એવામાં અચાનક જ જહાજમાં આંચકો લાગ્યો. બધા જ મિત્રો અચાનક આંચકો લાગવાથી પોતાના સ્થળેથી ખસી ગયા. બચાવ માટે તેઓએ જહાજની કોઈના કોઈ વસ્તુ પકડી લીધી. અચાનક લાગેલા આંચકાથી આશ્ચર્યચકિત થઈ ગયેલ દરેક જણ જહાજના એન્જિન રૂમ તરફ દોડ્યા.
" જોની શું થયું...?" લિઝા, હર્ષિત અને સુશ્રુત ત્રણેએ એકસાથે એક જ પ્રશ્ન જૉની સામે જોઈ કર્યો.
" હું પણ એ જ વિચારું છું કે અચાનક આવો આંચકો કેવી રીતે લાગ્યો..? અંધારું છે એટલે સબમરીનમાં સ્પષ્ટ દેખાતું નથી." જૉનીએ મિત્રો સામે જોઈને કહ્યું.
" મારો અનુભવ કરી રહ્યો છે કે કોઈ વિશાળકાય દરિયાઈ જીવ આપણા જહાજને ટકરાયું હોવું જોઈએ." અબ્દુલ્લાહીએ ઊંડો વિચાર કરતા કહ્યું.
"એવું કેવુ વિશાળકાય જળચર પ્રાણી હશે જેના ટકરાવવાથી જહાજ આખું હજમચી ગયું...?" સુશ્રુતે પૂછ્યું.
" શાર્ક અથવા વહેલ હોઈ શકે...!"અબ્દુલ્લાહીએ કહ્યું.
" ઓ માય ગોડ...! આતો વિશાળકાય શાર્ક છે અને તે ઘાયલ થયેલ છે." એન્જીનની સામેથી પસાર થયેલ ઘાયલ શાર્કને જોઈને જૉનીએ કહ્યું.
" શું કીધું તે ઘાયલ થયેલ છે ?" અબ્દુલ્લાહીજીએ કહ્યું.
"હા, અંધારામાં સ્પષ્ટ દેખાતું નહોતું, પણ મને તે ઘાયલ થયેલ હોય તેવી લાગી." જૉનીએ કહ્યું.
" જો તે ખરેખર ઘાયલ થઈ હશે તો આપણા માટે ખતરા રૂપ છે. જૉની...! તું ફટાફટ આપણાં જહાજને કિનારા તરફ લઈ લે." અબ્દુલ્લાહીએ કહ્યું.
" ખતરો..? શાનો ખતરો..શાર્ક અજાણતાં જ ટકરાઈ હશે. અને તે ઘાયલ થઈ હોય તો તે આટલા મોટાં જહાજને શું નુકસાન કરી શકવાની ?" ઈબતીહાજએ પૂછ્યું.
" જહાજ કિનારા તરફ તો લઈ લઉં છું. પણ કિનારા સુધી પહોંચતા થોડો સમય લાગશે." જહાજને કિનારાની દિશા તરફ જહાજને ફેરવતા જૉની બોલ્યો.
"શાર્ક ઘાયલ થઈ છે. તેનું બ્લડ પાણી સાથે ભળ્યું હશે. આથી અન્ય શાર્કસને સંદેશો તુરંત મળી જશે. આથી આસપાસની બધી શાર્ક ઘાયલ શાર્કની મદદ માટે અહીં આવી આપણા પર હુમલો કરે તે પહેલાં આપણે કિનારા તરફ જવું જરૂરી છે. શાર્ક દરિયાના ઊંડા પાણીમાં જ રહે છે. આથી કિનારા પર નહિ આવે." અબ્દુલ્લાહીએ પોતાના અનુભવથી કહ્યું. ત્યાં અચાનક ફરી જહાજ સાથે કંઈક ટકરાયું ને આખું જહાજ હચમચી ગયું.
લિઝા,સુશ્રુત, હર્ષિત, ઈબતીહાજ ચારેય એન્જીનરૂમની બહાર જઈને જોવા લાગ્યા. જૉનીએ જહાજની સ્પીડ વધારી દીધી હતી.
"ઓહ, માય ગોડ...! અહીં તો એક નહિ અનેક શાર્ક આવી ગઈ છે. એક સાથે આટલી બધી શાર્ક જહાજ પર હુમલો કરશે તો આપણું બચવું...!" જહાજની પાછળ ઘણી શાર્કને તરતી જોઈ ગભરાયેલા સ્વરમાં લિઝાએ કહ્યું. તે સમયે ઈબતીહાજ દોડતો તેની પેટી લઈ આવ્યો.
"લિઝા...હર્ષિત..મને તો ડર લાગે છે. આટલી બધી શાર્ક જો એક સાથે જહાજ પર હુમલો કરશે તો જહાજના તો ભુકા બોલાઈ જશે. જહાજની સ્પીડ ગમે તેટલી વધારીએ પણ શાર્કની તુલનામાં જહાજ સ્પીડમાં ચાલી જ ના શકે. મિત્ર હવે આપણે શું કરીશું...?" ત્રણેય મિત્રો ચિંતાતુર થઈને વાતો કરી રહ્યા હતા કે હવે શું કરવું તે સમય ઈબતીહાજ તેની પેટી ખોલીને કંઈક નાની નાની સોયને નાની ડબ્બીમાં રહેલ ઔષધીઓમા બોડવા લાગ્યો. ત્યારબાદ તેણે એક એક કરીને શાર્ક પર નિશાન તાકવા લાગ્યો. જેવી શાર્કને તે સોય વાગતી તેની સ્પીડ ધીમી થઈ જતી અને શાંત થઈ તે ઊંડા પાણીમાં સરી જતી. પાંચ દસ મિનિટમાં તો 15/20 શાર્ક ઉપર ઈબતીહાજએ નિશાન તાક્યાં અને બધી જ શાર્કને શાંત પાડી દીધી. આ જોઈ બાકીના મિત્રો અવાક રહી ગયા. તેઓ ઈબતીહાજની સામે જોતા જ રહ્યા. તેઓ સમજી નહોતા શકતા કે ઈબતીહાજ આ શું કરી રહ્યો છે..?
To be continue...
મૌસમ😊