ઉકેલ Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

ઉકેલ

સવારે હજી આંખ ખુલે તે પહેલાં બારણાનો બેલ સંભળાયો. નિશા સફાળી પલંગમાંથી ઉભી થઈ. કોણ આવવાનું હતું ? મનમાં પ્રશ્ન થયો. દૂધવાળો પૈસા થેલીમાં હોવાથી નિયમિત દૂધ આપી જતો રહે છે.

છાપાવાળો બારણામાં મૂકી જાય છે. ગાડી ધોવા આવવા માટે વિઠ્ઠલને હજુ આવવાની વાર છે. આટલી બધી દિમાગને તસ્દી આપવાની શું જરૂર ? જે હશે તે દેખાય એમ વિચારી બારણું ખોલવા ગઈ. જે વ્યક્તિ ૧૦ વર્ષ પહેલાં કોઈના પ્રેમમાં પડી અડધી રાતે રફુચક્કર થઈ ગયો

હતો. એ હશે એવી તો કલ્પના પણ ન હતી. બારણું ખોલ્યું સામે નીલને ઊભેલો જોઈ નિશા આંખો ચોળવા લાગી.. ધડાધડ પ્રશ્નોની ઝડી વરસાવી,

” તું ” અત્યારે’.

“તારા કોઈ ખબર પણ મને નથી”.

” તું જીવે છે કે, રામ બોલો ભાઈ રામ” ?

” ઘર ભૂલ્યો કે શું ” ?

અજીજી પૂર્વક નીલ બોલ્યો, ” મને ઘરમાં આવવા દઈશ? “

‘કેટલો ગંદો છે, ખુરશી પર બેસ, સોફા પર ડાઘા પડશે. નિશાની વાણીમાં અણગમો

વ્યક્ત જણાયો.

નીલને થયું, અંહી આવીને ભૂલ તો નથી કરીને ?’

પત્ની, જોડિયા બાળકો, એક દીકરો અને એક દીકરીને છોડી નોકરી પર સાથે કામ કરતી તાન્યા સાથે ભાગી ગયો હતો. શું આજે ૧૦ વર્ષ પછી બધા યાદ આવ્યા ?

નિશાની ઉંઘ વિદાય થઈ. તેની સાથે ૨૦ વર્ષનો સહવાસ માણ્યો હતો. ગળાડૂબ પ્રેમ હતો.

માની ન શકી કે નીલ તેને અને બાળકોને છોડી જતો રહ્યો. એ તો સારું હતું કે નિશા ભણેલી,

ગણેલી હતી. બાળકોની સગવડ કરી, નોકરી પણ કરતી હતી. જેવો નીલ ગયો કે બીજા જ દિવસે નોકરી પર રજા લઈ બેંક અને લોકર બંનેમાંથી તેની સહી કઢાવી નાખી.

રહેવાનું ઘર તો નિશાએ પહેલેથી પોતાના નામ પર લીધું હતું. નિશાને નીલ ગયાનું દુઃખ જતાવવાનો સમય જ ન મળ્યો. બે બાળકોની જવાબદારી અને સારો પગાર આપતી નોકરી. બંને વચ્ચે સમતુલન રાખી વર્તન કરવું એ ખાવાના ખેલ ન હતા.

નિશાએ ટોણો માર્યો, “કેમ આજે ઘરનો રસ્તો ભૂલી ગયો”?

નીલે પળનો પણ વિલંબ કર્યા વગર જણાવ્યું, ‘તાન્યા સાથે ઘર છોડ્યું ત્યારથી એક દિવસ શાંતિનો શ્વાસ લીધો નથી. ઘર છોડીને ગયો, ને દસ દિવસમાં તાન્યાને હૃદય રોગનો હુમલો થયો. ઘર અને હોસ્પિટલ વચ્ચે જીવન જીવતો હતો. ચેન કોને કહેવાય એ ભૂલાઈ ગયું હતું. તાન્યાની સાથે હતો

એટલે છૂટકો પણ ન હતો. તું નહી માને એક દિવસ એવો નથી ગયો કે મેં તમને યાદ ન કર્યા હોય !

