જે લોકોએ ધર્મના ગ્રંથો વાંચ્યા હશે એમને ખબર હશે. કે દાન સુપાત્રને કરવું જોઈએ. તો ચાલો આજે આપણે તેના પાછળ રહેલા કારણો જાણીએ.
"દાન સુપાત્રને શા માટે?
દાન, પુણ્ય કરવાથી ધર્મ થાય છે એ તો આપ સૌ જાણો જ છો. અત્યારના જમાનામાં અંગદાન નું મહત્વ વધ્યું છે. કોઈ અંગદાન કરે એટલે લોકો તેને મહાન લેખે છે. પણ આમાં પણ સુપાત્રતા જોવી જરૂરી છે. નહિતર ધર્મની જગ્યાએ પાપ પણ થઈ શકે છે. તમે તમારું કોઈપણ અંગ કૃપાત્ર વ્યક્તિને દાન કરો અને એ વ્યક્તિ જો પાપ કરે તો એનો દોશ તમને પણ લાગી શકે છે..
પ્રાચીન સમયમાં પણ અંગદાન થતા હતા. સીબીરાજાએ હોલા માટે પોતાના અંગોનું દાન કર્યું જ હતું. પણ હોલો શુંપાત્ર હતો. ઇન્દ્રિય દેવ હોલા નું સ્વરૂપ લીધું હતું. અને અગ્નિદેવને બાજ બનાવીને સીબીરાજા ની પરીક્ષા કરવા આવ્યા હતા. આવી મોટી મોટી કસોટીઓ આપવા પછી ભગવાન વિષ્ણુએ રઘુકુળમાં રામ તરીકે જન્મ લીધો હતો. તમે કોઈપણ પાપ કરો કે પછી પુણ્ય કરો તે તેના પ્રમાણ પર આધાર રાખે છે. કે કેટલા પ્રમાણમાં તમે પાપ કે પુણ્ય કર્યું છે. એ પ્રમાણે તમને તેનું ફળ મળે છે. અને એનું ફળ આસમાનમાં રહેલા નવ ગ્રહો, 27 નક્ષત્ર, અને 12 રાશિઓ દ્વારા તમને મળે છે, નાનું એવું પાપ કે પુણ્ય હશે, તો તેનું ફળ તમને 10 થી 20 દિવસમાં પણ મળી શકે છે, અને વધારે પ્રમાણમાં પાપ કે પુણ્ય તમે લગાતાર કર્યા રાખશો, તો 10 થી 20 વર્ષની અંદર કે 100 થી 200 વર્ષની અંદર પણ મળી શકે છે, એટલે કે આ જન્મમાં પણ મળી શકે છે અને આવતા જન્મમાં પણ મળી શકે છે, ગ્રહોની દશા પ્રમાણે મહાદશા અને અંતરદશા પ્રમાણે પાપ અને પુણ્યનું ફળ મળે છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમુક લોકો દરરોજ પાપ કરે છે છતાં એનું ફળ એમને નથી મળતું. અને અમુક લોકો જરાક પાપ કરે તો પણ તરત એનો ફળ તેને મળી જાય છે, ઈમાનદાર લોકો નાનું સરખું પાપ પણ જો ભૂલથી પણ એમનાથી થઈ જાય તો તેનું ફળ તે મેં તરત મળી જાય છે. અને બેઈમાન લોકો પાપ કરે તો તેઓ મોટા પ્રમાણમાં પાપ કરે છે લાંબા સમય સુધી પાપ કરે છે એટલે તેમને લાંબા ગાળે તેનું ફળ પ્રાપ્ત થાય છે. બાકી પાપ અને પુણ્યનું ફળ અવશ્ય મળે છે.
"લાખ છુપાવો કર્મ છતાંય નડે છે કરેલા
કર્મનું ફળ એક દિન અવશ્ય મળે છે "
માટે સમયનું ચક્ર ફરતું ફરતું જ્યારે તમારી પાસે આવશે, ત્યારે તમને તમારા કરેલા પાપ અને પુણ્યનું ફળ અવશ્ય મળી જશે.
"પાપ અને પુણ્ય થી બચવાની કોઈ છટકબારી નથી"
એ કુદરતના નિયમ પ્રમાણે ચાલે છે. તમે આ જન્મમાં કોઈને પણ કાંઈ પણ વિષય,વસ્તુ કે પ્રેમ નફરત કઈ પણ આપશો તો આવતા જન્મ કે આ જન્મમાં તમને અવશ્ય મળશે. માટે કૃપાત્ર સાથે કોઈપણ સંબંધ રાખવો જોઈએ નહીં. જો તમે એને કંઈ આપશો તો આવતા જન્મમાં કે આ જન્મમાં એની પાસેથી ફરજિયાત તમારે લેવું પડશે કુદરત ના નિયમ પ્રમાણે એટલે કુપાત્ર પાસેથી તમને નુકસાન થશે. અને સુપાત્ર પાસેથી લાભ થશે. માટે કુપાત્ર ને ક્યારે દાન કરવું નહીં.
"અન્ન અને જળના દાનમાં કુપાત્રતા જોવાતી નથી"
"સંસારનો પ્રેમ સમશાન સુધી અને ઈશ્વરનો પ્રેમ બ્રહ્માંડ સુધી"
તમે એમ પણ કહી શકો કે શરીરનો પ્રેમ સ્મશાન સુધી અને આત્માનો પ્રેમ બ્રહ્માડ શુધી. લી. ચૌહાણ સુરજબા "આર્ય "