ખજાનો - 55 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 55

"અરે અમારા મહારાજની તો વાત જ ના થાય...! માત્ર તેઓ ગજબના માણસ નથી,ખૂબ દયાળુ અને ખુદાના માણસ છે. બસ આવો માલિક સૌને મળે." 60/65 વર્ષની ઉંમરનો વ્યક્તિ કે જેને રાજાએ ચારે મિત્ર સાથે મોકલ્યા હતા. તે માણસે કહ્યું. તેના ચહેરા પર કરચલીઓ થઈ ગઈ હતી. તેનો પહેરવેશ સામાન્ય હતો. માથા પર એક કપડું બાંધી હતું. પગમાં સામાન્ય મોજડી હતી. કપડાં ખૂલતા હતા. તેમની સાથે એક પેટી હતી, જેમાં કેટલીક ઔષધિ ભરી હતી. તેમનું વર્તન વ્યવહાર જોઈને એવું લાગતું હતું કે તેઓ એક મિનિટ પણ એક સ્થળે શાંતિથી બેસી શકતા નહોતા. તેઓની શ્રવણ શક્તિ ગજબની હતી આજુબાજુ થયેલ સામાન્ય અને નાનામાં નાના અવાજને તેઓ ખૂબ સારી રીતે સાંભળી શકતા તેમજ તે અવાજને પારખી પણ શકતા.

"અરે..! હું કેટલું ધીમેથી બોલ્યો, છતાં તમે સાંભળી ગયા..?" નવાઈ સાથે સુશ્રુતે કહ્યું.

"અમારા મામુને સામાન્ય ન સમજો ભાઈ..! તેમની શ્રવણ શક્તિ ગજબની છે. તમારી છૂપી વાતોને તુરંત જાણી લેશે." પોતાના મામા પાસે બેઠેલા યુવાને કહ્યું.

"અરે વાહ..! ખુબ સરસ..! બાય ધ વે આપ બંનેને અમે સરખી રીતે જાણતા નથી.., ઓળખતા નથી અને આપના નામ પણ જાણતા નથી. તો મહેરબાની કરીને તમારો પરિચય આપશો..? કેમકે મને લાગે છે કે આપણે એકબીજા સાથે ઘણી લાંબી સફર પસાર કરવાની છે. એકબીજાનો પરિચય આપીશું તો મુસાફરી કરવાની મજા પણ આવશે ને..?" જોની એ કહ્યું.

"આઈ થીંક.. હું તમને ચારે ને ઓળખું છું. આ લિઝા છે..તું જૉની છે.. તું હર્ષિત એન્ડ તું સુશ્રુત...! એમ રાઈટ..?" તે વૃદ્ધ માણસની પાસે બેઠેલા યંગ મેને કહ્યું.

"યસ..! તમે અમને ચારેય ને બરાબર ઓળખ્યા છે. બસ કૃપયા તમારા બંનેનો પણ પરિચય આપી દો" લિઝાએ કહ્યું.

"આ મારા મામા છે, જેમનું નામ અબ્દુલ્લાહી..! અબ્દુલ્લાહી નો મતલબ ખબર છે તમને..? તેમના નામનો મતલબ થાય છે સર્વન્ટ ઓફ ગોડ...! બસ નામ પ્રમાણે જ તેઓ ગુણ ધરાવે છે. તેઓ એકદમ દયાળુ, ઈમાનદાર, પ્રામાણિક, સત્યવાદી અને પ્રેમાળ છે. તેમની એક ખૂબી વિશે તો તમે જાણી ગયા. બીજી ખૂબી એ છે કે તેઓ ખૂબ સારા કહી શકાય તેવા વૈદ્ય છે. આફ્રિકાના ખૂણે ખૂણે તેઓ ફરેલા છે. આફ્રિકાના દરેક પ્રદેશો... જંગલો... પહાડો... પર્વતો...નો તેમને અનુભવ છે. પ્રકૃતિમાંથી જ તેઓ કોઇ પણ સમસ્યાનો હલ શોધી દે છે. કોઈપણ બીમારીનો ઈલાજ શોધી દે છે. મને તેમના પર ગર્વ છે. મારી સાથે મોમ નથી, પરંતુ તેઓએ મને મમ્મીની ક્યારેય કમી મહેસુસ થવા જ નથી દીધી. હા...વાતોડિયા બહુ છે. પરંતુ તેમના કિસ્સા સાંભળવાની ખૂબ મજા આવશે." યંગ મેને કહ્યું.

"ઓહ...ગ્રેટ..! તો આપનો પરિચય...?" હર્ષિતએ પૂછ્યું.

" આ મારો લાડકવાયો ભાણો છે. બસ મારો દીકરો જ સમજી લો. તેનું નામ છે ઇબતીહાજ. હા, થોડો નટખટ છે, પરંતુ માણસ ખૂબ સારો છે.તેની ખૂબી વિશે જાણશો તો ખૂબ નવાઈ લાગશે. આસપાસની વસ્તુઓનો ઉપયોગ કરીને તેમાંથી શસ્ત્ર કેમ બનાવવા અને સામેની વ્યક્તિને ખબર પણ ન પડે તે રીતે તેનો ઉપયોગ કેમ કરવો..? તેને બખૂબી રીતે ઈબતીહાજ જાણે છે. હંમેશા હસતો રહે છે અને આજુબાજુના લોકોને હસાવતો રહે છે .બસ એક જ વાતથી તે ડરે છે. અને તે છે અંધકાર...!"અબ્દુલ્લાહીજીએ કહ્યું.

"બહુ સરસ..! આપ બંને વિષય જાણીને ખૂબ ખુશી થઈ. આપ બંનેએ ખૂબ સારી રીતે એકબીજાનો પરિચય આપ્યો. કદાચ આપ બંનેને અમારી સાથે મોકલીને રાજાએ અમારી ઘણી મોટી મદદ કરી છે. આપ બંને અમારી સાથે છો, તો લાગી રહ્યું છે કે મારા ડેડ સુધી પહોંચવું હવે વધારે મુશ્કેલ નહીં બને. આપ અમારી સાથે આવ્યા છો. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર...!" લિઝાએ કહ્યું.

To be continue...

મૌસમ😊