બે ઘૂંટ પ્રેમના - 13 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે ઘૂંટ પ્રેમના - 13


" આજ પણ લેટ?" અર્પિતા એ ફરિયાદ કરતા કહ્યું.

" આ ટ્રાફીકમાં ફસાઈ ગયો હતો એટલે નહિતર હું તો આજ તમારા પહેલા પહોંચી જ જવાનો હતો...." મેં આજ ફરી બહાનું આપ્યું.

" હા હા હવે જુઠ્ઠું ના બોલો...."

" તો મારી ચા ઓર્ડર કરી?" ચેર પર બેસતા જ મેં પૂછી નાખ્યું.

" હા તમારી ચા હમણાં આવી જશે એને તમારી જેમ લેટ આવવાની આદત જો નથી ને..."

" લાગે છે આજ મેડમ પૂરી તૈયારી સાથે આવ્યા છે..."

" લો તમારી ચા અને મારી કોફી પણ આવી ગઈ....થેંક્યું અંકલ... "

ચાના બે ઘૂંટ પીતા જ મેં પૂછ્યું. " તો શું નક્કી કર્યું? હા કે ના?"

અર્પિતા થોડીક ગંભીર થઈ અને બોલી. " કરન.....હું મારો જવાબ આપું કે તમે મને પોતાનો જવાબ સંભળાવો એ પહેલા હું તમને એક જરૂરી વાત કહેવા માંગુ છું..."

" આ તો હું તમને કહેવાનો હતો...મારે પણ તમને કંઈક જણાવું છે..."

" હા બટ પહેલા હું કહીશ પછી તમારે જે કહેવું હોય એ કહેજો ઓકે?"

" ઓકે લેડિઝ ફર્સ્ટ....બોલો શું કહેવું છે તમારે?"

અચાનક અર્પિતા એ પાંચ સેકન્ડ આંખ બંધ કરી અને ગંભીર સ્વરમાં કહ્યું. " કરન....તમે મારી લાઇફમાં આવ્યા એ પહેલા મારી લાઇફમાં એક બીજો છોકરો હતો જેને હું પ્રેમ કરતી હતી.....અમે કોલેજમાં મળ્યા હતા, શરૂઆતમાં દોસ્તી થઈ અને દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી ગઈ ખબર જ ન પડી!.....પણ તમે આગળ કઈક બીજું વિચારો એ પહેલા કહી દઉં કે બે વર્ષ પહેલાં જ અમારું બ્રેકઅપ થઈ ગયું છે.....અને અત્યારે મારો એની સાથે કોઈ કોન્ટેક્ટ પણ નથી..."

હું અચાનક હસવા લાગ્યો. આ સ્થિતિમાં મારું હસવું બિલકુલ વ્યાજબી ન હતું. પણ શું કરું? હું ખુદને હસતા ન રોકી શક્યો.

" તમને મારી વાત મઝાક લાગે છે?" અર્પિતાનો ગુસ્સેભર્યો ચહેરો જોઈને મેં પોતાની હસી રોકી અને કહ્યું. " સોરી અર્પિતા..... મારે આમ ન હસવું જોઈએ....પણ જ્યારે તમે પણ મારું હસવા પાછળનું કારણ જાણશો ને ત્યારે તમે પણ આમ જ હસવા લાગશો.."

" મતલબ?"

" મને મનમાં હતું જ્ કે તમે તમારા એક્સ રીલેશનશીપ વિશે જ વાત કરશો...કારણ કે હું પણ તમારી સાથે એ જ વાત શેર કરવાનો હતો..."

" મતલબ તમે પણ..."

" હા અર્પિતા....જેમ તે પણ પ્રેમના દરિયામાં ડૂબકી લગાવી છે એમ હું પણ ડૂબકી લગાવી ચુક્યો છું...બસ આપણા બ્રેકઅપ વચ્ચે એક વર્ષનો ડિફરન્સ છે...તમે બે વર્ષ પહેલા બ્રેકઅપ કર્યું જ્યારે મેં એક વર્ષ પહેલાં..."

" તમે તો મારા માથેથી પહાડ જેટલો ભાર ઓછો કરી નાખ્યો...હું તો વિચારતી હતી કે તમે મારા પાસ્ટ વિશે જાણશો તો "

" તો શું? હું રિજેક્ટ કરી નાખીશ? એવું જ ને? ડર તો મને હતો કે તમે મારા વિશે શું વિચારશો? પણ થેંક ગોડ કે આપણી સ્ટોરીમાં જાજો ડિફરન્સ નથી...!"

" તો હું શું કહેતી હતી કે હું અને..."

" અર્પિતા અર્પિતા અર્પિતા....મારે તારા પાસ્ટમાં રહેલા રિલેશનશિપ વિશે જાણવામાં કોઈ રસ નથી....તે મને એટલું કહ્યું એ જ મારા માટે ઘણું છે....."

" પણ હું તો તમારી એક્સ વિશે જાણવા માંગીશ હો...કોણ હતી એ?"

" રિયા...મારા કોલેજની એકમાત્ર ચુલબુલ છોકરી!! આખા કોલેજમાં પ્રોફેસરથી પણ વધારે બક બક કર્યા કરતી અને લોકો માટે સિરદર્દ હતી એ!..."

" એક મિનિટ કરન....હું તો બસ મસ્તી કરતી હતી...રિયા અને તમારા રીલેશનશીપ વિશે જાણીને આજના આપણા સંબંધને શા માટે ખરાબ કરીએ? જે થઈ ગયું એ થઈ ગયું....હવે અત્યારે આપણે શું કરવું એ જરૂરી છે, તો બોલો પેલી રિયાને ભૂલીને તમે આ અર્પિતાને અપનાવા માંગશો?"

" તમે તો ડાયરેક્ટ પૂછી જ લીધું!"

" બીજી વાતો ન કરો....જલ્દી બોલો તમારો શું જવાબ છે??"

" તમારી હા તો મારી હા જ છે..."

" વાહ શું આન્સર આપ્યો છે? બધું મારી પર જ ઢોળી દીધું એમને? "

" ના એવું નથી....મતલબ મારો જવાબ હા જ છે...."

" એક વાત કવ કરન....તમે સાચા અર્થમાં એક જેન્ટલ મેન છો...એકદમ પરફેક્ટ....ખબર નહિ ક્યા કારણે તમારું રીયા સાથે બ્રેકઅપ થયું? પણ જે થયું એ સારું થયું એ બ્રેકઅપના લીધે જ આજ તમે મારા મિત્ર બન્યા....અને કદાચ હસબન્ડ પણ બની જશો..."

" મતલબ તમારી પણ હા છે?"

" મારે સાફ શબ્દોમાં કહેવું પડશે..?"

આખરે કરન અને અર્પિતા લગ્નના બંધનમાં બંધાવા રાજી થઈ ગયા. પણ લગ્ન સુધીનો રસ્તો જેટલો સરળ દેખાય છે એટલો સરળ ન હતો. રાહુલ શેખાવત નામનો પત્થર ક્યાં અને કેવી રીતે આ સબંધને તોડવામાં સફળ થશે કે નહીં? એ જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના

ક્રમશઃ