'હર્ષયા ઉઠ....' કોઈ મારા ગાલ થપથાપાવતું હતું. પણ મારી ઊંઘ કુંભકરણ જેવી હતી. જે જલ્દી ઉડે તેવી નહતી.
મને દીપે જોર થી હલાવી ને ઉઠાડ્યો. મારી સામે દીપ નું મોટું માથું દેખાતું હતું. તે પેપર લઈને મને કાંઈક બતાવતો હતો. મેં મોબાઈલ ઓન કરીને ટાઈમ જોયો. સવારના છ વાગ્યા હતા.
"હજી તો છ વાગ્યા છે...મને આઠ વાગ્યા વગર ઉથડવાનો ટ્રાય ન કરતો. પ્લીઝ." મેં ફરી બ્લેન્કેટ મારા મોઢા પર ઢાંકી દીધો.
"લ્યા બબુચક ઉઠ... એક મોટો લોચો પડ્યો છે." દિપ મને જોર જોરથી હલાવવા લાગ્યો. હું હજી વધારે સુવા માંગતો હતો. તેનું ઓવર રીએક્ટ કરવું ખૂબ સામાન્ય હતું તેથી હું તેની વાત અવગણીને સુતો જ રહ્યો.
"અલ્યા બબુચક ઉઠ તે તો પથારી ફેરવી નાખી છે." દીપે મારુ બ્લેન્કેટ ખેંચી ને ન્યુઝ પેપર બતાવ્યું. હવે મને પણ લાગ્યું કે વાત સામાન્ય નથી.
હું બેઠો થયો અને આંખો મસલીને પેપર હાથમાં લીધું. પેપર માં છેલ્લા પેજના સેન્ટરમાં જ મોટા અક્ષર થી લખ્યું હતું.
'માંજલપુર માં રહેતો એક યુવાનના ઘરે થી લગ્ન માટે દબાવ આપવાથી તે ઘર છોડીને ચાલ્યો ગયો છે.' હેડલાઈન વાંચીને બધી ઊંઘ એકાએક ઉડી ગઈ. મેં એક ઊંડો ડૂમો ભર્યો અને દિપ તરફ જોયું.
"બે દિપલા આ શું લખ્યું છે?"
"એ જ કહું છું તને, પથારી ફેરવાઈ ગઈ તારી હવે"
"પણ બીજો કોઈ છોકરો પણ ભાગ્યો હોય એવું બની શકે ને? મારુ નામ ક્યાં છે આમા?" મેં પેપર માં બે ત્રણ વાર હાથ મારી ને કહ્યું.
"આખો આર્ટિકલ વાંચ તો ખબર પડશે." દિપ મારી બાજુમાં બેસી ગયો.
નીચે નાના અક્ષરમાં દસ એક લાઈનનો આર્ટિકલ લખ્યો હતો.
'વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક છોકરાએ લગ્ન ના પ્રેશર થી ઘર છોડી ને ચાલ્યો ગયો છે. કાલે રાતે સાડા દસ વાગ્યા પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ બતાવે છે.
મારી નજર સાઈડ ની બીજી કોલમ માં ગઈ.
'ગુરુકૃપા સોસાયટી માં રહેતો હર્ષ નામનો છોકરો ઘર છોડી ને ચાલ્યો ગયેલ છે.....'
"બે દીપલા આ તો મારુ જ નામ છે..." મેં જોર થી ગભરાઈ ને બૂમ પાડી.
"તને જ શોખ હતો ને લોકો ખોટું કરે છે એ સાબિત કરવાનો?" દિપે અવાજે કહ્યું અને મને મિડલ ફિંગર બતાવવા લાગ્યો.
"આ સાચું ના હોય. મેં હજી ઊંઘ માં લાગુ છું... કદાચ મેં સપનું જોઉ છું."
"સપનું નથી હકીકત છે હકીકત..." તેને ફરી મને પેપર બતાવ્યું.
"દીપલા મને એક લાફો માર..!!" મેં ગાલ તેની તરફ કરીને ને કહ્યું.
"શુ...??"
"લાફો માર મને..." મેં ફરી ગાલ બતાવ્યો.
ફટટાક..... અવાજ આવ્યો....
