ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 2


એવાં તો કેવા મારા કર્મ હશે કે હું આમ આ ઉંમરે એકલો રહું છું. એકલતાએ તો જાણે કે મારા દિલને ચિરી જ નાંખ્યું હતું. મગજ પણ થાકી ગયું હતું એકનાં એક વિચારો અને એકલતા માં રહી રહી ને.

માણસને માણસ સાથે જ ગમતું હોય છે ને?! શું આખી દુનિયાને મારી નાંખીને પણ શું માણસ, કોના પર રાજ કરવા સમર્થ છે?!

એવી જ એક ઉદાસ સાંજ હતી. જે કંઈ મને મળેલું, મેં ખાધું હતું અને કોઈને દરવાજે જોઈ. દરવાજે અંદર સુધી એક પળછાઈ મેં જોઈ. હા, કોઈ છોકરી જ હતી. રોહિણી આવેલી તો પણ હું તો ડરી જ ગયો હતો.

"આ લો મામીએ તમારા માટે ખાવા મોકલ્યું છે.." એને ભાનું મારી સામે મૂક્યું.

"વાસણ ધોવાની જરૂર નહિ, સવારે હું જ્યારે સવારનું જમવાનું લાવીશ તો લેતી જઈશ!" એ ફરી બોલી.

લાલ રંગની સાળી એને પહેરી હતી. ચહેરો બહુ જ સુંદર અને આકર્ષક લાગતો હતો. એની આંખો મને જ જોયાં કરતી હતી.

પહેલાં દિવસે તો મેં એને કંઈ ખાસ કહ્યું નહિ પણ એ પછી તો જ્યારે જ્યારે મને એની જરૂર પડતી કે આપોઆપ જ આવી જતી.

જ્યારે પણ ખાંસી ખાતો તો એ કોણ જાણે કઈ પળ પાણી લઈ ને ત્યાં જ હાજર હોતી.

થોડા સમય બાદ એ મારી સાથે થોડી થોડી ખુલી રહી હતી.

"શું કારણ છે કે આ ઉંમરમાં પણ તમને વૃદ્ધત્વ આવ્યું છે?!" એક રોજ એને આખરે એ સવાલ કરી જ દીધો કે જે એને કેટલાય દિવસોથી મનમાં આવતો હતો.

"જો તને કહું તો છું, પણ કોઈને કહેતી ના, અને તને ભલે આ વાત કોઈ બનાવી કાઢેલી વાર્તા લાગે, પણ વાત બિલકુલ સાચી છે અને એનો સાક્ષી હું પોતે છું.." મેં કહેવું શુરૂ કર્યું -

"ખાસ્સા સમય પહેલાની વાત છે, રોનક શેઠ નામનો એક બહુ જ મોટો વેપારી હતો. વેપારી ના ઘરે કઈ જ કમી નહોતી. ઘરમાં પૈસા પણ ખૂટે નહીં અને જે પણ માંગો એ સમય કરતાં પહેલાં મળી કરું હતું. વેપારીનું નામ આખાય વિસ્તારમાં પ્રખ્યાત હતું..

આટલા મોટા વેપારીને ક્યારેય કોઈ વસ્તુ પરેશાન નહોતી કરી શકતી, પૈસાનાં બળે એને દરેક વસ્તુને કાબૂમાં રાખી હતી, પણ એની બસ એક જ કમજોરી હતી, અને કમજોરી એ હતી કે એની એકની એક છોકરી હતી. રૂપવાન તો એટલી કે કોઈ ને પણ પળવારમાં પ્યાર થઈ જાય. પણ સાથે જ એટલી જ નિરભિમાની અને શુદ્ધ.

એકવાર ની વાત હતી. ગામમાં અફવાહ ફેલાઈ કે કોઈ સામાન્ય છોકરા સાથે એ છોકરી રેવતી નું ચક્કર ચાલતું હતું. પછી તો શું?! વેપારીનાં માણસો એ છોકરાને શોધતા શોધતા એનાં ઘરે ગયા. છોકરો તો ક્યાં હતો, કોણ જાણે, પણ એના મમ્મી અને પપ્પા બંનેને ત્યાં જ મારી નાંખ્યા અને છોકરાને શોધતા એ લોકો ગામમાં ગયા.

છોકરાને બચાવવા માટે છોકરીએ જ કઈક કર્યું હોય એવું બધાને લાગતું હતું. અને છોકરીને તો એની સાથે એટલો બધો પ્યાર હતો કે એને પોતે જ મરી જવા માટે ઝેર સુધી પી લીધું હતું, પણ સૌ એને ફટાફટ ડોકટર પાસે લઈ ગયા અને એનો જીવ માંડ બચી ગયો.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 3માં જોશો: એ જે છોકરાનાં મમ્મી પપ્પા ને મારી નાંખવામાં આવ્યાં હતાં એ હું પોતે છું.." છેલ્લે જ્યારે મેં કહ્યું તો રોહિણી રડી રહી હોય એમ માને લાગી રહ્યું હતું. વાત જ એવી હતી.

"હા, તો તમે એ છોકરીને મારી હતી કે વેપારીએ?!" રોહિણી એ મને સવાલ કર્યો.