Featured Books
શ્રેણી
શેયર કરો

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)


"મારી પણ કોઈ જ ભૂલ નહિ, હું પણ તમને એટલો જ પ્યાર કરું છું જેટલો તમે મને કરો છો.. મારે પણ મરવાનું નહોતું. તમને આ નરક જેવી જિંદગી પણ મારે નહોતી આપવી. મારી પણ બહુ જ ઈચ્છા હતી કે હું પણ તમારી સાથે સુખી વૈવાહિક જીવન જીવું.

મને બહુ જ અફસોસ હતો કે હું તમારી સેવા ના કરી શકી.. અને એટલે જ હું રોહિણી બનીને તમારો સાથ આપવા આવી. તમે ખરેખર તો એટલાં મહાન છો કે હું આખી જીંદગી તમારી સેવા કરું તો પણ ઓછું છે, પણ હવે મારી પણ એક હદ છે, હું તમને ટચ નહિ કરી શકતી. તમે મને આટલો બધો પ્યાર કરો છો અને હું પણ તમને આટલું બધું ચાહું છું શાયદ એટલે જ તમે મને જોઈ પણ શકો છો.. બીજું કોઈ પણ વ્યક્તિ મને જોઈ નહિ શકે.

"મને બહુ જ સંતોષ છે કે તારું મોત તારા પપ્પાએ તો નહિ જ કર્યું ને.. આખરે એક બાપ એટલો ક્રૂર તો ના જ હોઈ શકે ને?!" મેં કહ્યું.

"સારું, દુનિયા માટે તો મારું કોઈ જ અસ્તિત્વ નહિ, પણ મને તમારી સેવા કરવા દેજો.." રેવતી બોલી. એણે ફરી રોહિણીનો અવતાર લીધો.

"ના, તું રેવતી જ બનીને રહે.. હું કોઈ જ રોહિણીને નહિ જાણતો. મારા માટે તો મારી રેવતી જ બધું છે.." મેં એને સમજ પાડી. એ રેવતી ફરી બની ગઈ.

એણે મને ખાવાનું આપ્યું અને રોકિંગ ચેર પર બેસી ગઈ.

હું જમતાં જમતાં બસ એને જ જોઈ રહ્યો હતો.

🔵🔵🔵🔵🔵

બસ એ પછી તો નિત્યક્રમ ક્રમ થઈ ગયો હતો. રોજ રેવતી જમવાનું લઈ આવતી હતી. એ રોજ મારી સાથે વાતો પણ કરતી હતી.

કેટલી મસ્ત જીવનસાથી હતી એ કે એને જ મને આમ રહેવા મજબૂર કર્યો હતો અને એને જ મને આમ રહેવામાં પણ મદદ કરી હતી.

ભલે હું એને ટચ નહોતો કરી શકતો, પણ એ મારા નજરની સામે હતી, મારાં માટે એટલું જ કાફી હતું. પ્યાર મળે કે ના મળે પણ પ્યારનાં જોડે રહેવાનો અહેસાસ જ કાફી હોય છે. એ છે જ મારી પાસે જ છે. હું અનુભવી રહ્યો છું. હું એને જોવું છું. મને જમાડવામાં એને કેટલો બધો આનંદ થઈ રહ્યો હતો.

બહારનાં બધાં લોકોમાં અફવાહ એમ પણ હતી કે હવે હું પાગલ થઇ ગયો છું કે જેનું કોઈ અસ્તિત્વ જ નહિ, હું એ વ્યક્તિ સાથે વાતો કરવા લાગ્યો છું. પણ મારા માટે તો એ વ્યક્તિ છે. મારી પત્ની છે. મારું સુખ અને મારી શક્તિ છે.

ભલે હું એકલો છું, મારા જ પ્યાર નાં લીધે ભલે, મારા માં બાપ છીનવાઈ ગયા. અરે, મારો પ્યાર પણ છીનવાઈ ગયો, પણ હું હજી પણ મારા પ્યારને, મારી રેવતી ને અનુભવી શકું છું.

જમતાં જમતાં ખાંસી આવે તો કોઈ હોય છે કે જે મને પાણી ધરે છે, બસ એટલું જ છે કે હું એને ટચ નહિ કરી શકતો, બાકી હજી પણ મારો પ્યાર જીવે છે, જાગે છે.

જેમ રેવતી એ કહેલું કે જ્યાં સુધી હું છું, હું જીવું છું અમારો બંનેનો પ્યાર જીવતો જ રહેશે. વાત સાચી છે. હું જ્યારે પણ રેવતી નું લાવેલું જમુ છું, એને દેખું છું, ફીલ થાય છે કે હજી પણ મારો પ્યાર જીવે છે, ધબકે છે. શ્વાસ લે છે, જીવંત છે. દુનિયા માટે જે પ્રેમ કહાની પૂરી થઈ ગઈ હજી પણ એ ચાલુ જ છે.

(સમાપ્ત)