આગ

    **ચિંતન લેખ: આગ**આગ એ માનવજાત માટે એક મહત્વપૂર્ણ અને અનિર્વા...

શ્રેણી
શેયર કરો

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 9












ભાગ - ૯



ભાગ - ૮ ક્રમશઃ ......


અનુ ગુસ્સા સાથે : " તમારા જેવા બેફીકર લોકોનાં લીધે જ પ્રાણીઓ રખડી પડે છે .... કેરલેસ માણસ . સાચવતા ન હોય તો રાખતાં જ કેમ હશો એમને તમારી સાથે . "

અવિ થોડો ઢીલો પડતાં : " અત્યારે તો આખી દુનિયાના મહેણામારે સાંભળવાના છે તારા વધુ . બાકી મને ખબર છે મારો પ્રેમ ટોમી સાથે કેટલો હતો એ . એ જરૂર પાછો આવશે . ચાલો બાય .... અને સોરી . "

અનુને અવિનો ફેસ જોઈ દુઃખ થાય છે તેને અહેસાસ થાય છે કે તેના શબ્દોએ અવિને દુઃખી કર્યો છે .

અનુ પછતાવા સાથે : " સાંભળો ,,,, સોરી . "

અવિ : " કેમ ?? ભુલ તો મેં કરી છે તમે થોડી ! "

અનુ : " તમને તમારા ડોગની યાદ આવે છે ને !!!! ???? "

અવિ હલકી સ્માઈલ સાથે : " હા , મને વિશ્વાસ છે તે સામેથી મારી પાસે આવી જશે . મારો પ્રેમ જ એટલો છે કે તે મને ગમે ત્યાંથી ગોતી લેશે . અને હું પણ ... "

અનુ : " હા , ચોક્કસ ... દુઆ કરીશ કે જલ્દી મળી જશે તમને તમારો ટોમી . "

અવિ : " તમે પેલું ડોગફૂડ બદલી નાખજો . "

અનુ : " હા ચોક્કસ , હું હમણાં જ જઈ આવું . "

અવિ આભાર વ્યક્ત કરી ત્યાંથી જતો રહે છે .

અનુ પણ અવિ માટે મનમાં ને મનમાં વિશ કરે છે અને ત્યાંથી ડોગફુડ બદલવા જાય છે . પછી સીધી પોતાના ઘરે જતી રહે છે ....

ડોર બેલ વાગે છે ...

મીનાબેન દરવાજો ખોલી : " કેટલી વાર લાગી અનુ તારે . અહીં મેરીક એમ તેમ ફરવા લાગ્યો હતો . તને શોધતો હતો . "

અનુ અંદર આવતાં : " અરે માર્કેટમાં એક છોકરા સાથે કેસેટ થઈ ગઈ હતી . ક્યાં મારો મેરિક ??? !!!! "

મીનાબેન : " તું કયારે સુધરીશ અનુ , કોઈના કોઈ સાથે તો બાધવાનું જ તારે . ત્યા સુધી ચેન ન મળે ને તને !!! ??? "

અનુ : " નહીં , એમાં એનો વાંક હતો એટલે . આ લે મેરિક જો હું તારા માટે શું લઈ આવી છુ !!! "

મેરિક પણ દોડતો દોડતો ટેબલ નીચેથી આવે છે અને અનુના ખોળામાં જઈ બેસી જાય છે . અનુ તેને એક બાઉલમાં તેનું સ્પેશિયલ ફુડ આપે છે . અને મેરીક તેને પ્રેમથી ખાવા લાગે છે . અનુ એકીટસે મેરિકને જ જોયાં કરતી હતી .

ત્યાં અચાનક જ તેને અવિની તે યાદ આવે છે , તેનું ડોગ અહીં આવીને જ ખોવાઈ ગયું હતું . અને તેને ઓફિસમાં પોતાની પ્રોબ્લેમ પણ શેર કરી છે . તેઓ ડોગ શોધતાં જ હશે ... તેને મેરિકને જોઈ વિચાર આવવાં લાગે છે કે આ એ જ ટોમી તો નથી ને !!! શું ખરેખર આ એનો ડોગ ....

ઓહ્ .... નો ..... તો તો અમે નોટિસ મોકલશું તો સીધા જ એ લોકો મેરિકને લઈ જશે . મેરિક મારાથી દુર .... એ પણ એટલી જલ્દી !!!! નહીં નહીં હું એ નહીં થવાં દઉં . હું ... હું જઈશ જ નહીં ત્યાં નોટિસ આપવા બસ .

તસ્સલી માટે તે મેરીકને ટોમી કહી બોલવી જુએ છે જેથી ખબર પડી રહે કે આ ટોમી છે કે નહીં ??? આ એ અજાણ્યા છોકરાનું ડોગ છે કે નહીં ???

અનુ જોરથી : " ટોમી .... હેલ્લો ... "

મેરીક સીધો જ ભોઉ ... ભોઉ ... કરતો પોતાની પુછ હલાવા લાગે છે અને અનુ સામે ટગર ટગર જોઈ રહે છે .

અનુનાં મનમા ગભરામણ થવા લાગે છે . તે હકીકતથી અલગ જ જવાબ ઈચ્છતી હતી પણ એવું થયું નહીં . એને તસ્સલી માટે બીજી વાર મેરીકને ટોમી કહી બોલાવ્યું . અને હવે વાત તદ્દન પાક્કી થઈ ગઈ હતી .

આ એ અજાણ્યા છોકરાનું એટલે કે અવિનું જ ખોવાયેલું ટોમી હતું . અનુનુ મેરીક નહીં . તે વિચાર જ કરતી હોય છે એટલામાં અંદરથી મીનાબેનનો અવાજ આવે છે , " તે ટોમી નહીં મેરીક છે બેટા , તે જ નામ પાડ્યું હતું અને તું જ ભુલી ગઈ ભુલક્કડ . "




*********



To be continued ......