લોચો પડ્યો - 5 Shrujal Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોચો પડ્યો - 5




"મને કાંઈ સૂઝતું નથી." મેં કહ્યું.

"મારુ માને તો સીધો ઘરે જવા કરતા પહેલા તારા પપ્પા સાથે એક વાર ફોન પર વાત કરી જો." દિપે કહ્યું. મને તેની વાત વ્યાજબી લાગી.

મેં મારો મોબાઈલ સ્વીચઓન કર્યો અને એક મિનિટ સુધી ખચકાયા બાદ પપ્પા ને કોલ કર્યો. ચોથી રીંગ માં જ પપ્પાએ ફોન ઉપાડી લીધો. મને એમ હતું કે ફોન ઉઠાવતા જ પપ્પા ઈમોશનલ થઈ જશે પણ ફોન માંથી કોઈ અવાજ ન આવ્યો.

'હેલ્લો?? પપ્પા??'

'પપ્પા નઈ હસમુખ ભાઈ વાત કરું છું.' પપ્પાનો ગુસ્સામાં એટલો ઊંચો હતો કે દિપ પણ સતર્ક થઈ ગયો. "તને શું લાગે છે કે તું ન્યૂઝપેપર ચોરી કરી જઈશ તો હું પેપર નહિ વાંચું? મેં તને ભાગતા જોયો હતો અને પેલો જાડીયો પણ તારી સાથે હતો. ત્યાંજ મને લાગ્યું કે કોઈ ગડબળ ચોક્કસ છે. એટલે હું પહેલા બાજુમાંથી સૂર્યકાન્તનું પેપર લઈ આવ્યો અને...." તેઓ ગુસ્સો જતાવવા શબ્દો શોધવા લાગ્યા.

"તું એ હદે નીચે પડી ગયો કે તે તારા જ ઘરમાં ચોરી કરી?" તેમને તીખા શબ્દોમાં પૂછ્યું.

"તે ચોરી નહતી પપ્પા. બસ એક ન્યૂઝપેપર હતું."

"પપ્પા ન કહીશ મને." તેમનો અવાજ ફરી ઉંચો થઈ ગયો.

"દીપલા...."

"શુ?"

"રૂમ નું ભાડું કેટલું છે?"

"ચાર હજાર, કેમ?"

"હું બે હજાર આપી દઈશ પણ આજ થી મારે અહીંયા જ રેહવું પડશે એવું લાગે છે." મેં ગભરાઈ ને કીધું.

દિપ ની નજર મારા ફોન પર પડી.

"તું ફોન પર વાત કરને મારી સાથે શુ બકવાસ કરે છે?"

"અરે હા..." મેં ફરી ફોન પર વાત ચાલુ કરી.

'પપ્પા હું ઘરે જ આવું છું..'

'કોઈ જરૂર નથી તારી આ ઘર માં...' પપ્પા એ મારી વાત કાપી નાખી.

'એવું નથી મારી વાત તો સાંભળો..'

'મારે કઈ નથી સાંભળવું... મહેરબાની કરીને ઘરથી દૂર જ રહેજે... લોકો ની વચ્ચે નાક તો કપાવી દીધું છે, હવે બાકી બચેલી ઈજ્જત પણ તારે ઉતારવી છે?' મેં મારા પપ્પા નો આટલો ઉંચો અવાજ ક્યારેય નહતો સાંભળ્યો.

'પણ મારે ઘરે આવવું છે' મારી હિમ્મત તૂટવા લાગી.

'નઈ... ઘર માં આવવની તો વાત જ ના કરતો.' પપ્પા કંઈક વધારે જ ગુસ્સા માં લાગતા હતા.

'તમે જે કહેશો તેના માટે હું તૈયાર છું પણ પ્લીઝ મને ઘરે આવવા દો' મારો અવાજ નરમ થવા લાગ્યો, પણ મેં મારી આંખની ધારે આવેલા આંશુઓ પર જેમતેમ કરીને કંટ્રોલ કરી રાખ્યું.

'હમણાં તો ઘરે નથી જ આવવાનું. અને જો આવવું હોય તો એક જ સરત છે.' પપ્પા નો અવાજ થોડો નીચો થયો પણ કઠોરતા હજી પણ તેમની તેમ જ હતી.

'તે ઘર એટલા માટે છોડ્યું હતું કે અમે તારા લગન માટે ઉતાવળ કરતા હતા કે ખોટી છોકરી પસંદ કરતા હતા!' પપ્પા ના શબ્દો મને ગમ્યા તો નહીં પણ હકીકત આજ હતી. મેં તેમના શબ્દો માં હામી ભરી. અને તેમને બોલવાનું ચાલુ રાખ્યું.

