ખિસ્સુ Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

  • ખજાનો - 35

    ( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા...

  • હમસફર - 25

    રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્ય...

  • ભીતરમન - 37

    મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ...

શ્રેણી
શેયર કરો

ખિસ્સુ

આ ખીસાની શોધ કેવી રીતે થઈ હશે ? જન્મ થાય ત્યારે ઝભલાને ખિસ્સું હોતું નથી. મૃત્યુ ટાંકણે ખાંપણ ને ખિસ્સું હોય તે સાંભળ્યું નથી. તો પછી આ ખિસ્સાનો જન્મ થયો કઈ રીતે? કોના ફળદ્રુપ ભેજાની આ પેદાશ છે?

નવાઈ તો જરૂર લાગે, કિંતુ એ ન હોય ત્યારે પડતી મુશ્કેલીઓનો સામનો કરવો ભારે છે. તમે નહી માની મારી એક બહેનપણિ હંમેશા કપડાંની ખરીદી કરવા જાય ત્યારે જુએ તેમાં ખિસ્સું છે કે નહી. મારી આદત પ્રમાણે કપડાં ગમી જાય એટલે લેવાના. ખિસ્સું છે કે નહી એ જોવાનું યાદ જ ન આવે.

ખિસ્સાની રામકહાની રોજ નવી હોય. ખિસ્સું હોય એટલે ખિસ્સા કાતરુઓને થતી દિવાળીથી આપણે સહુ માહિતગાર છીએ. આ તો એવી વાત થઈ ‘કાણા વગર ચાલે નહીને કાણો મારી સંગે નહી’.

ખિસ્સું હોય તો પણ ઉપાધિ અને ન હોય તો તેનાથી વધારે ઉપાધિ. ખિસ્સુ હોય એના ફાયદા અગણિત છે. ખરીદી કરવા જઈએ ત્યારે પાકિટ ઉચકવાની તસ્દી ન લેવી હોય તો ખિસ્સામાં પૈસા લઈને નિકળવું જરા પણ સમય બરબાદ ન થાય. મારી એક સહેલી એટલું મોટું પાટ રાખે અને પછી અંદરથી પૈસા શોધવામા દસ મિનિટ લગાડે. શાકવાળૉ પણ રાહ જોઈને થાકી જાય.

બસમાં જઈએ ત્યારે ટિકિટ કઢાવવાના પૈસા કાઢે ત્યાં સુધીમાં ઉતરવાનું સ્થળ પણ આવી જાય. મારે એને કહેવું પડે છુટ્ટા પૈસા ખિસ્સામાં રાખ વાંધો શું છે. શામાટે બધાના સમયની બરબાદી કરે છે ? તેને પોતાનું મોંઘુ પાકિટ બધાને બતાવવાની આદત છે.

ખિસ્સામાં હાથ રાખી ઊભા હોઈએ ત્યારે ‘ગવર્નર’ જેવો રૂઆબ લાગે. ખિસ્સાને બટન લગાવી બંધ પણ કરી શકાય. સુવિધા માટૅ હવે ખિસ્સા પર ઝિપર લગાવવા લાગ્યા છે.

ઘણિવાર તો પહેરેલા કપડા પર ચારથી છ ખિસ્સા હોય. પણ પહેરનાર કડકો પણ હોઈ શકે. ગમ્મતની વાત છે, વધારે ખિસ્સા કાંઈ પૈસા વધારે છે એવું સૂચિત નથી કરતાં.

સાડી પહેરેલી સ્ત્રીઓના કપડાને ભાગ્યે ખિસ્સા જોવા મળશે. તેમને પૈસા સાચવવાની કલા વરી છે. હાથમાં નાનું પાકિટ રાખે. તેની પક્કડ મજબૂત હોય. કામ પણ ત્વરાથી પાર પાડે.

ખિસ્સામાં પૈસા મૂકીએ ત્યારે સાવચેતી રાખવી પડે. પૈસા પડી ન જાય , વધારે હોય તો આજુબાજુ કોઈ તફડાવી ન જાય. કહે છેને ,’ચેતતા નર સદા સુખી’.

ખિસ્સું ન હોય ત્યારે પર્સમાંથી પૈસા કે જરુરિયાતની વસ્તુ શોધતા ખૂબ સમય લાગે. કારણ જાણશો તો હસવું આવશે. જેટલી પર્સ મોટી એટલો અંદર સામાન વધારે. એક વસ્તુ શોધવી હોય તો પાંચ મિનિટ લાગે. એને કારણે ખિસ્સું હોય તો બહુ સારું પડે.

ખિસ્સાના પ્રકાર પણ હોય છે. સહુથી મજાનું ખિસ્સું એટલે ‘ચોર ખિસ્સુ’. જેમાં પૈસા સુરક્ષિત હોય. મુસાફરીમાં ચોર ખિસ્સું ખૂબ કામનું હોય. ઘણિવાર શોભાના ખિસા હોય , દેખાય કે ખિસ્સું છે પણ હોય નહી. યાદ છે નાના હતા ત્યારે ફ્રોકના ખિસ્સામાં શિંગ ચણા ભરીને ફાકતા હતા.

પેંટમાં પાછળ ખિસ્સુ હોય, સતેજ ન રહો તો પાકિટ ચોરાઈ જાય. સ્ત્રીઓ બહારગા જવા ટાણે ચણીયામાં ખિસ્સા કરાવે જેને કારણે રાતના સૂતા હોય ત્યારે કોઈ પૈસા ચોરી ન જાય. જેકેટ પહેરેલા પુરૂષોને કયા ખિસ્સામાં શું રાખ્યું છે તે યાદ તાખવાની તકલિફ લેવી પડે.

જનમ્યા ત્યારે જરૂર ન લાગી. મૃત્યુ ટાણે કોઈ ઉપયોગ નહી તો પછી એ ખિસ્સાને આટલું મહત્વ શાને આપવું ? ખિસ્સાની અંદરના ખણખણિયા ને નોટો દિમાગમાં ગરમી ખૂબ લાવે !

ખિસ્સાની રામકહાણી ખૂબ લાંબી ચાલી. અંતમાં પહેરેલા કપડાંને ખિસ્સા હોય તેને ફાયદા ઘણા છે. જેણે પણ તેનો આવિષ્કાર કર્યો તેને ધન્યવાદ.