લોચો પડ્યો - 3 Shrujal Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જયદીપ અહલાવત

    ઓટીટી પર રિલીઝ વેબ સિરીઝ પાતાળ લોકમાં નામના મેળવી પણ ચર્ચાતો...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-83

    પ્રેમ સમાધિ પ્રકરણ-83 વિજયે ભાઉ સાથે વાત કરી... ભાઉની વાત ખૂ...

  • અગ્નિસંસ્કાર - 86

    બેભાન પડેલા કેશવને જૂની સ્મૃતિઓ યાદ આવી. જ્યારે એણે નાનપણમાં...

  • આગ

    **ચિંતન લેખ: આગ**આગ એ માનવજાત માટે એક મહત્વપૂર્ણ અને અનિર્વા...

  • વરસાદ સાથે ની યાદો

    કેમ છો મિત્રો , હું માનસી આજે જ્યારે વરસાદ આવ્યો તેને જોઈ ને...

શ્રેણી
શેયર કરો

લોચો પડ્યો - 3

છોકરીની ચર્ચા પૂરી થયા બાદ રાત્રે દસ વાગે હું થોડો ફ્રી થયો. હું ઇન્સ્ટાગ્રામ પર મિમ્સ જોવા લાગ્યો જેથી હું મારુ મગજ થોડું શાંત કરી શકું. આખરે હું મોબાઈલ પર જ જીવતો હતો. મને મોબાઈલ એડીક્ટેડ હોવામાં કાંઈ ખોટું પણ લાગતું નથી. મહિને બસ ૧૫૦-૨૦૦₹નું રિચાર્જ કરાવો અને આખી દુનિયાના કોઈપણ છેડાનું મનગમતું એન્ટરટેઇનમેન્ટ આપના અંગુઠાના ટેરવાથી જ હાજર થઈ જતું. આનાથી વિશેષ જીવનમાં જોઈએ પણ શું? આવી જિંદગી તો રાજાઓએ પણ નહીં જીવી હોય.

જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં એક પછી એક પોસ્ટ સ્ક્રોલ કરીને ઉપર ધકેલતો હતો ત્યાંજ વોટ્સએપ પર પપ્પાનો મેસેજ આવ્યો. તે સમયે પપ્પા બહાર ચાલવા માટે ગયા હતા. મેં મેસેજ ઓપન કર્યો. તેમાં એક બાયોડેટા હતો. હું એકવાર ખુશ થયો કે કોઈ સારી છોકરી હશે તો મારું જીવન સેટ થઈ જશે પણ પપ્પાની ચોઇસ હું જાણતો હતો. તેને મારો ઉત્સાહ પળભરમાં તોડી નાખ્યો.મે મારી લાગણીઓને કાબુમાં રાખી બાયોડેટા ઓપન કર્યો.

બાયોડેટામાં ફોટો જ નહતો. મે તેને નજરઅંદાજ કરી બાયો ડેટા વાચવા લાગ્યો. મારી નજર વજન અને અભ્યાસ પર અટકી ગઈ. વજન - ફકત નેવું કિલો અને અભ્યાસ - ૧૧ પાસ. મે પપ્પાને તરત જ ફોન કર્યો. આ વખતે મારો મગજનો પારો એટલો ગરમ થઈ ગયો હતો જાણે પ્રેશર કુકર ફાટવાનું હોય.

"હા?" તેમને ફોન ઉપાડતા જ કહ્યું.

"તમે મને બાયોડેટા મોકલ્યો છે...."

"હા"

"પ્લીઝ એવું ના કહેતા કે થોડા દિવસમાં આ છોકરી સાથે જોવાનું ગોઠવવાનું છે." મારો ગુસ્સો મારા શબ્દોમાં જ જણાતો હતો.

"હું પાંચ મિનિટમાં ઘરે આવું છું પછી વાત કરીએ" પપ્પાએ ફોન કટ કરી દીધો. દસેક મિનિટ પછી પપ્પા ઘરે આવ્યા.

"બોલ શુ કહેતો તો?" પપ્પાએ ઘરમાં આવતા જ મારી સામે જોઈને બોલ્યા.