'તો પછી તારા લગન નો નિર્ણય તું જાતે જ લઈ લે'

'એવું નથી પપ્પા..'

'ચૂપ...' ફરી તેમનો અવાજ ઉંચો થઈ ગયો. આ વખતે મારા રૂંવાટા ઉંચા થઈ ગયા.

'સાંભળી લે મારી વાત... એક વર્ષ નો સમય આપું છું.જો ઘર માં આવવું હોય તો કોઈ છોકરી ને લઈને જ આવજે. પણ જો એક વર્ષ સુધી કોઈ છોકરી એ તારી સાથે લગન કરવાની ઈચ્છા ના બતાવી તો હું કહું ત્યાં જ તારે લગન કરી લેવાના. આ જ સરતે હું તને ઘર માં પગ મુકવા દઈશ. કા તો છોકરી લઈને આવજે અથવા એક વર્ષ પછી ઘર માં આવજે. નિર્ણય તારે કરવાનો છે.' આટલું કહી ને ફોન કટ થઈ ગયો.

ફોન મૂકી હું એક જ જગ્યા એ તાકી ને એ સમજવાનો પ્રયત્ન કરતો હતો કે આ બધું સાચું છે કે સપનું?? પણ મારે સપના માંથી બહાર આવવા દિપનો બીજો લાફો નહતો ખાવો.

"શુ વાત થઈ?" દીપના આવાજ થી હું સપના માંથી બહાર આવ્યો.

"કોઈ લોચો લડ્યો કે શુ?" દિપ પણ ચિંતા માં આવી ગયો.

મેં દિપને પપ્પા સાથે થયેલી આખી વાત કહી. તે પણ ગભરાઈ ને મારી જેમ સુનમુન થઈને બેસી ગયો.

"દિપલા કોઈ બાપ પોતાના છોકરા સાથે આવું કેવી રીતે કરી શકે યાર?" મેં મોડું બગાડીને ચુપી તોડી.

"કોઈ છોકરો પણ આવી રીતે ઘરે થી કેવી રીતે ભાગી શકે યાર?" દિપે મને મારી જ ટોન માં જવાબ આપ્યો.

"તું મારી સાઈડ છે કે મારા પપ્પા ની સાઈડ?" આવા સમયે તમારો એકમાત્ર સહારો પણ ડગવા લાગે ત્યારે મગજ નો પારો ઉંચે જ ચડે.

"ભૂલ તારી પણ છે જ." તેને કહ્યું. હું ચૂપ જ રહ્યો.

મારી પાસે બોલવા માટે એકપણ શબ્દ નહતો. મને સૂનમૂન જોઈને દિપે મારા ખભા પર હાથ મૂકીને મને આશ્વાસન આપ્યું.

સાંજ સુધી અમે રૂમ પર જ રહીને આગળ શુ કરીશું તેનો વિચાર કર્યા કર્યો પણ તેનો કોઈ જવાબ અમને મળ્યો નહિ.

અમારુ રૂમ માં દમ ગુટવા લાગ્યું હતું હતું એટલે અમે બંને ઈવા મોલ તરફ ચાલવા નીકળી પડ્યા. લગભગ સાંજ ના સાત વાગ્યા હતા. રસ્તામાં ફૂટપાથ પર અઢળક લારીઓ હતી. જેમાં ઘણા લોકો લારીના ટેબલ પાથરવાની તૈયારીઓ કરતા હતા. તો કોઈ એ તડકા ની શરૂવાત કરી દીધી હતી.

વિચારતા વિચારતા અમે ઈવા મોલ સુધી પહોંચી ગયા. ત્યાં બહાર બેસવા માટે ઘણી બધી જગ્યા હતી. નાના છોકરાઓ માટે પાંચ છ રાઈ હતી, જ્યાં નાના છોકરાઓની લાઈન લાગી હતી. મોલ ની બહાર ઘણી અવર જવર હતી છતાં ત્યાં શાંતી લાગતી હતી. રાઈડ ની આગળ પાણી ના ફુવારા લોકો ને આકર્ષિત કરતા હતા. જેની બાજુમાં પથ્થર ના દાદર બેસવા માટે બનાવ્યા હતા, અમે બંને ત્યાં જઈને બેઠા.

મારી નજર જમ્પિંગ જાયન્ટ માં બેઠેલા એક છોકરા પર અટકી ગઈ જે લગભગ પાંચ-સાત વર્ષનો હશે. તેના મોઢા પર કોઈ પ્રકારનું ટેન્શન નહતું. બસ તે વર્તમાન ની મજા લેતો હતો. તેને જોઈને મને થયું કે કાશ હું નાનો જ રહ્યો હોત.

