કોણ હતી એ ? - 8 Mohit Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

કોણ હતી એ ? - 8

( આગળ વાંચ્યું કે અવ્યુક્ત ના ઘરે, ઇન્સ્પેક્ટર અવિનાશ પોહોચે છે. અવ્યુક્ત, રાહી વિશે વાત કરે છે ... હવે જાણીશું રાઝ......)


રવિ અને મયંક ઘરે હતા. રવિ ની તબિયત બગડતી જતી હતી. રોજ રાતે તે અસહ્ય પીડા થી બૂમો પાડતો હતો. પોલીસ સ્ટેશન ગયે તેમને બે દિવસ થઈ ચૂક્યા હતા.


મયંક રવિ ની હાલત જોઈ ચિંતા માં આવી ગયો હતો. પણ તેને એક આશા પણ હતી, અને એક નિશ્ચય પણ હતો કે તે તેના મિત્ર ને કઈ નહિ થવા દે.


મયંક ને થયું કે ઘણી શોધખોળ તો ઇન્સ્પેક્ટર અવિનાશ કરી જ લેશે. કદાચ એ પણ ખબર પડી જશે કે ન્યૂઝ માં જે છોકરી આવી હતી તે કોણ હતી પણ જે બલા છે તે ખરેખર સંજના છે કે પછી કોઈ બીજું છે તે જાણવું ઘણું કઠિન કામ હતું.


મયંક અસમંજસ માં હતો એવામાં તેને એક વ્યક્તિ યાદ આવ્યો. તે વ્યક્તિ જોડે વાત કરતા કરતા એણે એક વાર કીધું હતું કે તે ભૂત પ્રેત જોડે વાત કરી શકે છે પણ તે કોઈ પ્રોફેશનલ નથી બસ તેને આભાસ થઈ આવે છે આવી શક્તિઓ વિશે. તે વ્યક્તિ બીજું કોઈ નહિ પણ તેમની સાથે કામ કરતો વિવેક હતો.


હજી મયંક તેના વિશે વિચારી રહ્યો હતો કે મોબાઈલ માં વિવેક નો કોલ આવ્યો.


" કેટલા દિવસ થી ઓફિસ નથી આવતા તમે બન્ને. કોઈ પ્રોબ્લેમ છે? કોઈ ફોન નહિ, કોઈ મેસેજ નહિ." વિવેક ફોન માં નોન સ્ટોપ બોલી રહ્યો હતો.


" તને જ યાર કરતો હતો યાર, બહુ ભયાનક મુસીબત માં છીએ. તારી મદદ ની જરૂર છે. તું નડિયાદ આવી શકે આજે? મયંક ની અવાજ માં ચિંતા હતી.


" શું થયું છે? કહે તો ખરા? " વિવેક એ મયંક નો ચિંતા ભર્યો સ્વર સંભાળ્યો ને તે અધીરો થતાં બોલ્યો.


" તું ઘરે આવ ફોન માં મજા નહિ આવે. રૂબરૂ માં મળવું પડશે." મયંક નો ધિર ગંભીર અવાજ સંભાળતા જ વિવેક વધારે કંઈ કહી શક્યો નહિ.


" સારું હું રાતે આવું છું, ઓફિસ પછી. " અને વિવેક એ ફોન કટ કરી દીધો.


રવિ ની આંખો અંદર ઉતરી ગઈ હતી.


બીજી તરફ અવ્યુક્ત ના ઘરે ઇન્સ્પેક્ટર અવિનાશ બેઠા હતા. અવ્યુક્ત ની ચિંતાઓ ઘેરી થતી જતી હતી.


અવ્યુક્ત ના ચેહરા નો ભાવ ઇન્સ્પેક્ટર અવિનાશ વાંચી રહ્યા હતા. અવિનાશ સાહેબ એ સહેજ કડકાઈ સાથે કહ્યું, " અહીંયા બોલશો કે સ્ટેશન એ? "


અવ્યુક્ત ને સ્ટેશન શબ્દ સાંભળતા ચિંતા થવા લાગી.


અવ્યુક્ત એ બોલવાનું ચાલુ કર્યું.