"હું આ છોકરી નથી જોવાનો" મેં ગુસ્સામાં કહી દીધું.

"આવી દાદાગીરી મારી સામે નહીં ચાલે" પપ્પાએ ઉંચા અવાજ ઉંચો થઈ ગયો. અને આંખો મોટી થઈ ગઈ.

"જેટલું ગુસ્સે થવું હોય એટલું થઈ જાવ પણ આ વખતે હું નથી માનવાનો. લગન મારે કરવાના છે. એટલીસ્ટ મને તો પૂછો કે છોકરી ગમી કે નહિ." મેં આજે પહેલીવાર પપ્પા સામે આરીતે વાત કરી હશે. મારો અવાજ ઘરની બહાર સુધી પહોંચી ગયો.

"પરમદિવસે છોકરી વાળા ને ત્યાં આપણે જવાનું છે. અને મારે કોઈ નાટક નથી જોવતું." પપ્પા એ મારી તરફ આંગળી કરીને કીધું. હું કોઈ પણ જવાબ આપ્યા વગર ગુસ્સામાં બાઇકની ચાવી લઈને ઘર ની બહાર નીકળી ગયો. મમ્મી મને રોકવા આવી પણ પપ્પાએ મમ્મી ને રોકી લીધી.

"એને જે કરવું હોય તે કરવા દે. એની બધી વાત માની લઈશું તો હાથ માંથી નીકળી જશે. એમ પણ નફ્ફટ જ બની ગયો છે" મને ઘર બહાર સુધી પપ્પાનો અવાજ આવતો હતો.

હું ગેટ ખોલીને બહાર નિકયો ત્યાં જ અમારી બાજુ માં રહેતા સૂર્યકાન્ત કાકા મને જોઈને હીંચકા પરથી ઉઠીને બહાર આવ્યા. તેમના માથે અડધી ટાલ હતી. તે સફેદ હાફ સ્લીવ નું રૂપા ફ્રન્ટલાઈન બંડી અને નીચે સફેદ લેંગો પહેરીને રોજ તેમના કમ્પાઉન્ડમાં હીંચકા પર બેસી રહેતા અને આખી સોસાયટીની પંચાયત કરતા. કામથી પત્રકાર હતા પણ તેમને જોઈને તે કોઈ પણ એંગલ થી પત્રકાર નહતા લાગતા.

"આ અવાજ શેનો આવે છે?" સૂર્યકાન્ત કાકાએ મને પૂછ્યું. મેં મારી અંદરની ભળાશ નીકળવા તેમને બધું ઉપર ઉપર થી કહી દીધું.

"આ ઉંમરે આવું ચાલ્યા કરે." તે મને શાંત પડવાની કોશિશ કરવા લાગ્યા.

"પણ આટલી બધી રોક ટોક??? એ પણ આ જનરેશન માં?" મારા શબ્દોમાં હજી પણ તીખાશ હતી.

"મારી સાથે પણ આવું જ થતુતું જ્યારે હું તારી ઉંમરનો હતો."

"સાચે?" મને નવાઈ લાગી.

"હા"

"તો તમે શુ કર્યું હતું?"

"એક દિવસ માટે ઘર છોડીને ભાગી ગયો અને બીજા દિવસે પાછો આવ્યો ત્યારે મારા પથ્થર દિલ વાળા પપ્પા પાણી પાણી થઈ ગયા હતા." એ બોલતા બોલતા જ હસવા લાગ્યા

"ખરેખર?" ખબર નહિ કેમ? પણ મને તેમની વાત એકદમ વ્યાજબી લાગી. તેમને મારી વાતમાં હામી ભરી. હું કઈ બોલ્યા વગર બાઈક લઈને ત્યાંથી નીકળી ગયો.

હું ક્યાં જતો હતો તે મને ખબર જ નહતી. હું બસ ઘર અને પપ્પાથી દૂર રહેવા માંગતો હતો. મારા મનમાં સતત સૂર્યકાંત કાકાના ઘરેથી ભાગી જવાના શબ્દો ફરતા હતા. થોડીવાર પછી મારુ મન ભાગી જવાના વિચાર કરવા લાગ્યું પણ માથું હલાવી મેં તે વિચાર ટાળી દીધો.

