એક પંજાબી છોકરી - 30 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 30

સોહમ ને સોનાલીના આવા શબ્દોથી ખૂબ જ આઘાત લાગે છે પણ તે સોનાલીને કંઈ જ કહેતો નથી.હોસ્પિટલે જતી વખતે સોનાલી સોહમથી નારાજ થઈ પાછળ બેસી જાય છે અને મયંક સોહમ સાથે આગળ બેસે છે.હોસ્પિટલે જઈ ડોક્ટર કહે છે મયંક હવે તમે એકદમ ઠીક છો.મયંકની કોણીનો પાટો પણ છૂટી જાય છે.સોનાલી એકદમ ખુશ થઈ મયંકને ગળે વળગી પડે છે.મયંક તો કૉલેજના પહેલા દિવસથી જ સોનાલી માટે પાગલ હતો.તેને તો સોનાલીના ભાવો ખૂબ જ ગમતા પણ તે આ વાત સોનાલીને કરતો નથી કેમ કે આજ સુધી તો સોનાલી મયંકને નફરત જ કરતી હતી.મયંક પહેલા સોનાલીનો બહુ સારો મિત્ર બનવા ઈચ્છે છે અને ધીરે ધીરે તે તેમાં સફળ થતો હોય તેવું તેને લાગે છે.સોનાલી મયંકની ખૂબ જ ચિંતા કરે છે તે જોઈ મયંક ખુશ થાય છે.સોહમ ને સોનાલી મયંકને એના ઘરે છોડવા જાય છે ત્યારે રસ્તામાં સોનાલી મયંકને પૂછે છે મયંક તને કોણીમાં વાગ્યું છે આ વાત તે ઘરે કોઈને કેમ નથી કરી? મયંક કહે છે અરે સોનાલી એવું કહું એટલે તરત બધા ચિંતા કરે અને પૂછે કે કઈ રીતે વાગ્યું ને શું થયું? પછી હું શું જવાબ આપું? ફરી તારી સાથે જે બન્યું તે મારે કહેવું પડે અને તારી વાત વધે ફેલાઈ જા ને તું પાછી સેડ થઈને બેસી જા એટલે કોઈને નથી કહ્યું,બાઇક પણ નથી ચલાવ્યું ઘણાં દિવસથી હવે આજે ચલાવીશ ઘરે જઈને.ત્યાં તો સોનાલી ગુસ્સામાં બોલી પડે છે બિલકુલ નહીં મયંક આજે તું ક્યાંય નહીં જાય બાઇક લઇને આજે હજી રેસ્ટ કર.કાલથી બાઇક ચલાવશે.સોહમ કહે છે હા મયંક સોનાલી સાચું જ કહે છે.મયંક માની જાય છે ત્યાં વાતો વાતોમાં તેનું ઘર પણ આવી જાય છે ને તે ઘરે જતો રહે છે પછી સોહમ ને સોનાલી એમના ઘરે જવા નીકળી જાય છે સોનાલી પહેલી વખત એકદમ ચૂપ બેસી રહે છે.સોહમ પૂછે છે શું થયું સોનાલી ? કેમ તું મારાથી નારાજ છે? સોનાલી કંઈ જ જવાબ આપતી નથી.સોહમ ફરી વાર પૂછે છે બોલ તો ખરી યાર મારી શું ભૂલ છે? સોનાલી કહે છે સોહમ તું કેમ મારી ને મયંક ની દોસ્તી જોઈ જ નથી શકતો?જ્યારે હોય ત્યારે મને ને મયંકને અલગ કરવામાં લાગ્યો હોય છે.સોહમને ખૂબ જ દુઃખ થાય છે કે આજે સોનાલી તેને સાવ ખોટો માની તેની સાથે લડાઈ કરે છે.

આમ લડતા લડતા ઘર આવી જાય છે અને સોનાલી ગુસ્સામાં જ કારમાંથી જતી રહે છે.સોહમ કંઈ જ બોલી નથી શકતો. સોહમ સોનાલીના ગુસ્સાને કારણે પૂરી રાત સૂઈ નથી શકતો ને સવારે પણ સોનાલી સોહમ પહેલા જ કૉલેજે જતી રહે છે. સોહમ દુખી થઈને એકલો જ કૉલેજે જાય છે.બ્રેકમાં સોનાલી ને મયંક વાતો કરતા કરતા એકલા જ ક્યાંક જઈને બેસે છે. સોહમ ખૂબ ગોતે છે પણ સોનાલી તેને ક્યાંય મળતી નથી. સોહમ ઉદાસ થઈ નાસ્તો કર્યા વિના જ પોતાના કલાસ રૂમમાં જતો રહે છે. કૉલેજનો સમય પૂરો થયા પછી સોનાલી અને મયંક સાથે નીકળે છે ત્યારે પણ તે સોહમ તરફ ધ્યાન આપતી નથી.

સોહમ કૉલેજમાં એકલો બેસીને ખૂબ રડે છે.આજે પહેલીવાર સોનાલીએ તેને આ રીતે ઈગનોર કર્યો હશે.મયંક ને સોનાલી રસ્તામાં એક જગ્યા પર પાણીપુરી ખાવા ઊભા રહે છે ત્યાં મોકો જોઈ મયંક સોનાલીને પૂછે છે, સોનાલી તું સોહમ સાથે વાત કેમ નથી કરતી? સોનાલી કહે છે હું નારાજ છું એનાથી તે આપણી દોસ્તી તોડવાની કોશિશ કરે છે.મયંક સોનાલીને સમજાવતા કહે છે કે સોનાલી સોહમ તારો બેસ્ટ ફ્રેન્ડ છે તું એને આ રીતે હર્ટ ન કર યાર નહીં તો તે સાવ તૂટી જશે અને તે આપણી દોસ્તી કેમ તોડાવે.તું મારાથી વધુ સારી રીતે તેને જાણે છે તને લાગે છે સોહમ આવું કંઈ કરી શકે.સોનાલીને મયંકની વાત સમજાતા ખૂબ જ દુઃખ થાય છે કે પોતે સોહમ ને ઘણો દુખી ને સાવ એકલો કરી દીધો છે.સોનાલી મયંકને કહે છે સારું મયંક હું હવે ઘરે જાઉં છું તું પણ આરામથી ઘરે જા.મયંક પૂછે છે તું સમજી ગઈ ને સોનાલી મારી વાત? સોનાલી હા કહી એકદમ ઝડપથી ત્યાંથી જતી રહે છે.

શું સોનાલી સોહમ પાસે માફી માગશે?
શું સોહમને સોનાલીની દોસ્તી પહેલાં જેવી થઈ શકશે?

આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.