"શુ વિચારે છે?" દિપે મને સપના માંથી બહાર નીકાળ્યો.

' આપણે મોટા જ કેમ થયા યાર?'

' કેમ કે આપણી પાસે બીજું કોઈ ઓપ્સન જ નહતું.'

' પ્લીઝ એવા ટાઈમે મજાક ના કર.'

"એ બધું છોળ, તારે ઘરે જવું છે કે નહિ?"

"હા, જવું તો છે જ પણ હું મારી લાઈફ નો ડિસિઝન તો જાતે જ લઈશ. ભલે ગમે એવી તકલીફો આવે. પપ્પાએ આપેલો ચેલેન્જ માં એમને વળતો જવાબ ના આપું તો મારુ નામ પણ હર્ષ નઈ" હું અંદરથી ડરી ગયો હતો છતાં પરિસ્થિતિ સામે લડવા તૈયાર હતો.

"વાહ...પિછવાળા ફટે તો ફતે પર નવાબી ના ઘટે... " દીપે ટોન્ટ મારી. પણ મને તેની કોઈ અસર ના થઈ.

' મે ભલે ઘર છોડ્યું છે, પણ હું પિછેહઠ નહિ કરું.' મે મારી અંદર જોશ ભર્યું.

' ઓ હેલ્લો.... તે ઘર નથી છોડ્યું, તને તારા પપ્પાએ કાઢી મૂક્યો છે.'

' તારી તો બે***... અહીંયા હું માંડ માંડ મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કરું છું અને એક તું છે જે મારા પગ ખેંચીને નીચે લઈ આવે છે.તું છે કોણી બાજુ છે? મારી કે પપ્પાની? '

' સોરી ભાઈ, તારી જ બાજુ છું. '


> અમે દોઢ બે કલાક સુધી ત્યાં જ બેસીને આ વિષય પર ચર્ચા કરી. જેમાં રહેવાનું, જમવાનું અને આગળ શુ કરીશું તેનો પ્લાનીંગ કર્યો. થોડા કપડાં અને જરૂરિયાતની વસ્તુઓ અમે ઇવા મોલ માંથી જ ખરીદી લીધી.

અમે રાતે બહાર જમી ને રૂમ પર પહોંચ્યા. મેં રૂમ માં મારો નવો ખરીદેલો સામાન ગોખવ્યો અને અમે સુવાની તૈયારી કરી. મારુ મગજ પ્રશ્નો થી ભરેલું હતું. આગળ શુ થશે તેની મને જરાય ખબર નહતી. પપ્પા લોકો મને થોડા દિવસમાં પાછો બોલાવી લેશે કે શુ? હું આ રીતે દિપ સાથે કેટલો સમય રહીશ? અને સૌથી મોટો પ્રશ્ન, મને લગ્ન માટે કોઈ છોકરી મળશે કે નહિ? અને મળશે તો ક્યાં મળશે? કોઈ મળી પણ ગયું તો એ મારી સાથે લગન કરવા તૈયાર થશે પણ કે નહી? એક વર્ષ સુધી કોઈ છોકરી મળી જ નહીં તો? સતત વિચારો વચ્ચે હું સૂઈ સકતો નહતો. મારે સવારે જોબ પર જવાનું હતું. જોકે આવી માનસિક હાલત માં હું જોબ પર જઈ શકું તેમ ન હતો પણ હવે મારે પોતાના દમ પર જીવવાનું હતું માટે હું એક દિવસ પણ રજા પાડી શકતો નહતો.


*

બીજા દિવસે સવારે હું માંડ માંડ ઊઠીને ઓફિસ પહોંચ્યો.સતત વિચારો વચ્ચે મારી ઊંગ સરખી પૂરી થઈ નહતી.


"ગુડ મોર્નિંગ સર." પ્રતિકે મને રોજ ની જેમ વિસ કર્યું. તે મને દિલ થી વિષ કરતો હતો કે હું તેનો સીનીયર હતો તે માટે? એ મને ખબર નથી. મેં પણ તેને બદલા માં ગ્રીટ કર્યું.

હું 'અસેનડેન્સી ડિજિટલ હબ' ડિજિટલ માર્કેટીંગની કંપની માં સોશિયલ મીડિયા માર્કેટિંગ અને એપ ડેવલોપમેન્ટનો હેડ હતો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંકડ ઇન અને ગુગલ પી.પી.સી.જેવા પ્લેટફોર્મ નું સંપૂર્ણ સ્ટ્રેટેજી થી લઈને પેયમેન્ટ અને કન્સલ્ટિંગ હું સાંભળતો હતો. પ્રતીક નું કામ મારી કહેલી સ્ટ્રેટેજી પ્રમાણે ગ્રાફિક ડિઝાઇન,કેમ્પઈન સેટ કરીને રન કરવાનું હતું જેનું હું એનાલિસિસ કરીને સુધારા વધારા કરવાના કામ માં તેને મદદ કરી લેતો હતો.

