લવ યુ યાર - ભાગ 51 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ યુ યાર - ભાગ 51

મીત સાંવરીને મૂકીને રીટર્ન થયો એટલે તેને પણ થોડું સૂનું સૂનું લાગવા લાગ્યું અને તે પણ એમ વિચારવા લાગ્યો કે, મને એકલા એકલા તો નહીં જ ગમે પણ હવે શું થાય સાવુના પપ્પાની તબિયત આટલી બધી બગડી હોય તો તેને મોકલવી તો પડે જ ને !! પણ ખરેખર ઘણાંબધાં લાંબા સમય પછી હું અને સાંવરી આ રીતે છૂટાં પડ્યા છીએ.. તેના વગર રહેવું જાણે મુશ્કેલ જ નહીં નામુમકીન છે તેને પણ ગમતું નહીં હોય પણ હવે શું થાય ?? લાવ તેને ફોન કરું... અને તરતજ મીતે સાંવરીને ફોન લગાવ્યો...

મીત: બોલ શું કરે છે ડિયર ?
સાંવરી: બસ, તારા જ વિચારો કરતી હતી અને તને જ યાદ કરતી હતી કે, તને મારા વગર બિલકુલ નહીં ગમે અને તું એકલો એકલો શું કરીશ ને તારું જમવાનું ને એ બધું, બહારનું તારે ખાવું પડશે અને બહારનું ખાઈને બિમાર ન પડતો તબિયત બરાબર સાચવજે...બસ ક્યારના આવા બધા વિચારો જ આવ્યા કરે છે.

મીત: મને પણ તું નીકળી ગઈ પછી જાણે એકદમ એકલો પડી ગયો હોઉ એવું લાગવા લાગ્યું, તને નહોતી જવા દેવાની એમ પણ થયું પછી વળી એમ થયું કે, તારા મમ્મી પપ્પાને તારી જરૂર હોય અને તેમની તબિયત ન સારી હોય તો તને મોકલવી જ પડે ને બસ મને પણ ક્યારના આવા બધા વિચારો જ આવ્યા કરે છે...
અને બંને જણાં સામ સામે જરાક હસી પડ્યા...
સાંવરી: સારું ચાલ હું ખૂબ જલ્દીથી પાછી આવી જઈશ ઓકે અને તું શાંતિથી રહેજે એવું હોય તો ઓસ્ટિનને આપણાં ઘરે તારી સાથે સૂઈ જવા માટે અને કંપની આપવા માટે બોલાવી લેજે...
સાંવરી બોલી રહી હતી અને એટલામાં સૂચના આવી કે, દરેકે પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરી દેવા અથવા તો એરોપ્લેન મોડ ઉપર મૂકી દેવા એટલે સાંવરીએ મીતને કહ્યું કે, ચાલ, હું તને પછીથી ફોન કરું હમણાં મારે ફોન બંધ કરવો પડશે.
મીત: ઓકે ઓકે, સારું ચલ બાય.
સાંવરી: બાય, લવ યુ...
મીત: લવ યુ ડાર્લિંગ.
અને મીત શાંતિથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો અને એટલામાં ફરીથી જેનીનો ફોન આવ્યો..
જેની: બોલ શું કરે છે ?
મીત: બસ આ સાંવરીને એરપોર્ટ ઉપર મૂકીને આવ્યો હવે ઘર તરફ જઈ રહ્યો છું.
જેની: તને ફાવે તેમ હોય તો થોડીકવાર માટે અહીં આવને..
મીત: ઓકે ચાલ આવું છું.

