લવ યુ યાર - ભાગ 53 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • બે ઘૂંટ પ્રેમના - 11

    થોડીવારમાં ત્રણ બરફના ગોલા અમારી સમક્ષ આવી ગયા. " અમમમ.... ગ...

  • ઝગડાનો જનાજો

    "થાકી ગયો છું, થાકી ગયો છું તારી આ જૂની વાતોથી. તું આમ હથિયા...

  • શ્રાપિત પ્રેમ - 7

    ટન્ ટન્ ટન્ ટન્રાધા ની નીંદર ઘટ વાગવાના અવાજથી તૂટી ગઈ. તેણે...

  • પરચુરણ

    બરાબર વાંચજો, આ ચૂર્ણ નથી પરચૂરણ છે. પરચુરણ શબ્દથી કયો ગુજરા...

  • એક ષડયંત્ર.... - ભાગ 35

    (સિયાના દાદાએ તેને સમજાવી અને મમ્મી પપ્પાને સોરી કહેવાનું કહ...

શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 53

જેની તો આજે ખૂબજ ખુશ હતી કારણ કે, મીતની કંપનીમાં તેને જોબ મળી ગઈ હતી. તેને મીત પહેલેથી જ ખૂબ ગમતો હતો પરંતુ મીતે તેની સાથે લગ્ન કરવાની "ના" પાડી દીધી હતી એટલે તેનાં અરમાન અધૂરાં ને અધૂરાં જ રહી ગયા હતા. હવે પાછું ફરીથી તેને મીત સાથે કામ કરવા મળ્યું એટલે તે રાજીના રેડ થઈ ગઈ હતી કે ચાલો એ બહાને પણ મીતની સાથે તો રહી શકાશેને...

આજે મીતની કંપનીમાં તેનો પહેલો દિવસ હતો તેથી તે ખૂબ જ સરસ ડ્રેસિંગ કરીને તૈયાર થઈને આવી હતી ઓફિસમાં પહોંચી ત્યારે મીત હજી આવ્યો ન હતો તેને રિસેપ્શન ઉપર જ રોકી એટલે મીતની રાહ જોતી ત્યાં જ શાંતિથી બેસી ગઈ.

મીત કંપનીમાં આવ્યો એટલે જેનીએ ઉભા થઈને તેને હગ કર્યું ઓફિસનો સ્ટાફ તે જોઈ રહ્યો હતો અને નોટિસ કરી રહ્યો હતો. મીત પોતાના કેબિનમાં ગયો અને તેણે તરત જ જેનીને પોતાની કેબિનમાં બોલાવી લીધી જેનીએ બેસવા માટે મીતની સામેની ચેર પસંદ કરી.

જેની મીતની કેબિનમાં બધું નોટિસ કરતી હતી. તે મીતની કંપનીમાં જતી હતી ત્યાર કરતાં અત્યારે બધું જ બદલાઈ ગયું હતું તેવું તેને લાગ્યું આખીયે ઓફિસ જાણે નવી થઈ ગઈ હોય તેવું તેણે અનુભવ્યું.

સાંવરીએ આખીયે ઓફિસનો લુક બદલી કાઢ્યો હતો તેના આવ્યા પછી આ ઓફિસની રોનક કંઈક અલગ જ થઈ ગઈ હતી હવે તે પહેલા કરતાં વધુ સુંદર અને વિશાળ લાગી રહી હતી. મીતની ઓફિસ ખૂબ જ સરસ થઈ ગઈ હતી તેવું જેનીએ નોટિસ કરી રહી હતી.

મીત જેનીને પૂછી રહ્યો હતો કે તેને ઓફિસમાં શું કામ કરવું ફાવશે?

જેની ખૂબ જ હોંશિયાર અને ટ્રેઈન થયેલી છોકરી હતી તેણે કહ્યું કે તું જે કામ આપશે તે બધું જ મને ફાવશે અને તું જે કામ કહેશે તે બધું જ કરવા માટે હું તૈયાર છું.
જેનીની આ વાત સાંભળીને મીતને પણ ખૂબ શાંતિ લાગી અને તેણે હસીને જેનીને કહ્યું કે, " અચ્છા ઓકે તો તું ઓલરાઉન્ડર છે એમ જ ને...?"
જેની એ પણ તેને હસીને જવાબ આપ્યો "યસ યાર"‌
મીતે ઓસ્ટીનને અંદર બોલાવ્યો અને અત્યારે કયા કામ માટે ઓફિસમાં માણસની જરૂર છે તેમ પૂછ્યું.

ઓસ્ટિને જણાવ્યું કે, " અત્યારે તો હાલમાં દીવાકરભાઈની જગ્યા જ ખાલી છે. "

મીતે ઓસ્ટિનને કહ્યું કે, "ઓકે હવે તું જા હું હમણાં તને બોલાવું એટલે ફરીથી પાછો અંદર આવજે. " એટલે ઓસ્ટિન ઓકે સર કહીને કેબિનની બહાર નીકળી ગયો.

