કોણ હતી એ ? - 7 Mohit Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોણ હતી એ ? - 7

( મયંક અને રવિ રહસ્ય નો પર્દાફાશ કરવા મથે છે. સંજના ના ઘર ના એડ્રેસ પર બીજું કોઈ નીકળે છે. રવિ અને મયંક ને સીસીટીવી માં કોઈ બીજું વ્યક્તિ નજરે ચડે છે. બન્ને ઇન્સ્પેક્ટર અવિનાશ ની મદદ લેવાનું વિચારી રહ્યા છે )


રવિ ની અંદર ફરી આત્મા એ પ્રવેશ કર્યો હોવાથી રવિ નું શરીર દુઃખતું હતું. સવારે રવિ પથારી માં પીડા માં પડ્યો હતો. મયંક તેના માટે ચા લઈને આવે છે.


મયંક તેને રાત ની વાત જણાવે છે. અને એ પણ જણાવે છે કે તે આત્મા તેના માટે જ આવી છે. અને તે ટેને મારી નાખવા પર તુલી છે.


' એવું તે તારા જીવન માં શું થયું છે કે આ બલા તને મારવા આવી છે ? " મયંક એ શાંતિ થી પૂછ્યું.


" ક્યાંથી યાદ આવે એવું, હું તો જ્યાં સારી છોકરી જોતો, લાઈન મારવા જતો રહેતો. પણ મે કોઈ પર અત્યાચાર નથી કર્યો. એ હું ખાતરી પૂર્વક કહી શકું. " રવિ પીડા માં કણસતા બોલ્યો.


આપડે ને એ તો માહિતી મળી કે સંજના ભૂત છે. એ અને એક્સિડન્ટ માં જે છોકરી મરી ગઈ એ છોકરી અલગ છે. અને જે છોકરી સંજના બની નૌકરી કરતી હતી તે પણ અલગ છે. એટલે જો આ ત્રણ માંથી એક પણ છોકરી ની માહિતી મળી જશે ને તો આપણે ને બીજી છોકરીઓ ની માહિતી મેળવતા વાર નહિ લાગે." મયંક મગજ દોડાવા લાગ્યો.


" એક બલા થી પીછો છોડાવા બીજી બે બલા ની પાછળ પડવું પડશે. યાર સુ મુસીબત છે. એક લિફ્ટ એ તો પથારી ફેરવી નાખી. " રવિ બોલ્યો.


" યાદ કર રવિ જ્યારે આપડે સંજના ને લિફ્ટ આપી હતી ત્યારે તે અચાનક ટકરાઈ હતી આપમેળે. અને એણે એવું કીધું હતું કે તેની ગાડી બગડી ગઈ છે અને તે ક્યાંક પાછળ મૂકી છે. એક ગાડી જે ઇન્ટાસ ફાર્મા માં હતી તે, સિક્યોરિટી એ કહ્યું કે તેને પોલીસ લઈ ગઈ છે તે જ સવારે. આપડે ગાડી નું કનેક્શન પેહલા જોઈ એ. એક ગાડી નો નંબર આપડી પાસે છે જ. આપણે તપાસ કરીએ ક્યાંક સાચે હાઇવે પર ગાડી તો નથી ને . કદાચ સંજના સાચે કઈ બતાવા માંગતી હતી. અને જે ફાર્મા થી ગાડી ઉપાડી એ પોલીસ પાસે હસે જ ને પોલીસ ને ડીટેલ મળી ગઈ હશે. આપણે ઇન્સ્પેક્ટર અવિનાશ પાસે જઈએ જરૂર ફાયદો થશે. " મયંક નું મગજ પૂર જડપે ચાલતું થઈ ગયું હતું.


" આ બલા આખા ગામ નું ખોટું બોલે છે. એનું શું? પહેલા આ બલા, અબળા બની ગઈ , હવે મને મારવા આવી ગઈ . એનો ભરોસો કેમ થાય. એ શું આપણી પાસે કરાવા માંગે છે એ પણ ખબર નથી પડતી. " રવિ દુવિધા વ્યક્ત કરતા બોલ્યો.


" જરૂર કઈક તો ખબર પડશે. ચાલ આપણી પાસે સમય છે. આપણે પહેલા ગાડી ગોતી એ. પછી કઈક જાણ થાય તો ઇન્સ્પેક્ટર ને માહિતી આપીશું ,નહિ તો જવાનું તો છે જ. " મયંક ઉમળકા સાથે બોલી ઉઠ્યો અને શર્ટ પહેરી તૈયાર થઈ ગયો.


રવિ પણ ધીરે ધીરે ઉઠ્યો ટી શર્ટ પહેરી બંને ગાડી ની શોધ ખોળ માં નીકળી પડ્યા. બન્ને ને જ્યાં સંજના મળી હતી એ રૂટ તપાસી રહ્યા હતા. આજુ બાજુ જ્યાં હાઇવે થી અંદર રસ્તો જતો હતો ત્યાં તપાસ કરી રહ્યા હતા. પણ કોઈ ગાડી મળી ન હતી.