આ તો ‘હાથના કર્યા હૈયે વાગ્યા હતા’. તાન્યા બે વર્ષ પૂર્વે ગુજરી ગઈ. ગાંડાની માફક તમારી શોધ

ચલાવી .બે વર્ષથી તમારી શોધ માટે રખડું છું. આખરે તારું સરનામું મળ્યું. ‘

નીલથી રહેવાયું નહી, પૂછી બેઠો ‘ તું અને બાળકો કેમ છો’ ?

છોડીને ગયો ત્યારે બંને બાળકો પાંચ વર્ષના હતા. નીલને જરા પણ વિચાર ન આવ્યો નિશા કેવી

રીતે બધું સંભાળશે ! નિશાએ મમ્મી અને પપ્પાનું કર્તવ્ય ખૂબ શાનથી નિભાવ્યું. પંદર વર્ષના બંને

ભાઈ, બહેન મમ્મીની બધી વાત માને છે. ભણવામાં કોઈ ફરિયાદ નથી. નિશાને ગર્વ છે, પોતાના બાળકો પર. બંને જણા વચ્ચે ખાસ વાત થઈ નહીં. ત્યાં સોમ અને સીમા ઊઠીને આવ્યા. પપ્પાનો ફોટો જોયો હતો એટલે ઓળખી ગયા.

‘મમ્મી તેં કેમ ઘરમાં આવવા દીધા?

નીલ નીચું માથું રાખીને બેઠો હતો. તેનામાં હિંમત ન હતી કે આવા સુંદર યુવાન બાળકોને જવાબ આપે. નિશા મદદે આવી. મનમાં ગુસ્સો ઘણો હતો. ભોગવેલી તકલિફો યાદ હતી. પણ, નીલ તેનો પ્રથમ પ્યાર હતો. વહાલસોયા બાળકોનો પિતા હતો. નિશાથી અપમાન સહન ન થયું.

‘વહેલી સવારે અંધારામાં હું ક્યાં ના પાડું.’

તમે શાળાએ જઈ આવો પછી આપણે બેસીને સાંજે વાત કરીશું’.

‘ત્યાં સુધી ઘરમાં રહેશે’?

‘હજી કંઈ નક્કી નથી કર્યું,’

“મમ્મી’.

બંને ભાઈ, બહેન સાથે બોલી પોતાના કમરામાં જતા રહ્યા.

‘નીલની હાલત વાઢો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી’.

નીલના દીદાર જોઈને નિશાએ આજે રજા લીધી. નીલ પોતાનું હૈયુ ખોલી રહ્યો હતો. નિશા શાંતિથી તેની વાત સાંભળતી હતી. મનમાં ઠોસ વિચાર ચાલી રહ્યો હતો. તેનો અણસાર મુખ પર આવવા ન દીધો. સાંજના બાળકો આવ્યા. તેમને દૂધ અને નાસ્તાને ન્યાય આપી બહાર દીવાનખાનામાં આવવા કહ્યું.

નિશાએ બાળકોને પરિસ્થિતિ સમજાવી. તેમનો અભિપ્રાય મહત્વ ધરાવે છે તે વિશે વાત કરી.બંને બાળકો સદગુણી હતા.

નીલને મોઢા પર પૂછ્યું ” જો મમ્મી, આ રીતે અમને તમારી સાથે બંનેને છોડીને ગઈ હોત તો તમે મમ્મીને અપનાવો ખરા”?

આવા સણસણતા સવાલ માટે નીલ કે નિશા તૈયાર ન હતા. બાળકોએ શાળાએથી ઘરે આવતા મસલત કરીને સવાલ તૈયાર રાખ્યો હતો.

નીલને પસ્તાવો થયો હતો. નીલે એક પળનો પણ વિચાર કર્યા વગર કહ્યું, ” તમારા માટે હું મમ્મીને અપનાવી લેત” !