લોચો પડ્યો - 2 Shrujal Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

લોચો પડ્યો - 2


સાંજે છોકરી વાળા જોવા આવ્યા. તે લોકો બે ગાડી ભરીને ટોટલ ૧૧ લોકો આવ્યા હતા. જાણે આજે છોકરીને અમારા ઘરે મૂકીને જ જવાના હોય. છોકરી સિવાય દરેક લોકો એકદમ જાડા હતા. મને સમજાયું નહિ કે છોકરી આટલી પાતળી કેમ રહી ગઈ.

"આ મારા હસબન્ડ છે." છોકરીની મમ્મીએ નેવું એક કિલોના મીની હાથી તરફ ઈસરો કરીને ચોખવટ કરી. એક એક કરીને તેમને દરેકનો પરિચય આપ્યો.

"...અને આ અમારા દ્રાઈવર છે." તેમને છેલ્લા એક દુબલા-પતલા હાડપિંજર જેવા વ્યક્તિ તરફ ઈસરો કરીને કહ્યું. "પણ તે અમારા ઘર ના સભ્ય જ સમજી લ્યો. છેલ્લા વિસ વર્ષથી તે અમારે ત્યાં જ કામ કરે છે."

મેં કોઈ મેન્ટોસ તો ખાધી નહતી છતાં મારા દિમાગની બત્તી તે દ્રાઈવર અને મને જોવા આવેલી છોકરીમાં સમાનતા જોવા લાગી. સરખું જ નાક. સરખી જ આંખ અને પાંચ પર પંખો ચલાવતા જ ઉડી જાય તેવું સરખું જ હાડપિંજર જેવું શરીર. મતલબ તે દ્રાઈવર ફક્ત તેમના ઘરના સભ્ય જેવા જ નહતા પરંતુ નાજઇસ રીતે ઘરના સભ્ય જ હતા. હું તે ઘરમાં કોઈપણ હિસાબે લગન કરવા નહતો માંગતો જેના આધારકાર્ડના પપ્પા અલગ હતા અને અસલી ડીએનએ વાળા પપ્પા અલગ હતા. છતાં આખા કુટુંબને છોકરીના આવા દુબલા પતલા શરીર પર જરાય શક નહતો ગયો.

અમારા ઘરમાં સત્યનારાયણની કથા રાખી હોય તેવું વાતાવરણ બની ગયું હતું. લોકો એટલા ગિચોઘીચ બેઠા હતા કે મારે પેલી છોકરીને શોધવામાં અડધી મિનિટ નીકળી ગઈ. મારી નજર પડી તો તે તેના મમ્મી પપ્પા ની વચ્ચે ચબડાઈને બેઠી હતી. જ્યાંથી મને તેના ફક્ત પગ જ દેખાતા હતા. બાકીનું શરીર તેના જંબો સાઈઝના મમ્મી પપ્પા પાછળ ઢંકાઈ ગયું હતું.

મેં વિચાર્યું હતું કે હું પાંચ જ મિનિટમાં ઇન્ટરવ્યૂ પતાવીને નીચે આવી જઈશ પરંતુ તે છોકરી અડધો કલાક સુધી સવાલનો સતત મારો કરતી જ રહી. તેણે એટલા બધા પ્રશ્નો પૂછી લીધા હતા કે હું પોતાની જાતને પણ ભૂલી ગયો હતો. જીવનના આ અડધો કલાકને મારા જીવનના સૌથી ભયંકર અનુભવોના લિસ્ટમાં મૂકી શકાતું હતું. એક કલાક પછી તે લોકો બહાર નીકળ્યા અને મેં શુદ્ધ ઓક્સિજન લેવા ઊંડો શ્વાસ લીધો. મારા ઘરની બહાર સ્કૂલ છૂટી હોય તેવું માહોલ બની ગયું હતું. આજુબાજુના બે ત્રણ ઘર વાળા શુ થયું તે જોવા બહાર આવી ગયા હતા.

"તું અડધો કલાક સુધી તે છોકરી સાથે રૂમમાં શું કરતો હતો?" પપ્પાએ લોકોના જતા જ ગુરકતા પૂછ્યું.

"અમે બંને પત્તા રમતા હતા. સત્તી-અઠ્ઠી..." મેં તેમના વાંકા સવાલનો વાંકો જવાબ જ આપ્યો.

"આ શું રીત છે વાત કરવાની??" તેમને ગુસ્સામાં પૂછ્યું.

"તમે સવાલ જ એવા કરો છો તો છોકરો કરે પણ શું? જોબ ઇન્ટરવ્યૂ પણ અડધો કલાલ ચાલતા હોય છે, આતો લગનની વાત હતી છોકરાઓ થોડો સમય લે ક ન લે?" મમ્મીએ મારી તરફેણ લીધી.

"છોકરી કેવી લાગી?" ઘરમાં પગ મુકતા જ પપ્પાએ પૂછ્યું.

"તેને ઘર માં તો જવા દો..." મમ્મીએ મને બચાવી લીધો.

"હું મારો જવાબ જનાવી દઉં તો ઈચ્છા ઓછી જ છે" મમ્મીએ ઉમેર્યું. મારા જીવ માં જીવ આવ્યો કારણકે મારે પપ્પા સાથે આ વાત પર તકરાર કરવામાં જરાય રસ નહતો.

રાત્રે એક કલાકની વાત-વિવાદ પછી પપ્પાએ મમ્મી સાથે કોઈ તકરાર વિના મમ્મીની વાત માની લીધી. આમ પપ્પા ગમે એટલા ગરમ મિજાજના હતા પરંતુ મમ્મીના બ્રહ્માસ્ત્ર સામે તે આ વખતે હારી ગયા.