પ્રેમ સમાધિ - પ્રકરણ-80 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-80

પ્રેમ સમાધિ
પ્રકરણ-80

કાવ્યા અને માયા ગાર્ડનમાંથી ઘરમાં આવ્યાં... કાવ્યાએ અંદર આવી ઉત્તેજનાથી હસતાં હસતાં વિજયને કહ્યું "પાપા.. માયાની વાતો તો ઇન્ટરેસ્ટીંગ છે પણ એનાં પૂરતી છે.”. વિજયે આર્શ્ચયથી પૂછ્યું "કેમ કેવી ? કાવ્યાએ કહ્યું “અરે માયા તો એકદમ મેરેજ મટીરીયલ છે એ તો લગ્ન કરવા રાજી છે આગળ જતાં ઘર કુટુંબ વસાવીને જીવવાની વાતો કરે છે.” માયા સાંભળીને શરમાઇ ગઇ એ એનાં પગનાં અંગુઠાથી ફલોરને જાણે ખોતરવા લાગી ત્રાંસી નજરે દાદર તરફ જોઇ રહી હતી...
મંજુબહેને પોરસાઇને કહ્યું "દિકરા અમે માયાને ઉછેરીજ એ રીતે છે. છોકરી જાત છે ઊંમર પ્રમાણે જીવનની સ્થિતિઓનો સ્વીકાર કરે અને સુખી થાય. મોટાભાઇ તમે પણ શાંતિથી વિચારજો કાવ્યા અંગે.. અને કલરવનું તો હવે કોઇ રહ્યું નથી. એતો સાવ અનાથ જેવી સ્થિતિમાં છે તેમારાં આશરે છે એટલેજ માયા અંગે વિચાર્યું અનાથ એમ તોય... અમે.. સ્વીકારવા તૈયાર છીએ. અમારી તો એકની એક દીકરી છે દીકરો પણ એકનો એક લાખોમાં એક.”
વિજયથી હવે ના રહેવાયું એ બોલ્યો “ભાભી તમે તમારી વાત કહી દીધી ? મારી પણ સ્પષ્ટ વાત સાંભળી લો... કાવ્યા હજી નાની છે હમણાં એનાં વેવીશાળનો કોઇ વિચાર નથી. હજી એણે દુનિયાજ શું જોઇ છે ? અને રહી વાત કલરવની તો એ અનાથ નથી.. કે નથી મારાં આશરે... એ બધીજ રીતે હુશિયાર સંસ્કારી અને મહત્વકાંક્ષી છોકરો છે... કાલે કામે ચઢશે અને આગળ વધશે. એનો બાપ હજી આ દુનિયામાં જીવે છે અને બધીજ રીતે પહોંચતો બાહ્મણ જીવ છે એટલે એની ચિંતા મારે કે તમારે કરવાની જરૂર નથી સમય આવ્યે બધુજ થશે.”
કાવ્યા બધી વાત સાંભળીને જાણે હેબતાઇજ ગઇ એણે વિચાર્યુ આ સતીષ સાથે મારુ વેવીશાળ આ નારણકાકા મંજુ કાકી વિચારે છે ? અને કલરવ સાથે માયા ? એ ત્યાંથી ઉતાવળી દાદર ચઢીને સીધી ઉપર કલરવ પાસે આવી...
કલરવ રૂમમાં નહોતો... સામેથી સતિષ દાદર ઉતરતો નીચે આવી રહેલો... એ કલરવની પાછળ પાછળ ઉપર ટેરેસ પર ગયેલો પણ કલરવ ડીસ્ટર્બ લાગતાં નીચે આવી રહેલો સતિષે કાવ્યાને જોતાંજ એની જીભ એનાં હોઠ પર ફરી ગઇ હસીને બોલ્યો "હાય કાવ્યા.. યુ આર સો બ્યુટીફુલ"......
દાદર ઉપર ક્રોસ થતાં સતિષે લૂચ્ચુ હસતાં કાવ્યાને કીધું તો ખરું પણ કાવ્યાએ કંઇજ રીસ્પોન્સ આપ્યાં વિના સીધી ઉપરનાં માળે જતી રહી.. ચોભીલો પડેલો સતિષ કંઇજ બોલવા ચાલ્યાં વિના નીચે નારણ પાસે આવી ગયો.
વિજયે... થોડીવાર ચૂપ રહ્યાં પછી કહ્યું “ભાભી તમારી વાતો પર વિચાર કરવાનો પણ પ્રશ્ન નથી હજી આ બધું ઘણું વહેલું છે સમય આવ્યે બધું થઇ જશે હમણાં હજી કાવ્યા મારી સાથે પણ મન દઇને રહી નથી એનું મન મારે જાણવું પડશે.. રહી વાત કલરવની એ હજી પોતાનાં પગ ઉપર ઉભો રહે પછી વિચારશે... પછી નારણ સામે જોઇને વિજયે કહ્યું "નારણ તેં તો દુનિયા જોઇ છે હમણાંથી આટલી ઉતાવળ ? હમણાં બધાને કામે ચઢાવી તૈયાર કરે પછી વિચાર ?”
