ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 4 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 4


"એક રેવતી જ તો મારું જીવન હતી. એના માટે જ તો મેં મારી આખી ફેમિલી ને મરતાં જોઈ. એણે લીધે જ તો મારે હમણાં પણ આ મોતથી પણ બદતર જીવનને જીવવુ પડે છે ને!

શું મારી પણ ઈચ્છાઓ નહિ હોય?! શું મારી પણ જરૂરિયાતો નહિ હોય?! શું મારે પણ કોઈની જરૂર નહિ પડતી હોય?! પણ રહું છું. આ મારા જીવનને જીવી રહ્યો છું. જીવવુ પડે છે. હું બિલકુલ નહિ ચાહતો કે હું આ જીવનને જીવું, ખરેખર જો રેવતી એ મને જીવવાનું ના કહ્યું હોત તો હું ક્યારનો મારું જીવન ટુંકાવી દેતો, પણ જીવવુ પડશે. મારી રેવતી માટે. અમારા પ્યાર માટે. અમારો પ્યાર મજાક નહોતો. પ્યાર તો પ્યાર જ હોય છે ને!"

મેં કહ્યું અને બહુ જ રડવા લાગ્યો. મારે રોહિણીને ગળેથી લગાવી લેવી હતી. પણ એને દૂરથી જ મને ટચ ના કરવા ઈશારો કરી દિધો હતો. હું પણ એનાથી દૂર જ હતો. ખબર નહિ એનું શું કારણ હતું પણ રોહિણી મને ક્યારેય ટચ નહોતી કરવા દેતી.

"હું હજી પણ રેવતી ને જ પ્યાર કરું છું.. હું તને ગલત રીતે નહિ અડકું?!" આખરે મેં કહી જ દીધું.

"ના, એવું કંઈ નહિ, પણ તમે મને ના ટચ કરો એમાં જ ભલાઈ છે.." એને મને જે તર્ક આપ્યો, મને તો કઈ સમજાયો જ નહિ, પણ હાલ તો મારી ઉપર અતીતનો બહુ જ મોટો બોજ હતો. રોહિણી પણ મને સૂઈ જવા કહીને ચાલી ગઈ.

ચાલો કોઈ છે તો ખરું કે જે મને થોડું તો સાચવે છે.. મને થોડો આનંદ હતો કે મારી સાથે રોહિણી હતી. એકલું રહેવું બહુ જ મુશ્કેલ કામ હોય છે. હું એમ બિલકુલ નહિ કહેતો કે હવે મારે એક સાથીની જરૂર હતી, પણ એક સાથીની જ જેમ રોહિણી મારી દરેક મુસીબત જાણે કે કડી જાય છે અને ત્યાં હાજર થઈ જાય છે.

મને હજી પણ યાદ છે. જ્યારે એકવાર હું ઘરે આવતો હતો, રસ્તામાં કોઈ બાઇકવાળાને મને ટક્કર મારી હતી. હું ત્યાં જ બેભાન જેવો હતો કે એકદમ જ એ ત્યાં આવી ગઈ હતી. આજુબાજુ વાળાઓને ભેગાં કરીને એ જ મને દવાખાને પણ લઈ ગઈ હતી. હોસ્પિટલની બેડ પર મેં એને મારી સામે જોઈ હતી. એ ત્યાં જ રહી હતી.

છેલ્લે જ્યારે હું ઘરે આવી ગયો ત્યારે એ ગઈ હતી.

જ્યારથી એ આવી હતી. સવારનું અને સાંજની ખાવાનું એ જ લાવતી હતી. અને જો મને ખાંસી પણ આવવાની હોય તો એ આવી જતી હતી. પણ ખબર નહિ કેમ આ વખતે જ એ લેટ થઈ, હવે મને ખબર પડી કે હું જ કોઈ એવી મુસીબતમાં નહોતો મૂકાયો.

પણ મને પણ એની થોડી ચિંતા થવા લાગી હતી. એ ક્યાં અને કઇ હાલતમાં હશે. મને એક યુક્તિ સૂઝી કે મેં દિવેથી આંગળીને થોડી દઝાડી દીધી. જાણે કે ભગવાન પણ દૂર રહીને આપણાં દુઃખને સમજી જાય એમ જ એ પળવારમાં જ ત્યાં આવી ગઈ! હું થોડો ખુશ થઈ ગયો, પણ મને બહુ જ આશ્ચર્ય થયું કે એને ખબર કેવી રીતે પડી ગઈ કે મારી આંગળી સગળી ગઈ છે?!

એ ક્યારેય મને ટચ પણ નહિ કરવા દેતી.. મારું મગજ વિચારવા લાગ્યું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 5માં જોશો: મેં મારાં વિચારોને રોક્યાં, ખુદને થોડો સ્વસ્થ કર્યો અને ઊંડા શ્વાસ લેવા લાગ્યો. હું ખુદને થોડી હિંમત આપી રહ્યો હતો. હું ભગવાનનું નામ લેતો રહ્યો. ગમે એ થાય પણ હવે મારે રોહિણી સામે સારી રીતે જ રહેવાનું હતું. જો એ કઈક અદૃશ્ય શક્તિ હતી તો કેમ હજી એને ખુદને નુકસાન નહોતું પહોંચાડ્યું, મેં વિચાર્યું. મતલબ તો એમ કે એ સારી છે. મને થોડું ચેનમાં ચેન આવ્યું.