" લાગે છે આ સંજના ખોટું જ બોલતી હશે. ચાલ આપણે ઇન્સ્પેક્ટર અવિનાશ પાસે જઈએ અને મદદ લઈએ. " રવિ હવે ગાડી શોધી શોધી ને કંટાળ્યો હતો.


શોધતા શોધતા બપોર થઈ ગઈ હતી. બન્ને નડિયાદ પોલીસ સ્ટેશન પોહોંચ્યાં. અંદર ઇન્સ્પેક્ટર અવિનાશ હાજર હતા.


બન્ને એ એમને મળવા માટેનું એમના કોન્સ્ટેબલ ને કહેડાવ્યું.


" ભાઈ આપણે ઊંધા તો નહિ ફસાય ને!!!! " રવિ ને ડર લાગતો હતો.


" ક્યાંથી ફસાય આપણું કઈ સાબૂત તો છે નહિ જોયું નોતુ ટોલનાકાના સીસીટીવી માં આપણે એકલા જ જતા દેખાયા હતા. ચિંતા ન કર આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી." મયંક એ રવિ ને સમજાવ્યો.


બન્ને ઇન્સ્પેક્ટર અવિનાશ સાથે બેઠા. " તમે એ જ છો ને બેગ શોધતા હતા ટોલનાકાના સીસીટીવી માં? શું થયું? બેગ મળ્યું? ઇન્સ્પેક્ટર એ સીધો સવાલ કર્યો.


" હા મળી ગયું સર. ઓફિસ માં જ હતું. " મયંક બોલ્યો.


" ઓકે, શું કામ હતું બોલો. " ઇન્સ્પેક્ટર અવિનાશ એ ત્રાસી આંખે રવિ સામે જોતા કહ્યું.


" સર એક પ્રોબ્લેમ છે.... " આમ શરૂઆત કરી રવિ અને મયંક એ બધી આપવીતી શનિવાર રાત થી આટલા દિવસ સુધીની જણાવી દીધી.


ઘડી ઇન્સ્પેક્ટર ને વિશ્વાસ થતો પણ વચ્ચે ભૂત ની વાત રવિ ને મયંક કરતા એટલે એમને વિશ્વાસ આવતો નહિ. અવિનાશ સર ખુદ દુવિધા માં પડી ગયા હતા.


" તમે વાત કરી એમાં ઘણી ખરી ગળે ઉતરી છે અને ઘણી ઉતરે એમ નથી. પણ એક પોલીસ ઓફિસર તરીકે હું તમને મદદ જરૂર કરીશ. મને ગાડી નો નંબર આપો જે તમે નોટ કર્યો છે અને મને સીસીટીવી ફૂટેજ બતાવો જે તમને ફાર્મા થી મળ્યું. અમે તે ગાડી ત્યાંથી જપ્ત કરી એનું ઇન્વેસ્ટીગેશન ચાલુ કરી દીધું છે. આજ કાલ માં ડિટેલ મળી જશે. " આમ કહી ઇન્સ્પેક્ટર એ મયંક નો ફોન હાથ માં લીધો અને ફૂટેજ બે ત્રણ વખત જોઈ. જોડે ગાડી નો નંબર નોટ કરી લીધો.


બન્ને પોલીસ સ્ટેશન થી રવાના થયા. ઇન્સ્પેક્ટર અવિનાશ પણ ચગડોળે ચડ્યા હતા. આ તે કેવો કેસ છે ભૂત ને બીજી બે છોકરી જે એક્સિડન્ટ માં મરી ગઈ તે અલગ, જીવતી ગાડી માં બેસી ગઈ તે અલગ, પાછું ભૂત એ એક્સિડન્ટ માં મરેલી છોકરી નું નામ લીધું અને તે મરેલી છોકરી પાસે આઇડી અલગ છોકરી નું નીકળું જેનો એડ્રેસ અલગ. બધું અવિનાશ સાહેબ ના મગજ માં ઘૂમરાયા કરતું હતું.


ઇન્સ્પેક્ટર એ ફાર્મા થી ઉઠાવેલી ગાડી ની ડિટેલ જાણી લીધી. ગાડી કોઈ અવ્યુક્ત વર્મા નામ ના વ્યક્તિ ની હતી. ઇન્સ્પેક્ટર એ ગાડી ના ડિટેલ ની મદદ થી અવ્યુકત વર્મા ના ઘરે પોહૉંચી ગયા. અમદાવાદ નું એડ્રેસ હતું.


એક યુવાન પાંત્રીસ વર્ષ આસપાસ ના " યસ કોણ ? કોનું કામ છે ? " ઇન્સ્પેક્ટર એ બેલ વગાડતા વ્યક્તિ એ દરવાજો ખોલ્યો.


