Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 6












ભાગ - ૬




ભાગ - ૫ ક્રમશ: .....



આગળનાં ભાગમાં આપડે જોયું કે અવિનાશ નિચે જઈ તેનાં જીજુ પાસે બેસી જાય છે .

બાજુમાં આધેડ વયના એક ભાઈ બેઠાં હતાં જે મિહિરના સગા સંબંધી હતાં . મિહિર અવિનાશ સાથે રાજેશભાઈનો પરિચય કરાવે છે . રાજેશભાઈ પણ અવિનાશનો થોડો પરિચય લે છે .

થોડી વાર વાત - ચીત ચાલે છે ત્યારબાદ અવિનાશ મિહિરની રજા લઈ બહાર કામથી જતો રહે છે .

રાજેશભાઈ : " મિહિર , મને આ છોકરો ગમે છે ... શું હું તેના મમ્મી પપ્પાને મારી રુહી સાથે વાત કરી શકું !!! ??? "

મિહિર ખુશ થઈ : " અરે શું વાત છે ... આ ... આ તો સારામાં સારી વાત છે . હું જ વાત કરીશ પપ્પાને . "

રાજેશભાઈ : " એ તો બહુ સારી વાત છે . રુહીને આવો જ એક છોકરો જોઈતો હતો . હું ઘણો ખુશ છું કે આવો સંસ્કારી છોકરો મને મળશે . "

મિહિર : " પણ વાત આગળ વધે એ પહેલાં તમને કહી દઉં કે મિલકતના નામ પર એક ઘર છે . તમારે વધુ આશા રાખવાની નહીં રહે ... તમને મંજુર છે ને ... !!! આ બધી વાત અગાઉ થઈ જાય એ જ સારું . અવિનાશ મિડલક્લાસ ઘરનો એક સમજુ અને સંસ્કારી છોકરો છે . "

રાજેશભાઈ : " હા , કોઈ વાંધો નથી મને એ વાતથી . છોકરો સમજુ અને ગણતરીવાળો હોય એટલે એક માંથી બે મકાન થતાં વાર ન લાગે . આવો જ સંસ્કારી છોકરો જોઈએ છે મારે . મિલકત અને રૂપિયાનો અમને કોઈ મોહ નથી . "

મિહિર ખુશ થઈ : " તો તો તમારા માટે બેસ્ટ છે અવિ .. રુહી અને અવિની જોડી પરફેક્ટ લાગશે . હું આજે જ વાત કરી તમને જવાબ આપીશ . પછી આગળ પહેલ કરવાની થશે તો અમદાવાદ ઘરે જઈ શાંતિથી બધું નક્કી કરીશું . ઠીક છે ને !!!! ???? "

રાજેશભાઈ : " હા , જરૂર . મળીએ ફરી ઓકે આવજો . "

રાજેશભાઈ ત્યાંથી વિદાઈ લે છે . મિહિર એ જ મોટી સ્મિત સાથે બાકડે બેઠો હોય છે . એટલામાં પાછળ થી ટીના આવે છે .

ટીના થોડી વાર પહેલા ગુસ્સે હતી પણ બહાર આવી આહ્લાદક વાતાવરણમાં તેનું મન શાંત થઈ ગયું હતું .

ટીના મિહિરની બાજુમાં આવી બેસી જાય છે .

મિહિર ચોંકીને : " લે તું !!! ??? "

ટીના મોઢું ફુલાવી બેસી રહે છે .

મિહિર ટીના સામે જોઈ : " લે શું થયુ મહોતરમાં ??? "

ટીના કતરાઈને મિહિર સામે જોઈ : " શું મહોતરમાં !!! તમને ખબર પણ છે તમે શું કર્યું તે ?? "

મિહિર વિચારતાં : " શું ??? શું કર્યું મેં ??? "

ટીના : " તમે યાદ કરો ને !!! "

મિહિર : " નથી આવતું યાદ યાર . મને ખબર છે ત્યાં સુધી તો ... મારો કદાચ ક્યાંય વાંક નથી . "

ટીના : " હા , વાહ વાહ ... કદાચ વાંક નથી લ્યો . તમારો થોડો કયાંય વાંક હોય . દરવાજો ખુલ્લો મુકી નીચે આવી જવાનુ એમાં પણ મારો જ વાંક હતો ને . સોરી હોં ... "

મિહિર અચાનક યાદ આવતા : " ઓહ ,,, સોરી યાર , સોરી ... મને મગજમાંથી જ નીકળી ગયું હતું કે તું બાથરૂમમાં છો સોરી યાર . "

ટીના : " બસ સોરી કહી દીધું એટલે પુરુ . વાહ ... સોરી સાંભળવાં જ જાણે આપડે વાત કરતાં હોઈએ એમ . "

મિહિર ટીનાનો હાથ પકડતા : " અરે બેટા , ભુલ થઈ ગઈ અને હવે નહીં થાય એની ખાતરી સાથે કાન પકડી સોરી બોલું છુ ઓકે . માફ કરી દો મહારાણી ..... "

ટીના દર વખતની જેમ પીગળી જાય છે અને મિહિરને માફ કરી દે છે .

ટીના મિહિરના ખંભે માથુ નાખતા : " મિહિર હું આવી ત્યારે તમે એકલાં એકલાં હસતા કેમ હતાં ... ??? કોઈ સારી છોકરી જોઈ લીધી હતી ??? "



********



To be continued ....