અને મીતે પોતાની કાર જેનીના ઘર તરફ વાળી.... થોડીક વારમાં જ તે જેનીના ઘરે પહોંચી ગયો તો જેની તેની રાહ જોઈને જ બેઠી હતી. તે પહોંચ્યો એટલે તરત જ જેનીએ તેને પીવાનું પાણી આપ્યું અને પછી તેને ડ્રીંક કરવા માટે પૂછવા લાગી.
મીતે સાફ શબ્દોમાં ઈન્કાર કરતાં કહ્યું કે, " મેં ડ્રીંક અને સ્મોકિંગ બંને લાઈફટાઈમ માટે છોડી દીધા છે માટે તે આજે ભલે મને પૂછ્યું હવે કદી ન પૂછતી "
જેની: ઓહો ખૂબ નવાઈની વાત છે તે ડ્રિન્ક કરવાનું છોડી દીધું અને સ્મોકિંગ પણ તારે તો તે બંને વિના બિલકુલ નહોતું ચાલતું...
મીત: હા તારી વાત સાચી છે પણ સમય માણસને બધું જ શીખવી દે છે અને માણસ બધું જ ચલાવતો થઈ જાય છે. મારી ઉપર જે ગુજરી છે તે તું સાંભળીશ તો તું પણ કહીશ કે હા, ખરેખર તું બચી ગયો મને મારી સાંવરીએ જ બચાવ્યો છે નહીં તો હું અત્યારે તારી સામે જીવતો ન ઉભો હોત..
જેની: ઓહો, એટલું બધું થઈ ગયું. એવું તે શું થઈ ગયું હતું તને ?
મીત: બસ ઓવર ટ્રીન્કીંગ અને ઓવર સ્મોકિંગ તેને કારણે મને કેન્સર ડિટેક્ટ થયું હતું. મેં તો એવું વિચારી જ લીધું હતું કે હું હવે મરી જ ગયો છું પણ સાંવરીની હિંમતની દાદ આપવી પડે તેણે મને છોડ્યો નહીં અને મને ખૂબ સાથ આપ્યો ખૂબ સાથ આપ્યો ખૂબ હિંમત આપી મારી ખૂબ સેવા કરી તેણે પ્રોપર ટ્રીટમેન્ટ કરી અને હું બચી ગયો.
જેની: ઓહો બહુ જોરદાર લાગે છે તારી સાંવરી તો મારે જોવી પડશે તેને મળવું પડશે તેને...
મીત: તું તેને મળીશ તો તું પણ ખુશ થઈ જઈશ બસ એવી જ છે મારી સાંવરી.
જેની: ઓકે બોલ ભૂખ લાગી છે તને? કંઈ ખાવું છે તારે ?
મીત: હા થોડી ભૂખ તો લાગી છે.
જેની: શું ખાઈશ બોલ ?
મીત: શું છે તારા ઘરે? એમ કહેને ?
જેની: તારો ફેવરિટ વેજીટેબલપુલાવ બનાવ્યો છે બોલ ખાઈશ ?
મીત: તને ખબર છે મને વેજીટેબલ પુલાવ ખૂબ ભાવે છે તો કેમ પૂછે છે ?
જેની: બસ એમ જ જોવા માટે કે હજી તારી જમવાની ચોઈસ બદલાઈ છે કે એની એ જ રહી છે.
અને મીત હસી પડે છે તેની સામે જોઈ અને જેની પણ હસી પડે છે.
મીત: લાવ હવે બહુ પરીક્ષાઓ ન લઈશ અને હસ્યા વગર પુલાવ આપ મને ચાલ જલ્દી કર..
જેની: એક સુંદર પ્લેટમાં મીત માટે ડેકોરેટ કરીને વેજીટેબલ પુલાવ પીરશે છે અને સાથે કોલ્ડ્રિન્ક આપે છે.
મીત: અરે યાર કોલ્ડ્રીંક નથી જોઈતું મારે ફક્ત પુલાવ આપને મને અને ચાલ તું પણ સાથે બેસી જા હું એકલો એકલો થોડો ખાવાનો છું.
જેની: હજી તારી મને સાથે જમવા બેસાડવાની આદત ગઈ નહીં કેમ ?
મીત: હા યાર મને એકલા એકલા ને તો ગળામાંથી કોળિયો નીચે ઉતરતો જ નથી તને ખબર છે ને ?
જેની: આટલા વર્ષો વીતી ગયા પણ તારામાં કંઈ બહુ ફરક નથી પડ્યો.
મીત: બસ ખાલી લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે મારી.
જેની: અને વાઈફ પણ તો બદલાઈ ગઈ..
મીત હસવા લાગ્યો... જેની જરા અકળાઈને જ બોલી, હસે છે શું ?
મીત: કેમ તારા હાથમાં ન આવ્યો એટલે તને ગુસ્સો આવે છે ?
જેની: હાસ્તો ગુસ્સો તો આવે જ ને.. તારી ઉપર પણ, આ તારી સાંવરી ઉપર પણ અને ઉપરવાળા ઉપર પણ...
મીત: એ તો જે થવાનું હોય તે જ થાય..
જેની: ના ના એવું કંઈ નહીં હોં આપણે જે કરવું હોય તે થાય..
મીત: એટલે તું કહેવા શું માંગે છે ?
જેની: એજ કે તે મારી સાથે લગ્ન ન કર્યા એટલેજ હું આ સુજોય સાથે ફસાઈ.‌..
મીત: તે સુજોય સાથે લગ્ન કર્યા એ તારી બહુ મોટી ભૂલ છે તારે બધી તપાસ તો કરવી જોઈએ ને એમનેમ લગ્ન કરી લેવાય ? મને પૂછ્યું હોત તો હું બધી તપાસ કરાવી લેત...
જેની: તે મને લગ્નની ના પાડી ને એટલે તારી ઉપર તો હું ખૂબ ગુસ્સે હતી તારી સાથે બોલવા જ નહોતી માંગતી..
મીત: તો પછી અત્યારે કેમ બોલી...
જેની: સુજોયનું આ બધું થયું એટલે મને ફક્ત તું જ યાદ આવ્યો મગજમાં ફક્ત તારું જ નામ ઘુંટાઈ રહ્યું હતું કે તું જ એક એવો છે જે મને હેલ્પ કરશે.
મીત: (પુલાવના વખાણ કરતા કરતાં બોલે છે) જોરદાર પુલાવ બનાવ્યો છે જેની તે તો !! હજી પણ તારા હાથની રસોઈ એટલી જ સરસ થાય છે મને તો ખૂબ ભાવ્યો.
જેની: હા તો હમણાં તારી સાંવરી નથી ત્યાં સુધી અહીંયા જમવા આવી જજે એટલે તને તારું ભાવતું બધું જ જમવાનું જુદું જુદું બનાવીને જમાડીશ.
મીત: હવે રોજ તારા ઘરે જમવા થોડું અવાય.
જેની: કેમ ન અવાય હું તારી ફ્રેન્ડ નથી ? તારા ઘરે હું કેટલું બધું રહેલી છું.
મીત: ઓકે આવીશ બસ
જેની: ઓકે.
મીત: ચાલ હવે હું ઘરે જવા માટે નીકળું.
જેની: અત્યારે રાત્રે આટલા મોડા તારે કેમ ઘરે જવું છે હવે અહીંયા જ સૂઈ જા સવારે ઉઠીને જતો રહેજે.
મીત: ના યાર હું નીકળું.
જેની: પણ, બહાર વેધર તો જો આજે બહુ ઠંડુ છે તું ઠરી જઈશ.
મીત: અરે યાર, ઓકે ચાલ ને અહીંયા સૂઈ જવું.
અને મીતના મોંએથી હા સાંભળીને જેની ખૂબ ખુશ થઈ ગઈ.
જેનીનું હાઉસ નાનું પણ ખૂબ સુંદર હતું. તેણે અને સુજોયે ખૂબજ પ્રેમથી તેની સજાવટ કરી હતી એક એક વસ્તુ શોધી શોધીને ઘરમાં લાવીને ગોઠવી હતી. જેનીએ મીતને અંદર પોતાના બેડરૂમમાં સૂઈ જવા માટે કહ્યું અને પોતે બીજા નાના બેડરૂમમાં સૂઈ ગઈ.

