પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 1 Dhruvi Kizzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 1

ભાગ - ૧



" અનામિકા .... બેટા પ્લીઝ અહીં આવતી રહેજે , ત્યાં બહાર ખુબ જ ઠંડો બર્ફીલો પવન ચાલે છે .... અનુ ... ક્યાં જતી રહી આ છોકરી પણ .. " - મીનાબેન ઘરની અંદરથી બુમાબુમ થતાં હતાં .


અનામિકા દાંત કકડાવતી ઘર અંદર એક ડોગને લઈ આવે છે અને ફટાફટ દરવાજો બંધ કરી સગડી પાસે તાપ લેવા બેસી જાય છે . મીનાબેન પણ ત્યાં જ અનુ માટે ટીશર્ટ ગુંથતા હતાં .

નાનું ડોગ જોઈ મીનાબેન ચોંકીને : " અરે આ શું અનુ !!! આ કોનાં માટે લઈને આવી ગઈ , ક્યાંથી મળ્યું તને આ ડોગ ... કોનું છે ??? જા અત્યારે જ પાછુ મુકી આવ જ્યાંથી લાઈ આવી છો ત્યાં જ . "

અનુ ચિડાઈને : " બહાર કેટલી ઠંડી છે મોમ . અને આ ડોગ .. એ એટલી ઠંડીમાં જીવી શકે ?? તેને આમ એકલાં મુકી હું ન આવી શકત એટલે મેં તેને ઘર પર લાવવાનું નક્કી કર્યું . અને આ કેટલું ક્યુટ અને માસુમ છે જો તો જરાક . કોણ એને આમ છોડીને જતું રહ્યું હશે નિર્દય વ્યક્તિ હન ... "

અનુ ડોગ પર હાથ ફેરવી તેને રમાડવા લાગે છે . પણ મીનાબેન ઊભા થઈ અનુને સમજાવે છે , " તું સમજતી કેમ નથી અનુ ... ડેડ ઘરે આવશે અને આ ડોગને જોશે તો આખું ઘર સર પર લેશે . એ મને બિલકુલ નહીં પોસાય . જા તું અત્યારે જ તેને પાછુ મુકી આવ . "

અનામિકા મોઢું બગાડી નારાજગી બતાવતાં : " નહીં , હવે તો આ ડોગ બહાર રહેશે તો હું પણ બહાર જ રહીશ . જ્યાં આ ડોગ ત્યાં હું .. હું તેને એકલું નહીં છોડુ બસ . જુઓ તો ખરા કેટલું નાદાન છે . "

અનામિકા ડોગને લઈ ઉપર તેની રુમમાં જતી રહે છે અને જોરથી રૂમનો દરવાજો બંધ કરી દે છે .

મીનાબેન બહુ બુમો પાડી તેને રોકવાની કોશિશ કરે છે પણ તે એક શબ્દ નથી સાંભળતી . અનુએ તો જાણે નક્કી જ કરી લીધું હતું કે હું આ ડોગ સાથે જ રહીશ , રમીશ અને હવે એની સાથે જ જીવીશ .

એમ તો અનામિકાના ફાધરને કાશ્મીરમાં સફરજનની અને કાજુની સારી ખેતી હતી . અને ઉપરથી અનામિકા એકની એક હતી એટલે વિનુભાઈ કોઈ કસર ન રાખતા અનુની પરવરીશમા .

તેને જે જોઈએ એ માંગ્યે મળતું . પણ એનિમલસ્થી વિનુભાઈને પહેલેથી જ નફરત હતી . તેઓ વિજ્ઞાન હેલ્થમાં ખુબ જ માનતા એટલે એનિમલસ્ માં તેમને ગંદકી લાગતી . એટલે અનુના વારંવાર કહેવા છતાં તે કોઈ પ્રાણીને પાળવાની પરમિશન ન આપતાં .

પણ અનુને કોઈ સાથે રમવું હતું , પોતાનાં મનની વાત શેર કરવી હતી , ઘરમાં એકલાં રહી તે કંટાળી જતી . ઉપરથી ઠંડો વિસ્તાર એટલે બહાર આવવાં - જવાનુ પણ ઓછું રહેતું .

અનુને તેની વાત સાંભળવાવાળું કોઈ જોઈતું હતું જેને તે આખા દિવસની દાસ્તાન કહી મન હલકુ કરી શકે અને સામેવાળું કંઈ પણ બોલ્યાં વગર તેનું બકબક સાંભળ્યા કરે . અને આ તો વહાલા પ્રાણીઓમાં જ સંભવ હતું . આખરે ભગવાને સામેથી તેની વિશ પુરી કરી નાખી .

અનુ બહાર કામથી ગઈ હતી તો પાછી ફરતી વખતે તેને એક દાદર નીચે આ ડોગને લપાઈને બેઠેલું જોયું . અનુએ આજુબાજુ જોયું કોઈ ન હતું . તેને ડોગને હાથમાં લીધું અને થોડી વાર એનાં માલિકના આવવાની રાહ પણ જોઈ .

પણ એનો કોઈ ફાયદો ન થયો .. કોઈ એ ડોગને લેવાં આવ્યું નહીં . અને ત્યાં કોઈ સ્ટોલ પણ ન હતી કે જ્યાં જઈ પૂછપરછ કરી શકાય .

અંતે અનુએ વિચારી લીધું કે આ ડોગનો કોઈ માલિક નહીં હોય . અને તેને આ ડોગ ઘરે લઈ આવવાનું નકકી કરી લીધું .

મીનાબેન ખુબ જ મહેનતી અને સમજુ હતાં . તેઓએ પ્રેમલગ્ન કર્યા પછી ખેતીના કામથી કાશ્મીર આવી ગયા હતાં અને પરિવારથી દુર રહેવા લાગ્યાં હતાં .

ધંધો સેટ કરવામાં બંનેની ખુબ જ મહેનત હતી ત્યાર બાદ એટલો મોટો બંગલો નસીબ થયો હતો પણ એ વાતનું મીનાબેનમાં જરા પણ અભિમાન ન હતું .

સાદગી તેનું પહેલેથી જ જીવનસૂત્ર હતું . તેઓ એક સરખી જિંદગી જીવવામાં માનતા હતા . કારણકે તેમણે જિંદગીમાં ઘણાં ઊતાર - ચઢાવ જોયાં હતાં .



ક્રમશ: ....