“નારણ તમે લોકો સાંજે જમીને જ જજો.... હમણાં આપણો સાથે શીપ પર જઇ આવીએ.. છોકરાઓ ભલે રહ્યાં મારે અગત્યનું કામ પણ છે શીપ પર...”
મંજુબેન કંઇક નવીજ આશા સાથે ઉછળીને બોલ્યાં “હાં હાં મોટાભાઈ વારે વારે ક્યાં નીકળય છે ? સાંજે જમીનેજ જઇશું અને છોકરાઓને પણ ઓળખાણ પહેચાણ થાય હું તો અહી છુંજ સાંજની રસોઇને બધુ તૈયાર કરાવી લઇશ તમ તમારે જઇ આવો..”.
નારણે કહ્યું “ચાલ વિજય આ લોકો જમીને પરવારી જાય આપણે શીપ પર કંઇક...” વિજયે કહ્યું “હાં ચાલ.. વિજયે કાવ્યાને બૂમ પાડી “કાવ્યા... કાવ્યા” કલરવ પાસે હતી એ દોડતી આવી બોલી "હાં પાપા” વિજયે કહ્યું “અમે શીપ પર જઇને આવીએ છીએ મારે ખાસ કામ છે.. મંજુભાભી અને છોકરાઓ અહીં છે તું જરા ધ્યાન રાખજે.. અમે આવીએ” કહીને નારણ-વિજય નીકળી ગયાં.
મંજુબહેને કહ્યું “આવ દીકરા કાવ્યા... મારી પાસે બેસ.. જો હું તારી માંની જગ્યાએજ છું જેવી મારી માયા એવીજ તું કાવ્યા..” કાવ્યા એમની પાસે આવીને બેઠી પછી કાવ્યાએ કહ્યું “માસી હું મારી માંની લાડકી દીકરી, અને મારાં પાપાની વ્હાલી... આ દુનિયામાં એજ મારો સંબંધ...” મંજુબહેન થોડા ખાસીયાણાં પડી ગયાં.. એમણે ગળે થુંક તારી કહ્યું “હાં હાં તું તારાં પાપાની વ્હાલી દીકરી... આ માયા પણ અમારી લાડકી છે પણ અમારાં કુટુંબમાં તો દીકરો હોય કે દીકરી ઊંમર પ્રમાણે જ કરવાનું હોય એ કરીએજ જો માયાને સારો છોકરો મલી જાયતો કાલે પરણાવી દઊં.. સતિષ હવે સમજદાર અને ખંતીલો છે એ એનાં પાપા અને તારાં પાપાનો ધંધો સંભાળી શકે એવો તૈયાર છે આજે નહીં તો કાલે બધું સતિષનાં માથેજ આવવાનું છે એટલે મેં તો...”
કાવ્યાને મનમાં થયું આ માસી બધુ તૈયાર કરીનેજ આવ્યાં છે મારો તો જાણે અધિકાર લીધો હોય એમ બોલે છે પાપાનો ધંધો સંભાળનાર સતિષ કોણ ? પણ તે ચૂપ રહી.
કાવ્યાએ કીધું. "માસી બધાં નીવડે વખાણ થાય આમ કથા કરવાથી કે બોલ્યા કરવાથી પ્રમાણીત ના કરી દેવાય અને હું તો મારી મનની મરજીની માલિક છું કોઇનાં થોપેલાં વિચાર હું સ્વીકારતી નથી મારાં પાપા તો દરિયાનાં રાજા છે મારી માં નાં સંસ્કાર મારી સાથે છે હું તો...”
કાવ્યા આગળ બોલે તે પહેલાં... ઉપરથી કલરવની બૂમ સંભળાઇ “કાવ્યા.. કાવ્યા.. “ કલરવની બૂમ સાંભળી કાવ્યા ઉઠીને કલરવ પાસે જવા દોડી.. સતિષે એની માં તરફ જોઇને કહ્યું “માં અહીંતો બધુ ગોઠવાઇ ગયા જેવું લાગે આ બે જણાં તો.. ત્યાં માયા બોલી એક સાથે એક ઘરમાં રહે તો ઘરોબો કેળવાય એમાં ખોટું શું છે ? ભાઇબહેનની જેમ પણ રહેતાં હોય.. કાવ્યાની તો ખબર નથી પણ કલરવનાં સંસ્કાર ગાથા પાપાનાં મોઢે ઘણું સાંભળ્યુ છે...” માયાએ સતિષની શંકા પર પાણી ફેરવ્યું એને કલ્પનામાં પણ કાવ્યા કલરવનો સંબંધ સ્વીકાર્ય નહોતો. કલરવ અંગે સ્વપ્ન સેવવા લાગી હતી...
મંજુબહેને કહ્યું “માયાની વાત સાચી છે એક ઘરમાં રહે ભાઇબહેન જેવો પણ સંબંધ હોય. વિજયભાઇની ધાક રહેજ. કોઇની હિંમતજ ના થાય.
કાવ્યા કલરવ પાસે દોડીને પહોંચી.... કલરવનો ચહેરો ભયાવહ.. ઉશ્કેરાયેલો હતો એણે કાવ્યાને જોઇ બોલી ઉઠ્યો" સતિષને ક્યાં જોયો મળ્યો યાદ આવી ગયું...."
વધુ આવતા અંકે ---- પ્રકરણ-81