" હું ને રાહી બન્ને કોલેજ થી સાથે હતા. હું અમદાવાદ રહેતો ને રાહી પંજાબ ની છે. અમે બેંગલોર કોલેજ માં મળ્યા. તે ફાર્મસી માં હતી ને હું મેકેનીકલ માં હતો. તે સમયે રાહી કોલેજ ની સૌથી સુંદર યુવતી હતી હું તેના રૂપ માં મોહી ગયો. મે તેને પ્રોપોઝ કર્યું ને તેણે હા પાડી. " વાત કરતા કરતા અવ્યુક્ત તેના ભૂતકાળ માં સરી પડ્યો.


" હમમ..... આગળ.... " ઇન્સ્પેક્ટર અવિનાશ એ ટકોર કરી.


" અમે ફોન, મેસેજ માં વાત કરતા અને સમય મળ્યે ફરવા જતા રહેતા. હરવું ફરવું એ જ અમારું કોલેજ નું જીવન બની ગયું. મારા પિતાશ્રી એક નામચીન ' વર્મા કંપની ' ના માલિક છે. પપ્પા પાસે પૈસા ની કમી નથી અને મને પૈસા વાપરવા આપવાની કોઈ ગણતરી હતી નહિ. વરસ સુધી તો મે રાહી પાછળ બહુ પૈસા ઉડાડ્યા, ખવડાવ્યું, હેરવી ફેરવી. ખર્ચા માં કઈ બાકી ના રાખ્યું.


વરસ પછી મને ખબર પડી કે રાહી એના રૂપ ના લીધે, મારા પહેલા અને મારી સાથે સાથે કઈક છોકરા ઓ ના પૈસે લહેર કરતી હતી અને કરે છે. તેને મારા પ્રત્યે કોઈ પ્રેમ નથી. પણ મારા પૈસ પ્રત્યે પ્રેમ છે. "


" આ તો કોમન સ્ટોરી છે સર, મુદ્દા પર આવો મારી પાસે સમય ઓછો છે. " ઇન્સ્પેક્ટર એ કડકાઈ બતાવી.


" હું તેને બહાર લઈ ગયો અને મે તેને લગ્ન ની વાત કરી તો તેને સાફ ઇનકાર કરી દીધો. અને મને હડધૂત કરી જતી રહી. હું બસ તેને જોઈ રહ્યો. પાંચ વરસ પછી તે અમદાવાદ આવી અને મને શોધતી શોધતી ઘરે આવી અને ધ્રુસકે ધ્રુસકે રડી મારી માફી માંગી. હું પીગળી ગયો. મે તેના પર ગુસ્સો કર્યો પણ અંતે મે તેને મારી જોડે રાખી. એક દિવસ તેણે મને કહ્યું કે તેને ઇન્ટાસ માં જોબ લાગી છે. અને આવવા જવા માટે મારે ગાડી જોઈએ છે. મે તેને મારી ગાડી આપી દીધી. પછી હું પણ મારા કામ માં બીઝી રહેતો. સાંજે ભેગા થતાં. તે બહુ પ્રેમ થી એક પત્ની ની જેમ રહેવા લાગી હતી. તેથી મને કઈ બીજું લાગ્યું નહિ. આજે તમે આવ્યા એટલે મને પાકું થઈ જ ગયું હતું કે તેના ઉપર ફરી વિશ્વાસ કરી મે બહુ મોટી ભૂલ કરી છે.... "


" અત્યારે તે ક્યાં છે? તેને ફોસલાવી ઘરે બોલાવો. બાકી ની કહાની તે જ કહેશે. મને તમારી આંખો માં સત્યતા દેખાઈ રહી છે. તમને બે વાર વિશ્વાસઘાત મળી ચૂકેલો છે જ. હું તમને કશું કહેવા નથી માંગતો બસ તેને મારી સામે હાજર કરી દો. એમ સમજો કે જીંદગી માં અત્યાર સુધી જે થયું એ હવે એક નવી સવાર સાથે જીંદગી જીવજો." ઇન્સ્પેક્ટર અવિનાશ પણ અવ્યુક્ત વર્મા ની વાત સાંભળી ઢીલા પડી ગયા હતા.


