પ્રેમની જાતિ કે જ્ઞાતિ કેમ નથી? સુરજબા ચૌહાણ આર્ય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની જાતિ કે જ્ઞાતિ કેમ નથી?

વાચકમિત્રો તમે ઘણીવાર લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે,કે

"પ્રેમ આંધળો છે પ્રેમને કોઈ જ્ઞાતિ કે જાતિ નથી"
તો સાચીવાત છે. પ્રેમને કોઈ જ્ઞાતિ કે જાતિ નથી. પ્રેમ સર્વવ્યાપી છે. ગમે તે ઉંમરે ગમે તે જીવ સાથે થઈ શકે છે. એવુ જરૂરી નથી કે મનુષ્ય સાથે જ થાય કોઈ પણ પ્રાણી, પક્ષી, કે ફૂલ ઝાડ સાથે પણ થઈ શકે છે. કારણ કે પ્રેમ એ આત્માનો વિષય છે. અને આત્માની કોઈ જ્ઞાતિ કે જાતિ હોતી નથી.

હવે રહી વાત કામની તો કામ પ્રેમ પાછળ છુપાઈને વાર કરે છે. આ બહુ અઘરી બાબત છે. જ્યાં પ્રેમ હોય ત્યાં કામ હોઈ શકે પણ જ્યાં કામ હોય ત્યાં પ્રેમ પણ હોય એવુ જરૂરી નથી. કારણ કામ એ શરીર નો વિષય છે,એટલે કામની ખુદની કોઈ જાતિ નથી કારણ એ પ્રેમ પાછળ છુપાઈને વાર કરે છે. અને હર જીવમાં વ્યાપ્ત છે. પૃથ્વી પર ના હર જીવને કામમાં કામના હોય છે.. કામને જ્ઞાતિ નથી નડતી પણ જાતિ નડે છે. ઇન્સાન હશે તો ઇન્સાન પ્રત્યે જ કામ ભાવના ઉત્પ્ન્ન થશે.. "અપવાદ " હવે જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે. એટલે ઇન્સાન દ્વારા જાનવરો પર પણ બળાત્કાર થાય છે. આ એક શરમજનક બાબત છે.નિંદનીય કૃત્ય છે.

"માટે પ્રેમ આત્મા નો વિષય છે "
એટલે એને કોઈ જાતિ કે જ્ઞાતિ નથી
"કામ શરીર નો વિષય છે"
એટલે એને કોઈ જ્ઞાતિ નથી નડતી પણ જાતિ નડે છે.અને છેલ્લે પ્રેમ અને નફરત એક સિક્કાની બે બાજુ છે. પ્રેમમાં દોષ જોવાની ક્ષમતા નથી. અને નફરતમાં ગુણ જોવાની ક્ષમતા નથી.
" અતિ ની ગતિ નહિ " એ પ્રમાણે જીવનમાં હર વિષય વસ્તુ યોગ્ય માપમાં હોવી જોઈએ. થોડા પ્રમાણમાં જહેર પણ નુકસાન નથી કરતું વધારે અમૃત પણ હાની પહોંચાડે છે. સાચો પ્રેમ હંમેશા અધૂરો રહી જાય છે. એ ક્યારેય પૂર્ણ નથી થતો.
સ્ત્રી પુરુષમાં ફક્ત મૈત્રી પણ હોઈ શકે પણ દુનિયા આ વાત માનવા તૈયાર થતી નથી. દર વખતે આપણી સમાજ દ્વારા એવુજ વિચારવામાં આવે છે કે કોઈ સ્ત્રી પુરુષ મિત્ર છે. તો કામ પણ સામીલ હશે. આવા નેગેટિવ વિચારો ના કરવા જોઈએ દરેક પાત્ર આવુ હોતું નથી. સ્ત્રી પુરુષ દરેકની એવી ઈચ્છા હોય છે, કે કોઈ મને સ્વાર્થ વિના સમજે, સ્વાર્થ વિના પ્રેમ કરે. આવા પાત્રો મળવા મુશ્કેલ છે. પણ
" ઢુંઢને સે ખ઼ુદા ભી મિલ જાતા હૈ" અષાઢ મહિનામાં કામ નો પ્રભાવ પ્રકૃતિના કારણે જ વધારે હોય છે., એટલે આપણા સાધુ સંતો એ સ્ત્રીઓ માટે વ્રત ઉપવાસ બનાવ્યા. ઘણા લોકોને તમે પૂછજો કે જયા પાર્વતી અને ગોરમાંના વ્રત કેમ કરવામાં આવે છે, તો તમને ઉત્તર મળશે સારો વર મળે એટલા માટે તો નહિ સારો વર મળે એટલા માટે નહિ.
" કોઈ ખરાબ વર ભટકાઈ ના જાય એટલા માટે " ખાટું અને નમક નહિ ખાવાનું એના પાછળ એ જ કારણ જવાબદાર છે, કે ખાટી વસ્તુ થી કામ પ્રબળ બંને છે એટલે ધોળું અને મોળું ખાવાનું કહેવામાં આવે છે.અને વ્રત કુમારિકાઓ ને કરવાના હોય છે. કારણ આ ઉંમર માં કામની ભાવના પ્રબળ હોય છે. આપણા ઋષિમુનીઓ નો જ્ઞાન છે, એ પોતાના પર પ્રયોગ કરીને લખેલુ છે. આજના જમાના ના વૈજ્ઞાનિક જેવું નથી કે દવા દેડકા અને વાંદરા પર પ્રયોગ થાય. ખુદ પોતાની જાત પર પ્રયોગ કરીને લખ્યું છે. શુપ્રભાત જય સીયારામ
લી. ચૌહાણ સુરજબા "આર્ય "