મારા કાન માં એક મિનિટ સુધી તમરીયા ચડી ગયા.મને નહતી ખબર કે તે આટલો જોર થી લાફો મારશે.
"બે દીપલા... સાચી વાત છે. મેં સપનું નથી જોતો... આતો સાચે માં લોચો પડી ગયો." મારુ મગજ સુન મારી ગયું. હું શુ બોલતો હતો તેનું પણ મને ભાણ નહતું.
"પહેલી વાત એ વિચાર કે આ પેપર માં છપ્પાવ્યું કોને?" દિપનું વર્ષો કાટ લાગેલું મગજ ફરી તાજું થવા લાગ્યું હતું.
અમે બંનેને આર્ટિકલ ફરી થી જોયો. નીચે લખ્યું હતું. 'લી. સૂર્યકાન્ત જોશી'
"સૂર્યા કાકા?? એમને આ આર્ટિકલ છાપ્યો?" મને એક ઝાટકો લાગ્યો.
"આ તો તારી બાજુ ના ઘર વાળા ને? પેલા અડધી ટાલ વાળા??" દીપને પણ અંદાજો આવી ગયો. કારણકે તેની વર્ષો થી અમારે ત્યાં અવર જવર ચાલુ જ હતી.
"હા... એ પત્રકાર છે."
"પણ તેમને તારી સાથે શુ લેવા-દેવા?"
"એમનો છોકરો આપડા જેટલો જ છે. એ સ્કૂલ ટાઇમથી જ મારી સાથે કોમ્પિટિશન કર્યા કરતા હતા પરંતુ તેમનો છોકરો દર વખતે મારાથી પાછળ રહેતો હતો. કદાચ એની ભડાસ નીકળતા હોય તેવું બની શકે.. અને એમને જ મને ભાગી જવનો આઇડિયા આપ્યો હતો." મને આખું પિક્ચર ખબર પડી ગઈ.
"હા એવું જ હશે.એ કાકા ની બાકી બચેલી ટાલ પર એક નાળિયેર ફોડવાનું મન થાય છે..." દીપે મુઠ્ઠી વાળી ને ઈસરો કર્યો.
"એ બધું છોડ પહેલા એક કામ કરવું પડશે." મેં કહ્યું.
"કયું કામ?"
"આપણે આખા વડોદરાના રેલવેસ્ટેશન, બસ સ્ટેશન, શોપિંગ મોલ, લોકલ માર્કેટ જેવી દરેક જગ્યાએ ફરીને આજના જેટલા પણ ન્યૂઝપેપર છે તે બધા ખરીદી લઈએ."
"હે..." દિપ અચંબિત થઈ ગયો "તું કરવા શું માંગે છે?"
"આ વાત જેટલા ઓછા લોકોને ખબર પડે તેટલું જ સારું રહેશે." મેં કહ્યું. "જો આ ન્યૂઝપેપર દરેક લોકો વાંચી જશે તો મારી આખી જીંદગી બરબાદ થઈ જશે દિપલા."
"એ તો આમ પણ થઈ જ જશે."
"તું હમણાં બકવાસ બંધ કર અને પેલા ન્યૂઝપેપર વેચવા આવે તેને પકડવા મારી મદદ કર."
"તું પાગલ થઈ ગયો છે?"
"હજી સવારના છ જ વાગ્યા છે. ન્યૂઝપેપર દરેકના ઘરે નહિ પહોંચ્યું હોય. ઝડપ કરીશું તો મોટા ભાગના ન્યૂઝપેપર આપણે ખરીદી લઈશું." મેં કહ્યું અને બાઇકની ચાવી લઈને બહાર નીકળી ગયો.
"તારું સાચેમાં ચસકી ગયું લાગે છે." દિપ પણ મારી પાછળ પાછળ આવ્યો. અમે બંને બાઈક પર સવાર થઈને ન્યૂઝપેપર નાખવા વાળાને શોધવા લાગ્યા.
"તું સવારે છ વાગે કેવીરીતે ઉઠ્યો?" મેં બાઈકનું એક્સિલેટ પુરજોશમાં હંકારીને દિપને પૂછ્યું.