મીતે ફરીથી જેનીને દીવાકર ભાઈ જે કામ સંભાળતા હતા તે વિશે પૂછ્યું કે હાજરમાં સ્ટોકની ગણતરી, વેચાણ, માલ સ્ટોકની ગણતરી ગોડાઉન ઉપર જઈને માલ ટ્રાન્સપોર્ટેશનમાં મોકલવો તે બધું જ તને ફાવશે ને? તું જરા વિચારી લે તો એ જગ્યા હમણાં જ ખાલી થઈ છે તો હું તને ત્યાં એપોઈન્ટ કરી દઉં.

જેનીએ મીતને ખૂબ જ કોન્ફિડન્સથી કહ્યું કે, હા તું મને જે કામ આપશે તે બધું જ મને ફાવશે અને તે બધું જ કામ હું મારી પૂરી નિષ્ઠાથી કરીશ તેમાં જરા પણ આઘું પાછું નહીં થાય તું જરા પણ ટેન્શન કરીશ નહીં.

જેનીની આ વાત સાંભળીને મીત એપ્રિસિએટ થયો અને તેણે કહ્યું કે, " ઓકે ચાલ આ ઓફિસનું ટફમાં ટફ કામ છે તે હું તને સોંપું છું તું કેવું કરે છે તે આપણે જોઈ લઈએ. "

જેની: ઓકે.

મીતે જેનીને સમજાવવા માટે ફરીથી ઓસ્ટિનને પોતાની કેબિનમાં બોલાવ્યો અને દીવાકર ભાઈ જે કામ કરતા હતા તે બધું જ કામ જેની ને સમજાવી દેવા કહ્યું અને જેની પોતાની જૂની મિત્ર હતી એટલે તેના પેમેન્ટની ઓથોરિટી પણ જેનીને આપવા કહી દીધું.

મીત અને જેનીની વાતોથી અને બંનેની બોડી લેંગ્વેજથી ઓસ્ટીને એ વાત નોટિસ કરી કે જેની એમ્પ્લોઈ કરતાં સરની ફ્રેન્ડ વધારે લાગે છે.

ઓસ્ટીને જેનીને બહાર આવવા કહ્યું એટલે જેની મીતની કેબિનમાંથી બહાર નીકળી અને ઓસ્ટિનની સાથે ગઈ. ઓસ્ટીને પોતાની બાજુમાં જેનીને બેસાડી અને દીવાકર ભાઈનું તમામ કામ તેને સમજાવી દીધું.

જેનીએ ઓસ્ટિનને એમ કહ્યું કે આ કામ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે આ સિવાય પણ કોઈ કામ હોય જે કરવા જેવું હોય ઓફિસમાં કોઈ કરનાર ન હોય તો તમે મને તે કામ પણ બતાવી શકો છો હું કરી લઈશ.

ઓસ્ટીન: જીના મેડમ, મને મીતસરે જેટલું કહ્યું તેટલું જ હું કરી શકું તે સિવાય મારાથી તેમની ઉપરવટ થઈને તમને બીજું કંઈ કામ ના સોંપાય તમે તેમને જ પૂછી લેજો જો તે કહેશે તો જ હું બીજું એક કામ છે તે તમને હું સમજાવી દઈશ.

જેની: ઓકે થેંક્યુ.

અને ઓસ્ટિને જેનીને દીવાકર ભાઈની ઓફિસમાં બેસવા કહ્યું અને સાથે તેમ પણ કહ્યું કે મેડમ આજથી આ કેબિન તમારી છે આ દીવાકર ભાઈના નામની નેમ પ્લેટ અહીંથી નીકળી જશે અને તમારા નામની નેમ પ્લેટ અહીંયા લાગી જશે પહેલા હું સરને પૂછી લઉં પછી.

પોતાને પર્સનલ કેબિન મળી એવું કામ તેને મિતની ઓફિસમાં મળ્યું તેથી તે વધારે ખુશ થઈ ગઈ હતી અને મનમાં એમ વિચારી રહી હતી કે મીત મારો જૂનો ફ્રેન્ડ છે તે મને ભલે મોડો મોડો મળ્યો પણ મારા ખૂબ કામમાં આવ્યો છે અને હવે તેનું આ અહેસાન હું કઈ રીતે ચૂકવીશ એમ તે વિચારવા લાગી.

