લવ યુ યાર - ભાગ 52 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 52

સાંવરીની ફ્લાઈટે ઈન્ડિયાભણી ઉડાન ભરી લીધી હતી. સાંવરી મીતને એકલો મૂકીને જવા નહોતી ઈચ્છતી પરંતુ તેને જવું પડ્યું હતું. મીત સાંવરીને વિદાય કરીને પાછો વળી રહ્યો હતો અને જેનીએ તેને પોતાના ઘરે બોલાવ્યો અને તેનો મનપસંદ વેજીટેબલ પુલાવ ખવડાવીને તેને ખુશ કરી દીધો. કહેવાય છે ને કે, કોઈને તમારા પોતાના કરવા હોય તો તેને રોજ તમારા હાથનું જમવાનું બનાવીને જમાડવાનું શરૂ કરી દો તો તે ઓટોમેટિક તમારા થઈ જશે.
આજે લંડનમાં બહારનું વેધર થોડું ઠંડુ હતું એટલે જેનીએ મીતને પોતાના ઘરે રોકી લીધો હતો. મીત જેનીના સુસજ્જ બેડરૂમમાં સૂઈ જવાની તૈયારી કરતો હતો અને પોતાની સાંવરી ક્યારે ફોન ચાલુ કરશે અને ક્યારે મને ફોન કરશે તેમ વિચારી રહ્યો હતો અને ઘડિયાળમાં સમય જોઈ રહ્યો હતો અને સાંવરીનો ફોન આવ્યો... એટલે સાંવરીએ તેને તરતજ પૂછ્યું કે, "પહોંચી ગયો ઘરે શાંતિથી."
મીત: હા બસ પહોંચી ગયો.
સાંવરી: શું કર્યું જમવાનું પછી તે ?
મીત બસ બહુ દિવસે પુલાવ ખાવાનું મન થયું હતું એટલે પુલાવ ખાઈ લીધો.
સાંવરી: ઓકે.
મીત: બોલ તું શું કરે છે ?
સાંવરી: બસ તને યાદ કરું છું જો.. અને સાંવરીના મોંએથી આ સાંભળતા જ મીતના ફેસ ઉપર સ્માઈલ આવી ગયું.
બોલ બીજું કંઈ?
સાંવરી:હવે ફ્લાઇટ ટેક ઓવર થશે જો.
મીત: ઓકે ચલ પહોંચીને મને ફોન કરજે.
સાંવરી: હા ઓકે.
મીત: અને સાંભળ તને લેવા માટે શાંતિ કાકા આવવાના છે એટલે તું ચિંતા ન કરતી મારી એમની સાથે વાત થઈ ગઈ છે.
સાંવરી: ઓકે માય ડિયર થેન્ક્યુ.
મીત: ઓકે ચાલ બાય મુકુ બેટા હવે થાકી ગયો છું એટલે સૂઈ જઈશ.
સાંવરી: હા ઓકે ચાલ બાય સુઈ જા શાંતિથી.

અને મીત શાંતિથી સૂઈ ગયો તરત જ તેને ઊંઘ આવી ગઈ સવાર પડજો વહેલી.
સવારે જેની થોડી વહેલી જ ઉઠી ગઈ હતી અને તેણે મીત માટે ગરમાગરમ અને ચા અને પૌંઆ બનાવીને રાખ્યા હતા થોડીવાર પછી મીત ઉઠ્યો એટલે બંને સાથે બેસીને બ્રેકફાસ્ટ કર્યો અને ચા પીધી.