" મિસ્ટર અવ્યૂકત વર્મા તમે જ છો? " ઇન્સ્પેક્ટર એ નરમાશ થી પૂછ્યું.


" હા હું જ છું બોલો." અવ્યુકત એ પ્રત્યુતર આપ્યો.


" મારું નામ ઇન્સ્પેક્ટર અવિનાશ છે. હું નડિયાદ પોલીસ સ્ટેશન થી આવું છું. તમારી ગાડી મને મળી છે. ઇન્ટાસ ફાર્મા થી, નંબર છે GJ01***6. શું આ તમારી ગાડી છે? "ઇન્સ્પેક્ટર એ મોબાઈલ માં ફોટો બતાવતા કહ્યું.

" હા સર ગાડી તો મારી જ છે. પણ આ ગાડી મારી ગર્લફ્રેન્ડ ચલાવે છે. અને તે ઇન્ટાસ ફાર્મા માં નૌકરી કરે છે. " અવ્યુક્ત
એ ચિંતા માં કહ્યું.

ઇન્સ્પેક્ટર હવે ઘર અંદર પ્રવેશી ગયા હતા. અને બારીકાઇ થી બધે નજર ફેરવવા લાગ્યા.

" એક ગ્લાસ પાણી મળશે સર? " ઇન્સ્પેક્ટર એ એક ફોટો ફ્રેમ પર નજર ટકાવતા કહ્યું.

અવ્યુક્ત કિચન માં પાણી ભરવા ગયો. પાણી નો ગ્લાસ લાવી એણે ઇન્સ્પેક્ટર ને આપ્યો. ઇન્સ્પેક્ટર એક ફોટો પર નજર ટકાવી બેઠા હતા.

" આ કેટલા સમય થી તમારી ગર્લફ્રેન્ડ છે? અને તમારી ગર્લફ્રેન્ડ નું નામ શું છે? " ઇન્સ્પેક્ટર એ પાણી પીતા પૂછ્યું.

" રાહી ભટ્ટ નામ છે એનું. અમે સાત વર્ષ થી રિલેશન માં છીએ. પણ શું થયું સર ? " અવ્યુક્ત હવે ચિંતા માં આવી ગયો હતો.

" અત્યારે રાહી મેડમ ક્યાં હશે? એમની મુલાકાત થઈ શકશે? " ઇન્સ્પેક્ટર અવિનાશ એ લહેકા માં પૂછ્યું.

" તે તો અઠવાડિયા, દસ દિવસ થી ઉત્તર પ્રદેશ ફરવા ગઈ છે. હમણા કોલ હતો મથુરા માં છે. એના ફ્રેન્ડ સર્કલ એ પ્લાન બનાવ્યો અને મને કોલ કરીને ઇન્ફર્મ કરી જતી રહી. મને મળી પણ નથી. મને બસ આટલો ખ્યાલ છે. " અવ્યુક્ત પણ હવે અસમંજસ માં ફસાયો હતો.

" તમારી ગર્લફ્રેન્ડ તમારી ગાડી વાપરે છે. એ તો મને ખ્યાલ આવી ગયો કે તમે અમીર વ્યક્તિ છો. પૈસા અને મજા સિવાય તમને બીજા માં રસ ના હોય. પણ, મારે અમુક વસ્તુ જાણવી છે. પહેલી એ કે તમારી ગર્લફ્રેન્ડ રાહી ભટ્ટ તે સંજના ના નામ થી નૌકરી કેમ કરે છે ? અને બીજું તેણે એડ્રેસ તમારા ઘર નો નહિ પણ અલગ કેમ લખાવ્યો છે? કે પછી તમને એ જ ખબર નથી કે તે રહે છે ક્યાં? ત્રીજું, થોડા દિવસ પેહલા એક છોકરી ની લાશ મળી હતી એ લાશ પાસે સંજના નામ નું આઇડી કાર્ડ હતું. તમારી ગર્લફ્રેન્ડ રાહી છે તો સંજના કોણ છે? અને સંજના ના નામ થી નૌકરી કરવાનો અર્થ શું? જોવો વાત બહુ ફેરવતા નહિ મને જે હોય તે કહી દેજો એવું ન બને કે તમને પૈસા ખર્ચ કરવાનો મોકો પણ ના મળે. " ઇન્સ્પેક્ટર ની અવાજ માં કડકાઈ સંભળાઈ રહી હતી.

અવ્યુક્ત ને પરસેવો નીકળી રહ્યો હતો. તેને લાગ્યું કે હવે તેને ઘણું ખરું એવું કેહવુ પડશે જે તે કોઈને કેહવા નતો માંગતો.

( અવ્યુક્ત શું રાઝ ખોલશે? રાહી કોણ છે???????રાહી અવ્યુક્ત ની ગર્લફ્રેન્ડ છે તો સંજના બની કેમ નૌકરી કરે છે??????? ન્યૂઝ માં આવનાર મૃત છોકરી કોણ છે ?????? જોઈશું આવતા ભાગ માં )