મીત તો જેનીનો બેડરૂમ જોઈને જ ખુશ થઈ ગયો. વ્હાઈટ કલરની ચાદર, દિવાલ ઉપર પણ વ્હાઈટ પેઈંટ કરેલો હતો અને પોલીસ કરેલું સુંદર પ્યોર સાગનું ડેકોરેટીવ ફર્નિચર આ બધું જોઈને મીતને થયું કે મારો કરોડોના બંગલાનો બેડરૂમ ઝાંખો પડી જાય તેવો જેનીનો બેડરૂમ છે અને તેણે જેનીને કહ્યું પણ ખરું કે, " જેની જોરદાર કામ છે તારું તો, ખૂબજ સરસ બેડરૂમ છે તારો તો. "
જેની: હા મીત, આ બધીજ ચોઈસ સુજોયની છે તેને ઘર શણગારવાનો ખૂબજ શોખ હતો એક એક વસ્તુ તે વિચારી વિચારીને ખરીદે અને વિચારી વિચારીને ઘરમાં ગોઠવે તેને આ બધામાં ખૂબ ખબર પડે.
મીત: ઓહ, અચ્છા.
મીત અને જેનીની વાતો ચાલી રહી હતી અને સાંવરીનો ફોન આવ્યો.

સાંવરીએ મીતને પૂછ્યું હશે કે, "તું ઘરે શાંતિથી પહોંચી ગયો" તો શું જવાબ આપ્યો હશે મીતે ? મીત સાંવરીને જેની વિશે જણાવશે કે નહીં જણાવે ? જેની સાંવરીની ગેરહાજરીનો મીત પાસેથી કંઈ ફાયદો તો નહીં ઉઠાવેને ? જોઈએ આપણે આગળ શું થાય છે તે....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/5/24