જેની આજે ખૂબ ખુશ હતી ઘણાં બધાં સમય પછી તેને જાણે કોઈ ફ્રેન્ડ સાથે બેસીને બ્રેકફાસ્ટ કરવા મળ્યો હતો ઘણાંબધાં સ્ટ્રેસમાંથી તે પસાર થઈ હતી અને માટે જ તે ખૂબ કંટાળી ગઈ હતી. તેણે મીતને કહ્યું કે આ રીતે તું દરરોજ મારા ઘરે મને જમવા માટે કંપની આપવા આવશે તો મને ખૂબ ગમશે હું છેલ્લા ઘણા બધા સમયથી ખૂબ જ કંટાળી ગઈ છું આ બધો સમય મેં ખૂબ ખરાબ રીતે પસાર કર્યો છે જાણે સાવ એકલી પડી ગઈ છું. હવે તું અહીં લંડનમાં આવ્યો છે તો કોઈક પોતાનું આવ્યું હોય તેવું મને લાગે છે. ખબર નહીં તારી સાથે મન મળી ગયું છે એટલે તું મને મારો પોતાનો હોય તેવું જ લાગે છે. જેની બધું બોલી રહી હતી અને મીત ચૂપચાપ તેને સાંભળી રહ્યો હતો. બ્રેકફાસ્ટ કરી લીધો એટલે તેને ઘરે જવા માટે જેનીને કહ્યું જેની તેને કંઈક પૂછવા માંગતી હતી એટલે જેની એ કહ્યું કે, " મીત હું તને એક વાત પૂછું ? "
મીત: હા પૂછને.
જેની હું પહેલા તારી ઓફિસમાં કામ કરતી હતી તેમ ફરીથી મને જોબ મળશે હું ઘરે એકલી બેસીને ખૂબ જ કંટાળી ગઈ છું. પ્લીઝ, તારે મારું આ કામ કરવું જ પડશે.
મીત: પ્લીઝ પ્લીઝ કરીને તું કેટલા કામ કરાવશે મારી પાસે ?
મીત અને જેનીના બંનેના મોં પર સ્માઈલ આવી ગઈ જાણે ઘણાં બધાં લાંબા સમય પછી, એક અરસા પછી બંને જૂના મિત્રો મળ્યાં હતા અને સાથે બેસીને ચા નાસ્તો કરીને થોડો રાહતનો સમય પસાર કર્યો હોય અને ખૂબ જ શાંતિ અને ખુશી મળી હોય તેવું બંનેને ફીલ થયું જેનીએ હસતાં હસતાં કહ્યું કે બસ આ છેલ્લું કામ પછી તને કોઈ પણ કામ નહીં સોંપુ.
મીત: ગાંડી, આખીયે ઓફિસ તારી જ છે તારે મારી પાસે કામ માંગવાનું ન હોય ખાલી મને હુકમ કરવાનો હોય તું મારી ફ્રેન્ડ છે તારો મારી ઉપર એટલો હક છે.
જેની: ક્યારથી જોઈનિંગ લઉં હું ?
મીત: જ્યારથી તારી ઈચ્છા હોય ત્યારથી.
જેની: આવતીકાલથી ?
મીત: હા, સ્યોર.
ચાલ હવે હું નીકળું મારે ઓફિસ જવાનું લેઈટ થઈ જશે હજી તો ઘરે જઈશ બાથ લઈશ રેડી થઈશ પછી જઈશ.
જેની: ઓકે ચાલ બાય આવતીકાલે મળીએ.
મીત: ઓકે ચાલ બાય.
અને મીતે પોતાની ગાડી સ્ટાર્ટ કરી અને તે પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.

ઘરે જઈને ફટાફટ સાવર બાથ લઈને રેડી થયો અને સમયસર પોતાની ઓફિસ પહોંચી ગયો.
હવે સાંવરી નહોતી એટલે બધું જ કામ તેણે પોતાના એકલે હાથે સંભાળવાનું હતું એટલે તેને થોડું ટેન્શન થવા લાગ્યું હતું.