દસ મિનિટ બાદ મારું બાઇક એક તળાવના કિનારા પાસે અટક્યું. મેં બાઈકને સ્ટેન્ડ પર લગાવીને તળાવના કિનારે ઉભો રહ્યો. સાંજના સમયે લોકોની અવર-જવર ના બરાબર હતી. મારો ઈરાદો આત્મહત્યા કરવાનો નહતો. હું બસ થોડી શાંતિ ઈચ્છતો હતો. મેં એક પથ્થર ઉઠાવીને પાણીની સપાટી પર ફેંક્યો. પાણીની સપાટી પર ત્રણ ટપ્પા ખાઈને પથ્થર ડૂબી ગયો. ત્યાંજ મારા જમણા ખભા પર કોઈ હલચલ મહેસુસ થઈ!

મેં ખભા પર જોયું તો એક ભૂરા રંગનો હૂબહૂ મારા જેવોજ વ્યક્તિ બેઠો હતો. તેના માથા પર એક રીંગ હવામાં તરતી હતી અને પીઠ પર બે પાંખો હતી. જાણે સ્વર્ગમાંથી કોઈ પરી...સોરી પરો આવ્યો હોય.

'તું જે વિચારે છે તે તદ્દન ખોટું છે,ઘરેથી ભાગી જવું એ સોલ્યુશન નથી...' તે અજાણ્યા ભૂરા પરાએ મને સમજાવતા કહ્યું. હું તેને જોઈને હજીપણ હેરાન જ હતો.

હું કાંઈ બોલું કે સમજુ તે પહેલાં મારા ડાબા ખભા પર પણ કોઈની હયાતી મહેસુસ થઈ. મારી નજર તેના પર પડી. તેપણ હૂબહૂ મારો જ ચહેરો ધરાવતો હતો. તેનું શરીર લાલ રંગનું હતું. જાણે કોઈ રાક્ષસ હોય. માથે બે સીંગડા, બે મોટા રાક્ષસી દાંત અને હાથમાં ત્રિસુલ હતું. એકવાર તો હું તેને જોઈને ડરી જ ગયો. મને એમ લાગતું હતું કે આ બધું ફક્ત શ્રુજલ ગાંધીની બુકમાં શક્ય છે.પરંતુ તેમ નહતું.

'એય...તું એની વાત ના સાંભળીશ.' દાનવ હર્ષે મારા ખભા પર ત્રિસુલ મારીને ધ્યાન દોર્યું. દર્દના મારે મારા મોઢા માંથી ચીસ નીકળી ગઈ. 'આજ સુધી તે તારા મમ્મી-પપ્પાનું જ સાંભળ્યું છે. એટલે જ આ દિવસ આવ્યો છે.'

'એ તારા ગુસ્સાનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. તું તેની વાતથી જરાય ઉશ્કેરાઈશ નહીં.' મારા દેવતા સ્વરૂપે કહ્યું.

'તારું જીવન ફક્ત તારું છે તેના પર કોઈ બાંધછોડ ન કરી શકે...' દાનવ હર્ષે કહ્યું.

'તારા મમ્મી પપ્પા ક્યારેય તારા વિશે ખોટું નહિ વિચારશે.' દેવતા હર્ષે દાનવ હર્ષની વાત કાપતા કહ્યું.

'એ બાયલો છે, કાંઈ પણ બોલ્યા કરશે ' દાનવે દેવતા તરફ ઈશારો કરીને કહ્યું. 'તું તેની વાતમાં ન આવીશ. તારું જીવન તારા હાથમાં લેવાનો આજ સમય છે. ઘર છોડીને એકવાર ભાગીજા અને તારી કિંમત તારા પપ્પાને ખબર પાડી દે.'

'તું તેને ખોટો રસ્તો કેમ બતાવે છે?' દેવતા હર્ષનો અવાજ ઉંચો થઈ ગયો.

