ખજાનો - 58 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 58

"વૉટ...? તને ખબર નથી કે કોણ તારી ગર્લફ્રેન્ડ બનવાનું છે..? તારી ગર્લફ્રેન્ડ બની જ નથી... કોઈ છે જ નહીં... તો તેના માટે તેં પાયલ શા માટે ખરીદી..?" હર્ષિતની વાત સાંભળી નવાઈ પામતા લિઝાએ પૂછ્યું.

"બસ.. એટલે જ કે ક્યાંક રસ્તામાં કોઈ મળી જાય, સારી એવી રૂપાળી... બહાદુર... સાહસી... તારા જેવી... છોકરી અને અચાનક મને પ્રપોઝ કરી લે તો...? તો તરત જ તેના પગમાં પાયલ પહેરાવી તેના પ્રપોઝલને એક્સેપ્ટ કરતા ફાવેને..? બસ એટલે જ... !"ફરી લિઝાની આંખોમાં જોઈ હર્ષિતે હસીને કહ્યું.

"મારા જેવી...? તો.. તને.. મારા જેવી છોકરી પસંદ છે એમ..?"

"ના...ના...એટલે સેમ ટુ સેમ તારા જેવી તો ભગવાને નહીં બનાવી હોય ને...? થોડું ઘણું આગુપાછું હશે તો ચલાવી લઈશ..!" લિઝાને ખીજવતા હર્ષિતે કહ્યું.

લિઝા પણ જાણે તેની દરેક વાતને સાચી માની બેસતી હોય તેમ રિએક્ટ કરતી હતી. તેના આવા વ્યવહારથી હર્ષિતને તેને ચીડાવવાની ખૂબ મજા આવતી હતી. એવામાં સુશ્રુત આવ્યો.

" લીઝા... હર્ષિત... મને કંઈક આ કાગળનો ટુકડો મળ્યો છે. ફોલ્ડ કરેલો છે. શું છે આ...? કોઈ નકશો છે કે કંઈ બીજું...?" પોતાના હાથમાં ફોલ્ડ કરેલ તે કાગળના ટુકડાને ઊંચો કરી સુશ્રુતએ હર્ષિત અને લીઝાની સામે જોઈને પૂછ્યું.

પોતાના પેન્ટના ખિસ્સાને ચેક કરી અચાનક જાણે કંઈક ખોવાઈ ગયું હોય તેમ હર્ષિતે સુશ્રુતના હાથમાં રહેલ તે ફોલ્ડ કરેલ કાગળને જોયો અને તે જોઈ હર્ષિત તરત જ સુશ્રુત તરફ દોડ્યો.

"સુશ્રુત...! તે મારું છે. પ્લીઝ... મને આપી દે...!"કહેતા હર્ષિત સુશ્રુત પાસેથી તે કાગળ છીનવી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

"પહેલા એ તો બોલ કે આમાં છે શું...? પછી આપુ...!" સુશ્રુતએ હર્ષિતથી દુર દોડી જતા પૂછ્યું.

"અરે..! કંઈ નથી... લાવ ને મારા કામની વસ્તુ છે..!"

"અરે...! એવી કેવી વસ્તુ કે તારા કામની હોય ને અમારા કામની ન હોય..? હવે તો મારે જોવું જ પડશે કે આમાં શું છે..?"

"નો... નો... નો... સુશ્રુત... પ્લીસ... પ્લીઝ... ડોન્ટ ઓપન ઈટ...!"

"બટ... વાય..? કોઈ બીજા ખજાનાનો નકશો છે કે શું..?"

"ખજાનો તો છે... પણ નકશો નથી..!"

કાગળના ટુકડામાં ખજાનો થોડી ને હોય..? શું તું પણ અમને ખોટી ખોટી તારી વાતોમાં ઉલ્જાવે છે...? હવે તો મને લાગે છે કે મારે આ કાગળના ટુકડાને ખોલીને જોવો જ પડશે કે તેની અંદર શું ખજાનો છુપાયેલો છે..? જેને મેળવવા મારો દોસ્ત આટલો તલપાપડ બની રહ્યો છે."

"નો... નો... સુશ્રુત...! પ્લીઝ..!" પણ સુશ્રુત માનતો નથી. અને ફોલ્ડ કરેલા કાગળને બસ ખોલવા જ જાય છે, ત્યાં હર્ષિત સુશ્રુતના હાથમાં રહેલો કાગળ લઈને ફટાફટ તેના જેકેટના અંદરના ખિસ્સામાં મૂકી દે છે.

"હર્ષિત...! આ નાના અમથા કાગળના ટુકડામાં એવો તો શું ખજાનો ભર્યો છે કે તું તેને અમારા બધાથી છુપાવે છે..? નોટ ફેર..! આટલા ટાઈમથી આપણે બધા સાથે છીએ. મિત્રો છીએ..! તો આવી રીતે ખજાનો છુપાવવું યોગ્ય નથી હો..! અમને પણ બતાવ." લિઝાએ હર્ષિત સામે જોઈ કહ્યું. લિઝાની વાત સાંભળી હર્ષિત મલકાયો અને નકારમાં માથું ધુણાવી જાણે સ્પષ્ટ ના પાડી દીધી. લિઝા તેના વ્યવહારથી થોડી નવાઈ પામી. પણ તેનું હાસ્ય જોઈ પોતે હસી પડી. લિઝા હજુ પણ તેની સામે જોઈ મલકાઈ રહી હતી. પણ હર્ષિતે નજર ફેરવી દૂર દૂર દૂર અનંત સુધી વિસ્તરેલા તે મહાસાગર સામે જોવા લાગ્યો. આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો અને મલકાઈ ગયો.

સુશ્રુત અને લીઝા હર્ષિત વિશે કંઈક ગુપસુપ વાતો કરતા હતા. હર્ષિત તેઓની વાતોને સાંભળીને પણ ગણકારતો ન હતો. બસ મનમાં મલકાયે જતો હતો.

એવામાં અચાનક જ જહાજમાં આંચકો લાગ્યો. બધા જ મિત્રો અચાનક આંચકો લાગવાથી પોતાના સ્થળેથી ખસી ગયા. બચાવ માટે તેઓએ જહાજની કોઈના કોઈ વસ્તુ પકડી લીધી. અચાનક લાગેલા આંચકાથી આશ્ચર્યચકિત થઈ ગયેલ દરેક જણ જહાજના એન્જિન રૂમ તરફ દોડ્યા.

" જોની શું થયું...?" લિઝા, હર્ષિત અને સુશ્રુત ત્રણેએ એકસાથે એક જ પ્રશ્ન જૉની સામે જોઈ પૂછ્યો.

To be continue....

( શુ લિઝા અને હર્ષિતનો પ્રેમ પાંગરશે કે કિસ્મત નવો જ મોડ લેશે ? આંચકો શાનો લાગ્યો હશે ? શું આ કોઈ સામાન્ય બાબત હશે કે અણધારી આફત નો અણસાર..? તે મારા વ્હાલા વાચક મિત્રો તમે પછીના ભાગમાં વાંચી શકશો.)

😊મસ્ત રહો..ખુશ રહો...ખુશહાલ રહો..!😊

☺️મૌસમ ☺️