ખજાનો - 84 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 84

જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વેરી ગુડ કહેવા લાગ્યા અને જોની સામે જોઈને સ્માઈલ કરવા લાગ્યા. ડ્રાઇવરે ગાડી સાફ કરવા માટેનો કપડાનો એક ટુકડો કાઢ્યો અને તે લાકડાના એક છેડે બરાબર બાંધી દીધો. પછી તરત જ જોનીએ તેને સળગાવ્યો. હવે પ્રકાશ વધી ગયો હતો.એક પછી એક મિત્ર ગાડીમાંથી બહાર આવી રહ્યા હતા. ઇબતિહાજને ઇમર્જન્સી હોવાથી તે દોડતો ગાડી પાછળ ચાલ્યો ગયો અને આંખો બંધ કરી હલકો થવા લાગ્યો. જોની,હર્ષિત, સુશ્રુત,લિઝા, ડ્રાઇવર અને અબ્દુલ્લાહી વેનમાંથી ઉતર્યા અને ગાડીની આગળની બાજુએ કે જ્યાં ખૂબ જ પાંદડા વેરાઈ ગયા હતા તેને સાફ કરીને વચ્ચે મશાલ ઉભી કરી. મશાલની આજુબાજુ બધાએ મિત્રો ગોઠવાઈ ગયા. પવન ન હતો પરંતુ જંગલમાં ભેજ હોવાથી ઠંડક પ્રસરી રહી હતી. ગાડીની બહાર આવી ઠંડી હવાની મજા લેતા સૌના ચહેરા પર આનંદ વર્તાઈ રહ્યો હતો. પરંતુ અંદર ખાને ક્યાંક જંગલી પ્રાણીઓનો ભય પણ છુપાયેલો હતો.

ગાડીની પાછળ હલકા થયા બાદ ઇબતિહાજે ધીમે ધીમે આંખો ખોલી તો તેની નજર સામે પડતા જ તેની આંખો પહોળીની પહોળી રહી ગઈ. મોઢું ખુલી ગયું અને બંને હાથ ગાડીને ટેકવીને ગાડીના કિનારે કિનારે પાછા પડી રહ્યા હતા. પસીનો છૂટી રહ્યો હતો. મોઢામાંથી ચીસ પાડવી હતી પરંતુ અવાજ જાણે ગળામાં જ અટકી ગયો હતો.

ગાડી પાછળ કંઈક સડવડાટ થતાં અબ્દુલ્લાહીજી પોતાના સ્થાનેથી ઊભા થયા અને ધીમે પગલે ગાડીની પાછળ તરફ જવા લાગ્યા. અબ્દુલ્લાહીજીએ જોયું તો તેઓ પણ ચોંકી ગયા. ઇબતિહાજની સામે એક ચિમ્પાન્જી દાંતિયા કાઢી રહ્યો હતો અને ડરનો માર્યો ઇબતિહાજ પાછો પાછો પડી રહ્યો હતો. પરિસ્થિતિનો તાગ મેળવી અબ્દુલ્લાહીજીએ સુઝ કેળવી ચિમ્પાન્જીનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કરીને તેની સામે નોર્મલ વર્તન કરવા લાગ્યા તેમજ ચિમ્પાન્જી જેવું વર્તન વ્યવહાર કરવા લાગ્યા. અબ્દુલ્લાહીનું વર્તન જોઈ ચિમ્પાન્જી નો ગુસ્સો શાંત થયો અને તે નોર્મલ બની ગયો. એ જ સમયે અન્ય કોઈ પ્રાણીનો તીણો અને વિશિષ્ટ કહી શકાય તેવો લાંબો અવાજ સંભળાયો અવાજ સાંભળતા જ ચિમ્પાન્જી ગુસ્સે થઈ આજુબાજુ જોવા લાગ્યો અને અવાજ આવ્યો હતો તે દિશામાં તીવ્ર ગતિએ ભાગવા લાગ્યો. ચિમ્પાન્જીને જતો જોઈને ઇબતિહાજના જીવમાં જીવ આવી ગયો. ને પછી પોતાના મામાને ભેટી પડયો.

"આ ચિમ્પાન્જી હતો. એક પ્રકારનો વાનર જ છે. કહેવાય છે કે ચિમ્પાન્જીસ આપણા પૂર્વજો છે. મનુષ્ય અને ચિમ્પાન્ઝીઝ ના વર્તન વ્યવહાર તેમજ શારીરિક ગુણોમાં ઘણી સમાનતા હોય છે. આથી તેનાથી ડરવાનું નહીં, પરંતુ તેની સાથે જો શાંતિપૂર્ણ તેમજ સકારાત્મક વ્યવહાર કરવામાં આવે તો તેઓ આપણને કંઈ જ નુકસાન કરતા નથી. પરંતુ હા, જંગલમાં આપણને જેવો ડર તેમનો રહે છે તેમ જંગલના પ્રાણીઓને પણ એવો જ ડર આપણા માટે હોય છે કે આપણે મનુષ્ય તેમને નુકસાન ન કરી બેસીએ. બાકી પ્રકૃતિથી જ આ પૃથ્વી ચાલી રહી છે. જો પ્રકૃતિને આપણે સાચવીશું તો તે આપણને સાચવશે પ્રકૃતિને નુકસાન પહોંચાડીશું તો તે આપણને નુકસાન અવશ્ય પહોંચાડશે. ગુઢ વાત છે પરંતુ ખૂબ જરૂરી છે, આપણે મનુષ્ય આપણા સ્વાર્થ ખાતર દિવસે ને દિવસે પ્રકૃતિને નુકસાન પહોંચાડતા આવ્યા છીએ. આ જ કારણે વિવિધ કુદરતી આપત્તિઓ દ્વારા પ્રકૃતિ માનવ જાતિનો તેમજ માનવ સર્જનનો વિનાશ કરી દે છે અને એ કુદરતી આપત્તિ સમયે આપણે એટલા લાચાર બની જઈએ છીએ કે તેનો સામનો કરવા માટે આપણે કોઈ જ રીતે સક્ષમ રહેતા નથી. આથી જ એક માનવની દ્રષ્ટિએ આપણે પ્રકૃતિનું સન્માન કરવું જોઈએ.તેની સાચવવું જોઈએ. તેની રક્ષા કરવી જોઈએ. આ વાત દરેક માનવ જો વહેલી તકે સમજી જાય તો તેના હિતમાં છે." પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધને સમજાવતા સમજાવતા અબ્દુલ્લાહીજી તેને આશ્વાસન આપી રહ્યા હતા.

To be continue...

મૌસમ😊