"હું સવારે સુ-સુ કરવા ઉઠ્યો હતો. ત્યાંજ દરવાજેથી એક અવાજ આવ્યો. મેં તપાસ કરવા દરવાજો ખોલ્યો તો ત્યાં નીચે ન્યૂઝપેપર પડ્યું હતું. તે કામચોરે દૂરથી જ દરવાજે ન્યૂઝપેપર ફેંક્યું હશે. મેં ન્યૂઝપેપર અંદર લેવા હાથમાં ઉઠાવ્યું ત્યાં જ મને તારા આર્ટિકલની હેડલાઈન નજરે ચડી ગઈ."
"જે થયું તે સારું થયું. તે ન્યૂઝપેપર ફેંકવા વાળાને જોયો હતો?"
"હા."
"તે કઈ તરફ ગયો હતો?"
"જી.આઈ.ડી.સી. રોડ તરફ." દિપે કહ્યું. મેં બાઈક તે તરફ પુર ઝડપે દોડાવ્યું.
અમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી અમે પેપર વહેંચવા વાળાને શોધતા હતા. દરેક ગલીની અંદર નજર કરતા કરતા અમારો અડધો કિલોમીટર પસાર થઈ ગયો હતો પરંતુ પેપર વહેંચવા વાળાનો કોઈ અતોપતો નહતો. હું જમણી તરફની ગલી તરફ નજર રાખતો હતો અને દિપ ડાબી તરફની ગલી તરફ.
"પેલો રહ્યો." દિપે ઉંચા અવાજે આંગળી ચીંધીને કહ્યું. ડાબી બાજુની એક ગલીમાંથી તે બહાર નીકળતો હતો. મારી નજર તેની તરફ ગઈ. તે એક પછી એક દરેક ઘરે મારી આબરૂ નીકળતું ન્યૂઝપેપર ફેકતો હતો. હું પળભરમાં તેની પાસે પહોંચી ગયો.
"એય ભાઈ. ઉભોં રહે એક મિનિટ." મેં કહ્યું. હું તેની બાજુમાં જ બાઈક ચલાવવા લાગ્યો.
"તમે કોણ છો?" તેને મારી તરફ જોયા વિના બાઈક હંકારતો જ રહ્યો. "હમણાં સમય નથી મારી પાસે."
"પ્લીઝ ભાઈ મારી જિંદગીનો સવાલ છે." મે તેને રિકવેસ્ટ કરી. પરંતુ તેને જાણે કોઈ હોય જ નહિ તેમ મને અવગણી બાઈક હંકારતો જ રહ્યો.
"એ ટોપા...." દીપે ઉંચા અવાજે કહ્યું."એક વાર કહ્યું કે ઉભો રહે મતલબ..." દિપે આંખો કાઢીને તેને ધમકાવ્યો ત્યાં જ તેને બાઈકની બ્રેક મારી દીધી. તે દિપની ધમકીથી ડરી ગયો હતો.
"સોરી સોરી... મેં કાઈજ ખોટું કામ નથી કર્યું. પ્લીઝ મને જવા દો અહીંયાંથી." તેને તરત બાઈક ઉભું રાખીને ડરના મારે હાથ જોડીને માફી માંગવા લાગ્યો. મેં પણ બાઈક રોકી લીધું. અમે ઉતરીને તેની પાસે પહોંચી ગયા.
"સોરી અમારો એ મતલબ નથી." મેં તે ભાઈને માફી માંગીને શાંત કર્યો. "મને બસ આ બધા ન્યૂઝપેપર જોઈએ છે."
"હે?" તેના ચહેરા પર એક મોટો પ્રશ્નચિન્હ હતો. "એ રીતે હું એકપણ ન્યૂઝપેપર તમને ન આપી શકું."
મેં પાંચસોની નોટ તેના ખિસ્સામાં મૂકી દીધી. તેના ચહેરાના હાવભાવ આંખના પલકારામાં જ બદલાઈ ગયા. તેના ડરની જગ્યા ખુશીએ લઈ લીધી.
"અરે સાહેબ આમ પહેલા કહેવું જોઈએ તમારે." તેને બાઈકના સાઈડમાં લગાવેલા ઠેલામાંથી બધા ન્યૂઝપેપર કાઢીને મને આપી દીધા. તેના ચહેરા પર પાંચસો રૂપિયાની અસર હજીપણ જણાતી હતી.
"આ જોઈએ છે?" મેં ખિસ્સામાંથી બે હજારની નોટ કાઢીને પૂછ્યું.
