કોણ હતી એ ? - 6 Mohit Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કોણ હતી એ ? - 6

( રવિ અને મયંક ને સંજના વિશે માહિતી મળે છે.... હવે આગળ )

રવિ અને મયંક નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભા રહી જાય છે. મયંક એના મોબાઈલ માં એડ્રેસ વાંચે છે.

૪, સંતરામ સોસાયટી, બસ સ્ટેન્ડ પાસે, નડિયાદ.


મયંક ગૂગલ મેપ માં સંતરામ સોસાયટી સર્ચ કરે છે. બંને ઘર શોધતા શોધતા સંતરામ સોસાયટી પોહોંચે છે. ૪, નંબર ના ઘર પાસે જઈ બાઈક ઊભી રાખે છે.


બંગલો બંધ દેખાઈ રહ્યો હતો. આગળ એક મોટો જાંપો હતો.
રવિ અને મયંક અંદર દાખલ થયા. જાંપો ખુલ્લો હતો. અંદર દાખલ થઈ મયંક એ બેલ વગાડી. કોઈ એ દરવાજો ખોલ્યો નહિ.
મયંક એ ફરી બેલ વગાડી.

એક દાદા એ દરવાજો ખોલ્યો. દાદા લાકડી ના ટેકે ઉભા હતા.
" બોલો બેટા, કોનું કામ છે? " દાદા ધીમા અવાજ એ બોલ્યા.
" સંજના મેડમ અહીંયા રહે છે? સંજના મેડમ ને મળવું હતું એમના કલીગ છીએ. જોડે ફાર્મા માં કામ કરીએ છીએ. " મયંક એ જવાબ આપ્યો.
" સંજના? કોણ સંજના? મારે તો એક દીકરી છે તેનું નામ અલ્કા છે. ને તે તો અમેરિકા રહે છે. અહીંયા કોઈ સંજના નથી. આ જોવો મારી દીકરી નો ફોટો. " કહી દાદા એ દીવાલ પર એક ફોટો બતાવ્યો.
ફોટો કોઈ બીજી વ્યક્તિ નો જ હતો.
" દાદા સંજના મેડમ અહીંયા પેહલા રહેતા હોય એવું કઈ છે? " રવિ એ ફોટો જોતા પૂછ્યું.
" ના બેટા કોઈ જ નોતું રેહતું અહીંયા સંજના નામ નું . આ મકાન તો મારા પપ્પા વખત નું છે. " દાદા બન્ને ને પાણી આપતા બોલ્યા.


" સોરી દાદા, કદાચ એડ્રેસ બીજો હશે, તમને હેરાન કર્યા માફ કરજો. " મયંક પાણી નો ગ્લાસ મૂકતા બોલ્યો.
બન્ને પાણી પી ને બહાર નીકળી ગયા.
બહાર જઈને રવિ એ કહ્યું , " યાદ છે, સંજના બોલી હતી , કે ઘર તો તમે શોધી જ લેશો ને શોક ના થઈ જતાં, શોક તો મને લાગ્યો જ છે. આ માંજરો શું છે કઈ ખબર પડતી નથી. હવે સીસીટીવી નો એક ઓપ્શન છે. ઓલા સિક્યોરિટી વાળા ને પટાવો પડશે. "

બે દિવસ સુધી બધું સામાન્ય રહ્યું. મયંક અને રવિ ઓફિસ જતા રહ્યા. નવરા પડી આગળ નો પ્લાન કેવી રીતે બનાવો ને અમલ કરવો તેની ચર્ચા કરતા.
અઠવાડિયું પસાર થઈ ગયું. મયંક અને રવિ દારૂ ની બોટલ સાથે સાંજે ઇન્ટાસ્ ફાર્મા પોહોચી ગયા.
" સુ કરો છો? કેમ છો? આજે સિગારેટ પિવડાવશો? ' એમ કહી રવિ સિક્યોરિટી વાળા પાસે ગયો.
સિક્યોરિટી વાળો પણ ખુશ થઈ ગયો. બન્ને વાતો એ ચડ્યા.
રવિ એ બહાનું બતાવતા કહ્યું કે ," અહીંયા થી નીકળતા હતા તો થયું મળતા જઈએ. તમે મદદ કરી હતી તો તમને પણ મદદ કરવાની અમારી ફરજ છે. કઈક લાયો છું તમારી માટે લેશો?" ને રવિ એ બોટલ બતાવી.
સિક્યોરિટી વાળો ખુશ ખુશ થઈ ગયો ને ત્રણે તેની કેબિન માં પીવા બેઠા. બન્ને અલક મલક ની કરતા ગયા ને સિક્યોરિટી વાળા ને પીવડાવતા ગયા. જોત જોતા માં તેને ઊંઘ આવી ગઈ.
મયંક અને રવિ ફટાફટ કમ્પ્યુટર પર ફૂટેજ ચેક કરવા લાગ્યા. સદનસીબે કમ્પ્યુટર માં પાસવર્ડ હતો નહિ.
તે સાંજ નું ફૂટેજ ચાલુ કર્યું. ફૂટેજ માં બંને એ જોયું કે એક છોકરી ગેટ ની બહાર નીકળી ઉભી હોય છે. એક ફોર વ્હીલર બ્લેક કલર ની થાર આવે છે. અંદર ચાર છોકરા ને બે છોકરી દેખાઈ રહી છે. ને આ છોકરી તેમાં બેસી જાય છે.
" અરે અરે એક મિનિટ રિવર્સ કર. ઝૂમ કર, આ તો એ છોકરી છે જ નહિ જેની મોત ના ન્યૂઝ જોયા આપડે. ને એ પણ નથી જેનું ભૂત આપણે ને મળ્યું. આ તો બંને અલગ વ્યક્તિ છે." મયંક એ મોબાઈલ કાઢી ન્યૂઝ માં જે લાશ હતી તેનો ફોટો જોતા કહ્યું.
" કઈ સમજાતું નથી જો આ સંજના નથી, તો જે સંજના નામ નું ભૂત મળ્યું એ કોણ છે? અને આ છોકરી સંજના બની કામ કરતી હતી અહીંયા આ છોકરી કોણ છે? જો આ છોકરી ની લાશ ન્યૂઝ માં નથી તો જેની લાશ ન્યૂઝ માં દેખાઈ એની પાસે આ છોકરી નું આઇડી ક્યાંથી આયું? આ તો સુલજવા ને બદલે ઉલજતું જાય છે." રવિ માથું પકડતા બોલ્યો. "લાગે છે આ આપણા થી નહિ સુલજે. આપણે કોઈ ની મદદ લેવી જ પડશે. ઇન્સ્પેક્ટર અવિનાશ પાસે જઈએ તે જરૂર મદદ કરશે. "