'તું ચૂપ થઈ જા બાયલા...' દાનવ હર્ષે ત્રિસુલ દેવતા હર્ષ તરફ કરીને ગુસામાં કહ્યું.

'હું અને બાયલો?' દેવતા હર્ષે પૂછ્યું.

'હા તું બાયલો નથી તો શું છે? આજસુધી પપ્પાની મરજી વગર માખી પણ ઉડાડી નથી. પપ્પા બોલે એટલે રોજ સવારે છ વાગે ઉઠીને એક કલાક પૂજા પાઠ કરાવે છે.'

'આપણે બ્રહ્મણ સમાજના છે.'

'પણ છોકરાની ઉંમર પર તો રહેમ કરવી જોઈએ કે નહીં? તેને પસંદ હોય અને કરે તો વાત ઠીક છે પણ બળજબરીથી આ બધું કરાવે એ થોડી ચાલે?' દાનવ હર્ષે દેવતા હર્ષને કહ્યું અને ફરી ત્રિસુલ મારા ખભા પર માર્યું.

'આઉચ....' મારાથી બૂમ નીકળી ગઈ.

'તું મર્દ છે મર્દ... અને તે તારે સાબિત કરીને બતાવવાનું છે. તું તારા જીવનના નિર્ણય એકલો લઈ શકે છે તે પપ્પા સામે સાબિત કરીને બતાવ.' દાનવ હર્ષે એક હાથ ઊંચો કરીને આકાશમાં જોઈને કહ્યું.

'તું તારા પપ્પા...' દેવતા હર્ષ તેની વાત પૂરી કરે તે પહેલાં જ દાનવ હર્ષે તેને ત્રિસુલથી ગોદો માર્યો.

'તે મને ત્રિસુલ માર્યું?' દેવતા હર્ષનો ચહેરો શાંત માંથી આકરો બની ગયો.

'તે જ તેને બાયલો બનાવી રાખ્યો છે.' દાનવ હર્ષે દેવતા હર્ષનો દોસ બતાવી ત્રિસુલ મારવાનું કારણ બતાવ્યું.

'તે બધું ગયું સાઈડમાં પણ તે મને ત્રિસુલ કેમ માર્યું?' દેવતા હર્ષે ત્રાડ પાડીને કહ્યું. હું વિચારમાં પડી ગયો કે મારું દેવતા સ્વરૂપ જ ગુસ્સા વાળું છે તો હું અંદરથી ખરેખર કેવો હોઈશ?

'સોરી યાર.' દાનવ હર્ષે દેવતા હર્ષના ગુસ્સા સામે માફી માંગી પરંતુ દેવતા હર્ષે તેના હાથમાં એક દંડા જેવું શસ્ત્ર ધારણ કરીને છુટુ દાનવ હર્ષ પર ફેંક્યું. તે તેના જમણા ખભા પર જઈને વાગ્યું.

'અલ્યા એય... ગાંડો થઈ ગયો છે કે શું? અને હા,મેં તને આટલું જોરથી નહતું માર્યું.' દેવતા હર્ષની આ હરકતથી દાનવ હર્ષ ગુસ્સે થઈ ગયો અને તેને ત્રિસુલ દેવતા હર્ષ તરફ કર્યું.

'હવે તને બતાવ છું કે હું કોણ છું...' દાનવ હર્ષે તેના ત્રિસુલની ધાર બતાવીને કહ્યું.

'હું પણ તને બતાવ કે હું શું કરી શકું છું.' દેવતા હર્ષે કહ્યું અને એક નવું શસ્ત્ર ધારણ કર્યું. જે વજ્ર જેવું જ દેખાતું હતું.

'બોલો હર હર મહાદેવ...' બંને એ એક સાથે પોતાના શસ્ત્રો ઉંચા કરીને બોલ્યા અને એકબીજાને મારવા એકબીજાની નજીક આવવા લાગ્યા.