"સાહેબ રૂપિયા કોણે નથી જોવતા?" તે હસતા હસતા માથામાં હાથ ફેરવવા લાગ્યો.
"બસ તારે ત્રણ કામ કરવાના છે."
"આના માટે તો તમે કહેશો તે કરવા તૈયાર છું સાહેબ." તેની આંખોમાં ભરીને ભરીને લાલચ દેખાતી હતી. જોકે લાલચ દેખાવી પણ વ્યાજબી હતી, કારણ કે તેને એક મહિનાની કમાણી ફક્ત એક દિવસમાં મળવાની હતી.
"પહેલું કામ એ છે કે તારા જેવા જેટલા પણ લોકો પેપર વહેંચવા જાય છે તે દરેક લોકોને કહી દે કે બધા પેપર મને આપી દે. હું તેને ખરીદી લઈશ." મેં કહ્યું. દિપની આંખો મોટી થઈ ગઈ.
"બીજું, તે જેટલા ઘરે પેપર નાખ્યા છે તેમાંથી જેટલા પેપર પાછા આવી શકે તેમ હોય તે પાછા ઉઠાવી લાવ."
"સાહેબ એ તો...."
"આ કામમાં એક બોનસ પણ છે." મેં તેની મૂંઝવણ જોઈને એક ઓફર મૂકી. "દરેક પેપર હું દસ રૂપિયામાં ખરીદી લઈશ."
"કામ થઈ ગયું સમજો." તેના ચહેરા પર લાલચની મોટી મુસ્કાન આવી ગઈ. "અને ત્રીજું?"
"હાલમાં વડોદરામાં ક્યાંથી પેપર ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને કયા-કયા સ્ટોરમાં જાય છે તેના એડ્રેસ આપ. બસ એટલે આ બે હજારની નોટ તારી."
એક જ મિનીટમાં તેને દસ થી વધારે ફોન કરીને બધા ન્યૂઝપેપર વહેંચવા વાળાને રોકી લીધા. દરેક લોકોને મારે પાંચસો પાંચસો રૂપિયા આપવાના હતા. સાથે સાથે શહેરના દરેક ન્યૂઝપેપર પણ ખરીદવાના હતા.
"બરાબર આઠ વાગે બધા ન્યૂઝપેપર કલેક્ટ કરીને તું મને અહીંયા જ મળજે. હું તને અને તારા સાથીઓને ન્યૂઝપેપરના અને તેમના રૂપિયા ચૂકવી દઈશ." મેં બે હજારની નોટ તેના ખીસામાં મૂકી. સેકન્ડોમાં જ તે તેનું કામ કરવા દોડી ગયો.
"દિપલા આપણે પણ આપણું કામ ફટાફટ પૂરું કરવું પડશે. ખાસ કરીને મારા ઘરેથી ન્યૂઝપેપર લાવવું પડશે."
"હું તો તને ધમાલનો ડિટેક્તિવ રોય સમજતો હતો પણ તું તો જેમ્સ બોન્ડ નીકળ્યો " દિપે મને ગળે લગાવી દિધી.
"આ બધી ચુમ્માં ચાટી છોડ અને કામ પર ધ્યાન આપ." મે તેને દૂર ધકેલી દીધો.
અમે બંને લપાક મારીને બાઈક પર સવાર થઈ ગયા. સુપર સોનીકની ઝડપે અમે મારા ઘર તરફ જવા લાગ્યા. મારા હૃદયની ઝડપ મારા કાણ સુધી મહેસુસ થતી હતી. મારુ ગળું સુકાવવા લાગ્યું હતું. મને ન્યુઝ પેપરમાં પોતાનું નામ જોવાની ઘણી ઈચ્છા હતી પરંતુ કોઈ મહાન કામ કરીને નહિ કે ઘરેથી ડરપોકની માફક ભાગોળા તરીકે.
પાંચ મિનીટનો રસ્તો ફક્ત અમે બે જ મિનીટમાં કાપી નાખ્યો. મારા બાઈકની બ્રેક વાગી ત્યારે અમે મારા ઘરના ગેટ પાસે પહોંચી ગયા હતા. મારી નજર કમ્પાઉન્ડમાં પડી. ત્યાં ન્યૂઝપેપર હાજર હતું. મારા શ્વાસમાં શ્વાસ આવ્યો. મારે એક મુશ્કેલ કામ પાર પડવાનું હતું. મને મારા જ ઘરના કમ્પાઉન્ડમાં ચોરી કરવાની હતી. તે પણ એક ન્યૂઝપેપરની.
