એક પંજાબી છોકરી - 31 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 31



સોનાલી એકદમ ઝડપથી મયંક પાસેથી જતી રહે છે તેનો ઘરે પહોંચવાનો સમય થઈ ગયો હતો,પણ તે પહેલાં સોહમના ઘરે જાય છે ત્યાં જઈને સોહમના મમ્મીને પૂછે છે કે આંટી સોહમ ક્યાં છે ? તો તેના મમ્મી કહે છે સોહમ હજી કૉલેજેથી આવ્યો નથી. તું કેમ આવી ગઈ બેટા ? સોહમ તારી સાથે ન આવ્યો ?તો સોનાલી થોડી વાર માટે કંઈ જ બોલતી નથી પછી કહે છે આંટી તમે મારી ઘરે કહી આવો કે મારે જરૂરી કામથી કૉલેજે જવું પડ્યું.હું હમણાં આવું છું સોહમને લઈને એટલું કહી સોનાલી સ્કૂટી લઈ કૉલેજે જતી રહે છે,ત્યાં જઈને બધી બાજુ ગોતે છે પણ સોહમ ક્યાંય મળતો નથી.સોનાલી એકદમ સેડ થઈ જાય છે પછી તે ચોકીદારને પૂછે છે કે સોહમને ક્યાંય જોયો છે તો ચોકીદાર કહે છે હમણાં સુધી અહીં જ બેઠા હતા હમણાં જ બાઇક લઈને ગયા.સોનાલી સોહમના મમ્મીને કૉલ કરે છે કે આંટી સોહમ ઘરે આવ્યો.તો સોહમના મમ્મી ના પાડે છે. સોનાલી સોહમને કૉલ કરે છે સોહમ ફોન ઉપાડતો નથી. સોનાલી ઘણાં કૉલ કરે છે પણ સોહમ કોઈ જવાબ આપતો નથી પછી તે દુખી થઈને ઘરે જતી રહે છે.જેવું તેવું જમીને પોતાના રૂમમાં જતી રહે છે.સોહમના મમ્મી કૉલ કરી સોનાલીને કહે છે સોહમ ઘરે આવી ગયો છે હું એને જમવાનું આપતી હતી તો ભૂલી ગઈ તને કૉલ કરવાનું.સોનાલી ઓકે કહી ફોન મૂકી દે છે.સોનાલીને ખૂબ જ દુઃખ થાય છે કે એના લીધે સોહમ દુખી થયો છે.તે થોડી વાર પોતાના રૂમમાં ચૂપચાપ બેસી રહે છે,પછી કંઇક વિચારી સોહમના ઘરે જાય છે.સોહમ તેના બગીચામાં બેઠો હતો. સોનાલી તેની પાસે જાય છે. સોનાલીને જોઇને સોહમ ઊભો થઈ જાય છે.સોનાલી કંઈ જ બોલ્યા વિના સોહમને ગળે વળગી પડે છે અને પછી તેને ગળે લગાવીને જ કહે છે સોહમ મને માફ કરી દે દોસ્ત.તને મેં ખૂબ દુખી કર્યો છે. મારા ગુસ્સામાં હું બધું જ ભૂલી ગઈ હતી અને તને વગર વાકે સજા આપી છે.સોહમ સોનાલીને ખુદથી અલગ કરતા બોલે છે ના સોનાલી તું સાચું જ કહેતી હતી.હું તમારી બંનેની દોસ્તીની વચ્ચે આવતો હતો.

સોનાલી પોતાના પગ વાળી ઢીંચણ પર બેસી જાય છે અને પોતાના બંને હાથથી બંને કાન પકડી સોરી કહે છે,"પ્લીઝ સોહમ મેનુ માફ કર દે,મુજસે બહોત વડી ગલતી હો ગઈ મૈને ગુસ્સે મે તેનું બહોત કુછ બોલ દિયા."સોહમ તેને બાવડેથી પકડીને ઊભી કરે છે અને સમજાવે છે કે જો સોનાલી હું ક્યારેય તારી સાથે કંઈ જ ખરાબ નથી કરી શકતો.તું નાનપણથી મને ઓળખે છે. મેં ક્યારેય તને દુખી કરી નથી અને ના તો તને ક્યારેય દુખી કરીશ એટલે તારા ને મયંકથી હું બહુ દૂર રહીશ.સોનાલી કહે છે સોહમ,"બસ ભી કર અબ તું મુજસે દુર જાકે મેનુ દુખી હી કરેગા."સોહમ કહે છે ના સોનાલી તારે જ્યારે જ્યારે મારી જરૂર પડશે હું તારી પાસે આવી જઈશ. સોનાલી ઘણું સમજાવે છે પણ સોહમ એકનો બે થતો નથી અને પોતાની જીદ પર અડગ રહે છે. સોનાલી વિચારે છે તેને હું પૂરેપૂરો મનાવી લઈશ. એમ વિચારીને પોતાના ઘરે જતી રહે છે. બીજે દિવસે કૉલેજમાં બધા સાથે ભેગા થાય છે. પ્રિન્સિપલ સર કહે છે સોહમ,સોનાલી અને મયંક એકસાથે ડાન્સ કરશે.તે માટે તેઓ ડેઇલી કૉલેજમાં આવી ડાન્સની પ્રેક્ટિસ કરશે.

સોહમ ,સોનાલી અને મયંક સરના કહ્યા મુજબ ડેઇલી ડાન્સની પ્રેક્ટિસ કરે છે પણ આમાં સોહમ ને સોનાલી નજીક આવવાના બદલે એકબીજાથી દૂર થતાં જાય છે. તેમની દોસ્તી હવે પહેલા જેવી નથી રહી.હવે તે બંને પહેલાંની જેમ એકબીજાને બધી વાતો નથી કરતા ને ના તો બંને એકબીજાની ઘરે જાય છે. સોનાલી સોહમથી બહુ દૂર પણ મયંકની પાસેને પાસે જતી જાય છે.મયંક ને સોનાલી એકબીજા સાથે આખો દિવસ રહે છે. સોનાલી મયંક સાથે અવાર નવાર મૂવી જોવા જાય છે અને ઘરે ખોટું બોલીને જાય છે.સોહમ આ વાતથી સાવ અજાણ હતો. કારણ કે હવે તે પોતાનું કરિયર બનાવવામાં લાગી ગયો હતો.આમ કરતાં કરતાં સ્ટેજ પર આ ત્રણેયને સાથે ડાન્સ કરવાનો દિવસ આવી જાય છે.

મયંક અને સોનાલી વચ્ચે શું હશે?
શું સોહમ હવે સોનાલીને પ્રેમ નહીં કરતો હોય?

આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.