'ચૂ......પ......' મેં બંનેની હરકતોથી કંટાળીને ત્રાડ પાડી. મારા ઉંચા અવાજથી બંને લોકો ત્યાં જ અટકી ગયા. મારી નજર દાનવ હર્ષ તરફ ગઈ ત્યાં જ તે ગાયબ થઈ ગયો. મેં નજર દેવતા હર્ષ તરફ ફેરવી, તે પણ મારી લાલ આંખ જોઈને ગાયબ થઈ ગયો.

હું માંથું પકડીને બાઇકની સિટને ટેકો લઈને બેસી ગયો. મારુ મન ખૂબ જ પરેશાન હતું. ત્યાં બેઠા બેઠા જ મેં મારી આંખો બંધ કરી દીધી. મને મારા અંતર મનથી એક અવાજ આવ્યો 'આજ સમય છે તારા પપ્પાને તારી કિંમત સમજાવવાનો. ઘરે રહીને પણ હંમેશા પપ્પાના કહ્યામાં જ રહ્યો છે તોપણ અંતમાં મળ્યું શું? કાંઈ જ નહીં! એકવાર ઘર છોડીને હિંમત કર અને બતાવી દે તારા પપ્પાને કે તું પણ બાયલો નથી.'

મેં એક ઊંડો શ્વાસ લીધો અને મારો નિર્ણય લઈ લીધો.

મેં બાઈક સ્ટાર્ટ કર્યું અને ચાચા ટી સ્ટોલ એ પહોંચી ગયો. સુસેન સર્કલ પાસે રોજ હજારો બસો ની અવર-જવર દેખાય તેવા એક ખૂણા માં ચા નું કેસરોલ લઈને બેઠેલા આધેડ ઉંમર ના નવરોજ કાકા કાળા વાળ હતા ત્યાર થી લઈને સફેદ વાળ થતા સુધી ત્યાં જ સ્થિર હતા. જેમને બધા ચાચા કહેતા. લોકો તેમને ત્યાં ચા પીવા કરતા બસ ના ટાઇમ પૂછવા વધારે આવતા. પણ જો કોઈ બસ મોડી પડે તો ચા ના રસિયા ઘણી બધી ચા ટાઇમ પાસ માટે પણ પી લેતા.

ચાચા ટી સ્ટોલ અમારી રોજની બેઠક હતી. અમારી મતલબ મતલબ મારી અને દિપની. દિપ એટલે મારો જીગરી ભાઇબંદ. અમે ડિપ્લોમાની કોલેજથી સાથે હતા. સાત વર્ષમાં સૌથી વધારે જો કોઈ મારે પાસે રહ્યું હોય તો તે દિપ જ હતો.તે મૂળ આનંદનો હતો. પણ જોબ વડોદરામાં હતી એટલે તે રૂમ ભાડે રાખીને ત્યાં જ રહેતો હતો. અમે બંને સાથે જ કોલેજની પ્લેસમેન્ટમાંથી એક જ જગ્યાએ જોબ પર લાગ્યા હતા.

આવા કઠિન સમયમાં મારે તેની જરૂર હતી. મેં દિપને ફોન કર્યો.

"હેલો?"

"હા બોલ" તેના અવાજ પર થી તે ઊંઘ માં હોય તેવું લાગતું હતું.

"ક્યાં છે?"

"રૂમ પર છુ, સુવા પડ્યો છુ." તેનો અવાજ ઊંઘ માં હોય તેવો જ લાગતો હતો.

"ફટાફટ ચાચા ને ત્યાં આવ" મેં દિપને સીધો ઓર્ડર કર્યો

"હમણા તો નઈ અવાય... 10:30 થઈ ગયા છે.મેં તો સુઈ જાવ છું હવે. કાલે મળીયે" મને ખાતરી આપવા દીપે એક મોટું બગાસું ખાધું.

"એક મોટો લોચો પડ્યો છે."

"શુ થયું?" તે અડધી ઊંઘ માંથી ઉઠી ગયો.

"તું પેલા ચાચા ને ત્યાં આવ પછી કહું છુ"

"પણ થયું શુ છે?"

"મેં ઘર છોડી ને ભાગી ગયો છુ. હવે ક્યાં જાવ કસી ખબર નથી પડતી."