થોડીવાર પછી મીતે પોતાનું થોડું કામ પૂરું થયું એટલે નવા એપોઇન્ટ થયેલા જેની મેડમની કેબિનમાં પ્રવેશ્યા અને તે જેનીને તેમ કહેવા લાગ્યા કે, " ઓહ મીસીસ જેની તમારો તો આ કેબિનમાં વટ પડે છે અરે હા અહીંયા બાર તમારા નામની નેમ પ્લેટ લગાવવાની બાકી રહી ગઈ ને તે તો ઓસ્ટિનને કહેવાનું જ રહી ગયું વન મિનિટ હું ઓસ્ટિનને બોલાવીને તે કહી દઉં. "

અને મીતે તરત જ ઓસ્ટિનને જેનીની કેબિનમાં બોલાવ્યો અને તેને સૂચના આપી કે, "અહીંયા મિસિસ જેનીના નામની નેમ પ્લેટ લગાવી દેજો." એટલે જેનીએ મીતને ટોક્યો કે નોટ "મીસીસ જેની" ઓન્લી "મિસ જેની" મીતે એક સેકન્ડ માટે જરા વિચારમાં પડી ગયો અને પછી તેણે જેનીની સામે જોયું અને પછી ઓસ્ટિનને કહ્યું કે, "ઓકે મિસ જેની" અને શાંતિથી જેનીની સામે રાખેલી ચેરમાં તે બેસી ગયો.

તેને આમ પોતાની સામે ચેરમાં બેઠેલો જોઈને જેની તરત જ ઉભી થઈ ગઈ અને તેણે મીતને કહ્યું કે, " મીત સર તમે અહીંયા બેસો આ ચેર ઉપર હું અહીંયા સામે બેસું છું તમે આ રીતે અહીંયા બેસો મારી સામેની ચેર પર તે સારું ન લાગે." એટલે મીતે પણ હસીને જેનીને કહ્યું કે, " નો નો નો યુ આર નોટ માય એમ્પ્લોઈ, યુ આર ઓન્લી માય ફ્રેન્ડ..."

જેની પણ મીતના આ શબ્દો સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને હસી પડી અને બોલી કે, "થેન્ક યુ માય ડિયર."

મીત અને જેની આમ વાતો કરી રહ્યા હતા અને સાંવરીનો ફોન આવ્યો એટલે મીત ફોન ઉપાડીને તરત તેની સાથે વાત કરતાં કરતાં પોતાની કેબિનમાં પ્રવેશ્યો.

સાંવરી: બોલ શું કરતો હતો ?

મીત: બસ કંઈ નહીં ઓફિસમાં છું જો બસ કામ કરતો હતો. બોલ તું પહોંચી ગઈ શાંતિથી.
સાંવરી: બસ હા પહોંચી ગઈ અને આ જો ક્યારનો તું ખૂબ યાદ આવતો હતો એટલે તને ફોન કર્યો. આપણી ઓફિસના ડ્રાઈવર શાંતિકાકા આવે છે મને લેવા માટે.
મીત: ઓકે, ક્યાં જાય છે તું ? આપણાં ઘરે કે તારા ઘરે ?
સાંવરી: ના, અત્યારે હું આપણાં ઘરે જ જાઉં છું પછી હમણાં મોમ ડેડને મળીને ફ્રેશ થઈને જમીને મારા ઘરે જઈશ બારોબાર મારા ઘરે જવું તેવું સારું ન લાગે.
મીત: એવું કંઈ નહીં તારા પપ્પાની તબિયત સારી નથી તો સીધા તારા ઘરે જવું હતું ને ?
સાંવરી: ના ના મોમ ડેડ ને મળીને, ફ્રેશ થઈને જમીને પછી જ જઈશ. તું ચિંતા ન કર પછીથી શાંતિકાકા મને મારા ઘરે મૂકી જશે.
મીત: ઓકે.

સાંવરી: બોલ બીજું શું છે ? તું શું કરે છે એમ કહે...
મીત: બસ કંઈ નહીં યાર તારા વગર બિલકુલ ગમતું નથી માય ડિયર સાવુ.
સાંવરી: હા મને પણ તારા વગર બિલકુલ ગમતું નથી બસ વારંવાર એકજ વિચાર આવ્યા કરે છે કે, તું શું કરતો હશે ? તે ખાધું તો હશે ને કે નહીં ખાધું હોય ? બસ આમ તારી જ ચિંતા થયા કરે છે.

મીત: અરે ગાંડી, એટલી બધી મારી ચિંતા ન કર્યા કરીશ હું તો બહારથી ઓર્ડર કરીને મંગાવીને પણ જમી લઈશ માટે તું મારી બિલકુલ ચિંતા ન કરતી.

અને મીત અને સાંવરીની આ પ્રેમથી ભરેલી એકબીજાની સતત સાથે રહેવા ટેવાયેલા એટલે એકબીજાની સતત ચિંતા કરતી વાતો ચાલી રહી હતી અને એટલામાં મીતના કેબિનનો દરવાજાને બહારથી કોઈએ નૉક કર્યો એટલે મીતે સાંવરીને કહ્યું કે, ઓકે ઓકે ચાલ મૂકું પછી શાંતિથી વાત કરું તારી સાથે.
સાંવરી: ઓકે ચલ બાય
મીત: ઓકે બાય.

અને મીતે ફોન મૂક્યો અને જે તેની કેબિનનો દરવાજો બહારથી નૉક કરી રહ્યું હતું તેને તેણે અંદર આવવા કહ્યું...

કોણ હશે ? જેની ? મીતને શું કહી રહી હશે ? તે જોઈએ આપણે આગળના ભાગમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
13/6/24