ખજાનો - 56 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 89

    ભાગવત રહસ્ય- ૮૯   મૈત્રેયજીએ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિની કથા...

  • ખજાનો - 56

    "બહુ સરસ..! આપ બંને વિષય જાણીને ખૂબ ખુશી થઈ. આપ બંનેએ ખૂબ સા...

  • એક ષડયંત્ર.... - ભાગ 102

    (કનિકા અને પોલીસનો કાફલો માનવના ફાર્મહાઉસ પર પહોંચ્યો તો ત્ય...

  • શ્યામ રંગ....લગ્ન ભંગ....2

    સમયના વહેણ સાથે બાળપણ પણ બદલાતુ જાય ને બાળપણની આ મિત્રતા વધુ...

  • દિવાળી ધમાલ

    નોંધ: આ સ્ટોરી માત્ર કોમેડી પર્પસ માટે લખી છે વાસ્તવિકતા સાથ...

શ્રેણી
શેયર કરો

ખજાનો - 56

"બહુ સરસ..! આપ બંને વિષય જાણીને ખૂબ ખુશી થઈ. આપ બંનેએ ખૂબ સારી રીતે એકબીજાનો પરિચય આપ્યો. કદાચ આપ બંનેને અમારી સાથે મોકલીને રાજાએ અમારી ઘણી મોટી મદદ કરી છે. આપ બંને અમારી સાથે છો, તો લાગી રહ્યું છે કે મારા ડેડ સુધી પહોંચવું હવે વધારે મુશ્કેલ નહીં બને. આપ અમારી સાથે આવ્યા છો. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર...!" લિઝાએ કહ્યું.

"અમારા માલિકનો હુકમ સર આંખો પર...! તેઓના મારા પર ઘણા ઉપકાર છે. અને આપની મદદની સાથે જો ખજાનો મેળવીને અમે રાજાને આપીશું. તો અમારા રાજ્યના લોકોનું પણ ભલું થશે અને આ કામ કરતા મને ખૂબ આનંદ થશે..!" અબ્દુલ્લાહીએ કહ્યું.

"મને ખજાનામાં વધારે રસ નથી. મને તો રસ છે આ દરિયાઈ સફરમાં..! નાનપણથી મારું એક સ્વપ્ન રહ્યું હતું કે પિતા સાથે દરિયો ખેડીશ, પરંતુ અફસોસ માતા પિતાનો સાથ બહુ વહેલા છૂટી ગયો. પરંતુ તેની સાથે અબ્દુલ્લાહી મામૂનો સાથ મળી ગયો. આજ તેઓ સાથે દરિયો ખેડવાની તક મળી છે બસ હું આ દરિયાઈ સફરને ફુલ્લિ એન્જોય કરવા માગું છું. બસ મારો ક્યારેય અંધકાર સામે સામનો ન થાય..!" ઈબતિહાજએ કહ્યું.

સુશ્રુત,જૉની અને હર્ષિત આ બંને માણસોને સાંભળી રહ્યા હતા અને એકીટશે જોઈ રહ્યા હતા. હા..! દેખાવે થોડા જુદા લાગતા હતા પરંતુ સ્વભાવે બંને પોતાના જેવા લાગતા હતા. કેટલીક બાબતો હતી જે અલગ હતી અને આ જ વિવિધતા.. અલગતા તેઓની આગવી ઓળખ આવતી

"અબ્દુલ્લાહીજી..! આપ કહી શકશો કે આપણે મોંગાડીશું થી આગળ હવે ક્યાં જવાનું છે...?" લિઝાએ કહ્યું.

"અહીંથી આપણે કોયામા આઈલેન્ડ જઈશું. ત્યાં પહોંચતા લગભગ એકાદ અઠવાડિયું થઈ જશે. સતત સમુદ્રમાં સફર કરતા કરતા વચ્ચે વચ્ચે આઈલેન્ડમાં કે કોઈ જમીન.. ભૂમિસીમામાં રહેવું યોગ્ય લાગશે. એવો મારો અનુભવ કરી રહ્યો છે. તો કોયામા આઈલેન્ડ ઇસ દ બેસ્ટ...આઈ થીંક એકવાર હું ત્યાં ગયેલો છું. ત્યાં રોકાવામાં કોઈ સમસ્યા કે મુશ્કેલી આવે તેમ લાગતું નથી." અબ્દુલ્લાહિએ કહ્યું.

"અરે કોયામા...કોયામાં...આઈલેન્ડ પહોંચતા એક અઠવાડિયું લાગી જ જશે. શું તે ટાપુ એટલો બધો દૂર છે...?" સુશ્રુતે પૂછ્યું.

"કોયામા...! આઇલેન્ડ પહોંચતા અઠવાડિયું લાગશે, એવો તો મારો અંદાજ છે. પરંતુ જો આગળ જતા આપણને સમુદ્રી તોફાન નડી જાય અથવા તો કોઈ સમુદ્રી જીવનું ટોળું આપણા માર્ગમાં આવી જાય, તો સમય વધી પણ શકે છે. દરિયાઈ મુસાફરી દરમિયાન સમયનું કોઈ ચોક્કસ હોતું નથી. આજથી આઠ વર્ષ પહેલા હું મારા મિત્ર સાથે વેપાર અર્થે દક્ષિણ આફ્રિકા ગયો હતો તે સમયે પેમ્પા આઇલેન્ડથી ઝાંઝીબાર પહોંચતા અમને લગભગ 10 થી 12 દિવસ લાગ્યા હતા. વાસ્તવમાં તે બે આઇલેન્ડની વચ્ચે ખૂબ ઓછું અંતર છે. માત્ર બે ત્રણ દિવસમાં જ આ અંતર કાપી શકાય તેટલું અંતર હોવા છતાં દરિયાઈ તોફાનોને કારણે ત્રણ ગણો સમય અમને પેમ્પા આઇલેન્ડથી ઝાંઝીબાર સુધી પહોંચતા લાગી ગયો હતો. મોંગાડીશુંથી કોયામાં આઈલેન્ડ પહોંચતાં 8 થી 10 દિવસ સામાન્ય રીતે લાગી જાય છે, જો દરિયો શાંત હોય તો..! બાકી તોફાની દરિયામાં મુસાફરીનું સાહસ ખેડવું જીવના જોખમ ભર્યું બની રહે છે..!" અબ્દુલ્લાહીએ કહ્યું.

"અબ્દુ...અબ્દુલ્લા..હી..અબ્દુલ્લાહીજી...!" હર્ષિતને અબ્દુલ્લાહીજીનું નામ બોલવામાં તકલીફ પડી રહી હતી. તે તેમને કંઈક પૂછવા જઈ રહ્યો હતો, પણ નામ બોલવામાં જ લોચા પડી રહ્યાં હતાં.

"તમે ચારેય મને મારા ભાણેજ ઈબતીહાજની જેમ મામા કહી શકો છો. તમે હિન્દુસ્તાની છો. મારી બહેનના નિકાહ પણ હિન્દુસ્તાનમાં જ થયાં હતા. એ હીસાબથી પણ હું તમારો મામો થાઉં..!" કહી અબ્દુલ્લાહી હસી પડ્યાં.

To be continue....

🙂 મસ્ત રહો..ખુશ રહો...ખુશહાલ રહો...!🙂

☺️મૌસમ☺️