" યાર ક્યાંક આપડે ફસાઈ ગયા તો? " મયંક પાછો ચિંતા માં આવી ગયો.

" ફસાયા તો બંને બાજુ થી છીએ જો આ સુલજાવિશું નહિ તો પેલુ ભૂત મને નહિ છોડે. ને તને પણ , તું વચન આપીને બેઠો છે ને. ટ્રાય કરવાંમાં શું જાય છે. " રવિ ને પણ ચિંતા થવા લાગી હતી પણ હજી તે હિમ્મત નતો હાર્યો.
રવિ એ સીસીટીવી માંથી ગાડી નો નંબર નોટ કરી લીધો અને મોબાઈલ માં સીસીટીવી ફૂટેજ નો વિડીઓ લઈ લીધો.

" મયંક અવિનાશ સાહેબ બીજું તો બધું માનશે પણ આ ભૂત ની વાત નહિ માને અને આપણે ને ઊંધું ફસાવી દેશે તો આપણે ખોટા પોલીસ ને કોર્ટ ના ધક્કા ખાવા પડશે. " રવિ એ વળી પાછી ચિંતા ચાલુ કરી.

" ચાલો હવે જઈએ તો ખરા ભગવાન ની જેવી મરજી." એમ વિચારી બન્ને એ સવારે ઇન્સ્પેક્ટર અવિનાશ ને મળવાનું નક્કી કર્યું.

બંને ઘરે જઈ સૂઈ ગયા. રાતના અચાનક રવિ ચીસો પાડવા લાગ્યો. મયંક એ ઊઠીને લાઈટ ચાલુ કરી. રવિ હવામાં અધ્ધર લટકતો હતો. તેના બંને હાથ અને પગ જાણે કોઈ ખેંચતું હોય એવું લાગી રહ્યુ હતું. રવિ દર્દ માં ચીસો પાડતો હતો.
મયંક એ રવિ નો પગ પકડી તેને નીચે ખેંચવાની કોશિશ કરી. પણ કોઈ અજાણી શક્તિ નો તેને ધક્કો વાગ્યો અને તે દૂર સુધી ફંગોળાયો અને દીવાલ માં ભટકાયો.

અચાનક રવિ ની આંખો ની કીકી ઉપર ચડી ગઈ. એની આંખો સફેદ થઈ ગઈ. અને તે એકદમ થી નીચે પટકાયો.

મયંક તેની પાસે ગયો અને તેણે ઉઠાડવા નો પ્રયત્ન કરવા લાગ્યો.

રવિ એ અચાનક આંખો ખોલી અને મયંક નું ગળું પકડી લીધું અને સ્ત્રી પુરુષ ની મિશ્રિત અવાજ માં બોલ્યો, " મને મદદ કરવાને બદલે મારા વિશે જાણવાની કોશિશ કરે છે? મારી જોડે કઈ નથી થયું. પણ હું તારા મિત્ર ને મારવા આવી છું. મે નાટક કર્યું હતું. હવે મદદ ની જરૂર મારે નહિ તારા મિત્ર ને છે. અને હું તારા મિત્ર ને મારીને જ જંપીશ. "
અને એકદમ થી રવિ ફરી ઢળી પડ્યો. હવે મયંક ડઘાઈ ગયો હતો. કે આ શું ચાલી રહ્યું છે. અત્યાર સુધી જે પ્રેત ને અબળા માની એની મદદ ની વાત કરી હતી. હકીકત માં એણે જ રવિ ને મારવા આ માયાજાળ રચી હતી. પણ રવિ ને જ કેમ? રવિ એ શું કર્યું હતું?
પણ એટલી તો ખાતરી થઈ ગઈ હતી કે તે બરાબર રસ્તે ચાલી રહ્યો છે. હવે તેને સંજના, ગાડી માં બેસવા વાળી છોકરી અને ન્યૂઝ માં આવેલી લાશ. બધાનું રહસ્ય સૂલજાવું પડે એમ જ હતું. નહિ તો એના મિત્ર નો જીવ જોખમ માં હતો.

( મયંક અને રવિ આ રહસ્ય કેવી રીતે સુલજાવશે? સંજના નું રહસ્ય શું છે? શું ઇન્સ્પેક્ટર અવિનાશ મદદ કરશે? વધુ આવતા ભાગ માં ......... ?