"શુ બકવાસ કરે છે? તું ત્યાંજ રે મેં આવ્યો પાંચ જ મિનિટ માં" આટલું કહી ને દીપે ફોન કટ કરી દીધો.

મેં આવતી જતી બસો અને લોકો ને જોયા કરતો હતો. મારી નજર રોડ ની સામે અટકેલી હતી. જ્યાંથી દીપ આવવાનો હતો. પાંચ મિનિટ પુરી પણ નહતી થઈ ને મારી સામે આર્મી કલર નું દિપ નું યામાહા fz પુર ઝડપે આવી ને સ્લીપ મારીને ઉભું રહ્યું. જો દીપે એક સેકન્ડ મોળી બ્રેક મારી હોત તો ચોક્કસ મને અથડાત જ. સફેદ પ્લેન ટીશર્ટ અને કથ્થાઈ કેપરી માં હેરાન ચેહરા એ બાઈક પર થી જ સલાહનો હુમલો ચાલુ કરી દીધા.

"અક્કલ જેવું છે કસું તારા માં??" દીપ માં થોડો ગુસ્સો પણ જાણતો હતો.

"બીજું કરું પણ શુ?" જો કે મારો મોટો પ્રશ્ન એ હતો કે હું રાતે રોકાઇસ ક્યાં?

"પહેલા એ કે કે ભાગ્યો શુ કામ?" દિપ મારા પર ગુસ્સે થઈ ગયો.

"ઘરે થી લગન માટે એટલો ફોર્ષ કરે છે કે માથું પાકી ગયું છે યાર...."

"પાંચમી છોકરી જોઈ?" તેને મારી હિસ્ટ્રી ખબર હતી.

"હા એ પણ એવી જેમાં મને સેજ પણ ઇંટ્રેસ્ટ નહતો. એટલીસ્ટ મને પૂછવું તો જોઇએ કે મને ઈચ્છા છે કે નહીં. બે દિવસ પછી બીજી એક છોકરી જોવાનું પણ ગોઠવી દીધું. પછી ભાગુ ના તો શુ કરું?" મારો અવાજ થોડો ઉંચો થઈ ગયો હતો.

"પેલા ચા લઈએ પછી કદાચ મગજ ચાલશે." દીપે મને થોડો શાંત કર્યો. અમે બંને એ ચા લીધી અને ત્યાં ભાગ્યે જ ખાલી મળે તેવા બાંકડા પર જઈને બેઠા.

"પેલે થી કે શુ થયું?" દીપે ચા ને ફૂંક મારતા પૂછ્યું.

"મારે છોકરી જોવા માં વાંધો નથી. પણ યાર સેજ તો સારી બતાવો. જે ગમે ત્યાં જન્માક્ષર ના આવે. જે સેજ પણ ના ગમે એ છોકરી ને મારા માટે દેવી જેવી બતાવે. અને આપડા ઘર વાળા જ્યોતિષો ને ભગવાન ની જેમ પૂજે. જાણે એ જે બોલ્યા એ સો ટકા સાચે માં થશે જ. થોડા તો પ્રેક્ટિકલ બનો. અંધવિશ્વાસ માં ખબર નહિ મને ક્યાં પરણાવી દેશે."

દીપે માથું હલાવી મારી વાતમાં સહમતી ભરી.

"આજે જે છોકરી જોઈ એ તો ફક્ત ઓગણીસ વર્ષ ની જ હતી. ને વજન જોઈએ તો ખાલી બત્રીસ કિલો. બાજુ માંથી કોઈ ટ્રક જાય તો બી એ બે ફૂટ દૂર ફેંકાઈ જાય. અને પ્પાએ બીજો બાયોડાટા મોકલ્યો તે છોકરી નેવું કિલોની હતી." મે ચાની ચુસ્કી મારી. "ન..ન..ના.. નેવું નહિ. તેમાં લખ્યું હતું 'ફકત નેવું કિલો' એ લોકોને સમજાવો કે નેવું કિલોની ફકત નેવું કિલો ના કેવાય અભણ લોકો...'