મેં અવાજ કર્યા વિના ગેટની કળી ઉંચી કરી. આ કામ હું ઘણીવાર કરી ચુક્યો હતો. જ્યારે હું રાત્રે ઘરે મોળો આવતો ત્યારે ચોરી છુપીથી ઘરમાં જવાનું કામ મેં ઘણીવાર કર્યું હતું.
હું અવાજ કર્યા વિના કમ્પાઉન્ડમાં પહોંચી ગયો. ચોર પગલે હું પેપર સુધી પહોંચી ગયો. મેં નીચે ઝૂકીને જેવું પેપર લેવા ગયો ત્યાં જ ઘરમાં લાઈટ ઝબકી ગઈ. મને દરવાજા નીચેથી લાઈટ દેખાવવા લાગી. હું થોડી ક્ષણો સુધી ત્યાં જ અટકી ગયો. મને દરવાજાનું લોક ખોલવાનો અવાજ આવવા લાગ્યો. તે લોક ખુલે તે પહેલાં જ પેપર લઈને હું ત્રણ મોટા કુદકા મારીને બાઈક પર બેસી ગયો. સદનસીબે દિપે બાઈક તૈયાર રાખ્યું હતું.
"દિપલા બાઈક દોડાય..." મેં કૂદકો મારીને બેસતા કહ્યું અને દિપે પુર ઝડપે બાઈક દોડાવી દીધી એક કિલોમીટર સુધી મેં પાછળ ફરીને ન જોયું અને દિપે ઝડપ ઓછી ન કરી.
"બચી ગયા." મેં એક ઊંડો શ્વાસ લીધો.
"ભાઈ આપણું કામ પત્યું નથી. હજી ઘણી બધી જગ્યાએથી ન્યૂઝપેપર ખરીદવાના છે." દિપે મને યાદ અપાવ્યું.
"અરે હા. તું ફટાફટ રેલવે સ્ટેશન તરફ જવા દે ત્યાંથી આપણે રીક્ષા કે ટેમ્પો કરીને બધા ન્યૂઝપેપર ખરીદી લઈએ." મેં કહ્યું અને અમે રેલવે સ્ટેશન તરફ રવાના થઈ ગયા.
અમે એક રીક્ષા ભરીને દોઢ કલાકમાં આખા શહેરમાંથી શક્ય બને એટલા ન્યૂઝપેપર ખરીદી લીધા. અને વાયદા મુજબ પેપર વહેંચવા વાળા ભાઈઓને પણ રૂપિયા ચૂકવી દીધા. મારી એક મહિનાનો આખો પગાર સવારના ફક્ત બે જ કલાકમાં શૂન્ય થઈ ગયો હતો.
"હવે આટલા બધા પેપરનું આપણે તાપણું કરીશું કે તેમાં ભજીયા ખાઈશું?" દિપે રીક્ષામાં ભરેલા પેપર તરફ ઈશારો કરીને પૂછ્યું.
અમે ફ્લેટ નીચે રિક્ષામાં ન્યૂઝપેપર ભરીને ઉભા હતા.
"એ બધું પછી વિચારીશું." મેં પેપરનું એક બંચ ઉઠાવીને તેના હાથમાં પકડાવી દિધું. "હમણાં બસ આ પેપરને ઉપર લઈ જવામાં મારી મદદ કર નહિતર આટલા બધા પેપર જોઈને કોઈ આપણા પર સક ના કરી બેસે."
પંદર મિનીટની કમરતોડ મહેનત પછી અમે બધા પેપર ફ્લેટમાં લઈ આવ્યા. હજી સવારના સવા આઠ વાગ્યા હતા અને મોટા ભાગના શહેરના લગભગ દરેક પેપર અમારી પાસે હતા.
"થેક્યું જાડ્યા." મેં દિપના કદાવર પેટ પર મારીને કહ્યું.
"વેલકમ." તેને હાફતા હાફતંખ્યું.'હવે આગળ શું પ્લાણ છે?"