ખજાનો - 50 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 50

"તારી વાત તો સાચી છે લિઝા..! પરંતુ આને હું હમણાં નહીં મારી શકું,કેમકે જો તેની લૂટારુ ટોળકીને એ વાતની ખબર પડી ગઈ કે આપણે તેને કેદ કર્યો છે કેમ મારી નાખ્યો છે તો તેઓની ટોળકી વધારે ઉગ્ર બનશે અને આપણા જ રાજ્યના નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરી મુકશે. આથી તેને મારી નાખવો મને યોગ્ય નથી લાગતું."

"પણ મહારાજ..! આપણે તેને મારીને ઠેકાણે કરી દઈએ અને કોઈને કંઈ ખબર જ ન પડે તો કેમનું રહેશે ?" સુશ્રુતે મલકાઈને કહ્યું.

"તેરે ન મારવાનું બીજું કારણ એ પણ છે કે મારે માત્ર નુમ્બાસાને નહીં, આખી ટોળકીને ખતમ કરવી છે તેની આખી ચેનલને ખતમ કરવી છે. જેથી કરીને નુમ્બાસાના ગયા બાદ નુમ્બાસાની જગ્યાએ એ ટોળકીનો બીજો માણસ તેનો મુખી ન બને. અને ફરી લોકોને લૂંટવાનો શરૂ ન કરી દે. આથી મારું માનવું છે કે માત્ર નુમ્બાસાને ખતમ કરવાથી લૂંટારાઓનો ત્રાસ ખતમ થશે નહીં. આ માટે નુમ્બાસાના એક એક માણસ સુધી આપણે પહોંચવું પડશે અને તેની આખી ટોળકીને ખતમ કરવી પડશે. ત્યારે જ નુમ્બાસાનો ત્રાસના...તેનાં અત્યાચારથી... લોકોને ખરેખર મુક્તિ મળશે. તેમજ લોકો નુમ્બાસાના ડરથી નિશ્ચિંત થઈને નિર્ભયતાથી જીવી શકશે." રાજાની વાત સાંભળીને લિઝા અને સુશ્રુત ચકિત થઈ ગયાં.

"મહારાજ..! આપની વાત તો સો ટકા સાચી છે. અમે તો આટલું લાંબો વિચાર્યું જ નહોતું." લિઝાએ કહ્યું.

"તો અત્યારે આપણે આ નુમ્બાસાનું શું કરશું..?" સુશ્રુતે પૂછ્યું.

"હું પણ બસ એ જ વિચારી રહ્યો છું કે નુમ્બાસાની સાથે શું વ્યવહાર કરવો જોઈએ..? અને આ ટોળકીને કાયમ માટે ખતમ કેવી રીતે કરી શકાય..?" રાજાએ વિચાર કરતાં કહ્યું.

"મહારાજ..! બેભાન થવાનું ઇન્જેક્શન આપ્યા બાદ માણસ ક્યારે ભાનમાં આવે છે..? મતલબ કેટલા કલાકો બાદ ભાનમાં આવે છે...? લિઝાએ પૂછ્યું.

"આ સોય ભોંક્યા બાદ માણસ પાંચથી છ કલાક તો સાવ નિંદ્રા અવસ્થામાં ચાલ્યો જાય છે.ત્યારબાદ એક કલાકે તેને ભાન આવે છે. પરંતુ તે કોઈ ક્રિયા કે હલનચલન કરી શકતો નથી આઠ કલાક બાદ તે વ્યવસ્થિત રીતે કાર્યશીલ બની જાય છે. મતલબ સાત થી 8 કલાક સુધીમાં તે શરીર અને મન બંનેથી જાગ્રત થઈ જાય છે."

"તો મહારાજ...! મને એક વિચાર આવે છે. આ નુમ્બાસાને આપણે સુરંગમાં કેદ કરી દઈએ તો ? દર છ સાત કલાકે આપણે તેને બેભાન થવાનું ઇન્જેક્શન આપતા રહીશું. જ્યાં સુધી આપણે બધા જ સાથીદારોને પકડી ન લઈએ ત્યાં સુધી બધા સાથે આ જ વ્યવહાર કરીએ તો...?" લિઝાએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો.

"લિઝા..! તારી વાત તો સાચી છે, પરંતુ મને એવું લાગે છે કે જે રીતે આપણે નુમ્બાસાને કેદ કરી બેભાન કર્યો છે તેવી જ રીતે કોઈને પણ ખબર ન પડે તેમ એક એક કરીને નુમ્બાસાના વ્યક્તિઓને ઓળખીને આપણે તેને બેભાન કરીને સુરંગમાં લાવવા પડશે. બધા જ લૂંટારાઓ એકઠા થઈ જાય પછી તેમની સાથે શું વ્યવહાર કરવો તે વિચારીશું." રાજાએ કહ્યું

"ગજબ પ્લાન છે. છુપી રીતે એક પછી એકને બેભાન કરવાની ખૂબ મજા પડશે. મહારાજ...! તમારી પાસે બેભાન કરવાની સોયોનો વધારે જથ્થો તો છે ને ?" સુશ્રુતે કહ્યું.

"નિશ્ચિંત રહો મિત્ર..! બધા જ પ્રકારના હથિયારો ખૂબ માત્રામાં છે. બસ આપણે સચેત એ બાબતે રહેવાનું છે કે ભૂલથી પણ આપણને નુમ્બાસાના વ્યક્તિઓ ઓળખી ન જાય. અને કોઈને પણ ખબર ન પડે તે રીતે સાવચેતીથી એક પછી એક ને આપણે બેભાન કરીને સુરંગમાં પુરવાના પડશે." રાજાએ કહ્યું.

"સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે સુરંગમાં પૂર્યા બાદ તેઓને દર સાત કલાકે ફરી બેભાન થવાનું ઇન્જેક્શન આપવાનું થશે. જો તેઓ તન મનથી જાગ્રત થઈ ગયા તો આપણા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે." લિઝાએ કહ્યું.

" લિઝા તારી વાત એકદમ સાચી છે. ઠીક છે તો ચલો આપણે આપણા મિશનને સફળ બનાવીએ." સુશ્રુતે કહ્યું.

To be continue...

😊મૌસમ😊