અવ્યુક્ત એ રાહી ને વિડિયો કોલ કર્યો. રાહી કોઈ હોટેલ માં બેડ પર બેઠેલી હોય એવું લાગ્યું. ઇન્સ્પેક્ટર સાઈડ માં થી તેને જોઈ રહ્યા હતાં. " હાય, ક્યાં છે તું? હવે કેટલું રોકાવું છે જાન? તને ખબર છે પપ્પા આજે વસિયત બનાવવા ની વાત કરતા હતા. મે તેમને આપણા વિશે જણાવી દીધું છે. મને પપ્પા એ ખાતરી આપી છે કે મારા નામે બધી પ્રોપર્ટી કરી આપશે. અને હું અડધી પ્રોપર્ટી તારા નામે કરવા માંગુ છું. કાલે વકીલ ને બોલાવવાના છે તું આવી જા તો આપણા બેય નું કામ થઈ જાય ને તું હંમેશા માટે મારી બની જાય જાન. " અવ્યુક્ત બહુ સમજદારી થી વાત કરી રહ્યો હતો.


" ઓહ, વાઉ... આ તો બહુ જ સારા ન્યૂઝ છે. જાનુ. હું સાંજે ફ્લાઇટ માં બેસી રાત સુધી પોહોંચી જઈશ. ને સીધા ઘરે જ આવું છું. આઈ લવ યુ જાનુ તે તો બહુ સારી વાત કરી. સી યુ સૂન. " અને રાહી એ ફોન કટ કરી દીધો.


" બહુ સરસ, આમ પણ તમારા જેવા વ્યક્તિ ને શીખવાડવું ના પડે. પણ કેમ તમારા જેવા સમજદાર વ્યક્તિ આમ રૂપ માં મોહી જાય છે. " ઇન્સ્પેક્ટર અવિનાશ એ અફસોસ વ્યક્ત કરતા કહ્યું.


" રાતે આવું છું, વરઘોડા સાથે. મેડમ ને વાજતે ગાજતે લઈ જવા પડશે ને. " હસ્તા હસ્તા ઇન્સ્પેક્ટર બોલ્યા અને અવ્યુક્ત ના ખભે હાથ થપથપાવી નીકળી ગયા.


આ બાજુ વિવેક થોડો વહેલો જ મયંક પાસે પોહોંચી ગયો. મયંક તેને જોઈ ને ખુશ થઈ ગયો. વિવેક એ રવિ ને જોયો. રવિ ની હાલત જોઈ તે પણ ચિંતા માં આવી ગયો. વિવેક એ પૂછતા મયંક એ બધી આપવીતી વિવેક ને સંભળાવી. વિવેક એ મદદ કરવાની હા પાડી.


" હું મદદ કરી શકું પણ મને પ્રોફેશનલી કઈ નથી આવડતું. પણ તોય હું મારી બનતી કોશિશ કરીશ. આ કામ માં જોખમ છે. આત્મા ની શક્તિ ને આપણે માપી નથી શકતા. તેથી એ ખબર ન પડે કે તે કેટલી શક્તિશાળી છે. પણ તારી વાત પર થી એવું લાગે છે કે તે તકલીફ માં છે. અને તેનો કઈક સંબંધ રવિ સાથે છે " વિવેક એ બધી જ ચોખવટ કરી દીધી.


" બસ એ જ આપણે જાણવું છે, નહિ તો ક્યાંક રવિ ને ખોઈ બેસીશું." મયંક એ ચિંતા કરતા કહ્યું.


" ના ના કઈ નહિ થવા દઈએ. ચિંતા ના કર. આપણે રવિ ની મદદ જરૂર કરીશું." વિવેક એ પાક્કો વિશ્વાસ બતાવ્યો.


વિવેક આત્મા ને બોલાવાની તૈયારી કરવા લાગ્યો. જે તે સામગ્રી તેને જોઈતી હતી તે લઈ આવ્યો. તેની પાસે એક બુક હતી જેની મદદ થી તે આ કાર્ય કરવાનો હતો. મયંક પણ તેને મદદ કરતો હતો.