દિપ વેબસાઈટ બિલ્ડીંગ માં સિનિયર હતો. જેમાં તેને વેબ ડિઝાઇન/ડેવલપમેન્ટ, એસ.સી.ઓ અને એડવાન્સ ગ્રાફિકસ ડિઝાઇન સાંભળવાનું હતું. તેના નીચે પણ એક જુનિયર તેની મદદ માં હતો. તે શિવાય અન્ય આઠ લોકો અમારી ઓફીસ માં કામ કરતા હતા. જેમાં ત્રણ છોકરા અને પાંચ છોકરીઓ હતી. તેમાં ત્રણ ગ્રાફિકડિઝાઈનર ,એક કન્સલ્ટન્ટ, એક એપ ડેવલોપર અને ત્રણ વેબ ડેવલોપર તરીકે કામ કરતા હતા.

અમારી ઉપર નીરવભાઈ હતા. જેમને આ કંપની ની શરૂવાત કરી હતી. તેમની ઉંમર લગભગ ૩૨-૩૩ જેવી રહી હશે. તે આમતો અમારી સાથે ફ્રેન્ડલી જ રહેતા પણ જો કોઈની ભૂલ થી કામ બગડે કે નુકશાન જાય તો તેમનો પારો સો ડિગ્રી થી પણ ઉપર જતો રહેતો. જેમાં નામ મારું અથવા દિપ નું જ આવતું. જોકે તમને કોઈ બત્રીસ હજાર સેલરી આપતું હોય અને દસ લોકો ની ટીમ આપી હોય છતાં તમારા હેન્ડલિંગ માં ભૂલ થાય તો આટલું સાંભળવાની તૈયારી રાખવી જ પડે.

હાલમાં જ અમારી પાસે એક મોટા કન્સ્ટ્રકશન ગ્રુપ ની નવી સાઈટ ના માર્કેટીંગ નો પ્રોજેક્ટ આવ્યો હતો. હું મારી જાત ને વ્યસ્ત રાખવા બને એટલા ઓવર ટાઇમ કરવા લાગ્યો. જેનાથી હું મારી તકલીફોથી થોડો દુર રહી શકું. છ વાગ્યે બધા ગયા પછી પણ હું અને કોઈક કોઈક વાર દિપ પણ મારી સાથે રોકાઈ જતો. કેટલીક વાર પ્રતીક ના ભાગ નું કામ પણ હું કરી લેતો હતો.


*

મારું ઘર છોડીએ એક અઠવાડિયા પછી... મતલબ કે કાઢી મૂક્યા પછી.


મને આભાષ થઇ ગયો કે પપ્પા મને ખરેખર ઘરે બોલાવવાના નથી જ. હું બને ત્યાં સુધી મારુ મન મક્કમ રાખીને મારી જાતને કામમાં વ્યસ્ત રાખતો જેનાથી મારા મનમાં નેગેટિવ થીંકીંગ ન આવે. છતાં રાતે સુવાના સમયે મારુ મન બેકાબુ થઈ જ જતું. મને રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ઊંઘ આવતી નહતી. મારી ઓછી ઊંઘની અસર મારી હેલ્થ અને કામ પર પડવા લાગી હતી. મારા આંખ નીચે કાળા કુંડાળા પડી ગયા હતા અને ઓફિસમાં હું ધ્યાનથી કામ પણ નહતો કરી શકતો. મારો ખોરાક પણ ઘર કરતા ઓછો થઈ ગયો હતો કારણકે મને ક્યારેય ટિફિન ના ખોરાકની આદત નહતી.

એક એક દિવસ મને ભારે લાગવા લાગ્યો હતો. કારણકે મારી સામે મોટો પ્રશ્ન એ હતો કે હું લગન કરવા છોકરી લાવીશ ક્યાંથી? અને કદાચ છોકરી મળી પણ જાય તો મારા જેવા ભાગોળા સાથે લગન કરશે પણ કોણ? હું આ પ્રશ્નોથી પરેશાન થઈ ગયો હતો જે મને ઊંઘ થી દૂર રાખતા હતા. બે કલાકની મેહનત પછી રાત્રે અઢી વાગે સુવામાં સફળ રહયો. હવે આગળ શુ થશે એતો ભગવાન જ જાણે.


ક્રમશ:...