દીપ જોર થી હસવા લાગ્યો.

"તને મસ્તી લાગે છે?" આવા સમયે એક માત્ર આપનો જીગરી ભાઈબંદ જ આપણી મજાક ઉડાવે ત્યારે આપનો ક્રશ 'ભાઈ 'કહીને બોલાવે તેના કરતા પણ વધારે દુઃખ થાય.

"ના ના બોલ આગળ"

"હવે શુ બોલું? સવાલ એ છે કે રાતે રોકાઈસ ક્યાં?"

"તારો ભાઈ ની રૂમ છે ને... પછી ચિંતા શુ લેવા કરે છે?" દીપ ના શબ્દો થોડા દિલ માં વાગ્યા પણ તેની રૂમ કબાળખાના જેવી હતી. મજબૂરી વગર હું તેના રૂમ પર જતો જ નહતો.

મેં ખચકાતા ખચકાતા તેની વાત માં હામી ભરી.

"કેટલા દિવસ માટે આ નાટક ચાલવાનું છે?" દીપે પૂછ્યું

"બસ કાલે ઘરે. એકવાર તેમને ખબર પડી જાય કે તે લોકો મારી સાથે ખોટું કરે છે એટલે ઘરે પાછા." એટલા માં મારા મોબાઈલ ની રિંગ વાગી. ડિસ્પ્લે પર પપ્પા લખ્યું હતું. મેં ફોન ના ઉઠાવ્યો અને રીંગ પુરી થતા જ મોબાઈલ સ્વીચઓફ કરી દીધો.

"તું આ ખોટું કરે છે." દીપે મને મોબાઈલ સ્વીચઓફ કરતા જોઈ લીધો.

"બસ એક જ રાત ની તો વાત છે." મેં કીધું.

"હમ્મ..જે તને ઠીક લાગે" .

હું દીપ ના રૂમ પર ગયો. તેનો રૂમ દરબાર ચોકડી આગળ સમન્વય કોમ્પ્લેક્સ માં હતો. જ્યાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ માં ભણતા અને જોબ કરતા લોકો થી જ આખો એપાર્ટમેન્ટ ભરાઈ ગયો હતો. બહાર મેઈન રોડ ના કારણે ફૂલ અવર જવર રહેતી. રૂમની બાલ્કની રોડ તરફ જ હતી એટલે સારો એવો ટાઈમપાસ પણ થઈ જાય. તેના રૂમ માં એક ડબલ બેડ હતો.

"સુવાનું ક્યાં છે?" મેં પૂછ્યું

"અહીંયા બેડ ઉપર જ" તેને ચાદર નો એક છેડો ખેંચીને થોડી સરખી કરી.

"હું બહાર ફૂટપાથ પર સુઈ જઈશ પણ તારી સાથે નથી સુવાનો. મને તારા લક્ષણો પર સેજ પણ વિશ્વાસ નથી."

દીપ જોર થી હસવા લાગ્યો. તમને તમારા જીગરી દોસ્ત ના લક્ષણો ખબર ના હોય તેવું તો ના જ બને.

"મેં ગોદડું નીચે નાખીને જ સુઈ જઈશ" મેં ખાલી જગ્યાએ ઈસરો કર્યો.

"ઓકે બ્રો" તેને ચાદર નીકળતા કહ્યું.

તેને એક ગોદડું કાઢીને મારા માટે નીચે નાખ્યું. એવામાં ગોદળા માંથી એટલી બધી ધૂળ નીકળી કે અમે બંને એક મિનિટ માટે રૂમ ની બહાર નીકળી ગયા.

"મને લાગે છે તને હવે લગન કરી લેવા જોઈએ" મેં બાર લોબી માંથી ગોદડા ની ધૂળ અને અસ્તવ્યસ્ત રૂમ બાજુ ઈશારો કરીને કહ્યું.

"બસ તારી ભાભી નું ભણવાનું પતે આવતા વર્ષે એટલે ઘોડે ચડી જઈસુ" તેને આંખ મારી ને કીધું.

થોડી વારમાં અમે અંદર ગયા અને સુઈ ગયા.