આજે ઘણાંબધાં દિવસે તે એકલો સાંવરી વગર ઓફિસે આવ્યો હતો એટલે કામમાં થોડો ગુંચવાઈ રહ્યો હતો સવારનું બધું જ કામ તેણે પૂરું કર્યું અને પછીથી તેને થોડી હાંશ થઈ અને તેણે સાંવરીને ફોન કર્યો પોતાના સસરાની ખબર પૂછી અને સાંવરી સાથે શાંતિથી વાત કરવા લાગ્યો કે, " સાવુ માય ડિયર મને તારા વગર બિલકુલ ગમતું નથી અને કામ પણ એટલું બધું પહોંચે છેને કે જાણે થાકી જવાય છે આજે તો હું એકલો એકલો ઓફિસમાં જાણે કામ કરીને થાકી ગયો છું. "
સાંવરી જરા મીઠું હસી પડી અને તેને કહેવા લાગી કે, " ઓસ્ટિનની મદદ લેવી હતી ને તારે ? "
મીત: ઓસ્ટિનની મદદ જેમાં લેવાતી હોય તેમાં લેવાય બધુ થોડું એને ખબર પડે, અમુક કામ તો મારે મારી જાતે જ કરવું પડેને અમુક કામમાં તો એની ચાંચ પણ ન ડૂબે.
સાંવરી: હા એ વાત સાચી. શાંતિથી કામ કર આમ બઘવાઈ ન જઈશ પહેલા તું એકલો રહેતો હતો ત્યારે એકલે હાથે કામ નહોતો કરતો.
મીત: ત્યારની વાત જુદી હતી ત્યારે આપણો બિઝનેસ પણ તો આટલો બધો ફેલાયેલો નહોતો ને અત્યારે તો તે, આપણો બિઝનેસ જ એટલો બધો ફેલાવી દીધો છે કે વાત ના પૂછો.
સાંવરી: હા તો સારું છે ને.
મીત: હા, તો સારું જ છે ને હું ક્યાં ના પાડું છું પણ એટલે કામ એટલું પહોંચેને...
સાંવરી: રાઈટ રાઈટ, સવારે ઉઠી ગયો હતો વહેલો ટાઈમસર ?
મીત: હા, યાર આ ઓફિસે વહેલા પહોંચવાનું હતું એટલે તેના ટેન્શનમાં ને ટેન્શનમાં વહેલો જ ઉઠી ગયો હતો અને સાંભળને મારી વાત મને તો તારા વગર બિલકુલ અહીંયા ગમતું નથી. પહેલા હું એકલો અહીંયા રહી શકતો હતો હવે હું એકલો અહીંયા ન રહી શકું. ઘરમાં પણ મને તો પલકે ને પલકે કંઈપણ જોઈતું હોય એટલે તું જ યાદ આવી જાય અને પછી જાતે લેવું પડે અને કંઈપણ શોધવું પડે એટલે બહુ ગુસ્સો આવે.
સાંવરી: કંઈ શોધવું પડે તેવું ક્યાં કંઈ મૂકેલું જ છે બધુંજ મળી જાય તેવું તો મૂક્યું છે.
મીત: હા પણ લેવું તો પડે ને..
સાંવરી: હા હવે લેવું તો પડે ને... તું તો ખરો છે યાર... સારું બોલ બીજું કંઈ?
મીત: બસ બીજું કંઈ નહીં તું સંભાળીને રહેજે અને મમ્મી પપ્પા બંનેનું ધ્યાન રાખજે.
સાંવરી: સારું ચાલ મૂકું બાય
મીત: ઓકે બાય.
અને બંનેની વાત પૂરી થઈ એટલે બંનેએ ફોન મૂક્યો અને મીત પાછો પોતાના કામે વળગ્યો અને સાંવરી સૂઈ ગઈ. બસ એ દિવસે તો મીત કામ પતાવીને સૂઈ ગયો અને થાકી એટલો ગયો હતો ને કે પથારીમાં પડતાં વેંત તેને ઉંઘ જ આવી ગઈ.

જેની તો આજે ખૂબજ ખુશ હતી કારણ કે, મીતની કંપનીમાં તેને જોબ મળી ગઈ હતી. તેને મીત પહેલેથી જ ખૂબ ગમતો હતો પરંતુ મીતે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી એટલે તેનાં અરમાન અધૂરાં ને અધૂરાં રહી ગયા હતા. હવે પાછું ફરીથી તેને મીત સાથે કામ કરવા મળ્યું એટલે તે ખૂબ ખુશ હતી.

આજે મીતની કંપનીમાં તેણે ફરીથી જોઈનીંગ લીધું હતું તેનો પહેલો દિવસ હતો જોઈએ આપણે આજે પહેલા દિવસે શું થાય છે તે આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/6/24