તૈયારી કરતા કરતા સમય ક્યાં વીતી ગયો ખબર ના પડી. અત્યારે રાતના ૧૦:૦૦ વાગી રહ્યા હતા. હવે બસ સમય ની રાહ જોવાઇ રહી હતી.


બીજી તરફ રાહી ની ઘરે આવવાની રાહ જોવાઇ રહી હતી. ઇન્સ્પેક્ટર અવિનાશ સાથે બે લેડીઝ પોલીસ કોન્સ્ટેબલ બધા જ અવ્યુક્ત ના ઘર માં છુપાયેલા હતા.


૧૦:૧૦ થતાં ડોરબેલ વાગ્યો. અવ્યુક્ત એ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા રાહી અવ્યુક્ત ને વળગી પડી. અવ્યુક્ત એ પણ એકદમ નોર્મલ વ્યવહાર કર્યો. રાહી ને કોઈ ભણક પડી નહિ.


રાહી ફ્રેશ થવા બાથરૂમ માં ગઈ કે તરત ઇન્સ્પેક્ટર અવિનાશ અને બન્ને કોન્સ્ટેબલ હૉલ માં આવી બેસી ગયા જાણે હમણાં માછલી ને જાળ માં પકડી લેવામાં હોય.


રાહી ફ્રેશ થઈ જેવી હૉલ માં આવી કે ઇન્સ્પેક્ટર અવિનાશ અને બીજી પોલીસ કોન્સ્ટેબલ ને જોઈ ને ડઘાઈ જ ગઈ.


" અવ્યુક્ત આ બધું શું છે? ને આ પોલીસ કેમ ? " ગભરાતા ગભરાતા રાહી એ સવાલ કર્યો.


" મેડમ તમે જો ફ્રી થઈ ગયા હોવ તો અમને ફ્રી કરવાની કૃપા ફરમાવો. પ્લીઝ બેસી જાવ. " ઇન્સ્પેક્ટર પોતાના મૂડ માં આવી ગયા હતા.


રાહી સોફા પર બેસી ગઈ. બન્ને લેડિઝ કોન્સ્ટેબલ તેની આજુ બાજુ ઉભી રહી ગઈ.


" હા તો મિસ રાહી, બોલવા લાગો. બહુ બધા રાઝ તમારે ખોલવાના છે. બનવાની કોશિશ ન કરતા ને તમારે ના બોલવું હોય તો અમને બીજી રીતે પણ બોલાવતા આવડે છે. " ઇન્સ્પેક્ટર અવિનાશ જેવું બોલ્યા કે એક લેડીઝ કોન્સ્ટેબલ એ રાહી ના ખભા પર હાથ મૂક્યો.


રાહી પરસેવે રેબ જેબ થઈ ગઈ, પણ તે કંઈ બોલી નહિ.


" કઈ વાંધો નહી મેડમ સવાલ હું કરીશ જવાબ તમારે આપવાના છે. ને મારે મુદ્દાસર અને સાચી વાત જોઈ એ."


રાહી ની હાલત જોઈ અવિનાશ સર એ તીખા મિજાજ સાથે ઉમેર્યું.


"તો પહેલો સવાલ, તમારી ગાડી, જે હકીકત માં અવ્યુક્ત સર ની ગાડી છે. તે ક્યાં છે? "


સવાલ સંભાળતા જ રાહી ના હોશકોશ ઉડી ગયા.


આ બાજુ મયંક અને વિવેક ની તૈયારી થઈ ગઈ હતી. અને વિવેક એ હવન ચાલુ કર્યું. અને મંત્ર ઉચ્ચારવા નું ચાલુ કર્યું કે અચાનક...........


( રાહી શું રાઝ ખોલશે????? આત્મા કોની હશે????? શું અવ્યુક્ત પણ રાહી જોડે શામિલ હશે?????? શું રાહી ની આ કોઈ ચાલ હશે????? આ વખતે શું આત્મા સાચું બોલશે????? જોઈએ આવતા અંક માં........... )